SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ભૂલ કબુલ પણ કેટલાએક સમય પહેલાં જૈન સમાજમાં બાલદીક્ષાની પ્રચૂરતાના ખ્યાલ આપતાં એક વ્યાખ્યાનમાં મેં તેરાપંથી સમાજમાં બાલદીક્ષાનું પ્રમાણ ૭૫ ટકા હોવાનું જણાવેલું. આ પ્રમાણ કાઈ વ્યવસ્થિત ગણુતરીના આધારે નહિ પણ સામાન્ય અવદ્યાકન તથા અનુમાનના આધારે મે રજુ કરેલુ. એ અરસામાં તેરાપથી સમાજના મુંબઈ વિભાગના પ્રમુખ શ્રી નેમચંદ નગીનચંદ વકીલવાળાએ ઉપર જણાવેલ પ્રમાણમાં અતિશયતા છે એ મુજબ મારૂ ધ્યાન ખેંચેલું, મેં સાચું પ્રમાણ શું છે એ જણાવવા તેમને પત્ર લખેલે; કેટલાએક સમય સુધી તેમને જવાબ ન આવતાં મે તેમને આ વિષે ક્રીથી યાદ આપેલું. એમ છતાં પણ તેમના કશા જવાબ નહિ મળતાં મારૂ ટકાવારી પ્રમાણુ ખરેખર છે એમ મેં માની લીધું હતું. પ્રબુદ્ધ જીવન થોડા સમય પહેલાં ‘મત મારી', ‘મત બચાવા' એ મથાળાની તેરાપથી માન્યતાઓને લગતી મારી એક નોંધ તા. ૧૫-૧૦-૫૫ ના પ્રબુદ્ધુ જીવનમાં પ્રગટ થઈ હતી. તેના જવાબરૂપે ૧૮-૧૨-૫૫ ના ‘જૈન ભારતી’(તેરાપંથી સંપ્રદાયનું મુખપત્ર)માં આલોચના કી મર્યાદા ’ એ મથાળા નીચે મુનિશ્રી નથમલજીએ લખેલુ' ચર્ચાપત્ર પ્રગટ કરવામાં આવ્યું છે. આ ચર્ચાપત્રમાં આગળ ઉપરની અહિંસા—વિષયક ચર્ચા પ્રસંગે અનુભવેલ મુનિશ્રીના સમભાવ અને પ્રસન્નતા જોવામાં આવતાં નથી. એમ છતાં પણ એ ચર્ચાપત્રમાં ખીજી બાબતે ચર્ચવા સાથે ઉપર જણાવેલ તેરાપંથી બાલદીક્ષા પ્રમાણમાં રહેલી અત્યુતિ તરફ મારૂં ધ્યાન ખેંચતાં એ પ્રમાણુ ૨૮ ટકા હેાવાનુ તેમણે જણાવ્યુ` છે. આ સુધારણા માટે મારે તેમના ઉપકાર માનવા રહ્યો અને તેમની પ્રમાણિકતામાં શ્રધ્ધા રાખીને મારી ભૂલ કબુલ કરવી રહી, જો કે તરાપથી સમાજ બાલદીક્ષાને આવકારદાયી લેખતા હાઇને ઉપરની અત્યુતિથી તેરાપંથી સમાજની પ્રતિષ્ઠાને મેં કશુ નુકશાન કર્યુ હાય એમ મને નથી લાગતુ બીજું મત મારા’ ‘મત બચાવા' એવા તેરાપથના મન્તવ્યના ઝાક છે એમ જણાવતાં તેના સમર્થનમાં આચાય ભિક્ષુની કેટલીએક ગાંથાએ અન્ય કાઈ પુસ્તકમાંથી મે" ઉષ્કૃત કરી હતી. તેમાંની એક ગાથા (જીવ બચાવે મુનિ નહિં, પરને ન કહે બચાવ, ભલે ન જાણે અચાવિયા ) વિષે મુનિશ્રી નથમલજી જણાવે છે કે આ ગાથા આચાર્ય ભિક્ષુના નામ ઉપર ખેાટી રીતે ચડાવવામાં આવી છે. તેમણે આવી કોઈ ગાથા રચી જ નથી. આ પણ તેમની માહીતી ઉપર શ્રધ્ધા રાખીને હું સ્વીકારૂં છું. આ ઉપરાંત પ્રસ્તુત નોંધમાં મે એમ જણાવેલું કે “આચાય ભિખ્ખુમચ્છના મતે કાષ્ટને બચાવવું એ અધર્મ છે, પાપ છે અને તેથી કાઇ પણ પ્રાણીને બચાવવાની પ્રક્રિયા માત્ર અહિંસાના ઉપાસંક માટે વર્જ્ય છે”– આવું નિરપવાદ વિધાન કરવામાં મને લાગે છે કે મેં ભૂલ કરી હે; કારણ કે સંયતીને એટલે કે પાંચ મહાવ્રતનું સંપૂર્ણ પાલન કરનાર જૈન સાધુઓને બચાવવાની, રક્ષણ આપવાની, તેમની ઐહિક જરૂરિયાત પુરી પાડવાની પ્રક્રિયાને તેરાપ’થીએ ‘સાવધ’ ગણુતા નથી. આ અપવાદ મારા લક્ષ્યબહાર ગયા હતા. આમ છતાં પણ ‘મત મારા’ ‘મત બચાવેા’ની નોંધમાં જે ગાથા રજી કરવામાં આવી છે તેને તેમજ ઉપરની ગાથાને બદલે મુનિશ્રી નથમલજી આચાય ભિક્ષુએ રચેલી બીજી એક ગાથા તરફ મારૂં ધ્યાન ખેંચે છે (‘કહે સાધુ બચાવે જીવને, ઔરાંને કહે તુ બચાવ; ભલે જાણે ખચિયાં થકાં, પિણુ પૂછ્યાં પલટયે જાય') તે ગાથાના તેમ જ તેરાપંથના તદ્વિષયક અન્ય મન્તવ્યોની સમગ્રપણે વિચાર કરતાં એમનું વળષ્ણુ ‘બચાવા’ની વ્યાપ્તિ અથવા ગણ્યાગાંઠયા અસતિ જીવા ખાદ કરતાં સમગ્ર અસ યતિ જીવસૃષ્ટિ બચાવવાની વૃત્તિ ‘સાવધ' છે. એટલે કે દોષમય છે, પાપમય છે એ પ્રકારની ધારણાને જ પુષ્ટ કરે છે અને પાપ સદા હેય વર્જ્ય હાઇને ‘ઐસા પાપ મત કરી’ અર્થાત્ ‘મત બચાએ’એવા તા. ૧૫-૧-૫૬ સિધ્ધાન્ત જ પ્રતિકૃલિત થાય છે. પરિણામે મત ખચાવા’ એ પ્રકારની નિષેધાત્મક વૃત્તિ જ પ્રસ્તુત વિચારસરણી સ્વીકારનાર માટે સામાન્યતઃ આદરણીય બને છે. આ જ અભિપ્રાય પ્રબુદ્ધે જીવનમાં પ્રગટ થયેલી મારી નોંધમાં સંક્ષેપમાં વ્યકત કરવામાં આવ્યા હતા. એક વધુ એકાર્ તા. ૧–૧–૫૬ ના પ્રબુધ્ધ જીવનના અંકમાં અનિષ્ટમાંથી પણ ઇષ્ટ જન્મે છે.' એ મથળા નીચેની મારી નોંધમાં મેં પટવારી ખીલના સંયુકત વિરાધ કરવાના આશયથી ઉભી કરવામાં આવેલ જૈન સમાજના ચાર ફ્રિકાના પાંચ પાંચ ગૃહસ્થાની એક સમિતિને જૈન સમાજની એકતાની દૃષ્ટિએ અવકારી હતી. આ સંબંધમાં શ્રી જટુભાઈ મહેતા જણાવે છે કે “આ રીતે અનિષ્ટમાંથી ઇષ્ટ જમ્મુ છે. એમ આપ જણાવે છે તે મારી સમજમાં ઉતરતું નથી. કટ્ટર સ્થિતિચુસ્ત વળણું ધરાવતા જુદા જુદા સંપ્રદાયના આગેવાને પ્રત્યાધાતી પ્રવ્રુત્તિ માટે એકત્ર થાય એ એકતાને હું–જૈન સમાજની એકતાને ઝંખનારો-જરાયે આવકારદાયક લેખતા નથી; કારણ કે એ રીતે એકત્ર થવા પાછળ સાચી એકતાના હેતુ નથી, અથવા તો કાઇ ષ્ટ પ્રવૃત્તિ માટે તે એકત્ર થયા નથી. આવા સંગઠ્ઠન દ્વારા કદીયે સાચી એકતા જન્મી શકે નહિ. શુધ્ધ સાધન વિના શુધ્ધ સાધ્યુ નીપજતું નથી. ઉલટું એથી અનિષ્ટ જ ઉત્પન્ન થાય છે. એકતા માટે તો ઉદારતા ( Tolerence ) જોઇએ, સહિષ્ણુતા જોઇએ, એ ઉદારતા અને સહિષ્ણુતા સ્થિતિચૂસ્તામાં ક્રમ સભવે ? “સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી વિજવલ્લભસૂરિજીની ઈચ્છાથી જુદા જુદા સંપ્રદાયાના આગેવાનાની ‘એકતા સમિતિ' રચાઈ હતી; પરંતુ એ સમિતિ એકતાની દિશામાં જરાયે પ્રગતિ કરી શકી નહિ; એનું કારણ ખુલ્લું છે કે એ સમિતિમાં સાંપ્રદાયિક સ્થિતિચુસ્ત વળવાળા ગૃહસ્થાના સમાવેશ કરવામાં આવ્યા હતા. આવી એકતા ખાતર એકતાની સૃષ્ટિ પ્રવૃત્તિ માટે પણ નીમાએલી સમિતિ જો એકતાના માર્ગ તસુ પણ આગળ જઈ શકી નહિ, તેા જુદા જ હેતુથી અને તે પણ પ્રત્યાધાતી પ્રવૃત્તિ માટે એકત્ર અનેલા આગેવાનો દ્વારા એકતા સર્જાય જ કેમ ?” આ સંબંધમાં પ્રસ્તુત નાંધ લખાયા બાદ બનેલી ઘટના ધ્યાનમાં લેતાં મને લાગે છે કે આ રીતે ઉભી થયેલી એકતા સમિતિમાં મેં કરેલી એકતાની સંભાવના ભ્રામક નીવડી છે જ્યારે શ્રી જટુભાઈ પેતાના પત્રમાં જે અભિપ્રાય રજુ કરે છે તે સાચો ઠર્યો છે. મળેલ સમાચાર મુજબ આ એકતા સમિતિમાંથી તેમ જ પટવારી ખીલ વિરાધી હીલચાલમાંથી સ્થાનકવાસી કાન્ફરન્સ સાથે સંબંધ ધરાવતા આગેવાન ગૃહસ્થો અલગ થઈ ગયા છે, જ્યારે દિગંબર પાંચ ગૃહસ્થાનાં નામ હન્દુ ઉમેરાયાં નથી અને તેથી પ્રસ્તુત એકતા સમિતિ લગભગ કસુવાવુડની દશા ભાગવી રહી છે. વૈશાલી વિદ્યાપીઠના ડાયરેકટર તરીકે ડા. હીરાલાલ જૈનની નિમણૂક બિહારના મુરપુર જિલ્લામાં આવેલ વૈશાલીને ભગવાન મહાવીરની જન્મભૂમિ તરીકે ઇતિહાસકારોએ જાહેર કરી છે, આ સ્થળે બિહાર સરકારે એક પ્રાકૃત વિધાપીઠ અને અહિંસાના સંશોધન માટે એક સંસ્થા સ્થાપવાનાં નિણ્ય થોડા સમય પહેલાં જાહેર કર્યાં હતા. આ સંસ્થાના ડાયરેકટર તરીકે નાગપુર યુનિવર્સિટીના સંસ્કૃતના નિવૃત્ત પ્રાધ્યાપક, તથા જૈન શાસ્ત્રગ્રંથાના પ્રખર વિદ્વાન ડૉ. હીરાલાલ જૈનની બિહાર સરકારે નિમણુંક કરી છે. ડૉ. હીરાલાલની કાર્ટિના વિદ્યાના ખાસ કરીને જૈન દČનના વિષયમાં આજે બહુ વિરલ છે. તે એક તટસ્થ અને સત્યપ્રેમી સશોધક છે અને તેમના સ્વભાવમાં સાહજિક પ્રસન્નતા અને સૌજન્ય રહેલાં છે. આ રીતે બિહાર સરકારે એક પ્રશસ્ય કાર્ય માટે સર્વ પ્રકારે યોગ્ય વ્યકિતની પસંદગી કરી છે. ડૉ. હીરાલાલ જૈન તેમને સોંપવામાં આવેલી આ નવી જવાબદારીને (00)
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy