________________
૨૮૪
પ્રબુદ્ધ જીવન
વિનાબાજી સાથેની પ્રશ્ચાત્તરી
( ગતાંકથી ચાલુ )
પ્રશ્ન ૧૪:——જગન્નાથપુરી, ભુવનેશ્વર વગેરે આપણાં હિં દુ દિશમાં નગ્ન અશ્લીલ કાતરકામેા જોવામાં આવે છે. મંદિરમાં આવું તત્ત્વ કેમ દાખલ થયુ હશે ?
જવામં :—જગન્નાથપુરી કે ભુવનશ્વરનાં મંદિરો મે' નથી જોયાં પણ એરિસ્સામાં કાણારકનું સૂર્ય મંદિર છે, તેની રચના એવી છે કે મંદિરની અંદરના ભાગમાં આવું કશું પણ અશ્લીલ કાતરકામ નથી પણ ચોતરફ બહાર ઉપર નીચે આવુ અશ્લીલ કાતરકામ ઠેકાણે ઠેકાણે છે. આને હું એમ અથ કરૂ છું કે સૂર્ય એ શકિતસ્વરૂપ છે અને પ્રજનનક્રિયા એ પણ એક શકિતનુ જરૂપ છે. સૂર્યનાં અનેક શકિતસ્વરૂપા બતાવવા સાથે આ શકિતનું રૂપ બતાવવુ જોઇએ એમ એ કાળના લકાને લાગ્યુ હશે. અને ખીજુ` પણ તમને કહ્યુ', તમે જૈન છે, જૈનાનુ વલષ્ણુ હુ'મેશા એક puritanનું શુદ્ધિવાદીનું હોય છે. પણ આ શુદ્ધિવાદ શ્રેણી વખત એકાંગી બની જાય છે અને અમુક પ્રક્રિયાને ખરાબ માનીને તે આવા ઠેકાણું ન જ હોવુ' જોઇએ એમ વિચારે છે, અને એવું જ્યાં કાંઈ જુએ છે કે તે તરત ભડકી ઉઠે છે પણ તમારે આમ એકાંગી બનવું ન જોઈએ, આપણે ત્યાં આ પ્રજનનની પ્રક્રિયા પ્રત્યે બહુ જુગુપ્સાથી જોવામાં આવે છે અને તે એક રીતે ઠીક છે, પણ મારાં દિલમાં પ્રજનનની પ્રક્રિયા સામે એવા કાઇ જુગુપ્સા નથી. જેથી હું અને તમે પેદા થયા, સંતા અને મહાત્મા પેદા થયા તેને હું એક પવિત્ર ક્રિયા માનુ છું. તેના વિષે કેવળ જુગુપ્સાની દૃષ્ટિ મને ઉચિત લાગતી નથી. આ રીતે આ બધુ જોશા તે તમને તેમનું રહસ્ય સમજાશે.
X..
X
X
X
આ ચર્ચાના અનુસ ́ધાનમાં, ચાલુ પયાત્રા દરમિયાન તા. ૧૩-૧૧-૧૮ ના રાજ માલપરા ખાતે ભૂદાનકાય કર્તાઓના વિનેબાજી સાથે એક વાર્તાલાપ ગઠવાયેા હતેા તે દરમિયાન પૂછાયેલા એક પ્રશ્ન અને તેના વિનોબાજીએ આપેલા સવિસ્તર ઉત્તર પ્રસ્તુત વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડતા હેાઈને એ પ્રશ્નોત્તર અહિં ધૃત કરવાનું ઉચિત લાગે છે.)
પ્રશ્ન;—ગુજરાતમાં જાતીય સ્ખલનના અનેક પ્રસ ંગો બનતા રહે છે.” તે અંગે ભૂદાનકા કરાનુ વળષ્ણુ કેવુ હોવુ જોઇએ એ વિશ્વાસશક્તિના સંદર્ભમાં સમજાવવા વિ "તિ છે.
(આ જાતીય સ્ખલન શબ્દ વાંચીને વિનાબાજીને આશ્ચય થયું કારણ કે sexual- પુરૂષના વ્યભિચાર સૂચક અ`માં આપણે ‘જાતીય' શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ બાબતની વિતાબાજીને ખબર નહેાતી. આ શબ્દાર્થની સ્પષ્ટતા કરવામાં આવી ત્યાર બાદ વિનોબાજીએ નીચે મુજબ જણાવ્યુ'.)
જવાબ :— જાતીય સ્ખલન એ ભય કર શબ્દ છે અને આ બાબતમાં મારા કેટલાક વિચારો પણ ભય કર છે, એટલે એ પ્રજાની આગળ મૂકવા કે ન મૂકવા એ વિષે મન શ`કા અનુભવે છે. પણ જ્યારે તમે પૂછે છે તે પછી મારા પોતાના આ બાબતને લગતા ખ્યાલા જણાવું છું.
વાસ્તવમાં સંયમ અને બ્રહ્મચય ની પ્રેરણા જે વ્યક્તિઓમાં હોય તેમના જીવનનું ધ્યેય એવુ ઊંચુ હોવું ઘટે કે જેના માટે તે સતત કામ કરતા હેાય અને જેને લીધે આ બ્રહ્મચર્ચાની બાબત તેના માટે કેવળ સહજ બની ગઇ હોય. આના અથ એમ નહિ કે તે સંબંધમાં ખીલકુલ અકુશ હોવે જ ન જોઇએ. પણ તેમના ધ્યેયની ઉપાસના એટલી ઉત્કટ હાય કે બ્રહ્મચય પાલન તેના માટે સહજ બની ગયું હોવુ' જોઇએ. બ્રહ્મચર્ય એ નિષેધાત્મક નથી
તા. ૧૬-૬-૧૯
negative નથી, પણ વિધેયાત્મક છે-positive છે. બ્રહ્મચય વ્રત એટલે અમુક ન કરવું એટલું જ માત્ર નહિ, પણ અમુક કરવુ’-જે માટે પ્રયત્નની અપેક્ષા હાય-આવે તેનેા અથ વિચારવે ઘટે છે. ખીજી રીતે કહીએ તેા બ્રહ્મચય એટલે બ્રહ્મ જેવી કોઇ વસ્તુ આપણી સામે હાય જે માટે ચર્ચા–પ્રયત્ન અપેક્ષિત હાય.
કેટલાક સંસ્કૃતગ્ર ંથામાં સ્ત્રીએની ખૂબ નિન્દા કરવામાં આવેલી આપણા જોવામાં આવે છે અને તે શા માટે ? એટલા માટે કે તેથી પુરૂષણને વિષયભાગની સુગ ચડે. આવાં જે વાકયા જોવામાં આવે છે તે વાકયાની પ્રતિક્રિયા સારી થતી નથી. આમ કરવાથી 'વિષયવાસના ઘટે છે અથવા તો તે માટે નફરત પેદા થાય છે તેવુ નથી. તેથી વિષયની વાસના ઘટે છે એ ખ્યાલ ગલત છે. આજે જ હુ` ભાઈ પરમાનં સાથે ચર્ચા કરતા હતા કે કણા'માં નગ્ન ચિત્રા કાતર્યાં છે. તેના શું અથ છે ? તા મેં તેમને કહેલુ કે એમાં તે બહુ ઊંડી આવ્યાત્મિક દૃષ્ટિ છે. જે ક્રિયાથી હું પેદા થયો છું તેની હું ઓછી કીંમત કરતા નથી. ભલે ખીજા બધા તેની કીમત ઓછી કરે, પણ જે ક્રિયાથી મહાત્માઓના જન્મ થયા છે. તે ક્રિયાને અપવિંત્ર માનીને બ્રહ્માય ના સંગ્રહ કરીશુ તે નહીં થાય, ઉલટુ તે પવિત્ર ક્રિયા છે એમ માનીને તેની ધારણા થવી જોઇએ, અને બ્રહ્મચય, તેથી પણ વધારે ઊંચું છે, જેના માટે વીશકિતના સગ્રહ કરીએ છીએ અને સામાન્ય કાય માં તેને આપણે ઉપયોગ કરતાં નથી. વિશેષ કાય` માટે વીય સંગ્રહ થવા જોઇએ, જે બ્રહ્મચારી હશે તેણે સ્ત્રીના સહવાસથી દૂર ભાગવું જોઇએ એ મારી કલ્પનામાં જ આવતું નથી, અને અનુભવમાં પણ આવતું નથી. બ્રહ્મચારીતે સ્ત્રીઓના સહવાસ મળે તે એના સહવાસથી એને પવિત્ર અનુભવ થાય, સામાન્ય અવસ્થામાં જેટલુ' પવિત્ર લાગે તેના કરતાં સ્ત્રીઓના સહવાસમાં વધુ પવિત્ર લાગે તે જ તે સાચો બ્રહ્મચારી કહેવાય. કોઇ સુરૂષ સ્ત્રીનુ ન થાય અથવા તો કોઇ સ્ત્રી સાથે વાત કરવી પડે અને એના મનમાં વિકાર પેદા થાય તે એ બહુ જ ખાટુ' વળણુ છે. સમાજમાં સ્ખલના પેદા થાય છે તેના મૂળમાં એક ખાટુ વળણું છે. કોઇ માણસ અમુક પ્રવાહેામાં આવીને દુનિયામાં ગલત કામ કરે છે, તેના ભાગ બને છે અને તેથી સ્ખલતા થાય છે. એટલે આવા લોકો માટે માનસિક ઉદારતા હેવી જોઇએ.
મેં એક વ્યાખ્યાનમાં (બંગાળામાં) કહેલું કે મારા વિચાર દિન-પ્રતિદિન દૃઢ થતેા જાય છે કે આપણે નૈતિક વિચારાનુ મૂલ્યાંકન ખાટુ' કરીએ છીએ. જે ઉન્નત મૂલ્યેા છે તેની આપણે ઓછી કીંમત આંકીએ છીએ અને ઉતરતાં મૂલ્યો છે તેની આપણે વધારે કીંમત આંકીએ છીએ. ધારો કે કાઇનાથી વ્યભિચાર થઇ ગયા તે પેલા માણસ તેને છુપાવવાના પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન જેટલો ખરાબ છે તેટલા વ્યભિચાર ખરાબ નથી. હજી સમાજ આ બાબત નથી સમજતે. એ વ્યભિચારને જેટલા ખરાબ સમજે છે તેટલે અસત્યને નથી સમજતા. અસત્ય સૌથી મોટા અધમ છે. તેના પ્રમાણમાં બીજા બધાય દ્વેષે ગૌણ છે. અત્યારના સમાજ · અસત્ય એલીએ તે તેને બહુ નીતિહીન નથી સમજતા, પણ વ્યભિચારને તે અત્યન્ત નીતિહીન અને ખરાબ સમજે છે. આ મૂલ્યાંકન ગલત છે. બધા સદ્ગુણામાં સૌથી શ્રેષ્ઠ સદ્ગુણુ સત્ય છે. આ હાય કે ન હોય પણ બધા દુગુ ણામાં અસત્ય એ સૌથી વધારે ખરાબ દુર્ગુણ છે એમ હું નક્કી માનું છું. ખરાબ કામે થાય તો તે છુપાવવા નહિ જોઇએ. જેમ રાગને આપણે જાહેર કરીએ છીએ.તેમ, આવી આખાને આમજનતામાં આપણે