SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ત્ર યુદ્ધ 'જીવ ન - સહકારી વિદ્યામંદિર અને સદિય બાળમેળા ને સહકારી વિદ્યામંદિર તરફથી તા. ૧૬-૨-૫૯ ના રાજ સર્વેદયના ' બાળમેળા' એ નામની એક નાટિકા બિરલા માતુશ્રી સભાગારમાં રજુ કરવામાં આવી હતી. આ નાટિકાની રચના તથા આયાજન સહકારી વિદ્યામંદિરના આચાય શ્રી જમુભાઇ દાણી તરફથી કરવામાં આવેલ હતા. ૧૯૫૬ની સાલમાં આ જ સસ્થા તરફથી ‘વિશ્વ કાનુ, ” એ નામનુ એક રૂપક રજુ કરવામાં આવ્યું હતું અને તેની પ્રમુદ્ધ જીવનમાં નોંધ લેવામાં આવી હતી. મુબઇમાં અનેક હાઇસ્કૂલા છે, તેવી જ હાઇસ્કૂલ જો આ સહકારી વિદ્યામંદિર હાત તે। અને મુંબઇમાં અનેક શિક્ષણુ સંસ્થા તરફથી ભાતભાતના મનોરંજક કાયક્રમો રજુ કરવામાં આવે છે તેવા જ મા બાળમેળાના કાર્ય ક્રમ હોત તો તેની ક્રાઇ વિશેષ નોંધ લેવાપણુ 'હાંત જ નિહ. પણ સહકારી વિદ્યામંદિરની એ વિશેષતા છે, જે કારણે તે તરફ આપણું સહજ ધ્યાન ખેચાય છે. એક તેા આ સહકારી વિદ્યામ દિરનો જન્મ ઓનરશીપ’ના ધારણ ઉપર ઊભા કરવામાં આવેલ સહકાર નિવાસમાંથી એ મકાન ઉભુ કરનાર મેડેલ કાઆપરેટીવ હાઉસીંગ, સાસાયટીએ નામનુ વાર્ષિક ભાડુ રૂ. ૧ થી ખાલ ધારણથી માંડીને સાત ધોરણ સુધીની નિશાળ શરૂ કરવાના હેતુથી ભાંયતળીયાના ૧૦ ઓરડાઓ પહેલેથી જ જુદા કાઢી આપ . વામાંથી થયા છે. આવી રીતે એનરશીપના મકાનમાંથી એક શાળાના ઉદ્ભવ થયાના દાખલા ભાગ્યે જ અન્યત્ર સાંભળવા મળે તેમ છે બીજી વિશેષતા એ છે ક આ શાળાને—પ્રારંભથી શિક્ષણ એ જ જાણે કે જેમની જન્મજાત નિષ્ઠા છે. એવા શ્રી જમુભાઇ દાણી આચાય તરીકે પ્રાપ્ત થયા છે. શ્રી જગુભાઈ દાણી માત્ર શાળાના આચાય નથી, એટલે કે તેમના માથે શાળાની માત્ર શૈક્ષણિક તથા વહીવટી જવાબદારી નથી, પણ તેના વિકાસને લગતી બધી જવાબદારીનેા ભાર પણ તેમણે. તે સ્વેચ્છાએ માથા ઉપર વહેારી લીધે છે. આમ એક શાળાની સર્વાં ગીણ જવાબદારીનુ વહન કરતા અને તે પાછળ, નકકી કર્યાં મુજબનુ પેાતાને માસિક વેતન મળે તે સિવાય અને તે પણ અતિ મર્યાદિત આકારનું અજો કશા સ્વાર્થ ન હેાય એવા સાધુચરિત આચાય ની જોડી આજે મુંબઇમાં સાંપડવી લગભગ અશકય છે. # સહકારી નિવાસમાં આ શાળાની ૧૯૫૧માં શરૂઆત કરવામાં આવી; તેના સંચાલન માટે સહકારી કેળવણી મંડળ'ની સ્થાપના કરવામાં આવી, અને તેમાં બાળમદિર પ્રાથમિક અને સાત ધારણ સુધીના માધ્યમિક વગેર્ગો શરૂ કરવામાં આવ્યા. વર્ષે વર્ષે એક વધારીને એસ. એસ. સી. સુધી પહેાંચવાનુ ધ્યેય કરવામાં આવ્યુ. વિદ્યાર્થીઓની સખ્યા વધતી ચાલી; નવા ધારણા માટેના વિદ્યાથી ઓની સગવડ કરવાનુ` સહકાર નિવાસમાં અશકય બન્યું. ૧૯૫૭માં તારદેવના રસ્તા ઉપર સંસ્થા માટે નવુ' મકાન બાંધવામાં આવ્યું. હવે આ વિદ્યામંદિર એસ. એસ. સી. સુધીની સંપૂણ હાઇસ્કૂલના લક્ષ્યને પહોંચી ચૂક્યુ છે. ૪૧ વિદ્યાથી ઓથી સહકારી વિદ્યામ'દિરની શરૂઆત કરવામાં આવેલી. આજે અને વિભાગમાં થઈને ૪૫૦ વિદ્યાર્થીએ ભણી રહ્યા છે. શિક્ષણપ્રદાનમાં સહશિક્ષણની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. શ્રી, જમ્મુલા તેમ જ સૌંસ્થાના કાળ કર્તાઓએ નવા મકાન અને સાધન સામગ્રી અંગે આજ સુધીમાં રૂ. ૪૨૦૦૦ એકઠા કર્યાં છે, હજી ચઢેલાં ખીલે આપવા માટે અને નવા મકાનના બાકી રહેલા ભાગ પૂરા કરવા માટે ખીજા રૂ. ૬૦૦૦ ની સહકારી કેળવણી મંડળને જરૂર છે. સહકારી વિદ્યામંદિરના પરિચય માટે આટલી વિગતે જાણુવી જરૂરી છે. વલી બરણ યુ તા. ૧૬-૫-પ૯ અને સર્વોદયના બાળમેળા' જેના ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનુ આયેાજન વિનાબાજીની પદયાત્રા અને સામદાન મારફત મળેલા ગામડાના નવનિર્માણની કલ્પના વડે પ્રેરિત બન્યું હતુ. શ્રી જમુભાઈ દાણી થીઓસાફિકલ સેાસાયટીના વર્ષાં જુના એક અગ્રગણ્ય સભ્ય તથા કાય કર્યાં છે. આમ છતાં થીઓસાક્રિકલ સાસાયટીની સાંપ્રદાયિકતાથી તેઓ મુકત છે. નવા વિચારપ્રવાહે તેમને સદા સ્પર્શીતા રહ્યા છે અને તેમનું ચિન્તન સદા ગતિશીલ– પરિવત નશીલ-રહ્યુ છે. ‘સર્વેયના બાળમેળા’માં તેમના સતત વિકાસશીલ માનસનું સુભગ દર્શન થતું હતું. આ નાટિકામાં રજુ થતી પ્રસંગકથા સાદી અને સરળ છે. ગુજરાતના ગામડે ગામડે વિનેાખાજીનાં પુનિત પગલાં પડે છે અને નિશ્ચેતનમાં પ્રાણ પ્રગટે છે, નિરૂત્સાહીમાં ઉત્સાહના ઝરા ફૂટે છે. દીન દરિદ્ર બનેલા . ગ્રામવાસીઓ જ નહિ પણ જડચેતન સૌ નવ પ્રફુલ્લિત બને છે. શ્રમ, સ્નેહને સ્વાણુની અજબ અલૌકિક દૈવી ધૂન સ`માં એ પ્રગટાવી જાય છે. સૌ ભારતનું નવસ"ન કરવા મંડી જાય છે. અને સર્વોદય રાજયનું પેલું, નાનુ ગામડુ ત્યારથી ‘સહકાર ગ્રામ' રચવાની પ્રાણપ્રતિષ્ટા માંડે છે; વિનેાખાજી એ ગામને પાદરે આવ્યાને અને પેાતાના સ ંદેશ આપ્યાને વરસ વીત્યું. છે ત્યાં વિનેબાજીની ભાવનાને મૂર્તિ'મન્ત કરી દેતું, ‘સહકાર ગ્રામ' નિર્માણ થઇ ચૂકયુ` છે. ગામનું તળાવ અને રસ્તા, શાળાની ઝુંપડી અને વાડીમાંનુ બાલમંદિર, નિરક્ષરતાનિવારણ અને સાંસ્કૃતિક સમાર ંભો—સમાં આજે સહકાર ગ્રામનું નવનિર્માણ કા પ્રતિબિંબિત થઇ રહ્યું છે અને તેથી જ ભારતના પ્રથમ સર્વોદય બાળમેળા' એને આંગણે ભરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. ત્યાં નથી ભાષાને ભેદ કે નથી જાતિ, રંગ, રૂપ, ભણતર, ધર્માં કે દેશના ભેદ. આવતી કાલનું ભારત જેમના હાથમાં આવવાનુ છે. તે સૌ ભારતી પ્રતિનિધિએ અહિં એકઠા થવાના છે. '', ' આામ જણાવીને બાળમેળાની ધધાકાર તૈયારીઓ ચાલે છે. ત્યાર બાદ પડદા પાછળ છાયાનિર્માણ દ્વારા વિનેાબાજીને તેના પદયાત્રિકા સાથે રજુ કરવામાં આવે છે .અને તેઓ સાથે મળીને “ૐ તત્સત્ શ્રી નારાયણ તૂ, પુરૂષાત્તમ ગુરૂ તૂ” એ મુજબની પ્રાથના કરતા નજરે પડે છે, ત્યાર બાદ પ્રદેશ પ્રદેશના અને ભારતના પડોશી દેશેાનાં બાળકા પણ એકઠાં થાય છે અને તેમની સમક્ષ સર્વીય ખાળમેળાના ર‘જન અધિકારી શ્રી માન દદાસજી નીચે મુજઅના સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરે છેઃ બાળપ ખાડાનુ નૃત્ય, ખેતરમાં થતી વાવણીનું સમૂહગીત, લણણીનું સમૂહ ગાયન, ભજનમંડળીનું સમૂહ ભજન, બાળકાનુડાનું ગોત, ઢેલ-મારનું નન વગેરે, પછી સર્વોદય પાત્રની યેાજના એકઠા થયેલા બાળકા સમક્ષ રજી કરવામાં આવે છે અને સૌ બાળકો સદિય પાત્રમાં કાંઇ ને કાંઇ નાણુ નાંખે છે. છેવટે સર્વાદયનુ` સંધંગીત ‘એક 'અમે સૌ એક' બધાં બાળકા સમૂહમાં ભળીને ગાય છે અને એ રીતે આ નાટિકા પૂરી થાય છે. આ નાટિકામાં ૧૮૦ જેટલા વિદ્યાથી ઓએ ભાગ લીધે હતા અને તેનું સમગ્ર નિરૂપણ એટલું બધું ભવ્ય અને રાયક હતુ` કે એ એ' 'કલાક જાણે કે કલ્પનાના પ્રદેશમાં ઉડ્ડયન ચાલી રહ્યું હોય. એવી આન ંદમુગ્ધતા એ પ્રસ ંગે હાજર રહેનાર સૌ કાઇ ભા બહેને અનુભવી રહ્યા હતાં. આવી ભાવના પ્રેરક વસ્તુ રજી કરવા માટે સંહકારી વિદ્યામંદિરના આચાય શ્રી જમુભાઈ પરમાનંદ દાણીને અનેક ધન્યવાદ ધટે છે.
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy