SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૫૯ ઉપર આવેલા સામ્યવાદી પક્ષ આવી રૂજુતા—સરલતા દાખવે એ શક્ય જ નહાતુ. અને જો સ્વેચ્છાએ સામ્યવાદી પક્ષ સત્તા— નિવૃત્ત ન અને તે સીધા પગલાની લડત દ્વારા રાજ્યવહીવટ અશકય બનાવવે અને એ રીતે પ્રેસીડેન્ટનુ રાજ્ય 'દાખલ કરવું આ એક જ વિકલ્પ રહે. પણ સીધા પગલાની લડત એ કેવળ બીના’ધારણીય ભાગ ગણાય અને જે કૉંગ્રેસના માથે બાકીના બધા પ્રદેશના રાજ્યવહીવટની અને કેન્દ્રસ્થ તત્રની જવાબદારી છે તે આવા અરાજકતાના માર્ગે શી રીતે જઇ શકે ? ગળી જ્યાં સુધી ધારાસભામાં સામ્યત્રાદી પક્ષની બહુમતી સુદૃઢ છે. ત્યાં સુધી આ પક્ષે આખી પ્રજાને વિશ્વાસ ગુમાવ્યેા છે અને તેથી હવે તે રાજ્ય કરવાને લાયક રહ્યો નથી એમ બંધારણીયતાને વંહેલી કૉંગ્રેસ કેમ કહી શકે? આમ છતાં પણ કૉંગ્રેસની પાર્લામેન્ટરી ખેડે જવાહગ્લાલજીને, ઢેબરભાઇને, સાદીકઅલીને તેમ કેરલની પ્રાદેશિક મહાસભા સમિતિના પ્રમુખને સાંભળીને લગભગ આ મતલબનેા ારાવ કર્યાં. પ્રસ્તુત ઠરાવ ભારતના રાજકા- * રણની દૃષ્ટિએ ભવિષ્યમાં અનેક નવી મુંઝવણા ઉભી કરનાર હેઇને તેમાના અગત્યના ભાગ કરવાનું જરૂરી લાગ્યું છે જે નીચે મુજ્બ છે :— પાર્લામેન્ટરી ખેડ નો ઠરાવ પ્રબુદ્ધ જીવન કેટલાએક સમયથી કેરલના જાહેર જીવનમાં એક પ્રકારનેા ઉપદ્રવ ઉભા થયા છે: કેરલ રાજ્યના સરકારની કેટલીક પ્રવૃત્તિએ સામે સખ્યાબંધ આપે મુકાતા રહ્યા છે અને આમાંના કેટલાએક પાર્લામેન્ટ સમક્ષ પણ રજુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સહીસલામ ને અમાત્ર પ્રવર્તે છે. એમ વારંવાર કહેવામાં આવ્યું છે. રાજ્યના કારભારમાં આજે ઉભી થયેલી કટોકટી ભૂતકાળમાં બનેલી ઘટનાઆનું સ્વભાવિક પ્રરિણામ છે. “પણ ભૂતકાળમાં ગમે તે બન્યું હોય, આજે તે એ સ્પષ્ટ છે કે રાજ્યની અદ્યતન સરકાર સામે જાહેર જનતામાં ખૂબ ઉકળાટ અને ઉશ્કેરાટ ફેલાયલા છે. આવી પરિથિત રાજકીય, કામી તેમ જ બીજા અનેક કારણાના લીધે તેમ જ કેરલ સરકારે લીધેલાં ચોક્કસ પગલાઓના કારણે ઉભી થઇ હાય, પણ આજની કેરલ સરકાર સામે જે મોટા પાયા ઉપરની વિરાધી હીલચાલ ઉભી થઈ છે તેને લીધે આ બધાં કારણા પ્રમાણમાં ગૌણ બન્યાં છે, અને બધા પ્રકારના લે!કો જેમાં રાજકીય પક્ષ સાથે જેમને કશી લેવા દેવા નથી તેવા લોકાને પણ સમાવેશ થાય છે તે બધાય કેરલ રાજ્યની સરકાર સામે તીવ્રપણે ઉભા થયા છે, અને રાજ્યત ંત્રના પરિવર્તન માટે અત્યન્ત વ્યાપક અને સતત માગણી થઇ રહી છે. “ંધારણમાં નકકી કરવામાં આવ્યું છે તે મુજબ ચૂંટણીના પરિણામે અસ્તિત્વમાં આવેલી સરકાર સાધારણ રીતે પૂરા પાંચ વર્ષ સુધી રાજ્યાધિકાર ઉપર ચાલુ રહે છે, પણ જ્યારે બંધારણના નિયમ મુજબ કાઇ પણ પ્રદેશના રાજ્યવહીવટ ચલાવવાનું અશકય અને એવી સ્થિતિ ઉભી થઇ છે એમ માલુમ પડે ત્યારે રાજ્ય ત ંત્રની ફેરબદલી કરવા માટે બંધારણમાં તેગવાઇ રાખવામાં આવી છે. જ્યારે ક્રાઇ પણ પ્રાદેશિક સરકાર પોતાની ધારાસભામાં બહુ. મતી જાળવી ન શકે અને બહુમતી ધરાવતી એવી ખીજી ક્રાઇ તંત્રરચના, શય ન લાગે ત્યારે આવી કટાકટી ઉભી થઇ છે.એમ સ્પષ્ટપણે કહી શકાય. વળી એમ પણ બનવાજોગ છે કે પ્રાદેશિક સરકારને ધારાસભામાં બહુમતીનું પીઠબળ હોય અને એમ છતાં પણુ :જનતાના વ્યાપક વિરોધના કારણે સ ંતોષકારક વહીવટ ચલાવવાની સ્થિતિમાં તે રહી ન હેાય. અલબત્ત આવી સ્થિતિ ઉભી થઇ હોય તાપણુ આ સબંધમાં ચોકકસપણે કહેવુ' એ સહેલું કામ નથી. “આજની કેરલ સરકાર ધારાસભામાં બે સભ્યોની બહુમતી ધરાવે છે. મતદારોના ૩૫ ટકા મતે વડે તે ચૂંટાયેલ છે. ચૂંટ ૫૩ ણીમાં અલ્પ પ્રમાણમાં મત મળ્યા હોય તો પણ ધારાસભામાં તેને બહુમતી મળી શકે છે. કાઇ પણ લેકશાહીની રચનામાં આમ ઘણી વખત બને છે અને તેથી આવી સ ંભવિવતાને સ્વાભાવિક ગણીને અનિવાય પણે સ્વીકારી લેવાની રહે છે. (૭ ‘પણ કેરલ રાજ્યની અદ્યતન પરિસ્થિતિમાં એ દેખીતુ' છે કે ત્યાંના લોકોના માનસમાં ઘણા માટે પલટો આવ્યા છે, અને છેલ્લી ચૂંટણીમાં આજના બહુમતી પક્ષને જેમણે ટેકા આપ્યા હવે તેમાંના ઘણાનું વલણ બદલાઇ ગયુ છે અને આજની સરકારને તેઓ સખ્ત વિરેધ કરી રહ્યા છે. અને તેથી આજની કેરલ સરકાર પ્રજાજનાના બહુમતી અભિપ્રાયનું કશું` પણ પ્રતિનિધિત્વ ધરાવતી નથી એમ વ્યાજ્મીપણે માની શકાય તેમ છે. સાધારણ રીતે,જો આવી ક્રાઇ ગંભીર કટોકટી ઉભી થઇ ન હેાત તેા, આવી સ્થિતિ પણ, આગામી સામાન્ય ચૂંટણી આવે ત્યાં સુધી, ચાલુ રહી શકી. હાત. પણ કેરલ રાજ્યમાં આજે જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે, રાજ્યસરકાર સામે વ્યાપક અને લગભગત ઉશ્કેરાટભયે વિરાધ ઉભા થવાના કારણે, કટોકટીભરી બની છે, પરસ્પર ઘણા પેદા થયાં છે અને સરકારે રાજ્યના દમનતંત્રને અનેક વાર ઉપયોગ કર્યાં છે. આમાંથી ભારે મોટી કડવાશ પેદા થઇ છે, જે દિનપ્રતિદિન વધતી જવાના અને તેમાંથી પરિણામે વધારે તે વધારે અસહ્ય પરિસ્થિતિ ઉભી થવાનો સંભવ છે. "આ સંયોગામાં જો લેાકશાહીને સ ંગત એવા વ્યાજબી ઉકેલ શેાધવામાં નહિ આવે તેા ધણુ અને જાનમાલની બીનસલામતી વધતી જવાની, આવા સંચેોગોમાં તત્કાલીન પરિસ્થિતિને લોકશાહીની રીતે પહેાંચી વળવાને એક જ ઉપાય છે અને તે ધારાસભા માટે સામાન્ય ચૂંટણી કરવાને. જે સરકાર સામે આવા પડકાર. કરવામાં આવે અને જેને આવા વ્યાપક અને તીવ્ર વિરોધનો સામન કરવાને હેાય તેવી સરકાર માટે ચૂંટણીને માગ સ્વીકારવાનુ સલાહભયું લેખાય. આ પ્રક્રિયાના પરિણામે લેકની લાગણીઓ-માં આવેલા ઉાળાને લોકશાહીના હિતકારક માર્ગે વાળી શકાશે. પાર્લામેન્ટરી ખેડ ને તેથી એવા અભિપ્રાય છે, કે વત માત સયેાગામાં આ જ એક સાચા માર્ગો છે.” ! આ ઠરાવ પ્રગટ થયા પહેલાં અને જવાહરલાલજીએ ત્રિવેન્દ્રમ છેવુ તે અરસામાં સ્થાનિક પરિસ્થિતિની વિષમતા અને ડામાડોળ બનેલી પોતાના પક્ષના આસનની સ્થિરતાને ધ્યાનમાં લઇને શ્રી, નામમુદ્રીપાદે વાટાઘાટોના માર્ગ સૂચવતું એક મહત્વનું નિવેદન બહાર પાડયું હતુ જેમાંના અગત્યને ભાગ નીચે મુજખ હતા :— પાર્લામેન્ટરી મે ના રાવ પહેલાં પ્રગટ થેલું નામબુદ્રીપાદનુ નિવેદન ‘રાજ્યની પ્રજાના ધણા ભાગના લે। જે, ભારતના મહા અમાત્ય પં. નહેરૂને ખાત્રી થઇ હતી તે મુજ્બ, સરકાર પ્રત્યે અવિશ્વાસ અને અસ તાજની લાગણીઓ ધરાવતા હતા તેમના મનનું સમાધાન કરવા અંગે જરૂરી પગલાં ભરવાની મહા અમાત્યે અમને સલાહ આપી હતી, અને અમે તેમને ખાત્રી આપી હતી કે કોઇ પશુ પ્રશ્ન ઉપર કાઇને પણ વ્યાજબી અને કાયદાની મર્યાદામાં રહીને જે કાંઇ સૂચનાકરવાની હશે તે દરેક સૂચના સંબધમાં શકય હશે તેટલું અમે કરીશું, અને લેકેાની બધી વ્યાજબી ફરિયાદા દૂર કરવા અમે બનતા પ્રયત્ન કરીશું. આ હેતુ ધ્યાનમાં રાખીને શિક્ષણ ધારા અંગે ચર્ચા કરવા માટે અમે બીશપોને, નાયર સર્વીસ સેસાયટીને અને બીજા કારપેરેટ સ્કૂલોના વ્યવસ્થાપકોને અનેં સ્કૂલ-મેનેજરોની એસેસીએશનને નિયંત્રણા મેકલવાના છીએ. વળી મેનેજરો સાથેની ચર્ચાના મુદ્દાઓ એવા છે કે જેમાં શિક્ષકોની સંસ્થા અને
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy