________________
રજીસ્ટર્ડ ન B ૪૬૬ વાર્ષિક લવાજમ રૂ ૪
પ્રબુદ્ધ જીવન
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦
પ્રબુદ્ધ જૈન’તું . નવસ કરણ વર્ષ ૨૧ : અંક ૫
મુંબઈ, જુલાઈ ૧, ૧૯૫૯, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૯
sness so spes -----
તંત્રી: પરમાન ંદ કુંવરજી કાપડિયા
સાધુચરિત ગાસ્વામી ગણેશદત્તજી
( આ નીચેના લેખમાં જેમને પરિચય આપવામાં આવ્યા છે તે સ્વ. ગોસ્વામી ગણેશદત્તને મને કેટલાંક વર્ષથી સાધારણ પરિચય હતો, પણ તેમની અસાધારણ જીવનપ્રતિભા અને શિક્ષણના ક્ષેત્રમાં તેમણે કરેલી અનેકવિધ સેવાઓના મને પૂરા ખ્યાલ નહોતા. બન્યુ એમ કે મે તથા જુન માસના પ્રારંભ દરમિયાન કેદારનાથ બદ્રીનાથની યાત્રા પૂર્ણ કરીને અમે ગત જુન માસની ૧૦મી તારીખે હિરદ્વાર આવ્યા અને ગાસ્વામી ગણેશદત્તજીએ જ જેનું નિર્માણ કયુ` હતુ` તે ગીતાભવનમાં અમે ઉતારા કર્યાં. ત્યાંથી ચાર માઈલ દૂર આવેલ સપ્તર્ષિ આશ્રમમાં ગણેશદત્તજી રહે છે તેમ જાણવામાં આવતાં બીજે દિવસે સાંજે તેમને મળવા જવા મનમાં વિચારેલું, પણ કમનસીબે અમે હરિદ્વાર પહોંચ્યા તે જ રાત્રે એક વાગ્યે તેમનુ અવસાન થયું.
બીજે દિંવસે સાંજના ભાગમાં નક્કી કરવામાં આવેલી તેમની સ્મશાનયાત્રામાં જવાનું બન્યું અને તે પ્રસંગે તેમના આજીવન કમ યાગની અનેક વિગતે જાણીને મારૂ મન ખૂબ પ્રભાવિત બન્યું. તેમનામાં સનાતન ધર્મ અંગે ઊડા આગ્રહ હતો અને તેમની બધી પ્રવૃત્તિઓની પ્રેરણા તેમને સનાતન ધર્મની ઉપાસનામાંર્થી મળી હતી, એમ છતાં પણ અન્ય કટ્ટર સનાતનધી એ અને તેમનામાં ઘણા માા તફાવત હતો. રાષ્ટ્રીય ભાવનાથી તેમનું ચિત્ત ખૂબ રગાયલુ હતુ અને હિન્દુ ધર્મમાંથી અસ્પૃશ્યતા નાબુદ કરવાની બાબતમાં તેમની તમન્ના અન્ય કાથી ઉતરતી નહાતી. ગોસ્વામી હોવા છતાં તે ખાળબ્રહ્મચારી હતા. માલવીજીના અવસાન બાદ સનાતનધી આ માટે તેએ જ એક મહાન અવત્ર અનરૂપ હતા. તેમની જીવનશકિતને મોટા ભાગ સ્થળે સ્થળે શિક્ષણુસંસ્થાએ ઉભી કરવા પાછળ જ ખર્ચાયા હતેા તે તેમના સંબધમાં નીચે આપેલ જીવનનોંધ ઉપરથી માલુમ પડશે. મુંબઈ અમદાવાદના કેટલાંક શ્રીમન્ત કુટુબેક સાથે તેમના ઘનિષ્ટ સબંધ હતા, અને તેમાંના અમુક ગુરૂશિષ્યના સંબંધે જોડાયલા હતા.
પ્રસ્તુત નોંધ લખી મોકલનાર આચાય શ્રી, ચક્રધર જોષીને બદ્રીકેદારના રસ્તે જતાં પ્રારંભમાં આવતા દેવપ્રયાગમાં મને પ્રથમ પરિચય થયા. તેઓ આપણા દેશના એક સુપ્રસિદ્ધ જ્યતિથી છે અને સંસ્કૃત ભાષાસાહિત્યનાં સારા પતિ છે. દેવપ્રયાગમાં 'ચાણના ભાગમાં તેમણે એક વેધશાળા નિર્માણ કરી છે અને ત્યાં પુરાણાં તેમ જ આધુનિક સાધને (દુરબીન વગેરે) વડે વર્ષોંથી તેમનુ ખગેાળવિષયક સ શેાધન ચાલે છે. નીચેની નોંધ લખી મોકલવા માટે તેમને આભાર માનવામાં આવે છે. પરમાનદ)
'यतोऽभ्युदयनिःश्रेयसः सिद्धिः स धर्मः । (ધમ તે છે કે જેનાથી અભ્યુદય અને મેક્ષની સિદ્ઘિ થાય.) આ સૂત્રના વાસ્તવિક સમના જ્ઞાતા માનવ-વિભૂતિ ગાસ્વામી ગણેશત્તજીતુ ગત જુન માસની ૧૦ મી તારીખે રાત્રે હરિદ્વારથી ચાર માઇલ દૂર આવેલા સ્વનિમિત સપ્તર્ષિ આશ્રમમાં હૃદ્યરાગથી અવસાન થયું. આ સમાચારથી ભારતીય શિક્ષાક્ષેત્ર અને સનાતનધમી જગત્ મહંત બની ગયું.
” તેમના જન્મ ઈ.સ. ૧૮૮૯ ના નવેમ્બર માસની ત્રીજી તારીખે પાણમાં આવેલા સીનેર ગામમાં થયા હતા. તેમની શિક્ષા-દીક્ષા લાહારમાં થઇ હતી. પંજાબકેશરી લાલા લજપતરાય, મહામના પ’. મદનમેહન માલવીયજી, તથા વ્યાખ્યાનવાચસ્પતિ
-
પતિ દીનદયાળ શર્મા જેવા રાષ્ટ્રદિગ્ગજ પુરૂષાના સહયેગથી એમનું રાષ્ટ્રીય સનાતનધી ય હૃદય કાલ્યુ ફુલ્યુ હતું. પં. દીનદયાળ શર્માના શબ્દોમાં આ યુવક સનાતનધનું કા સંભાળવામાં સફળ થશે”—આ આશીર્વાદને અનુરૂપ તેમનુ જીવન રાષ્ટ્રીય ધર્મસેવામાં અર્પિત બન્યું હતું. તેમની વિલક્ષણ વાણીમાં આજસ્ હતું. તેમની સંગઠ્ઠનશકિત અદ્ભુત હતી. તેમનુ તેજપૂ વ્યકિતત્વ, અનુપમ પ્રતિભા તેમજ નિર્માણુશકિતમાં પરિચય નીચે આપેલી કેટલીક વિગતોથી માલુમ પડશે –
પાકીસ્તાનનું નિર્માણુ થયુ તે પહેલાં વર્ષોં સુધી તેમનુ મુખ્ય કાર્ય ક્ષેત્ર પંજાબલાહાર હતુ. અને તે દરમિયાન તેમણે પંજાબ તેમ જ ઉત્તરપ્રદેશમાં ૪૦ નવાં મન્દિર નિર્માણ કર્યાં હતાં, જેમાં દિલ્હીના સુપ્રસિદ્ધ બિરલામ દ્વિરના સમાવેશ થાય છે. એ જ પ્રમાણે શિક્ષાક્ષેત્રમાં પણ તેમને ભારે સ્તુત્ય પ્રયત્ન હતા. ૭ ડીગ્રીકાલેજ, ૧૫૦ ઇન્ટરમીડીયેટ સુધીની કાલેજ, ૧૦૦ કન્યાપાઠશાળા, ૧૦૦ મીડલસ્કૂલ અને ૪ રૂષિકુબ્રહ્મચર્યંત્રમા તેમણે સ્થાપિત કર્યાં હતાં. પાકીસ્તાન ઉભું થયા બાદ છ ડીસીકાલેજ, ૧૦૦ ઇન્ટરમીડીએટ સુધીની કાલેજો, ૧૦૦ મીલ પાણીના સ્કૂલા, ૧૦૦ કન્યાપાઠશાળાઓ તથા ૪. સંસ્કૃત વિદ્યાલયે તેમણે સ્થાપિત કર્યાં હતાં. મહામના પંડિત મદનમ।હન માલવીયજીની ઇચ્છા અનુસાર કાશીના હિન્દુ વિશ્ર્વ વિદ્યાલય ખાતે હિન્દુ મન્દિર નિર્માણ કરવાના હેતુથી ખાર લાખ રૂપિયાના કાળા તેમણે એકઠા કર્યાં હતા, જેમાંથી આજે ત્યાં એક ભવ્ય મન્દિર નિર્માણુ થઇ રહ્યુ છે. આ રીતે ધમ તથા શિક્ષાના ક્ષેત્રમાં તેમણે ભારે ઉપકાર કર્યાં છે, તેમનું વ્યકિતત્વ મહાન હોવા છતાં તેમનુ જીવન અત્યન્ત સાદું હતું. તે ધાર્મિક નેતા હોવા છતાં રાષ્ટ્રીય નેતાઓ ઉપર તેમના વિપુલ પ્રભાવ હતા, તથા તેમની દ્વાર રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને સારૂ પેષણ મળ્યું હતું. તેમની આ મહાન પ્રવૃત્તિના કારણે અખિલ ભારતીય સાહિત્ય સંમેલનના તેમને પ્રમુખ બનાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ ગાસ્વામીનું અન્તિમ નિર્માણકાર્ય સપ્તર્ષિ આશ્રમમાં ઉભું કરવામાં આવેલ સંસ્કૃત વિદ્યાલય અને સ્વામી રામતીર્થં-સત્સ ંગભવનનું ભારતના મહાઅમાત્ય પં. નહેરૂએ ઉદ્ઘાટન કર્યું હતું અને તે પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા સપ્તર્ષિ આશ્રમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તેમના વ્યાપક પ્રભાવનું પરિણામ હતું. તેમના અવસાનસમાચારથી અત્યન્ત ખિન્ન ખનેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાપુએ તેમને અંજલિ આપતાં જણાવ્ધુ “ગેાસ્વામી ગણેશદત્તળના અસામયિક દેહાન્તના સમાચાર સાંભળી મને બહુ દુ:ખ થયું. ગોરવાની એક કદ, ધાર્મિ ક તથા સાચા કા કર્યાં હતા. તેમણે પોતાના પરિશ્રમ અને પ્રભાવના બળથી અનેક સામાજિક તેમજ શિક્ષણસ સ્થાઓની સ્થાપના કરી હતી. વિશેષત: પંજાબ, દિલ્હી તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તેઓ પોતાની સમાજસેવાને લીધે ચિરસ્મરણીય રહેશે. દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અપણુ કરૂ છું અને સ ંવેદના પ્રગટ કરૂ છું.
આ મહાન આત્મા પ્રત્યે હું પણ મારી હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પિત કરીને આ શબ્દચિત્ર સમાપ્ત કરૂ છુ, ” શાંતિઃ શાંતિ શાંતિઃ. દેવપ્રયાગ. ગઢવાલ, ઉત્તરપ્રદેશ,. ચક્રધર જોશી
waf