SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 80 9 પ્રકાશન આવે ?. પ્રબુદ્ધ જીવનની તે એક ચિરસ્મરણીય પ્રસાદી બની રહે. લાંબા લેખા ન લેવા. દરેક વિષયને એ ચાર પાનામાં અક રૂપે રજી કરવાં. લીટરરી ડાઇજેસ્ટ' આવા સમહા પ્રગટ કરે છે તે જોરો એટલે મારી દરખાસ્તનું રૂપ સમજાશે, લેખા તમારા એકલાના જ નહિ. પણ બીજાના પણ લેવાડ - વિનોબાજી સાથેની પ્રનેત્તરી, શ્રી. રાધાકૃષ્ણનના વિચારા ઉપર જણાવેલ પ્ર. જી. ના અંકમાં આવ્યા છે. ભારતને આજે એવા જ સંચાટ અને શુધ્ધ વિચારપ્રવાહની જરૂર છે.” અમદાવાદથી સુપ્રસિધ્ધ વયોવૃદ્ધ પત્રકાર શ્રી. ચુનીલાલ વધુ માન શાહ જણાવે છે કે શ્રી મુબંધ જૈન યુવક સઘની બધી પ્રવૃત્તિઓને હું તેના પ્રારંભકાળથી મૂક' સાક્ષી રહ્યો છું. તેણે જે પ્રવૃત્તિ આદરી અને નિષ્પત્તિ કરી તે જ તેના અસ્તિત્વને અભિન દે તેવી છે. પ્રારંભકાળે અને ત્યાર પછી તેણે જે ધ્યેય દૃષ્ટિ સમક્ષ રાખીને પ્રવૃત્તિ કરેલી તેમાં તેણે પૂર્ણતઃ સિધ્ધિ નથી મેળવી, તે છતાં તેણે તે દ્વારા નવી હવા પ્રકટાવીને જૈતસમાજમાં જે વિચારપરિવર્તન નિપજાવ્યુ છે તેમાં તેની પૂણ સિધ્ધિનાં ... બીજ રહેલાં છે. એમ હું માનુ છું. અને તે જ તેની સફળતા છે. “પ્રભુધ્ધ જૈતુ” અને “પ્રમ્રુદ્ધ જીવન” સંધના મુખપત્ર તરીકે જે તંદુરસ્ત વિચશ ફેલવતું રહ્યું છે તે માટે હું અંતરથી તેના સપાકને ધન્યવાદ આપ્યા વિના રહી શકતા નથી. જાગ્રત પત્રકાર અને જીવતુ પત્રકારત્વ કેવાં હાય તેના એક નમૂના તરીકે હુ એ પત્રને માનતા અને મિત્રા સમક્ષ મૂકતા આવ્ય છું. જૂના તવજીવન'ની મર્યાદિત પ્રકારની આવૃત્તિ પણ હું તેને કહેવા પ્રેરા, “પ્રભુધ્ધ જૈન તે તમે “પ્રભુધ્ધ જીવન” બનાવ્યુ, છતાં સર્વ શ્રી. નહિ તો મર્યાદિત પ્રમાણમાં તે જૈનવથી મુકત રહ્યું નથી, એટલે પ્રબુધ્ધ જૈન'' જ રહ્યુ છે. અને તેની અપૂર્ણતા કે દૂષણ હું નથી માનતા. બેઉની દિશા તે વિશુધ્ધ જીવન’ હતી અને છે. તે પણ તેનુ સ'ચાલકમડળ જે વર્તુળને સ્પર્શી રહ્યુ’ છે તે વતુ ળના જીવનથી કેવળ પર તો નજ રહી શકે. આ મર્યાદાને ય મને ઉપયાગ લાગે છે અને તેથી તે.એ. મર્યાદા ન ડે અને પાતાના નામમાંથી ‘જૈન' શબ્દન ત્યજે એવું હું પ્રંચ્છુ છું. જૈન સમાજમાંની જે અનિષ્ટ રૂઢિ તરફ જૈન યુવક સંઘે કમર કસી હતી તે કેટલીક કાળથી, કેટલીક સામાજિક વિચાર ફ્રાન્તિના આધાતાથી અને કેટલીક રાષ્ટ્રીય તવવાયુના . ઉચ્છ્વાસાથી દૂર થઇ છે, છતાં, સ્થિતિચુસ્તામાં જે અંશે તે ચાલુ રહી છે તેને તેની અંદરની રાગિષ્ઠતા આપોઆપ નાબુદ કરશે.-કરતી જશે એવાં ચિહ્ન જોઇ શકાય છે. પરન્તુ જૈન સમાજમાં તે એ કેવળ કલેવરને ફેરફાર લેખાશે, વૈચારિક વિશુદ્ધિ કે સાચું જીવનલક્ષી જનવ જૈનસમાથી ખૂબ દૂર છે. તેને તે દિશાએ દોરવાની પ્રવ્રુત્તિ યુવક સ’ધે છેડવા જેવી નથી. સ ંધના ૩૫૦ સભ્યો નવા વિચાર રાના વાયુના ઉચ્છ્વાસે ભરતા થયા હોવાનું કેટલાકાનુ અનુમાન સાચુ હોવાના સંભવ છે, પરંતુ તે ઉપરથી જે મિશન તેના જન્મકાળે તેણે સ્વીકાયુ" હતુ તે મિશન હવે બિનજરૂરી બન્યું હોય એવુ મને લાગતુ નથી. સ ંધને એની પ્રવૃત્તિ દેશના એક નાના વર્તુળમાં ગોંધાઇ રહેતી, કિવા સાંપ્રદાયિક, કિવા સાંકડી લાગતા હોય એ સંભવિત છે, પણ એ તે સંધના સભ્યાની પોતાને લક્ષ્ય કરીને જોનારી દૃષ્ટિ છે; સંધના હેતુ પ્રતિ સહાનુભૂતિ ધરાવનારાને તથા તે મિશનની હજી પણ તેટલી જ ઉપયેાગિતા રહેલી માનનારાઓને સમાજની અપેક્ષા દષ્ટિએ જોતાં તેનુ અસ્તિત્વ તથા પ્રવૃત્તિ એકસરખાં ચાલુ રહે એ આવશ્યક લાગે છે. જીવતને વિશુધ્ધ અને પ્રમુગ્ધ કરવાની દિશા દર્શાવનારાં રાષ્ટ્રવ્યાપી મંડળે ખીજા હશે કિ`વા મળશે, હાલના જાગૃતિકાળમાં દેશને એવી સસ્થાઓની ઉણપ નહિ રહે, પર ંતુ જૈન સમાજને દેરવાને નામે એક જ વર્તુળમાં ઘુમાવનારા આજના સખ્યાબંધ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૯ સ્થિતિચુસ્ત જૈન મડળાની વચ્ચે આવુ એકાદ જાગૃત મ`ડળ પણ જો જૈન સમાજને છેડી રાષ્ટ્રનું બની જશે તેા, તેને તેમાં વિશાળ કામગીરી મળવાની કદાચ કૃતકૃત્યતા સાંપડશે અને તેના બાહુ દૂર સુધી પહેાંચનારા બનશે, પરંતુ જૈન સમાજને અંધકારમાંથી દોરીને અજવાળે લઇ જનારી દીપિકા એમ મુઝાઇ જશે તે! તેની આસપાસના અંધકાર કેવી રીતે ઉલેચાશે ? માટે જ વિન ંતિ કે તે " જૈન ” શબ્દના ત્યાગ પેાતાના નામમાંથી ન કરે તો વધારે સારૂં.'' સ્વર્ગસ્થ સર હરલાલ ગેસલિયા જુલાઈ માસની ૧૭ માં તારીખે સૌરાષ્ટ્રની એક ખ્યાતનામ વ્યકિત સર હારલાલ ગેસલિયાનું ૮૩ વર્ષની ઉમ્મરે અવસાન થયુ. અને એ સાથે એક લાંબી, ઉજ્જવળ અને યશસ્વી કારકીદીના 'અન્ત' આવ્યો. મુંબઈ યુનિવર્સિટીના તેઓ એમએ, એલ. એલ. બી. હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ અમદાવાદમાં થોડા સમય તેમણે વકીલાત કરી હતી. અને ત્યાર બાદ તે સરકારી નોકરીમાં જોડાયા હતા. હું સર પ્રભાશંકર પટ્ટણી અને શ્રી કોટકનું નામ “સૌરાષ્ટ્રના એક યા બીજા રાજ્યના મુખ્ય વહીવટદાર તરીકે જ્યારે ખૂબ આગળ આવી રહ્યું હતું. ત્યારે સત્કારી એજન્સીના એક મુખ્ય અધિકારી તરીકે `સર ગાલિયાએ પણ સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સમયાન્તરે તે પાલણુપુરના જીલ્લાન્યાયાધીશ બન્યા હતા; ત્યાર બાદ ખરવાણી રાજ્યના એડ્મીનીસ્ટ્રેટર ( મુખ્ય વહીવટદાર) તરીકે તેમણે કેટલાંક વર્ષ કામ કર્યુ હતુ. અને એ પછાત રાજ્યને નવી ચાલના આ હતી અને ત્યાંની શૈક્ષણિક, અને વૈદ્યકી સગવડો સારા પ્રમાણમાં વધારવામાં તેમણે અતિ મહત્વનો ફાળો આપ્યા હતા. ત્યાર બાદ ધ્રાંગધ્રા રાજ્યના દીવાન તરીકે પણ તેમણે થોડાં વર્ષ કુશળ કામગીરી બજાવી હતી, અને અન્ય દેશી રાજ્યો સાથે ધ્રાંગધ્રાનુ નવભારતમાં વિલીનીકરણ થતાં તેએ સરકારી કે દેશી રાજ્યની કામગીરીથી હં ંમેશાને માટે નિવૃત્ત થયા હતા. ઉચ્ચ કાટિનું તેમનુ ચારિત્ર્ય હતું અને વિવિધ પ્રકારની રાજકીય જવાબદારીઓને તેમણે પ્રમાણીકતા, લાકકલ્યાણની ભાવના, કાર્યનિષ્ઠા અને કુશળતા વડે અને સર્વત્ર પેાતાનુ સ્વમાન જાળવીને ચરિતાર્થ કરી હતી. સામાજિક ક્ષેત્રે જીવનના પ્રારંભથી અન્ત સુધી તેમનુ દૃષ્ટિબિન્દુ એક સુધારકનુ હતુ અને જુની પેઢીના ઢાવા છતાં વિચાર તેમજ વતનમાં તે પ્રગતિશીલ હતા, વૃધ્ધ ઉમ્મરના • હોવા છતાં નવા વિચારપ્રવાહ સાથે સદા તાલબધ્ધ રહેવાના તેમના પ્રયત્ન રહેતા. અને આઝાદી મળ્યા બાદ જે નવાં બળા પેદા થયાં છે અને આપણા દેશના રાજકારણના તેમ જ અર્થકારણના ક્ષેત્રમાં જે ઝડપી ફેરફારો થઇ રહ્યા છે તે વિષે તેમની દષ્ટિ બધુ ખુરૂ થવા એઠું' છે એવા નિરાશાવાદની નહિ, પણ ઊંડી સહાનુભૂતિ અને ઉદાત્ત આશાવાદની હતી. તે ચિન્તક અને અભ્યાસી હતા અને તેમની પાસે અનુભવ અને માહીતીના વિપુલ ભડાર હતા. ૮૦–૮૨ વર્ષની ઉમ્મરે માનવી સામાન્યતઃ દેહથી જીવતા હોય છે. પણ વિચારના ક્ષેત્રમાં શૂન્ય, લગભગ મૃતપ્રાય જીવન જીવતા હોય છે. સર હરિલાલ ગેાસલિયા શરીરે ઉમ્મરના કારણે જ રિત હાવા છતાં મનથી એક જીવન્ત વ્યકિત હતા, અને તે કારણે તેમની સાથેના વિચારવિનિમય હંમેશા ખેાધક અને પ્રેરક બનતા. અનેકને સલાહ લેવાનુ તે એક આદરણીય સ્થાન હતા, તેમનાં સંતાનમાં બહુ જાણીતા એવાં સરલાદેવી સારાભાઈ અને તારાબહેન માણેકલાલ પોતપોતાના ક્ષેત્રમાં કેટલી બધી સેવાઓ આપી રહ્યા છે તે સૌ ક્રાઇ જાણે છે. આ બન્ને બહેનેાના તેમ જ અન્ય સંતાનનાં ધડતરમાં તેમના પિતાના અસાધારણ સિ કાળા હતેા. દેશી રાજ્યના વહીવટ સાથે ગાઢપણે સંકવાયલી અને હવે સદાને માટે અસ્ત પામી રહેલી પેઢીના તેઓ એક અગ્રગણ્ય અને કદાચ છેલ્લા પ્રતિનિધિ હતા. પરમાત્મા તેમને શાશ્વત શાન્તિ આપે! પાન દ મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક શ્રી ધરમાંનદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખમ ક, મુદ્રણુસ્થાન : ચદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુખ, ૨. ૩. ન. ૨૯૩૦૩
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy