SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ - * દ્ધ જીવન તા. ૧--૫૯ દુનિયા આગળનો મોટો સવાલ છે. અને છેલ્લામાં છેલ્લે સવાલ એ મૂડીવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ વગેરે તાત્ત્વિક મતભેદને કારણે માનવજાતિની અંદર જે વાડા પડે છે, તેને છે. આને સમજાવવાની જરૂર નથી, એ વાદે આપણને આજકાલ એક નિમિષ પણ જંપવા દેતા નથી. આ છે આજની દુનિયાની રચના અને એની મૂંઝવણું. ભૌગોલિક રીતે જુની દુનિયા અને નવી દુનિયા, પૂર્વના દેશ અને પશ્ચિમના દેશો, પશ્ચિમની “સ્વતંત્ર' દુનિયા અને એને દોરનાર અમેરિકા, તેમ જ પૂર્વની સર્વાધિકારી સામ્યવાદી દુનિયા અને એને દોરનાર રશિયા, ચીન. એ બે શિબિર પણ ઓજની દુનિયાની દુદૈવી અને ભયાનક રચના જ ગણાય. આવી આ દુનિયાને બચાવવા માટે અને માનવજીવન કૃતાર્થ કરવા માટે એની પુનરચના કેમ કરાય એ આપણે મેટામાં મોટો સવાલ છે, જે આપણે આવતી કાલ ઉપર ઠેલી પણ ન શકીએ. ખેતી શરૂ થઈ તે પહેલા માણસ પશુઓ રાખતો અને રાકની શોધમાં પશુઓની પાછળ પાછળ જતો-ચતુષ્પાદન અનુયાયી ત્રિપાદ, ખેતી આવી અને હળ ચાલ્યું. પછી તો માણસે પશુઓને નાથીને એમની પાછળ પાછળ ચાલવાનું પસંદ કર્યું. માણસનું રખડવાનું ઓછું થયું, ખેડ-ખાતરને જોરે એક જ ઠેકાણેથી પિતાને ખેરાક મેળવવાની યુકિત માણસને હાથ લાગી અને એમાંથી જ પ્રામસંસ્કૃતિ, નગરસંસ્કૃતિ વગેરે સાંસ્કૃતિક વિકાસ ફાલ્યો. પ્રત્યે નિષ્ઠા માંગી લે છે. એ સંસ્થાનું હવે પછી શું કરવું, એને પણ વિચાર કર્યો જ છુટકે. : ન્યાત પછી આવે છે વર્ણ. વણે હિંદુ માનસ ઉપર એવો છે તે અધિકાર જમાવ્યું છે કે પ્રત્યક્ષ અમલમાં વણ જેવી વસ્તુ ન રહી હોય તેયે એની અસર આપણાં મન પરથી ભૂંસાતી નથી. વણને અર્થ નવેસર કરીને એની સેવા મેળવવા પ્રયત્ન ભગવાન બુદ્ધથી માંડીને ગાંધીજી સુધી અને કેએ કર્યો છે. એટલે હવે લાગે છે કે વર્ણવ્યવસ્થા સંસ્થા તરીકે ન રહેતાં, સામાજિક ઘટકના આદર્શના રૂપમાં વાપરી શકાશે. : આપણે ત્યાં જેમ વર્ણવિચાર વિસ્તર્યો, તેમ માણસના છે. છવનના ચાર વિભાગ પાડી આપણે એને આશ્રમનું નામ આપ્યું. એ આશ્રમવ્યવસ્થા પણ ભવિષ્ય માટે કેટલે દરજજે ઉપગી નીવડશે એ પણ જોવાનું છે. ઇશ્વરની કૃપાથી અથવા ઇતિહાસક્રમે, આપણે ત્યાં દુનિયાના ' બધા ધર્મો આવીને વસ્યા છે. અને એમાંના કેટલાક ધર્મો તે અસહિ બણું હોવાથી પિતાનું સામ્રાજ્ય ચલાવવા માંગે છે. એ ધર્મોને સહચાર સહેલું નથી. એમના સંધર્ષથી આખી દુનિયા અકળાઈ છે અને તેથી કેટલાક કહે છે કે ધર્મોનું કાસળ કાઢી નાખ્યા વિના માણસજાતની ભલિવાર નથી. જે ધમે એક * કાળે રક્ષણ માટે હતા, તે જ ધમાં અત્યારે જાગતિક સંધર્ષ ઉભે કરે છે. એમનું શું કરાય એની ચિંતા ભગવાને ખાસ કરીને આપણા લોકોને સોંપી દીધી લાગે છે. સામ્યવાદી રશીયાએ બધા આ જ ધર્મો પ્રત્યે તિરસ્કાર કેળવી, એમને ઉખેડી નાંખવાની સલાહ આપી છે, જ્યારે આજનું ભારત એ બધા ધર્મોને કુટુંબીઓની - પેઠે, સદભાવે સંપથી રહેવાનું સૂચવે છે. એ ધર્મવ્યવસ્થાને પણ હવે આપણે વિચાર કરવો રહ્યો. ધર્મોનું સ્વરૂપ બદલાય, એનું મહત્વ વધે કે ઘટે, છતાં ધર્મો ધર્મો વચ્ચેનું અંટ્રસ ઓછું નથી થતું. તેથી ધર્મોને સવાલ આજે આખી દુનિયાને - અકળાવે છે. ' - ધર્મોનું જેમ અધ્યાત્મિક સંગઠન છે, તેમ રાજનૈતિક :; ' સંઘઠનની દષ્ટિએ છેલ્લા સે-પાંચસો વરસની અંદર રાષ્ટ્રનું - સંગઠન થતું આવ્યું છે. એક વખતે મેંઝીની જેવાઓએ રાષ્ટ્રીયતાની પ્રતિષ્ઠા એટલી બધી વધારી કે પશ્ચિમની દુનિયામાં ; લેકે રાષ્ટ્રની જ પૂજા કરવા લાગ્યા. એ સંગઠનની અસર આજે આખી દુનિયામાં ફેલાયેલી છે. રાષ્ટ્રીયતાની બેલબાલા હજી ઓછી [.. નથી થઇ, અને છતાં એ સંગઠનને કોઈ વિશેષ ભવિષ્ય હોય એમ લાગતું નથી. રાષ્ટ્ર માંથી સામ્રાજ્ય ઉદ્દભવ્યા, ખીલ્યા, લડ્યા અને પડ્યા. હવે એમની પ્રતિષ્ઠા છાંટાભાર રહી નથી. અને છતાં લેકના હૃદયમાંથી સામ્રાજવે ગયા જ છે. એમ નહીં કહેવાય. છે. જેમ કુટુંબસંસ્થા કુદરતી ગણાય છે તેમ ધેળા, કાળા, પીળા, લીલ અને ધઉંવર્ણ લેકની મહાજાતિએ કુદરતી રીતે બંધાઈ છે. આ મહાજાતિઓને પણ આપણે વંશ કહી શકીએ. મહાજાતિઓ વચ્ચેના ઝગડા કેવળ ગોરી ન્યાતના લેકે એ જ વધારી દીધા છે. બાકીની દુનિયા રંગભેદને એટલું બધું મહત્વ આપતી નથી. પશ્ચિમના લેકે હવે સમજતા થયા છે કે ગોરી ચામડીની ધાક જમાવી એમણે જે વિશ્વવિજય કર્યો તે હવે ટક- વાને નથી. અને છતાં મેળવેલ લાભ અને કેળવેલી પ્રતિષ્ઠા છોડાતી નથી. એ અહંકારને ઠેકાણે પાડી દુનિયાને કેમ બચાવવી. અને મહાવંશના સંબંધ હવે પછી કેવા રાખવા એ પણુ દુનિયા આગળને એક સવાલ છે. જે - આ ઉપરાંત ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના ભેદને કારણે સ્વ-પર ભાવ કેળવાય છે અને માનવતા ખંડિત થાય છે. પણ : હવે દુનિયાના ખેરાકને સવાલ લઇએ. એને સવાલ લોકસંખ્યા સાથે સંકળાયેલ છે. દરેક દેશે સ્વાવલંબનની દષ્ટિએ અને રાષ્ટ્ર રક્ષાની દૃષ્ટિએ પણ ખોરાકની બાબતમાં સ્વયંપૂર્ણ હોવું જોઈએ. અને જ્યારે આપણે આખી દુનિયાની એકતા સ્વીકારીએ છીએ ત્યારે કોઈ પણ ખૂણે ભૂખમરે હોય તો દરેક દેશે, પિતાની શકિત પ્રમાણે, વધારેમાં વધારે અન્ન ઉત્પન્ન કરવું જોઇએ અને જ્યાં અન્નની કમી હોય ત્યાં એ, લેનારને પોસાય એ ભાવે અન્ન આપવું પણ જોઇએ. એક કુટુંબના લોકે અંદર અંદર જે નીતિથી વરતે છે તે જ નીતિ આખી દુનિયા માટે લાગુ કરવા તરફ માણસજાતને વાળવી જોઈએ. એ વિષે શંકા નથી. જે દેશના, સમાજના કે વર્ગના લોકે અજ્ઞાન, અસંસ્કારિતા કે અણઘડપણાને લીધે મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તેની જવાબદારી પણ આખી દુનિયાએ વિઠયે જ છુટકે છે. યુરોપ અમેરિકાની પ્રજાએ પિતાના સ્વાર્થ, મહત્વાકાંક્ષા અને અમાનુષિતાને કારણે એશિયા, આફ્રિકા, અમે, રિકા અને બીજા પ્રદેશના લકે ઉપર જે કેર વર્તાવ્યો તે, ભલે લાચારીથી, આપણે બધાએ સહન કરી જ લીધે. વિશ્વકુટુંબને આદર્શ ઐચ્છિક ન જ હોઈ શકે. બધા વંશના લેકે મળીને માનવકુટુંબ બને છે એટલે આપણે બધા એકબીજા માટે. જવાબદાર છીએ જ. તેથી જ્યાં લોકસંખ્યા વધારે હોય ત્યાંના લોકોને પાતળી લોકસંખ્યાવાળા દેશમાં જઇને વસવાની સગવડ મળવી જ જોઈએ. યુરોપની પ્રજાએ આજ સુધી બળીયાના બે ભાગ' એ ન્યાય જાણે રેગ્ય હોય એવી જ રીતે ચલાવ્યું. એમાંથી એ પ્રજા એક બાજુએ ચઢી અને બીજી બાજુએ પડી પણ છે. યુરોપ અમેરિકાની જીવનદૃષ્ટિ શુદ્ધ, નિરોગી અને ન્યાયયુકત છે એમ નજ માની શકાય. મહાયુદ્ધને અંતે યુરોપના નેતાઓએ અને અમેરિકાએ પણ જે ઢબે એકબીજાને મદદ કરી, તે જ ઢબે વિશ્વકુટુંબ ભાવનાથી કાળા,: ગેરા, પીળા, આદિ બધા જ વંશના તેને મદદ કરવી જોઈતી હતી.
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy