________________
CHARACT
et
લગભગ એક સરખી છાપ પડી હતી એમ મારાં જાણવામાં આવ્યુ' છે.
શ્રી. અરવિંદ વિષે કેટલાક અત્યન્ત મુગ્ધ બનીને પાછા આવતા હતા; કેટલાક નિરાશ બનતા હતા. આમ બે પ્રકારનાં માનસિક પરિણામે નિપજતા હતા. તે મેગી હતા જ્યારે રમણમષિ જ્ઞાની હતા. રમણભદ્રષિ પોતાની દિશાએ પૂવને પામ્યા હતા. અરવિંદ ખૂબ આગળ વધેલા હતા પણ પૂર્ણત્વને પામ્યા હતા એમ માનવાને હું તૈયાર નથી. કારણ કે ઈશ્વરના ઉપાસકો ત્રણ પ્રકારના હોય છે; જ્ઞાની, ભક્ત અને યાગી. જ્ઞાની અને ભકત યેાગસાધનાના અભાવે શારીરિક માંદગીના ભેગ ખની શકે છે. રામકૃષ્ણ ભકત હતા, તે તથા રમણમહર્ષિ શારીરિક
વ્યાધિથી પીડિત હતા. યે।ગી સબંધમાં હું એમ માનું છું કે જો તેણે પૂર્ણ યાગ સાધ્યા હોય તો તે કદી માંદા પડે જ નહીં. યેગતિના બળે, તેમનુ આરેગ્ય અખંડિત અને સુરક્ષિત રહેવુ જોઇએ, જ્યારે અરવિંદે છેવટના સમયમાં સારી માંદગી ભોગવી હતી, એ આપણે જાણીએ છીએ. યેગસાધના સાથે હંમેશા ગૂઢતા જોડાયેલી હેાય છે. તે અરવિંદની ગૂઢતાનુ આવુ કોઇ કારણ હાવા સભવ છે.
પ્રબુદ્ધ જીવન
આમ છતાં તે લેાકાની મને. એક વાત ગમી. અવિ દની ગમે તેટલી માંદગી હતી એમ છતાં છેવટની ઘડી સુધી આશ્રમના એક પણ કાર્યક્રમને થભાવવામાં આવ્યા નહતા. એમ જણાવવામાં આવે છે કે તે જે દિવસે ગુજરી ગયા તે સમયની છેલ્લી ઘડીએ દરમિયાન સાંજના આશ્રમમાં વિદ્યાથી આનુ એક નાટક ચાલતું હતું જેની અરિવંદને ખબર હતી અને છેવટના સમયમાં તેમના પ્રશ્નના જવાબમાં તેમને એમ કહેવામાં આવ્યું કે વિદ્યાથી એનુ નાટક પૂરૂ થયુ છે. આ સાંભળીને તેમણે સંતેષપૂર્વક આંખા છેવટને માટે બીડી દીધી. આવી મનની સ્વસ્થતા બહુ પ્રેરક લાગે છે.
પ્રશ્ન ૨૦:ભગવાન મહાવીર અને યુદ્ધ એ બન્નેની સાધના અને વ્યક્તિત્વમાં આપને શું ફરક લાગે છે.?
જવાબ :-ભગવાન બુદ્ધની સાધના વધારે વ્યાપક હતી; જ્યારે ભગવાન મહાવીરની સાધના વધારે ઊંડી હતી.. મહાવીરે આટલુ બધુ તપ કયુ" તે પણ આજ ખાખત સાબીત કરે છે. ભગવાન મુલ્યે તપ કર્યું. પણ પણ અમુક હદ સુધી જવા ખાદ નિરથ ક લાગ્યુ. અને છેડી દીધું, એને અથ એ થયા કે તેમને એટલા તપના પરિણામે જે મળ્યું તેથી સ ંતેષ થયા. મહાવીર વધારે જ્ઞાનપરાયણ હતાં; બુદ્ધ વધારે કાપરાયણ હતાં. મહાવીર બાંધòાંડમાં નહાતા માનતા. ખુદ્દ વધારે વ્યવહારલક્ષી હતાં. સત્યના અંતિમ છેડા સુધી જવુ એ મહાવીરનુ લક્ષ્ય હતુ; અંતિમ સત્યાને લગતા પ્રશ્નોને તે કદિ ટાળતા નહોતા. ખુદ્દ અંતિમ સત્યાની મથામણમાં પડવા નહતા માગતા. જો સવાદી આચાર અને વ્યવહારના માગ પ્રાપ્ત થયા તા તે ઉપર ચાલવું અને ખીજાને તે ઉપર ચાલવા કહેવુ—આવી તેમની જીવનપતિ હતી.
પ્રશ્ન ૨૧:—જેને આપણે ઇશ્વરસાક્ષાત્કાર કહીએ છીએ તે ખરેખર કાઇ નકકર અનુભવ છે કે આપણા વ્યકિતગત ખ્યાલનું વિસ્તરીકરણ અંગ્રેજીમાં જેને thoughtprojection કહે છે
તે છે?
જવામ :—સામેના વિશાળ પ્રદેશ તરફ આંગળી કરીને તેમણે જણાવ્યુ` કે) આ તમે જે જુએ છે—ખેતર, ઝાડ, પાન, આકાશ વગેરે તે વાસ્તવિક છે કે કાલ્પનિક અથવા તે! તમે કહો
તા. ૧૬-૬-૧૯
છે તેમ તમામ પોતાના જ વિચારોનુ વિસ્તરીકરણ છે? એ જો વાસ્તવિક હાય તા પેલા અનુભવ પણ વાસ્તવિક શા માટે ન માનવે ?
પ્રશ્ન ૨૨:—પણ કાઇને ઇશ્ર્વર કૃષ્ણ રૂપે દેખાય, કાઇને ક્રાઈસ્ટ રૂપે દેખાય, કાઇને કાળી રૂપે દેખાય-આના અર્થ એમ નહીં કે મનમાં જેનું ઊંડું રટણ હેય તે કહેવાતા સાક્ષાત્કાર પ્રસંગે તે રૂપે દેખાય છે. એટલે શ્વિરનું ખરૂં સ્વરૂપ આવું જ હાય એમ માનવાને કોઇ કારણ નથી, આ શંકાના શી રીતે ખુલાસેા કરવા ?
જવાબ:---તમારે ઉલટુ એ રીતે વિચારવું જોઇએ કે ઇશ્વરને આપણે જે રૂપે વિચારીએ તે રૂપે આપણને દેખાય છે. કારણ કે ઇશ્વરમાં કાઇ પણ રૂપે પ્રગટ થવાની શકિત છે. પ્રશ્ન ૨૩: મહમદ પયગ ંબરની મહત્તા હજુ મારા મનમાં વસતી નથી. આપને તેમના વિષે ઊંડા આદર છે તે! મને તેમની મહત્તા સમજાવે !
જવાબ :આ આપણા આધુનિક શિક્ષણની ખામી છે. આપણે વહેં, હાભર કીટસ, બાયરન, શેકસપીઅર વગેરેને જાણીએ છીએ. પણ મુસલમાને આપણી વચ્ચે ૮૦૦ વર્ષ થી છે, છતાં આપણે તેમના ધર્મ વિષે અને તેમના પયગંબર વિષે, અંગ્રેજોએ આપણને જે કાંઈ ભણાવ્યું. તેથી કશું પણ વિશેષ જાણતા નથી.
123ADH, JS
મારાં અભિપ્રાય પ્રમાણે આજના સામ્યવાદનું મૂળ ખીજ મહમદપયગંબરના ઉપદેશમાં રહેલુ છે. તે એવેા પુરૂષ પાકયા કે જેણે કહ્યું કે વ્યાજ ન લેવાય, આ ઉપરાંત નાના મેટા, રાયર – અધાંને ભેદ ભૂલવા જોઇએ, બધાં એકસરખા છે. આ તત્ત્વ ઉપર તેમણે જેટલા ભાર મૂકયા છે એટલું જ નહિ, પણ તે પાયા પર ઇસ્લામની આખી રચના તેમણે જેવી કરી તેવી કાએ કરી નથી. (આ દરમિયાન ખીજો કાંઇક અન્તરાય આવવાથી આ પ્રશ્નની ચર્ચા અદ્દર રહી )
પ્રશ્ન ૨૪:——પુનઃભવનાં સિદ્ધાંતના અંગે આપના શુ વિચાર છે? ખાસ કરીને કેદારનાથજીનાં આને લગતા વિચારાના અનુસધાનમાં હું' આ પ્રશ્ન કરૂ છું.
જવામ :- કેદારનાથજી આધ્યાત્મિક રેશનાલિસ્ટબુદ્ધિવાદી છે. તેમનું મુખ્ય લક્ષ્ય માનવીગુણ કેળવીને માનવસમાજને ક્રમ સુખી કરવા તે છે. કશ્વિર, આત્મા, પુનર્ભવ—આ બધા પ્રશ્ના તેમને મન ગૌણુ છે.
પ્રશ્ન ૨૫:– એમ છતાં શ્વરના અસ્તિત્વને તે સ્વીકારે છે. જૈનાને જેમ આત્મતત્ત્વ વિના ચાલી શકતું નથી તેમ તેમતે શ્ર્વર વિના ચાલી શકતું નથી—આમ આપને નથી લાગતું ?
જવામ :— જૈને માફક જે તે આત્મતત્ત્વને સ્વીકારતા હોત તો ઇશ્વરતત્ત્વ વિના તેમને ચાલત. આત્મા પણ ન સ્વીકારે અને ઇશ્વર પણ ન સ્વીકારે તો તે। પછી કેવળ ચાર્વાક દન થઈ જાય. એમ થાય તે માનવીજીવનનાં ઊંચા મૂલ્યાની સ્થાપના અને પ્રતિષ્ઠા અશક્ય બની જાય. આવી સ્થિતિ કેદારનાથજી માટે કદિ પણુ સ્વીકાર્ય બની નાં શકે.
x
X
X
વિનેાખાજી સાથેની ચર્ચાના આ મારા માટે છેલ્લા પ્રસંગ હતા. તા. ૨૨-૧૧-૧૮ના રાજ સાંજના અમે ઘટેશ્ર્વર પહેાંચ્યા. સાય’પ્રાથના થઇ. રાત્રીના સમયે તેમની રજા લઇને હું રાજકોટ પાછો આવ્યો. પુનભવના સિદ્ધાન્ત અંગેના તેમના વિચાર વિગતેથી જાણવાન ઇચ્છા આ રીતે મનની મનમાં રહી ગઇ. સમાસ પ્રશ્નકાર : પરમાનંદ ઉત્તરદાતા: વિનેાખાજી
મુંબ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪પ૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૭ મુદ્રણસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુંબઇ ૨. 2 ન. ૨૯૩૦૩