________________
તા. ૧૫-૬-૫૬
આપણે સત્યાગ્રહની શકિત ખડી કરવી પડશે. સત્યાગ્રહ શબ્દ ગંભીર છે. સત્યાગ્રહથી વધીને કોઈ મુક્તિદાયક શસ્ત્ર દુનિયામાં નથી. પરંતુ આજે સત્યાગ્રહને ધમકીનુ રૂપ અપાયું છે. એમાં કાઈ રચનાત્મક શકિતનું રૂપ નથી.
ગાંધીજીના જમાનામાં જે સત્યાગ્રહ થયે એને જો આપણે આદર્શરૂપ માનીએ તેા એ આપણી ભૂલ છે. સ્વરાજ્યપ્રાપ્તિ પછી જ્યાં લાકશાહી છે ત્યાં જે સત્યાગ્રહ થાય એના અર્થ વધુ સ્પષ્ટ, શકિતશાળી, અને અધિક વિધાયક હાવા જોઇએ. એટલા માટે બાપુએ અનેકવાર કહ્યુ હતુ કે સત્યાગ્રહનું શાસ્ત્ર ન લખી શકાય. એ તે ધીરે ધીરે વિકસિત થતું હેાય છે. એ શાસ્ત્રનો વિકાસ આપણે કરવાને છે, ગાંધીજીના સમયનું મૂળ કાર્ય-સ્વરાજ્યપ્રાપ્તિ નકારાત્મક હતું. ગાંધીજી અંગ્રેજોને ‘કવીટ ઈન્ડિયાં કહી શકતા હતા. આજનું આપણું કાર્યું એવું નથી. આપણે વ્યાપારી, જમીનદાર, સંપત્તિવાનને ‘કવીટ ઇન્ડિયા' ન કહી શકીએ. આપણે સર્વેએ અહિં જ રહેવાનું છે એથી આપણે સર્વેએ એક જગ્યાએ રહેવાને યુકિત સાધવી જોઇએ. એવી સ્થિતિમાં જે સત્યાગ્રહ થાય એનું જે ગુણવાન સ્વરૂપ પ્રગટ થવુ જોઇએ એ સ્વરૂપ પ્રગટ ન થયું, અને બાપુના જમાનામાં જે સત્યાગ્રહ થયા એથી ઉપરના સ્તર પર જવાને બદલે આપણે નીચેના સ્તર પર પડી ગયા. પરિણામે એના પ્રત્યાધાત થયા અને લેાકા ખેલવા લાગ્યા કે લોકશાહીમાં સત્યાગ્રહને સ્થાન નથી. લોકશાહીમાં લશ્કરને સ્થાન છે, પરંતુ સત્યાગ્રહને નથી એ અજબ વાત છે. આવી પરિસ્થિતિમાં આપણા પર મોટી જવાબદારી છે કે આપણે સત્યાગ્રહના શાસ્ત્રને વિકસિત કરવું જોઇએ.
હવે હું બરાબર દક્ષિણ-પથમાં આવી પહોંચ્યા છેં. અહિં મારા કામની પરિસમાપ્તિની પ્રતીતિ મને થઈ રહી છે. આ આંદોલનનુ પુરૂ` તેજ અહિં પ્રગટ થાય એમ હું ઈચ્છું છું. અહિં ગામેગામ મોટુ મંદિર હાય છે. અહિંયાના મહાન કવિ ભારતીયારે ઉલ્લેખ કર્યો છે કે અહિંના લોકા સુપુત અને એટલા માટે જ આ મંદિર છે અને માતાએ પોતાના પુત્રો સારા નિવડે એટલા માટે જ તપસ્યા કરે છે.
ઉત્તર હિંદુસ્તાનમાં જે કંઈ પુણ્યસંગ્રહ થયા છે તે બધા લઇને શ્રધ્ધાથી હું અહિં આવ્યો છું. એથી અહિં કેટલું રહેવુ એની મર્યાદા મેં રાખી નથી. એછામાં ઓછા સમયમાં વ્યાપક કામ થાય એમ હું ઇચ્છુ છું. ભૂદાનના કાર્ય સાથે રચાનાત્મક કાર્ય જોડાય, ગામેગામ ખાદી અને ગ્રામોધોગ ચાલે, ગ્રામસ્વાવલખન માટે તૈયાર કરવાનુ ગ્રામોધોગનુ કાર્ય પણ અહિંયા હૈાય. જાતિભેદનુ નિરસન થાય. નયી તાલીમના વિચાર સર્વત્ર લો સમજે. આથી માત્ર ભૂદાન કાર્ય કર્તાઓની જ નહિ પરંતુ રચનાત્મક કા કરશની મદદ હું માગું છું. એથી જ હું શુધ્ધિ અને ચિંતનની આવશ્યકતાની પ્રતીતી કરૂં છું.
૧૯૫૭ માં આ કા ધ્રુવી રીતે સમાપ્ત થશે એવી એક તીવ્ર ઈચ્છા લૉકાના મનમાં રહે છે. ઘણાએ એ સબંધે મને સાવચેત કર્યો છે. એમ. એન. રાયે લખ્યું હતું કે અમુક નિશ્ચિત મુદ્દત રાખવી અને સાથે જ હ્રદય--પરિવર્તનથી કામ લેવુ એ બંને પરસ્પરવિરોધી છે. કેટલાંકે એમ કહ્યુ કે એમાં ખાટાં સાધનોના ઉપયોગ કરી શકાય છે. અને જલ્દી કરવાની ભાવનામાં હિંસા આવી શકે છે. એક આક્ષેપ એવા થયા કે નિશ્ચિત્ત મુક્તમાં સકામ વૃત્તિ હાય છે, અને ગીતામાં નિષ્કામ વૃત્તિની શિખામણ આપાઇ છે, જેની સાથે આના વિરોધ થાય છે. નિષ્કામતાને હું સેવાવૃત્તિના પ્રાણ સમા છું, અને અહિંસા તથા નિષ્કામતાને પર્યાય માનું છું. એથી મર્યાદા રાખવામાં નિષ્કામતા પર પ્રહાર થાય છે એ આક્ષેપ બહુ તીવ્ર છે. બને તેટલી જલ્દી દુનિયા દુ:ખથી નિવૃત્તિ પામે એવી ઈચ્છા રાખવી એ નિષ્કામ વૃત્તિની વિરોધી નથી. જો નિશ્ચિત મુદ્દતમાં કામ કરવું આવશ્યક હાય અને જો કાર્ય ન થાય તે શુ ખાટા સાધના અજમાવવા? ખાટાં સાધનથી કાર્ય સાધી શકાય નહિ. ખાટાં સાધનોના ઉપયોગ થશે એવા ભય રાખવામાં આવે છે. પરંતુ મુશ્કેલી સહન કર્યાં વિના અને હિંમત રાખ્યા વગર
૩૩
કાર્યાં સિધ્ધ થતું નથી. ખાટાં સાધનોના ઉપયોગ ન થાય એવી જાગૃતિ રાખવી એ આપણું કર્તવ્ય છે. નિશ્ચિત્ત મુદ્દત રાખવી અને હૃદય— પરિવર્તનની પ્રક્રિયાના આધાર લેવા એ એમાં મને કા વિરોધ દેખાતા નથી. કોઈ કાર્ય અનંતકાલ સુધી કરવાનું ન હેાય. મુદ્દત રાખવાનુ તાત્પર્ય એ છે કે એ ઉપાય–સશોધનની તક મળે. પૂરી શકિત અજમાવવા છતાં પણ નિશ્ચિત્ત મુદ્દતમાં કામ ન થાય તે! સ ંશાધનને તક મળે છે, અને બીજો ઉપાય સુઝે છે. એથી ઉપાયસ શાધનને માટે નિશ્ચિત્ત સમયમાં પૂરી શકિતથી એક સાથે કામમાં લાગી જઇએ એ બહુ આવશ્યક છે. ગંભીરતાથી, પરિણામ ભગવાનને સાંપીને નિષ્કામવૃત્તિથી કામમાં જોડાઈ જવું જોઇએ.
પ્રબુદ્ધ જીવન
નિષ્કામ તપસ્યા કરવાવાળા સેવકા પર પ્રભુની કૃપા રહે અેવી ઈશ્વરને પ્રાર્થના છે. વિનાબા ભાવે
દેશમાં વધતી જતી હિંસક વૃત્તિ અને હિંસાત્મક પ્રવૃત્તિઓને દુખાવા, નિર્મૂળ કરો !
( મુંબઈ ખાતે રાષ્ટ્રીય મહાસભાની તા. ૨-૬-૫૬ શનીવારના રોજ મળેલી મહાસમિતિની બેઠકમાં દેશમાં વધતા જતા હિંસાત્મક વાતાવરણના અવરોધ કરવાના આદેશ આપતા એક અતિ મહત્વના ઠરાવ પસાર થયા હતા અને તે ઉપર હિંદના મહાઅમાત્ય પૂ. જવાહરલાલ નહેરૂએ ભારતની જનતાને ઉં"ડા દર્દભરી અપીલ કરતું ભારે તેજસ્વી વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપર આપણ સ ચિ-ત કેન્દ્રિત થવાની જરૂર છે કારણ કે પ્રસ્તુત ઠરાવ અને પ્રવચનના ચુપ્ત ઉપર આપણું સમગ્ર ભાવી અવલંબે છે. બન્ને અનુક્રમે નીચે આપવામાં આવે છે. તત્રી)
મહાસમિતિના ઠરાવ
૧ દેશમાં હિંસા, ગેરશિસ્ત તેમજ જાહેર જીવન અને વૉવના ધારણને નીચે લાવવા તરફની જે વૃત્તિ વધતી રહે છે તે પ્રત્યે મહાસમિતિ ગંભીર ચિંતા અનુભવે છે. મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે ભારતે શિસ્ત, આત્મભાગ અને જાહેર વર્તાવના ઉચ્ચ નૈતિક ધારણ દ્વારા શાંતિમય અને શિસ્તબદ્ધ ક્રાંતિકારી કાના અદ્વિતીય દાખલા મેસાડયા હતા. એથી ભારતની પ્રજાની તાકાત વધી હતી, અને દુનિયામાં એની નામના વધી હતી. મહાત્મા ગાંધીએ હંમેશાં કાપણ ધ્યેય સિદ્ધ કરવા માટેનાં સાધનાના મહત્વ પર ભાર મૂકયા હતા. જેટલે અંશે આપણે યોગ્ય સાધનાનો ઉપયોગ કરીએ એટલે અ ંશે જ આપણે યોગ્ય ધ્યેય સિદ્ધ કરી શકીએ. એ સિવાયનાં બીજાં તમામ સાધના તે માર્ગો અયોગ્ય છે, અને એથી રાષ્ટ્રને નુકસાન જ પહેાંચવાનુ અને એ નિÖળ બની જવાનું. આ દેશ હંમેશાં જેને આગ્રહ રાખતા આવ્યો છે એ નૈતિક ધારણા અને મૂલ્યે તે એથી નીચાં પડશે જ, પણ સાથે સાથે એમાંથી દેશની એકતા તૂટી પડશે ને દેશ છિન્નભિન્ન થઈ જશે.
મૈં તાજેતરના મહિનાઓમાં રાજ્ય પુનર્ધટના તેમજ કેટલાક ઔદ્યોગિક ઝઘડાઓ—ખાસ કરીને રેલ્વેને લગતા ઝઘડાઓ–સંબંધમાં જાગેલા વિવાદો અંગે વધતી જતી હિંસા જોવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ પણ ખોટી દિશામાં દોરવાઈ ગયા છે. જુદા જુદા ઝૂંથા કે મંડળેાની નીતિમાં ગમે તે ફરક હાય, પણ એક વાત તે સૌએ સ્વીકારવી જોઇએ કે લોકશાહી પદ્ધતિને ચાલવા દેવા માટે શાંતિ અને વ્યવસ્થાની જરૂર છે અને રાષ્ટ્ર હવે જે ખીજી પંચવર્ષીય યોજનાના પુરુષાર્થ આરંભી રહ્યું છે એની સિદ્ધિ માટે તે શાંતિ અને વ્યવસ્થાની ધણી વધારે જરૂર છે.
૩ કાંગ્રેસ હંમેશાં દેશમાં કામદાર વર્ગની પ્રગતિ માટે તત્પર રહી છે, અને કામદાર સંધેાની રચના કરવામાં તે એમને મજબુત બનાવવામાં એણે મહ્દ કરી છે. કામદાર સંધાનું બળ એકતા, શિસ્ત અને જવાબદાર નેતાગીરીમાં રહેલું છે. આંધળી રીતરસમો કે હિંસા કામદારને કે એના સધને મજબુત બનાવતી નથી. કેટલાક રેલ્વે કામદારાએ તાજેતરમાં જે આવાં કાર્યો કર્યો છે. એથી જાહેર પ્રજાની સહાનુભૂતિ એમણે ગુમાવી છે, અને કામદાની કે એમની સંસ્થાઆની કાઈ શાન એથી વધી નથી; દેશને એથી ઘણું નુકસાન પણુ થયું છે.