SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શડયુલ્ડ જ્ઞાતિની, શિડયુલ્ડ જાતિની અને પછાત ગણાતી કામેાની સસ્થાએ પણ હિત ધરાવે છે અને તેથી તેમની સાથે પણ વાટાધાટ કરવાનો સહકાર ઇરાદો ધરાવે છે. પ્રબુદ્ધ જીવન “આ સંસ્થાઓ, અમે આશા રાખીએ છીએ કે, અમારા નિમંત્રણ પાછળ રહેલા ભાવના આદર કરશે અને એ રીતે મહા અમાત્યે વ્યકત કરેલી ઇચ્છા કે જેને શાન્તિ કનું સમાધાન શોધવામાં આતુરતા ધરાવતા સર્વ કાષ્ઠનું પૂર્ણ અનુમેદન છે તે ઈચ્છાને સફળ કરવામાં તે પૂરી મદદરૂપ બનશે. અમને ખાત્રી ! છે કે આ વાટાધાટો દરમિયાન જે મુદ્દાએ અણઉકેલ્યા રહેશે તે સબંધમાં તે પેતે ઊંડા ઉતરીને માર્ગ કાઢવાને પ્રયત્ન કરશે એવી મહા અમાત્યે આપેલી ખાત્રીના કારણે, આપણને એમ માની લેવાને પૂરતું કારણ છે કે, બધાં હિતેને પૂરો સ ંતાષ થાય એવા સમાધાન ઉપર જરૂર આવી શકાશે. ‘શિક્ષણધારાના અમલની મેકુફી સંબંધમાં જણાવવાનુ કે એ ધારાના બીજો વિભાગ જે સૌથી વધારે વિવાદાસ્પદ બન્યા છે તેને અમલ મુલતવી રાખવાને અમે તૈયાર છીએ. આ ઉપરાંત પરસ્પર ચર્ચા અને વાટાધાટેના પરિણામે પ્રસ્તુત શિક્ષણધારામાં બીજી જે કાઇ કલમ સુધારવા જેવી કે તેને અમલ મોકુફ્ રાખ્વા જેવી માલુમ પડશે તે કલમ સંબંધે તે મુજબ કરવાને અમે તૈયાર છીએ. ચર્ચાસ્પદ બનેલા ખીજો અગત્યના સવાલ કે જે સબધમાં મહા અમાત્યે ભલામણ કરી હતી તે મુદ્દો સરકાર સામે વિરોધ પક્ષે જે વિવિધ પ્રકારની ફરિયાદો કરી રહેલ છે તેને લગતા છે. મહાઅમાત્યની ભલામણુ એ મુજબની હતી કે અનેક ચોકકસ રિયાદ જે ઉપરથી તહેામતનામુ ઘડવામાં આવ્યું છે તે કરિયાદોની વિરાધપક્ષે અને સરકારના પ્રતિનિધિઓએ સાથે મળીને તપાસ કરવી અને આવી અહિં તપાસ કર્યાં બાદ જે કાઇ મુદ્દા ઉપર મતભેદ ચાલુ રહે તે મુદ્દા મહાઅમાત્ય સમક્ષ તેમની તપાસ અને સલાહ માટે રજુ કરવા, અમારી સરકાર વિષે પ્રજાના દિલમાં રહેલી શંકા અને ગેરસમજુતી દૂર કરવાનેં અને જો કાઇ ભૂલ થઇ હાય તો તે દૂર કરવાને અમે આતુર હેઈને આ ભલામણેા અમે કન્નુલ રાખી છે અને તે મુજબ અમે મહા અમાત્યને જણાવી દીધેલ છે.' આ નિવેદનમાં કરલના મુખ્યપ્રધાને વિવાદાસ્પદ તકરારના મુદ્દાએ સંબંધમાં લાગતાવળગતા સાથે એક આસન ઉપર એસીને વાટાઘાટ કરવાની, તકરારી બાબાને ઉકેલ શોધવાની અને જે બાબતે વાટાઘાટથી ન પતે તે બાબતમાં જવાહરલાલની સલાહ મુજ્બ ચાલવાની તૈયારી દેખાડી હતી. પાર્લામેન્ટરી એડ ના ઠરાવે જે વિચિત્ર કાયડા ઉભા કર્યાં છે અને ન પાછળ હટાય, ન આગળ વધાય, અને તેમાં સૂચવ્યા મુજબ સામ્યવાદી પક્ષને રૂખસદ આપવા જતાં કોંગ્રેસશાસિત અન્ય પ્રદેશમાં અનવી કટોકટીએ સરજાય—આવી જે એક કઢંગી પરિસ્થિતિ ઉભી કરી છે તેને બદલે શ્રી નામમુદ્રીપાદને સમાધાની સાધવાની તક આપવામાં આવી હાત તે બધી રીતે વધારે શ્રેયસ્કર થાત. એમ લાગે છે. કારણ કે સમાધાનીના માર્ગે જવાની તત્પરતા દેખાડતા નામમુદ્રીપાદને અમુક પ્રમાણમાં નમતુ તાન્યા સિત્રાય વિકલ્પ જ નહાતા, અને ધારો કે બન્ને પક્ષ મકકમ રહ્યા હેત તેા પણ છેવટનો નિકાલ કરવાનું કૅગ્રેસના જ મુખ્ય આગેવાન એવા ભારતના મહા અમાત્ય જવાહરલાલજીને સાંપાવાતુ હતુ. અને ધારા ક્રુ આ બધી કખુલાતમાંથી નામમુદ્રીપાદે પીછેહઠ કરી હાત તો તેની સામે અને તેના પક્ષ સામે જે કાંઇ પગલાં ભરવામાં આવત તેના વ્યાજીપણા સામે કોઇને કશુ કંહેવાનું ન રહેત. પણ આ પ્રશ્નને પાર્લામેન્ટરી એડૅ આ રીતે વિચાર્યં હાય એમ લાગતું નથી. અથવા તે સામ્યવાદી વહીવટના હાથે ##### y* * તા. ૧૬ ૭-૧૯ [ જે અન પર ંપરા ચાલી રહી હતી; જેનુ' પુરૂ' ચિત્ર કદાચ આપણી સામે ન હેાય તેથી ત્રસ્ત બનીને સમગ્ર રાષ્ટ્રના હિતમાં તેને વે ખતમ કર્યા સિવાય બીજો કાષ્ઠ વિકલ્પ જ નથી એવા નિર્ણાં×ઉપર પાર્લામેન્ટરી ખેડ આવેલ હાય-આ પ્રકારની વિચારણામાંથી ઉપર જણાવેલ ઠરાવના જન્મ થયા એમ લાગે છે. હવે શું થશે એ પ્રશ્ન આજે સૌ કાઇના મેઢા ઉપર ની રહ્યો છે. આને નિશ્ચયપૂર્ણાંક જવાબ કોઈ આપી શકે તેમ નથી. સામ્યવાદી સરકાર સાથે સમાધાનીને માગ નીકળે અને બીનઅંધારણીય માર્ગો ઉપરથી કેંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષે પાછા હઠે તેા તેના જેવું ઉજળુ ખીજું કશું નહિ, પણ પાર્લામેન્ટરી ખેર્ડને ઠરાવ સૂચવે છે તે દિશા તેા કાંઇક આવી હેવા સંભવે છે કે બંધારણની કલમ ૩૫૬ ! આશ્રય લને કરલો ગવન ર રાષ્ટ્રપતિને એમ જણાવશે કે કેરલમાં ગ ંભીરપણે ગેરવહીવટ ચાલી રહ્યો છે એ ઉપરથી, અથવા તો પોતાના સમક્ષ બન્ને પક્ષ તરફથી તેમજ કેન્દ્રસ્થ પ્રધાનમંડળ તરફથી રજુ કરાયલી વિગતા ઉપરથી, રાષ્ટ્રપતિને કેરલમાં ગ ભીર પ્રકારના ગેરવહીવટ-gross misgovernment— ાવાની સ્વતઃ પ્રતીતિ થશે તે તેએ એડીનન્સ કાઢીને સામ્યવાદી પક્ષના પ્રધાનમડળને બરતરફ કરશે અને ત્યાંના વહીવટની જવાબદારી પોતે ધારણ કરશે અને પેાતાના પ્રતિનિધિ તરીકે કેરલના ૨ જ્યપાલને નવી ચૂંટણી થાય અને નવું પ્રધાનમંડળ રચાય ત્યાં સુધી રાજ્ય વહીવટ સભાળવાના આદેશ આપશે. અત્યારે રાષ્ટ્રપતિ સમક્ષ કેરલની મહાસભા સમિતિના પ્રમુખ શ્રી. આર. શંકરે સામ્યવાદી સરકારની સામેના તહેમતનામાના આકારનું જે મેમોરેન્ડમ-નિવેદન રજુ કર્યુ છે તે દ્વારા કેરલમાં પ્રેસીડેન્ટ રાજ્યની પૂર્વભૂમિકા રચાય એવા સભવ છે. આગળ ઉપર શુ થાય છે તે જોવાનુ` રહે છે, પણ કાંગ્રેસે અથવા તે પાર્લામેન્ટરી ખાડે આ કટોકટી સબંધમાં જે વલણ ધારણ કર્યું" છે અને જે દિશાએ આગળ ચાલવાને નિરધાર કર્યાં છે તેથી ધ્રાંગ્રેસ તરફ્ પક્ષપાત ધરાવતી અનેક વ્યક્તિએ ચિન્તાવ્યાકુળ બની છે. જાણે કે બાર વર્ષ સુધી અખ ંતિ રહેલી રાજકારણી સ્થિરતા હવે ડગમગવા લાગી હોય અને અણુધાયુ અમગળ ભાવી સમીપ આવી રહ્યુ હોય એ ભીતિ સૌ કોઇના ચિત્તને સ્પર્શી રહી છે. પરમાનદ જૈન આચારના મૂળ સિધ્ધાંન્તા ( ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન બનારસ હિન્દુ યુનિસિટીના જૈનદનના અધ્યાપક શ્રી. દલસુખભાઇ માલવિયાએ જૈન આચારના મૂળ સિદ્ધાન્તા ' એ વિષય ઉપર આપેલુ વિદ્વત્તાપૂર્ણ, મૌલિક ચિન્તનયુકત વ્યાખ્યાન.) જૈન આચારના મૂળ સિદ્ધાન્તા વિષે અહિ વિચાર કરવા છે, પણ જૈન આચારનું ઘડતર સમજવા માટે વૈદિક અને બૌધ્ધ આચાર વિષે પણ થાડુ” વિવેચન જરૂરી છે. એ વિના જૈન આચારના ઘડતરમાં કયા કયા તત્ત્વાએ કેવી રીતે ભાગ ભજવ્યે છે એ સમજવું કઠણ છે. વ્યકિતના આચારનેા અધિકાંશ સમાજ ઉપર આધાર રાખે છે અને જૈન સમાજ કે સંઘ કદી પણ એકલા-અટુલા રહ્યો હાય તેમ જણાતુ' નથી. વૈદિક સમાજની વચ્ચે જૈન સમાજ સદૈવ રહેતા આવ્યે છે અને વચલા કાળમાં બૌધ્ધ સંધ સાથે પણ તેને સંપર્ક રહ્યો છે. આવી સ્થિતિમાં જૈન સદાચારને સમજવાની ચાવી કેવળ જૈન શાસ્ત્રમાં નહિં, પણ વૈદિક અને બૌધ્ધઆચારની તુલનામાં પણ રહેલી છે એ સ્પષ્ટ છે. એટલે પ્રથમ વૈદિક આચ્યારના મૂળ સ્રોતો વિષે શ્વેતુ વિવેચન કરીને ઔઆચારના સ્રોતના સંકેત કર્યાં પછી જ જૈનઆચાર વિષે વિવેચના કરવી સંગત છે. એમ કરવાથી પ્રતિપાદ્ય વિષયનું હાર્દ પકડવામાં સુજ્ઞાને સરલતા રહેશે એમ માનુ છું.
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy