________________
પ્રબુદ્ધ જીવન
૧૪
ચઢશે અને ગુજરાત-મહારાષ્ટ્રની વચ્ચે પેઢીઓનાં વેર બધારો. ગુડાન તત્ત્વને શમાવી દેવાને રસ્તા એ છે કે એમના લોકપ્રિય મુદ્દાના આધાર સમજદારોએ એક થઇને એમની પાસેથી સેરવી લેવા, એ કઇ રીતે બને?
કાલે જો જાહેરાત થાય કે ગુજરાત-મહારાષ્ટ્રના ગણ્યમાન્ય લાક નેતાઓ પરસ્પર વાતચીત શરૂ કરે છે અને મૈત્રીભરી વાટાઘાટાથી બંનેને મજૂર હોય તેવા જ તાડ લાવી જંપશે તે રમખાણાનું વાતાવરણ આપોઆપ થાળે પડી જાય અને પરિસ્થિતિના દેર શાણા પુરુષોના હાથમાં આવી જાય. ઉપરથી કરેા નિર્ણય સત્તાથી અને ચાબૂકથી એક પક્ષ પર લાદવામાં આવે છે ત્યારે લોકમત ગુંગળાય છે અને રૂ ધાયેલી વરાળની જેમ સ્ફટિક ખને છે, એય પક્ષ હળીમળીને સર્વ સંમત નિ ય કરવાનું ઠરાવે તે લોકમત ધડાય છે અને પ્રજાની શક્તિ વધે છે. હૈયું કઠણુ કરીને સખત હાથે દબાવી દેવાય તેવી આ ઘટના નથી. સહાનુભૂતિભર્યાં હૃદયથી ' હળવે હાથે સંભાળી લેવા જેવા નાજુક આ મામલેા છે. સખત હાથે દબાવી દેવાયેલુ તફાન બમણા જોરથી પાછું ઊછળી શકે છે.
અમને પૂરી ખાતરી છે કે જેમ બહાદુરી અને અડગ વિશ્વાસથી ચેાપાટીની સભામાં ગુંડાના પત્થા વચ્ચે આપણા નેતા અણુનમ રહ્યા હતા તેમ જ ભાઈચારા ભરી મૃદુ કામળતાથી અને લાંખી દૃષ્ટિથી તે ગૂંચવાડે ચડતી જતી હાલતને સંભાળી લેશે. ગાંધીજીએ દેશભકત ત્રાસવાદીઓ સાથે, સરદારે બળવાખાર ખલાસીએ . સાથે અને જવાહરે લડુ લડુ” કરતી વિશ્વસ-તાએ સાથે જે મૃદુતા, અનાગ્રહ અને સત્યનિષ્ઠાથી કામ પાડયું હતું તેની કેળવણી હવે પાર્લામેટ આ પ્રશ્નને યે તે પહેલાં જ સફળ સાબિત થઈ ચૂકી હશે એવી આશા આપણે જરૂર સેવીએ. મુંબઇના મિત્રોને અમારી નમ્ર સલાહ છે કે પોતાનું સ્થાયી અને સાચું હિત શેમાં છે એના લાંખી નજરે અને નિર્ભય ચિ-તે વિચાર કરવા માંડે.
ગુજરાતના અખબારી મિત્રોને અમારી હાથ જોડીને વિનંતી છે કે ‘આપણે જ સાચાં છીએ, તે આપણે જ સારાં છીએ’ એવી વાતાના આ વખત નથી, એ વાત પિછાનીને તંગદિલી હળવી થાય, ગુજરાત– મહારાષ્ટ્રની મૈત્રીનુ અને રચનાત્મક શાંતિનું વાતાવરણ ઉભું થાય તેવાં પ્રયત્ના કરવાને કટિબદ્ધ થાય, કરાડા રૂપિયા કરતાં સારા પાડોસીસબંધા વધુ કીમતી છે, એ બાપુજીએ પાકિસ્તાનને અપાવી દીધેલા ૫૫ કરોડ રૂપિયાની ઘટના યાદ કરીને આપણે સમજીએ.
ગુજરાતની પ્રજાને અને નેતાઓને ચરણે અમે પ્રણામપૂર્વક નિવેદન કરીએ છીએ કે ગાંધીજીને યાદ કરીને સામા પક્ષને સમજવાના પ્રેમપૂર્ણાંક પ્રયત્ન કરો, પૈસા ટકાની વેપારી ગણતરી છેાડીને દેશની સમક્ષ પડેલા ઉજ્જવળ ભવિષ્યના ખ્યાલ કરી અને પછી જે કાંઈ કરવું હાય તે બંને તરફની સંપૂર્ણ સહમતીથી જ કરવાનો દૃઢ નિશ્ચય કરી. ગાંધીજીએ શીખવેલી લવાદીનો અર્થ લાદેલો ચૂકાદો હરિંગજ નથી. . ધરમેળેની એખલાસભરી પતાવટ એ લવાદી પતિનો આત્મા છે,
ષ્ઠિરને અમારી પ્રાર્થના છે કે સ્વરાજ્ય પછી આ કજિયાના કળિ અમારામાં પ્રવેશ્યો છે તેને દૂર કરવાની સન્મતિ અમને બધાને તુ શીઘ્ર આપ ! (‘ભૂમિપુત્ર’માંથી સાભાર ઉષ્કૃત) અર્થશાસ્ત્ર
અંબર ચરખાનું
- ડિસેમ્બર ૧, ૧૯૫૫ ના મહાસમિતિ તરફથી નીકળતા બિોનોમિક વૂિ નામના સામયિકમાંના નીચેને ઉતારો અખિલ હિંદ ખાદી અને ગ્રામદ્યોગ આડે હવે પછીની પંચવર્ષી યાજનામાં શું કરવાની સૂચના આપી છે તેને તથા આયોજન પંચની કવે સમિતિએ હવે જેનેા સામાન્યપણે સ્વીકાર કરવાનું જણાવ્યું છે તેને વાયકને ખ્યાલ આપશે. ]
અખિલ હિંદ ખાદી અને ગ્રામદ્યોગ એડ આવતી પાંચવર્ષી યોજનાના ગાળા દરમ્યાન પચીસ લાખ અંબર ચરખા દાખલ કરવાની તથા દેઢ અબજ વાર કાપડ ઉત્પન્ન કરવા માટે જરૂરી એકતાળીસ કરાડ વીસ લાખ રતલ સતર પેદા કરવાની ધારણા રાખે છે.
પાંચ વરસના ગાળા દરમ્યાન વરસે કેટલું' સૂતર તથા કાપડ પેદા થશે તેની વિગતો નીચેના કોઠામાં આપી છે :
ઉત્પાદનના કાર્યક્રમ
પહેલું ખીજું ત્રીજું ચક્ષુ પાંચમ
વરસ વરસ વરસ વરસ વરસ ૧૯૫૬- ૧૯૫૭- ૧૯૫૮- ૧૯૫૯ ૧૯૬૦પુષ્ટ ', 'ત્ ૮.૭૨ ૧૬૨૮ ૨૫
૫૭
૫૮ ૨૭૮
૧. જરૂરી ચરખા સેટા ૧-૨૪ (લાખમાં)
વિગત
૨. તરનું ઉત્પાદન (દશ લાખ રતલમાં )
૩. કાપડનું ઉત્પાદન (અખર ચરખા કાપડ) (દશ લાખ વારમાં)
તા. ૧-૧-પ૬
૨૦૬ ૬૧૯ ૧૪૪૪ ૨૬૮૨ ૪૧૨૫
૭૫
૨૨૫ પરપ ૭પ ૧૫૦૦
ખાદી ખેડ એવી આશા રાખે છે કે, પચીસ લાખ ખર . ચરખા, સૂતર કાંતવાના કામમાં દેશના ૫૦ લાખ જેટલા માણસોને ચેાડા વખતની અને આખા વખતની રેાજગારી આપશે, ૮.૪૬ લાખ વણુકરાને તથા ૪૨૫ લાખ વણવાના કામમાં મદદ કરનારાઓને વણાટમાં રાજગારી આપશે. આ ઉપરાંત તે ૭૨,૦૦૦ સુથારો તથા તેમના મદદનીશાને અને ૨૦,૦૦૦ માસાને વહીવટી કામમાં તથા સંગઠનના કામમાં પૂરેપૂરા વખતની રોજગારી આપશે.
અખિલ હિંદ ખાદી અને ગ્રામઉદ્યોગ ખાડું વિચારે છે તે ખાદી માટેના ખીજી પચવર્ષી યાજનાના કાર્યક્રમ અમલમાં મૂકવાથી, બધી બાબતાના સમાવેશ કરતાં ૫૪ લાખ માણસને રાજગારી મળી રહેશે. રાજના આઠ કલાકના કામને પૂરી રાજગારી ગણુવામાં આવી છે.
બીજી પંચવર્ષી ચોજના માટેના ખાદી એના કાર્યક્રમનો અમલ કરવાથી સામાન્ય રેટિયા પર કાંતનારની રોજની સરેરાશ ૬ આનાની કમાણી વધીને રાજની ૧૨ આના જેટલી થશે, એટલે કે, તેની કમાણીમાં ૧૦૦ ટકા જેટલા વધારા થશે. સામાન્ય રેંટિયા પર ૧૬ નંબરનું સરેરાશ ત્રણ આંટી સૂતર કતાય છે. જ્યારે અંબર ચરખા પર ૨૦ નખરતુ સરેરાશ ૧૬ આંટી સૂતર, કંતાય છે. અંબર ચરખાના સૂતરની સમાનતા તથા મજબૂતી પ્રમાણમાં વધારે હોય છે અને એને કારણે સામાન્ય રેંટિયાનું સુતર વણુવામાં પડે છે તેના કરતાં એ સ્તર વણવામાં એછી મુશ્કેલી પડે છે. અંબર ચરખા પર દર કલાકે વધારે સૂતર કતાય છે તે ઉપરાંત એ સૂતરની જ્યાં જ્યાં અજમાયશ કરવામાં આવી છે ત્યાં પ્રમાણમાં વધારે સારી જાતનું માલૂમ પડયુ છે અને તેથી કરીને હાથસાળના વણુકરને તે વધારે સ્વીકાર્ય થાય છે. એથી કરીને, બધા જ હાથશાળના વણુકરા, વરસના લાંખા કે ટૂંકા ગાળા આમાં બેકાર રહેવા કરતાં એ સૂતર વધારે પસંદ કરશે એ સ્વાભાવિક છે.
દેશના હાથસાળના વણકરોની આર્થિક સ્થિતિ માટે સૌથી વધારે મહત્ત્વની વસ્તુ ખાદીના કાર્યક્રમને કારણે તેમની કમાણીમાં વધારા થાય છે તે છે. કાપડ ઉદ્યોગ તપાસ સમિતિએ એવી ગણતરી કરી હતી કે, હાથસાળના વણુકરની આજે રાજની સરાસરી કમાણી રૂ. ૧-૨-૦ છે: ખાદી ખેાના કાર્યક્રમને પરિણામે દેશના પ્રત્યેક હાથસાળના વણકરને રોજની ઓછામાં ઓછી રૂ. ૧–૮–૦ જેટલી કમાણી થશે, અને જ્યાં સામાન્ય વણકર કરતાં તેની આવડત અને કુનેહ વધારે હશે ત્યાં તેની રોજની કમાણી રૂ. ૧–૮–૦ થી રૂ. ૩-૦-૦ સુધી થઇ શકશે.
પરિણામે, દેશની વસ્તીના જુદા જુદા વિભાગોમાં રાજગારી વિસ્તારવાની તથા તેમની આર્થિક સ્થિતિ સુધારવાની અથવા વણકરો તથા તેમના મદદગારાનાં જીવનના ધોરણમાં ચેોજનાપૂર્વકનો સુધારા કરવાની તાકીદની જરૂરિયાતની દૃષ્ટિથી તેમ જ દેશમાં હાથે કાંતનારા મેટી સખ્યામાં છે એ વસ્તુ ધ્યાનમાં લેતાં અખિલ હિંદ ખાદી તથા ગ્રામઉદ્યોગ ખાડ ના કાર્યક્રમનુ ભારે આર્થિક તથા સામાજિક મહત્વ છે. (‘હરિજનબ’’માંથી સાભાર ઉષ્કૃત) * ચરખા સેટમાં લેાઢવા તથા પીંજવાના યંત્રના સમાવેશ થાય છે.
4