SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૫૬ પ્રબુદ્ધ જીવન આ દરમ્યાન જે અનુભવે, આધાતા મનને લાગે છે તે શરીરના વિકાસ ઉપર પણ અસર કરે છે. આપણે જે સમાજમાં રહીએ છીએ તેના થોડાક નીતિનિયમે તે કાયદાકાનૂની છે. માણુસની આંતરિક વૃત્તિ–સ્વાભાવિક એષણાઓ– અને આ નિયમોની વચ્ચે એક સૂક્ષ્મ સંધણ ચાલ્યા જ કરતુ હાય છે. માણુસનો મનનો સજાગ ભાગ જેને આપણે જાગૃત મન–Conscious mind-કહી શકીએ તે આ સ ંધર્ષણ પ્રત્યે બેદરકાર રહે છે. જાગૃત મનને આંતરિક સંધષ ણના પ્રભાવ માણસના દૈનિક જીવનમાં પડવા દેતું નથી. મન તે મહાસાગરમાં તરતા આઈસબર્ગ જેવુ છે. ૧/૫ ભાગ બહાર તરતો દેખાય પણ વધુ મોટો ભાગ તા પાણીની સપાટી તળે સતા હાય. આ ૧૬૮ દર્દીના મર્મ પર આધાતજનક નીવડેલા બનાવાને ધ્યાનપૂર્વક શ્રવણુ કરીને તેના જખમાને રુઝવવાનુ તબીબનું કર્તવ્ય છે, અને સૂચના અને સમજાવટદ્વારા તેની માનસિક અથડામણોને દૂર કરવા તેણે પ્રયાસ કરવા જોઇએ, રુધાયેલી લાગણીઓના પ્રવાહમાં જે નડતર હાય તે દૂર કરીને તેનો માર્ગ ખુલ્લા કરવા જોઇએ. અને સહાનુભૂતિપૂર્વક ચોગ્ય દોરવણી કરવી જોઈએ, મનોદૈહિક ચિકિત્સાનો એજ મુખ્ય હેતુ અને ધ્યેય છે. એક દૃષ્ટાંત લઇએ તે સમજાશે. થોડાં વખત પહેલાં એક જુવાન સ્ત્રી અત્યંત પીડાજનક–આતા - વની ફરિયાદ સાથે મારી પાસે આવી હતી. આ યુવાન બાઈ બાવીસથી તેવીસ વર્ષની કાલેજ કન્યા હતી. શારીરિક તપાસ દરમ્યાન એની ફરિયાદ માટે કઈ પણ ચોક્ક્સ કારણ જણાયુ' નહિ. આવના સમય દરમ્યાન મે એને જોઈ અને એ છેકરી અસહ્ય પીડા ભોગવી રહી હતી એની મે ખાતરી કરી. મને લાગ્યું કે એના આ રાગનુ કારણુ માનસિક છે, ધીમે ધીમે ઘણી સૂચક બાતમી મળી આવી. આ ાકરીને કાઈની સાથે પ્રેમ સબંધ હતા. આ યુવતીના માબાપ જૂનવાણી વિચારનાં હતાં. છેકરીના મનમાં જાતિયવૃત્તિ એટલે ચેરવૃત્તિ છે, પાપના એક પ્રકાર છે એવી ભ્રામક માન્યતઃ એમણે સંસ્કાર ગણીને ઠસાવી હતી. પોતાના પ્રેમી પ્રત્યેની એની જાતિયવૃત્તિને એ એક અનિવાયૅ ગુન્હા તરીકે ગણતી હતી. જેમ જેમ તે તેના ધનિષ્ટ સંબંધમાં આવતી તેમ તેમ વધુને વધુ શારીરિક ને માનસિક વેદના અનુભવતી. તેના તરફ્ લાગણી બતાવતાં અને વધુ સંપર્કમાં આવતાં તેના મનમાં સ્પષ્ટ અથડામણુ ઉત્પન્ન થતી, સંસ્કાર અને લાગણી વચ્ચે તુમુલ ખેંચતાણુ ચાલ્યા કરતી. આને લીધે એનું શારીરિક સ્વાસ્થ્ય પણ સમતુલા ગુમાવી ખેડુ હતુ. શારીરિક અને માનસિક આ પશ્ચાદ ભૂમિકામાં પીડિતા વની એવી રિયાદ જન્મી હતી. તેના પેાતાના જ શબ્દોમાં “મારી મુઝવણને લીધે હું તગ અને અસહિષ્ણુ ખની જાઉં છું. હું કંઇજ સહન કરી શકતી નથી અને દરેક વસ્તુ મને અણુગમતી થઈ પડે છે.” ધીમે ધીમે સલાહસૂચના દ્વારા એની માનસિક વિટંબણાનુ માર્ગ દર્શન કરવામાં આવ્યું, એના માબાપના પૂર્વગ્રહેા દૂર કરવામાં આવ્યા અને એની મૂળ પીડિત—આવની ફરિયાદ પણ દૂર થઈ. એનાજ શબ્દોમાં “મારુ મન જાણે ધાવાને સ્વચ્છ થયું હોય એમ લાગે છે. મારા દરેક અંગેઅંગમાં હું એથી સ્વસ્થતા અનુભવું છું. માસિક સ્ત્રાવ પણ હવે પીડારહિત છે.” આ એક દાખલા પરથી આપણે થોડીક વસ્તુઓ તારવવાની છે. કાઈ પણ શારીરિક રાગને લીધે માણસ એના મનની સમતુલા ગુમાવી એસે છે એ વાત ધરગથ્યુ છે અને સૌએ અનુભવેલી પણ હશે. લાંબા વખતના તાવથી પીડાતા માણસ ચીડિયો થઈ જાય એ વાત આપણને સ્વીકાર્ય છે, પણ મનની મૂંઝવણુને લીધે કદી રોગ ઉત્પન્ન થાય, શારીરિક સમતુલા ગુમાવી બેસાય એવુ' બને ખરું' કે ? આવ દરમ્યાન પીડા માટે કઈ પણ કારણુ ન હેાય છતાં પણ ક્રૂકત માનસિક મૂઝવણુના પ્રતાપે આ પીડા ઉત્પન્ન થાય ખરી ? માથામાં કકંઠે પણ ખરાખી ન હાય છતાં ચિંતાગ્રસ્ત માણસ માથાના દુખાવા અનુભવે ખરા ? આંતરડાં સાજા નરવાં હાય છતાં માનસિક તંગદિલીને કારણે ઝાડા "કે કબજિયાત થાય ખરા? આ રીતે આ પ્રશ્ન આપણે કદિ વિચારતા નથી. વસ્તુતઃ આ બધા પ્રશ્નાને જવાબ માર્નાસક વિકાસના મૂળભૂત સિધ્ધાંતને સમજવાથી મળી શકે છે. માણસના શરીરના વિકાસ બાળપણથી વૃધ્ધાવસ્થા સુધી સતત ચાલુ રહે છે, તેમ તેના મનને વિકાસ પણ ઉત્તરાત્તર થતા રહે છે. અમુક બિન-અનુકૂળ સંજોગામાં આ ઘણુ તીવ્ર બને છે. ખીજાતી પાસે પુષ્કળ પૈસે જોઇને તે આપણે કબજે કરી લેવાની વૃત્તિ સ્વાભાવિક છે. પણ આપણું આંતરિક મન—Unconscious mindસામાજિક નીતિનિયમેને આધીન છે. તે આ વૃત્તિને મનમાં ઉંડે ને ડે દાખી દે છે. મનના અંધારા ખૂણામાં ઝીણુ` સધણુ ચાલ્યા કરે છે. માણસ સતત જોતા રહે છે કે ચારી કરે તે જ આગળ આવે છે, ખીજાના પૈસા યુકિતપ્રયુક્તિથી પડાવવા એ જ મહત્તાની ચાવી છે. જાગૃત મનનું બળ ઢીલું થાય છે. આંતરિક મન ઉપરની તેની પકડ - હળવી થાય છે અને અંદરનું સ ંધર્ષોંણુ તુમુલ યુધ્ધનુ સ્વરૂપ લે છે. આવે વખતે ત્રણ શકયતાઓ છે: (અ) આ માણસ પોતાના જાગૃત મન—Conscious mind તે મજબુત બનાવી પોતાની આન્તરિક વૃત્તિને દાખી દે. (બ) આંતરિક વૃતિ વધુ પ્રબળ બને અને માણસને ગુન્હેગાર બનવા પ્રેરે. (ક) અમુક માણસ ઉપરના બન્ને છેડાઓ–extremes–માંથી કંઇજ ન કરી શકે એટલે એની નિર્ખળતા માટે બહાનાં શોધશે, “મને આ બિમારી છે એટલે મારાથી આ થઈ શકતું નથી. મને હુરોગ છે......મને પેટમાં દુખાવા છે.” આંતરિક વૃત્તિની પ્રબળતાને એ આમ ક્ષુલ્લક બહાના હેઠળ દાખી દે છે, અને કેટલા રાગોના જન્મ થાય છે. આ પ્રકારના રાગેને મનોદૈહિક રાગ–Psychosomatic illnesses--કહેવાય. મનને લીધે આ રીતે શરીરસ્વાસ્થ્ય કથળે છે. માનસિક અથડામણાનું જે રૂપાંતર શારીરિક વિક્રિયાદારા વ્યકત થાય છે તે જાગૃત અવસ્થામાં નથી થતું. માણસને પાતાને અંદર ચાલી રહેલી આ ખેંચતાણની માહિતિ પણ નથી હતી. સ્ત્રીઓમાં સામાન્ય રીતે જનનઅવયવા એ રીતના અતરાયેા વ્યકત કરવાનું સાધન બને છે. જાતીય પ્રક્રિયા આપણે ત્યાં ધૃણાને પાત્ર ગણાઈ છે. તેને લીધે આપણી નૈસર્ગિક વૃત્તિને ખરાબ રીતે રુંધવામાં આવે છે. ઘણીવાર મનાદૈહિક વ્યાધિના મૂળમાં આવી જાતીય સમસ્યાઓ પડી હોય છે. માસિક સ્ત્રાવ જેવી સ્ત્રીની એક સામાન્ય ધર્મક્રિયાને ધણાં શિક્ષિત તથા સસ્કારી લેકા પણ એક અપવિત્ર અને અસ્પશ્ય ક્રમ ગણીને જનનઅવયવા પ્રત્યે ધૃણા ઉત્પન્ન કરે છે. આપણે આશા રાખીએ. કે જાતીય અવયવાની ક્રિયાશીલતા પ્રત્યે અવિરાધી—અનુકૂળ વલણ દાખવી, તે સબંધે બુધ્ધિગમ્ય સૂચના સાથે યોગ્ય માર્ગદર્શન કરાવવામાં આવે તે મનુષ્ય પેાતાની જાતને વધુ સંતોષજનક રીતે દોરવણી આપવાને શકિતમાન થશે, તેમ જ ભય, આશકા, પ્રતિબંધ અને તે સબંધીના પૂર્વગ્રહે જે આપણા વર્તનને નિર્ખળ ખનાવવામાં કારણભૂત છે તે પણ અદ્રશ્ય થશે. (અપૂર્ણ) ડૉ. એમ. ડી. આડતિયા મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા આશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯, ૩. ન. ૩૪૬૨૯ 8
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy