________________
તા. ૧–૯–૫૯
વિનાબાજી સાથેની પ્રશ્ચાત્તરી
વિતાબાજીની સૌરાષ્ટ્રની પદયાત્રા દરમિયાન ભાવનગરથી, રાજકાટથી થોડે દૂર ધ ટેશ્વર સુધીના (તા. ૮-૧૧-૫૮ થી તા. ૨૨-૧૧-૫૮ સુધીના) ઘણા ખરા દિવસે તેમની સાથે પદયાત્રામાં જોડાવાનુ બનેલુ, અને તે દરમિયાન તેમની સાથે ચર્ચા કરવાની છુટી છવાઇ તા મળેલી. આ ચર્ચા દરમિયાન તેમની સાથે જે પ્રાત્તરી થયેલી તેની નોંધ સ્મરણના આધારે એ જ દિવસમાં તૈયાર કરી હતી, પણ હજી સુધી તે પ્રગટ કરવાના આવકાશ મળ્યો નહાતા. વિનેાખાજીના ઉત્તરા સબધમાં એટલી સ્પષ્ટતા કરવાની જરૂર છે કે તેમના બધા ઉત્તર મારા માટે સંપૂર્ણ પણે પ્રતતિકર હતા એમ ક્રાઇ ન માને વિનોબાજી સબંધમાં મનનુ આવુ કાંઇક વળ રહેતું કે તેમના જવામા પૂરા - પ્રતીતિકર ન લાગે તે પણ તેમની સાથે ચર્ચા-પ્રતિચર્ચા કરવાને બદલે તે કાઇ પ્રશ્નના ઉત્તરમાં જે કાંઈ કહે તે સાંભળી લેવું, મનમાં ભરી લેવું અને પછી તે નિરાંતે વાગાળવું; આમ કરતાં વળી પાછું કાંઇ પૂછ્યા જેવું લાગે તા તક મળ્યે પૂછી લેવુ'; કિં આવી ભાખત વણુપૂછી રહી પણ જાય. વિનેબાજી બહુશ્રુત તેા છે જ; પણ તે ઉપરાંત મૌલિક ચિન્તક છે. તેમના જવાખે' વસ્તુતત્વને ઊંડાથી સ્પર્શીતા લાગે છે. તેમની સાથે પ્રશ્નોત્તરની ભૂમિકા એક વખત ઉભી થયા પછી મનમાં એમ જ થયા કરે છે કે જ્યારે પણ તક મળે ત્યારે તેમને કાંઇ તે કાંઇ પૂછ્યા જ કરીએ અને તેમના વાણીપ્રવાહને વહેતા સાંભળ્યા જ કરીએ, તેમના દરેક જવાબમાં મૌલિક અભિગમને આપણને અનુભવ થાય છે અને આપણે કાંઈક નવું જાણી રહ્યા છીએ એવા આનંદ તથા સતેાષ થાય છે. હવે જુદે જુદે વખતે, સુઝયા તે મુજબ મે કરેલા પ્રશ્નો અને વિનોબાજીએ આપેલા ઉત્તર તરફ આપણે વીએ.
પ્રભુ જીવત
પ્રશ્ન ૧ પ્રજાનું શિક્ષણ સરકારથી તદ્દન સ્વતંત્ર હોવુ જોઇએ એમ આપે ગઇ કાલે સેાનગઢ ખાતે કહ્યુ: સરકાર આખરે ક્રાણુ છે? દેશવ્યાપી શિક્ષણુપ્રદાનની જવાબદારી સરકારની નથી? જો સરકાર આર્થિક મદદ આપે તે તેના સચાંલનમાં સરકારને કશા અવાજ હાવા ન જોઇએ ?
જવાબ: આ સબંધમાં મારા વિચાર। આ મુજબ છે. વૈજ્ઞાનિક કાર્પણ શાખાનું શિક્ષણ સરકાર આપે તે સામે મને કોઇ જાતના વાંધા નથી. પણ જેને પ્રાથમિક ધડતર આપતુ’ Liberal Education પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કહે છે તેની, પ્રજાએ પોતા તરફ્થી જ વ્યવસ્થા કરવી જોઇએ. અને સરકારનું તે ઉપર કશુ પણ નિય ંત્રણ હેવુ ન જોઇએ. પણ સરકારે પ્રજાના આવા પ્રયત્નાને બને તેટલી આર્થિક સગવડ આપવી જોઇએ. પ્રજાએ આ વ્યવસ્થા કરવી જોઇએ. તેને અય એ કે પ્રજાસમુદાયમાં આ વિષયના જે જાણકાર હાય તેમની મારફત આ વ્યવસ્થાના પ્રબ`ધ હોવા જોઇએ. આ પાછળ એ વિચાર પણ રહેલા છે કે શિક્ષણને કાઇપણ પક્ષની રાજનીતિ સાથે સંબંધ ન હાવા જોઇએ. આજે આપણે કેરલની સરકાર સામે ફરિયાદ કરીએ. છીએ કે ત્યાંના શિક્ષણને ત્યાંની સરકાર સામ્યવાદી રંગે રંગી રહી
'
છે.
તેા કેરલની સરકાર કૉંગ્રેસ સરકાર સામે પણ આવી જ ફરિયાદ કરી શકે છે. વસ્તુતઃ પ્રજાનું શિક્ષણ કાઈપણ રાજકીય પક્ષની નીતિથી મુક્ત હોવુ જોઇએ. અને આ તેજ બની શકે કે જો પ્રજાનું શિક્ષણ પ્રજાનાં હાથમાં અને નહિ કે રાજ્યનાં હાથમાં હોય.
પ્રશ્ન ર: આપના પ્રવચનાના ચાલુ એક એવા લાગે છે કે સરકાર અને પ્રજા એકમેકના વિરોધી શત્રુ જેવા છે, પ્રજાના કોઇ પણ કાય માં સરકારની દખલગીરી હોવી ન જોઈએ, સરકારની સત્તાથી જે કઇ થશે તે પ્રજા માટે નુકશાનકર્તા જ હશે, રાજા અને પ્રજા એકમેકથી અલગ સ્વતંત્ર, ભિન્ન અને મોટાભાગે એકમેકની વિધી શક્તિ છે.’
જવાબ:—હું: સરકારને પ્રજાની વિરોધી નથી માનતા, પણ સરકારથી પ્રજાને હું જુદી માનુ છુ. અને સાથે સાથે આજે પ્રજા બધી બાબતમાં સરકાર સામે જ જોયા કરે છે, અને સરકાર પાસે બધી બાબતની આશા રાખે છે, અને પોતા માટે કશુ કર્તવ્ય જ નથી એમ માને છે, એ સામે મારા વિરલ છે. રાજ્ય પણ એમ જ માનતુ લાગે છે, જેતે આજે Well-Farism-પ્રજાકલ્યાણવાદના નામે ઓળખવામાં આવે છે. આ વેલફેરીઝમ–પ્રજાકલ્યાણવાદ પ્રજાને પાંગળા બનાવે છે, અને તેને અંતિમ છેડે સરમુખત્યારશાહીમાં આવવાનું જોખમ છે. આ સામે લોકાને અને રાજ્યને હું ચેતવી રહયા છું.
પ્રશ્ન :—આપના અનેક કથનાનુ પરિણામ લોકોને શાસનવિમુખ બનાવવામાં આવતું હોય એમ લાગે છે. પ્રજા માટે શાસનનિષ્ઠા જેવા કે ધમ હાઇ શકે કે નહી, ?
જવામ: હું શાસનને આજના સયેાગમાં એ રીતે વિરોધી નથી અને શાસનના કાયદાને ભંગ કરવાનું. હું કદિ કહેતા નથી. આ બાબતમાં મારૂં' વલણ કાંઈક આવું છે. શાસનની સારી બાબતેમાં સહકાર આપવે। અને નરસી લાગતી બાબતે માં આપણે અલગ રહેવુ.
પ્રશ્ન; ૪—આપ શાસનમુકત સમાજના આદશ ને અવારનવાર પ્રજાની આગળ ધરા છે અને તે બાબતમાં સામ્યવાદી પક્ષને આપ અવારનવાર અજલિ આપેા છે. આવા શાસનમુકત સમાજની આપને કદિ પણ શકયતા લાગે છે. ?
જવામ:—તકાળનાં ભવિષ્યમાં, આવી સમાજરચના ભલે શકય ન હોય, પણ દૂર ભાવીના આદર્શ તરીકે આ વિચાર સ્વપ્નનુ મારે મન બહુ મહત્વ છે. તકાળના સંદર્ભમાં મારે એટલું જ કહેવાનુ છે. કે આજની બધી રચના કેન્દ્રીકરણ-પરાયણ છે. અને જીવનની બધી બાબતમાં માનવી શાસનનિયત્રિત બની ગયા છે અને તેથી તેની સર્જનશક્તિને કશે। અવકાશ નથી. તેા માનવી માનવી રૂપે પૂણ પણે વિકાસ પામે તે માટે તે બને તેટલા વધારે ને વધારે શાસનમુકત બનવા જોઇએ. અને એ માટે સત્તાનું શકય તેટલુ વિકેન્દ્રીકરણ થવુ જોઇએ. શાસનમુકત સમાજનુ સ્વપ્ન દુનિયા. સમક્ષ રજૂ કરવા માટે સામ્યવાદી પક્ષને નહિ, પણ તે પક્ષના નિર્માતા “કા માર્ક્સને હું ધન્યવાદ આપુ છું કે આ દુનિયામાં એ એક માણસ પ્રથમ પાકયા કે જૈણે Non-Violent-Stateless Society—નુ' અને અહિં'સક શાસનમુકત સમાજનું–સ્વપ્ન દુનિયા સમક્ષ રજૂ કર્યું.
પ્રશ્ન ૫:— કાલ માસે જે Stateless Society ની કલ્પના કરી છે તેને અથ આપ કરે છે તે મુજબ શાસનમુક્ત સમાજ નહિ' પણ States એટલે કે દુનિયાનાં આજનાં પ્રાદેશિક રાજ્યા વિનાને સમાજ એ મુજબ નહિ હાય ? કારણકે કાલ માસનું ધ્યેય International Communistic Society-આંતરરાષ્ટ્રિય સામ્યવાદી સમાજરચનાનું હતું. જ્યારે One-world government થાય ત્યારે પ્રાદેશિક રાજ્યા નાખુદ થયાં જ હાય, જવાબ:—ના, હું જે રીતે સમજ્યું છું. તે કામાક્ સની કલ્પના શાસનમુક્ત સમાજની જ હતી. કારણ કે તેણે એમ કહ્યુ` છે કે Ultimately states will wither away and men will be self-governed રાજ્યા લય પામશે અને માણસા સ્વયં શાસિત બનશે: અને આવુ જેના મનમાં સ્વપ્ન સ્ફુર્યું તે મારી દ્રષ્ટિએ, અનેક ધન્યવાદને અધિકારી' છે, કારણકે જેનામાં આષ દ્રષ્ટિ હેાય તેની પ્રજ્ઞામાં જ આવા વિચાર સંભવે.
મુજબ
પ્રશ્ન ૬:– પૈસાને લગા' કહીને આપ જે અવારનવાર પૈસાની નિંદા કરે છે તે મને સમજાતું નથી. લેત્રાડદેવડના વ્યવહારમાં પૈસા એટલે કે ચલણી નાણા સિવાય કદિ ચાલે તેમ નથી, એમ હું ધારૂ છુ, દાષ છે તે પૈસામાં નથી, પણ માણસની