SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રભુ જીવન તા. ૧-૭-૧૯ સર્વથા પ્રાધાન્ય આપતા હોઇને જ્ઞાતિસંસ્થાનું અસ્તિત્વ રાષ્ટ્રહિતને વેદમાં ભારતીય ધમ ના વિકાસક્રમ કદે પણ પૂરક કે પાષક નીવડયું' નથી કે નીવડવાનું છે નહિ. અન્ય માનવીથાથી જ્ઞાતિસ’સ્થા આ કારણે જ જુદી પડે છે. ઉચ્ચ-નીચની ભાવના જ્ઞાતિસ ંસ્થાનું પાયાનું તત્ત્વ હાઇને તેનુ–શ્રી. પોપટલાલ શાહુ ક૨ે છે તેવુ’– ઉથ્વી કરણ કાઇ કાળે શકય લાગતું નથી. એવી પણ એક માન્યતા છે કે જ્ઞાતિસેવા એ દેશના એક નાના અંગની જ સેવા છે, એટલે કે આડકનરી રીતે દેશની જ સેવા છે, પણ આપણા આજ સુધીના અનુસવ એમ કહે છે કે જ્ઞાતિની ભેદભાવ ભરેલી ભાવના આપણી નિષ્ઠામાં દ્વિધા સ્થિતિdouble loyalties પેદા કરતી હોઇને સમગ્ર રાષ્ટ્ર ઉપર આપણા ચિત્તને એકામ ખનવા દેવામાં હંમેશા આડે આવી છે, અને માનવજાતને સમાનભાવે જોતા કરવામાં તેણે 'મેશાં રૂકાવટ કરી છે. તેથી જ્ઞાતિસંસ્થાને ઉત્તરાત્તર નિળ બનાવવામાં અને આખરે નાબુદ કરવામાંજ આપણું દેશનું—–સાચુ શ્રેય રહેલુ છે. અને જે ૨૫૦૦ વર્ષોંના પ્રયત્નથી નથી બન્યું તે જ્ઞાતિસંસ્થાની નાબુદી આજે શકયતાના ક્ષિતિજ ઉપર આવી રહી છે. કારણકે એક તા ભારતના નવા રાજ્ય ધારણે જ્ઞાતિસ ંસ્થાની અને તેમાંથી ફલિત થતા અસ્પૃશ્યતાવાદની નાબુદીને પેાતાના એક ધ્યેય તરીકે સ્વીકારેલ છે; દેશકાળમાં થઇ રહેલ વિરાટ પરિવર્તન આવા નાના નાના સામાજિક વાડાઓને નાબુદ કરવામાં ખૂબ મદદરૂપ બની રહ્યું છે. આન્તરજ્ઞાતીય તેમ જ આન્તરરાષ્ટ્રીય લગ્નસબંધી કાઇ કાળે પણ નહાતા થતા તે એટલી મેટી સખ્યામાં આજે નિર્માણ થઇ રહ્યાં છે, અને તે દ્વારા જ્ઞાતિસંસ્થાની ધાર ખેાદાઇ રહી છે. અને ખીજી જ્ઞાતિસ'સ્થા આજે નાબુદ થાય કે કાળાન્તરે નાબુદ થાય—સંભવ છે કે, અનેક સામાજિક અનિષ્ટ તત્ત્વ, તેને નાબુદ કરવાના પ્રયત્ન ચાલુ હોવા છતાં (જેમ કે મદ્યપાન, ધૃત) આજે ચાલ્યા જ કરે છે તેમ આ જ્ઞાતિસ ંસ્થાનુ હજુ પણ લાંબુ આયુષ્ય હાય એ સભવિત છે, એમ છતાં પણ, જેનામાં સમજણ ઉગી છે, અને જ્ઞાતિસ સ્થાનાં અનિષ્ટો જેની આંખ સામે પ્રત્યક્ષ છે તેનાથી તે જ્ઞાતિ સંસ્થાનું કાઇ કાળે પણ સમન થઈ ન જ શકે. તે પેાતાની કાર્યશક્તિને જ્ઞાતિસંસ્થા સાથે સલગ્ન કરી શકે જ નહિં, એટલે કે શ્રી. પેપટલાલભાઇની સલાહ છે કે “જ્યારે પણ સંભવ હોય અને બને ત્યારે યોગ્ય જ્ઞાતિસરથામાં દાખલ થવું અને એ સસ્થા પાછળ કામ કરતા સામાજિક બળાને રાષ્ટ્રીય એકતા અને સામાજિક શિક્ષણુ તરફ વાળવા.” આ વિચારણા તે સમજી જ શકાતી નથી. એક તે સામાજિક કાર્ય કરવા માટે એક યા બીજી જ્ઞાતિસંસ્થા પસદ કરવાની હોતી જ નથી; જ્ઞાતિ તેા જન્મનું વળગણ છે; તેમાં પસંદગીને અવકાશ જ નથી, અને બીજી' તેમાં દાખલ થઈને તેને નિળ બનાવા નાખુદ કરા ( કારણ કે શ્રી પોપટલાલ શાહ પોતે જ જ્ઞાતિસ સ્થાને પોતાના લેખના પ્રારંભમાં જ શીતળા અથવા ટાઈફ્રાઇડ સમાન ખરાબ રોગ તરીકે વર્ણવે છે). એમ કહેવું એ લગભગ વદતાવ્યાધાત જેવી પ્રક્રિયા લાગે છે. શ્રી. પોપટલાલભાઇએ પેાતાના લેખના અન્ય ભાગમાં જે મુદ્દો રજી કર્યાં છે તે અવશ્ય વિચારણીય છે. તેમના કહેવા પ્રમાણે શીડ્યુલ્ડ જાતી, શીડયુલ્ડ ન્યાતા અને પછાત વર્ગોના નામથી ઓળખાતા વર્ષોં-આમ સરકારે સ્વીકારેલા ૨૫૦૦ જૂથાને ભારતના રાજ્યબંધારણ અને કાયદાકાનૂન દ્વારા ખાસ અધિકારી આપવામાં આવ્યા છે તે જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી ભારતમાંથી કાઇ પણ કાળે જ્ઞાતિસંસ્થા નાબુદ નહિ થાય. આ તેમનું નિદાન તદ્ન સાચુ છે અને એ ઉપરથી ફલિત એમ થાય છે કે જ્ઞાતિસ ંસ્થાના પૂર્વ ગ્રહો અને અભિનિવેશાથી ભારતની પ્રજાને મુકત કરવી હોય તે અમુક વ્યક્તિને અમુક જ્ઞાતિના તે સભ્ય હેવાને કારણે જે વિશિષ્ટ અધિકારો મળે છે તેવી ખંધારણીય વ્યવસ્થા જેમ અને તેમ જદિથી નાબુદ થવી જ જોઇએ, ધર્માનંદ (ગતાંકથી ચાલુ) ઋગ્વેદકાળના લેાકેાના આચાર-વિચારે યજ્ઞપ્રથા :-વૈદિકયુગના આરંભકાળે યજ્ઞપ્રથા દેખાતી નથી, પણ જ્યારે ભિન્નભન્ન દેવા વચ્ચે કલહ મિટાવવા શ્વિરની શેાધ થઇ અને એ દેવા એક ઇશ્વરનું રૂપ પામ્યા ત્યારે સમપ ણબુદ્ધિને કારણે યજ્ઞપ્રથા અસ્તિત્વમાં આવી. યજ્ઞમાં પશુએવિહામાતાં છતાં શ્રધ્ધા પર ભાર દેવાતા. ઋગ્વેદકાળમાં નરમેધ થતા કે નહીં એ પ્રશ્નની ધણી. ચર્ચા થાય છે. અશ્વમેધ વિષે પણ ઉલ્લેખા છે ખરા. પણ એ યુગમાં પણ વિરોધના સુર સભળાતાં. 'સામવેદમાં એક જગ્યાએ કહેવામાં આવ્યુ` છે કે 'અમે યજ્ઞના યૂપ વાપરતા નથી, પ્રાણીના વધ કરતા નથી. અમે તે માત્ર સૂકતાના ગાન વડે જ ઉપાસના કરીએ છીએ.' આ એ પ્રથા સામે એક 'બળવાને પાકાર હતા, જેને પાછળથી ઉપનિષદોએ ઉપાડી લીધા હતા તે બૌધ્ધ જૈન સંપ્રદાયાએ એમાં પેાતાના સુર પૂરાવી તેને આગળ વધાયા હતા. યજ્ઞયાગ એ વૈદિક ધમ ની ખીજી ભૂમિકાનું લક્ષણ છે. પહેલીમાં માત્ર પ્રાર્થના થતી. આમ કૃતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, હ્રાંપરમાં પૂજા અને કલિયુગમાં પ્રાથના ભજનના ધવિધિ મુખ્ય મનાયા છે. ' મૂર્તિ પૂજા :વૈદિક ધર્માંમાં મૂર્તિપૂજાને સ્થાન હેય એમ દેખાતુ નથી. દવાને માટે મંદિર નહોતાં. ધમ આખા જીવનને વ્યાપી વળેલા હતા. પિતૃને પિંડદાન અપાયાના ઉલ્લેખ પણ ઋગ્વેદમાં કયાંય જડતો નથી. પાપ:—એ યુગમાં લાકાને પાપનું ભાન હોય એમ વેદના સૂકતા પરથી જણાતું નથી. પણુ દેવની ઇચ્છા એ જ નીતિ હતી. એમાં જેટલી ઉણપ એ પાપ એવી ત્યારે માન્યતા પ્રવર્તીતી હતી. ઋગ્વેદના દેવા નીતિ-નિયમના રક્ષક ગણાય છે, છતાં કેટલાકના રાગ-દ્વેષ-અહુ કાર-ક્રોધ ગયા નથી. એક સૂકત કહે છે કે દેવા-મનુષ્યા કેવી સ્વાત્તિથી પ્રેરાયેલા છે? દશમા મંડળના ૧૧૭ મા સૂકતમાં પરોપકારના જે ધમ મનાવ્યે છે એમાં પ્રચલિત ધમ થી સ્વતંત્ર એવી નીતિનું પાલન કરવાને જે વિચાર યુદ્ધુધમે ફેલાવ્યા છે એવું ખીજ જોઇ શકાય છે. સદાચાર :—કમ તા જે નિયમ ભારતીય વિચાર રાશિના એક વિશિષ્ટ લક્ષણરૂપ છે, તેનું પૂરૂપ ૠતના નિયમમાં દેખાય છે. એ ઋતનું પાલન એનું જ નામ સદાચાર—નીતિ છે. કમકાંડનુ મહત્ત્વ વધ્યું ત્યારે ઋતના અથ યજ્ઞ થવા લાગ્યા હતા. તપ:—ઇન્દ્રે તપ કરીને સ્વર્ગ મેળવ્યુ એવાં કેટલાક સૂચને છે, પણ ઋગ્વેદના પ્રધાનસુર તપ નથી. જગતની સરસ વસ્તુઓ મેળવવી એ યજ્ઞાના હેતુ છે. જીવન અને જગતમાંથી ઉડે! આનંદ લેવાય એ એમનુ` ધ્યેય હોય છે, આનંદને કલુષિત કરે તેવા દુ:ખદ ખેદ કે વિષાદ હજુ એમાં ભળ્યેા નથી. વર્ણાશ્રમ:-આર્યાં અને પરાજિત જાતિએ વચ્ચે લોહીના સંસ્કારાના તીવ્ર મતભેદ્ય હતા. અસલી આર્યાં બધા એક જ વ–વના હતા. દરેક માણસ ઋત્વિજ, સૈનિક, વેપારી, કૃષિકાર વિ. સર્વેના કામો કરતા. ઋત્વિજોને એક નેખા ને ખાસ અધિકાર વાળા વર્ગ નહોતા. વળી આય્માં પાતાની ઉચ્ચતાનુ ખાસ અભિમાન હતુ, જેથી ધીમેધીમે અનાર્માંને અળગા રાખવાને પરિણામે અને ધંધાની વહેંચણીને કારણે વર્ષાં અસ્તિત્ત્વમાં આવ્યાં હતા. કેટલાક કહે છે કે કિજિત અનાયે, આદિવાસી ધર્માં'તર પામી શુદ્રો થયા. જેમણે ધમ ન સ્વીકાર્યાં એ ‘પંચમ’ રહ્યા. મરણાત્તર જીવન :—વૈદિક આર્યાએ ભારતમાં પ્રવેશ કર્યાં
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy