SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [6=314*719_3+ **, ** * ૧૬૬ પ્રબુદ્ધ જીવન પટવારી–મીલ પ્રકરણ શ્રી જૈન શ્વે. મૂ. કોન્ફરન્સે પટવારી ખીલવેરેધી ઠરાવ પડતા મૂકા જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની સ્થાયી સમિતિ સમક્ષ ૨૪ સભ્યાનુ એક રેકવીઝીશન-વિજ્ઞાપનપત્ર આવેલું. આ રેકવીઝીશનના આશય શ્રી. પ્રભુદાસ બાલુભાઈ પટવારીના ખાલદીક્ષા પ્રતિબંધક ખીલના વિરોધ કરતા એક ઠરાવ પસાર કરવાને હતો. આ રેકીઝીશન અઢી કે ત્રણ માસ પહેલાં તૈયાર કરવામાં આવેલું. પણ કાન્ફરન્સ કાર્યાલય ઉપર તરતમાં તે મોકલવામાં આવ્યું નહતું. રેકવીઝીશન ઉપર સહી કરવા છતાં પાછળથી અમુક અગત્યના સભ્યોની આવા ઠરાવઃ કોન્ફરન્સમાં લાવવા વિષે નામરજી હતી. એમ છતાં એ રૈકવીઝીશન ઉપર જણાવ્યા મુજબ કાન્ફરન્સની સ્થાયી સમિતિ ઉપર થોડા વિસ પહેલાં રવાના કરવામાં આવેલું. આ રેકવીઝીશનમાં રહેલા ઠરાવતા નિણૅય કરવા માટે તા. ૨૨-૧૨-૫૫ ગુરૂવારના રાજકન્સની સ્થાયી સમિતિની શ્રી. પેાપટલાલ રામચંદ શાહના પ્રમુખસ્થાને સભા મળી હતી. પ્રસ્તુત રેકવીઝીશન સભા સમક્ષ રજુ કરવા સાથે એ અંગે આવેલા કેટલાક પત્રા કાન્ફરન્સના મંત્રી શ્રી. રતિલાલ ચીમનલાલ કાઠારીએ રજુ કર્યાં હતા. આમાંના ત્રણ પત્રો શ્રી. ભેણીલાલ લહેરચંદ, શ્રી. કાન્તિલાલ ઈશ્વરલાલ (આ બન્ને રેક્વીઝીશન ઉપર સહી કરનારા હતા) તથા શ્રી, ઝુલચંદ્ર શામજી તરફથી આવ્યા હતા. કોન્ફરન્સે આ બાલદીક્ષાના તકરારી સવાલમાં પડવું ન જોઇએ એ આ ત્રણે પત્રોના મુખ્ય સુર હતે. શ્રી, ભોગીલાલ લહેરચ ંદે પાતાના પત્રમાં કલકત્તામાં આ તકરારી પ્રશ્ન અંગે શ્રી. ભવરમલ સીંધી ઉપર જાહેર સભામાં બાલદીક્ષાની હિમાયત કરનારા તરફથી કરવામાં આવેલ ભયંકર હુમલાના હવાો આપ્યા હતા, પ્રસ્તુત ઠરાવ રીતસર રા થાય તે પહેલાં જાણીતા મેરીસ્ટર શ્રી હીરાલાલ હાલચંદ લાલે આ પ્રશ્ન કૅાન્ફરન્સે હાથ ધરવા ઉચિત છે કે નહિ તે વિષે લખાણુથી વિવેચન કરીને નાચે મુજબન ઠરાવ રા કર્યાં — સ્થાયી સમિતિની આજ રોજ મળેલ સભા એવા નિણૅય કરી ઠરાવ કરે છે કે રેકવીઝોશનમાં દર્શાવેલ ઠરાવ ઉપર કૅન્ફરન્સના ઐય અને હિતની દૃષ્ટિએ વિચાર કે ચર્ચા કરવી નહિ,” આ ઠરાવને શ્રી. છોટુભાઇ એન. શાહ તેમ જ રેકવીઝીશન ઉપર સહી કરનારામાંના એક શ્રી, શાન્તિલાલ મગનલાલ શાહ તરફથી અનુમાદન મળ્યું. તે ઉપર પક્ષમાં તેમ જ વિરૂધ્ધમાં કેટલીક ચર્ચા અને વિવેચના થયા બાદ ૨૭ મત ડરાવની પક્ષમાં અને ૨૨ મત ડરાવની વિરૂધ્ધમાં પડતાં ઠરાવ બહુમતીથી પસાર થયો અને કાન્ફરન્સના નામે શ્રી. પટવારીના ખીલ સામેના આન્દોલનને વેગ આપવાની બાલદીક્ષાના પક્ષકારાની મુરાદ નિષ્ફળ નીવડી. મુંબઇના નાગિરકોની સભા પડતી મૂકવામાં આવી બાલદીક્ષા' પ્રતિભ'ધક વિધેય સામે જાહેર વિરોધ પ્રદર્શિત કરવા માટે બાલસંન્યાસ દીક્ષા પ્રતિબંધક વિધેય વિરધ સમિતિ તરફથી શ્રી એસ. કે. પાટીલના પ્રમુખપણા નીચે મુબઈના નારાની એક સભા મુખદેવીના મેદાનમાં ભરવાની જાહેરાત કરવામાં આવી - હતી, પણ શ્રી, એસ્. કે. પાટીલે આવા મતભેાળા પ્રશ્નને લગતી સભામાં હાજર રહેવાની સ્પષ્ટ ના કહેવરાવી અને પરિણામે તે સભા મુલતવી રાખવામાં આવી. માલદીક્ષા પ્રતિષ્ઠધક ખીલને માંડલના ટકો માંડલમાં તા. ૧૮ ડિસેમ્બર ૧૯૫૫ ની રાત્રે માંડવીના ચોકમાં જૈન-જૈનેતર સર્વ નાગરિકાની જાહેર સભા શ્રી સારાભાઈ એન. શાહના પ્રમુખપણા નીચે મળી હતી, જેમાં માલદીક્ષા પ્રતિબંધક ધારાનુ સમર્થન કરતાં શ્રી લીલચંદ અમૃતલાલ શાહે ભાલદીક્ષા અંગે જે અનિચ્છનીય કારવાઇઓ આજે ચાલી રહી છે તે પર પ્રકાશ પાડય હતા, જ્યારે શ્રી રતિલાલ મકાભાઈ શાહે સંયમ ત્યાગનું મહત્ત્વ ગાવા છતાં જે રીતે આજના યુગમાં દીક્ષા અપાઈ રહી છે. એ પ્રથાને જ નાપસંદ કરી જૈનસમાજ અને ધર્મના ઉત્થાન માટે શુ કરવુ જોઇએ એ બાબત પેાતે તાજેતરમાં કરેલી નૂતન ભારત યાત્ર!ના અનુભવા પરથી સુદર માદર્શન આપ્યુ હતુ.. તા. ૧-૧-૧૬ શ્રી સારાભાઈ એન. શાહે માલદીક્ષા પ્રતિબંધક ધારા પાછળના આશય શું છે, તે કયા સજોગામાં અને કાની ભૂલોને કારણે લાવવામાં આવ્યો છે તે સંબંધમાં અનેક દાખલા દલીલો રજુ કરીને હજુયે દેશકાળ ધ્યાનમાં લઈ બાલદીક્ષા અંગે રમાતી ગદી રમતા બંધ થાય અને સ્વેચ્છાએ જ વયમર્યાદા નક્કી કરી લેવામાં આવે તે આવું ખીલ લાવવાની કે ડખલગીરી કરવાની જરૂર કાઇનેય રહેતી નથી. પરંતુ આવું કંઈ થતું નથી એટલે જ આવા ધારાને ટૂંકા આપવાની ક્રૂજ થઈ પડે છે. એક ક્લાક સુધી ખીલનું સમર્થન કરતી લીલા કર્યા બાદ સભાએ શ્રી પટવારીના ખીલને ટકા આપતા ઠરાવ પસાર કર્યાં હતા. પ્રકીર્ણ નોંધ અનિષ્ટમાંથી પણ કદિ ઈષ્ટ જન્મે છે શ્રી પ્રભુદાસ પટવારીના ખીલ સામે જૈન સમાજના અમુક વર્ગોમાં એક પ્રકારને ઝંઝાવાત પૈદા થયા છે. ધર્મમાં થતી દખલગીરીને અટકાવા’ ધર્મ જોખમમાં, ધમ જોખમમાં' એમ ચાતરક બુમરાણ મચી રહી છે, જે કાયદો બાળકની નિર્દોષતા અને ભાળપણન ખાટા લાભ ન લેવાય એ હેતુથી બાળકને જરૂરી રક્ષણ આપવા ધારે છે અને જે કાયદાના આખરી હેતુ સાધુસંસ્થાને તાડી પાડવાને નહિ પણ સમાજને પરિપકવ ઉમ્મરના અને સમજણુપૂર્વક સન્યાસ ધારણ કરતા સાધુએ નિર્માણ કરવાના અને એ રીતે ધર્મ અને સાધુસસ્થાને પરિપુષ્ટ કરવાના છે એ કાયદા સામે આટલા બધા ચાલી રહેલા શેરકાર કેવળ ધર્મ ઝનુન અને જે ચાલ્યું આવે છે તેમાં કશા પણ ફેરફાર થઈ ન જ શકે એવી સમાજની અચલાયતન’મનેાદશા સૂચવે છે. આમ પ્રસ્તુત વિધ કેવળ પ્રત્યાધાતી વૃત્તિમાંથી ઉભા થયેલેા હાવા છતાં એ વિરેધે તત્કાળ પૂરતું એક દૃષ્ટ પરિણામ ઉપસ્થિત કર્યું છે. અને તે એ કે મુંબઈમાં જૈન સમાજના ચાર ક્રિકામાંથી દરેકના પાંચ એમ ૨૦ સભ્યોની એક સમિતિ ઉભી કરવામાં આવી છે. આ મિતિના આશય જૈન ધર્મ અને સમાજનું બાહ્ય આક્રમણ સામે રક્ષણ કરવુ' એ છે. આ સમિતિમાં કટ્ટર સ્થિતિચુસ્ત વળષ્ણુ ધરાવતા અને સાધારણ રીતે એકમેકથી દૂર રહેતા એવા જૈન ગૃહસ્થાની નિમણૂંક કરવામાં આવી છે, પટવારી ખીલના વિરેાધે તેમને એકઠા કર્યાં છે; એ ખીલના એક યા બીજા પ્રકારના નિકાલ થયા બાદ આ ગૃહસ્થા કયાં સુધી અને કેવી રીતે એકઠા રહીને કામ કરશે એ એક સવાલ છે. આમ છતાં પણ શ્વેતાંબર અને દિગંબર આગેવાનો, સ્થાનકવાસી અને તેરાપથી આગેવાના કાઈ એક નિમિત્તવશ પણ એકઠા થાય અને સાથે મળીને ચાલે એ ઘટના, જે જૈન સમાજની એકતાને ઝંખે છે તેમની દૃષ્ટિએ, જરૂર આવકારદાયક લેખાવી જોઇએ, આ કામચલાઉ એકતામાંથી સ્થાયી એકતા જન્મે તે તેના જેવુ રૂડું શું ? બહેન મંજુને અભિનંદન જૈન સમાજના જાણીતા કા કર્તા શ્રી જટુભાઈ મહેતાની પુત્રી બહેન મા મુંબઈ યુનીવર્સિટીની એલ. એલ. બી. ની પરીક્ષામાં પસાર થયેલ છે. તેમણે બી. એ. ની પરીક્ષા ખીજા વર્ગમાં અેનસ સાથે પસાર કરેલી છે; રાષ્ટ્રભાષાના કાવિદ પણ છે. સૌરાષ્ટ્રના જૈન સમાજમાં બહેન મંજુ - પહેલાં ધારાશસ્ત્રી બને છે. બહેન મળુને જૈન સમાજના અભિનદન ઘટે છે. ભાઇ કિરીટ કાહારીને ધન્યવાદ એકટાબર માસમાં લેવાયલી એસ. એસ. સી. ની પરીક્ષામાં ૨૫૫૦૧ વિધાર્થીઓ બેઠા હતા. તેમાંથી ૪૪૧૩ ટકા જેટલા વિધર્થીઓ પસાર થાય છે. આ વિદ્યાર્થીઓમાંના પહેલા પંદર વિધાર્થીઓમાં છ ગુજરાતી વિદ્યાર્થીઓ છે; ૩ વિધાર્થિનીઓ છે. આ પરિણામમાં ભાઇ કિરીટકુમાર ૧૫ મા નબરે પાસ થાય છે અને ૮૦૦ માર્ક માંથી ૫૨૯ માર્ક મેળવે છે. ભાઇ કિરીટકુમાર જૈન સમાજના આગેવાન કાર્યકર્તા શ્રી રતિલાલ ચીમનલાલ કાઠારીના પુત્ર થાય. આવું યશસ્વી પરિણામ મેળવવા માટે ભાઈ કિરીટકુમારને ધન્યવાદ ઘટે છે. તેમની વિદ્યાર્થી તરીકેની કારકીર્દી ઉત્તરોત્તર ઉજ્જવલ બનતી રહે એવી તેમને આપણ્ સર્વની શુભેચ્છા હૈ ! ધર્માનંદ وا
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy