________________
૨૦૦
પ્રબુદ્ધ વન
માનવીની સાહસિકતા અને એવરેસ્ટનું આકર્ષણ
માનવજાતિ સ્વભાવે પ્રગતિશીલ છે, એની તમામ પ્રવૃત્તિનું ઐતિહાસિક દૃષ્ટિબિન્દુથી જો ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવે તો એટલુ તા જરૂર જણાશે કે જે જે સમયે જે જે જીવન પેાતાને પ્રાપ્ત થયુ' તે જીવન વધુમાં વધુ સુખી અને વધુમાં વધુ સગવડભરેલું કેમ બનાવવું એ માટે એના સતત પ્રયાસે ચાલ્યા જ કરે છે. એક ંદરે એમ કહી શકાય કે દુનિયાના કાધ્યુ ં સામાન્ય માણસની તમામ પ્રવૃત્તિઓ પોતાની કલ્પના પ્રમાણે પોતાના જીવનને વધુ સુખસગવડ ભરેલુ બનાવવા માટેની હાય છે. વળી, પોતાના આ પ્રયત્નમાં જેમ "માણુસને વધારે સિદ્ધિ મળતી જાય છે, તેમ તેની ઝંખના વધારે ને વધારે જામત થતી જાય છે, અને કદીક તેના અસંતોષ પણ વધવા લાગે છે, મનુષ્યની આકાંક્ષાઓને કાઇ મર્યાદા હાતી નથી. એના અસતેષને બહુ અવરોધો નડતા નથી, અને કાઇકવાર એ અસાષ જ્યારે સાચી રીતે ‘દ્રિય અસતેષ'નું સ્વરૂપ લે છે ત્યારે તે તેની પાસેથી ઘણાં અણધાર્યા કાર્યો પણ કરાવી જાય છે.
અને કાળની અસર પણ આ પ્રવૃત્તિએ પર જેવી તેવી નથી, માણસે જે સિદ્ધિ મેળવી હાય તેના પર કાળ એ રીતે અસર કરે છે, અને એ રીતે એને સતત પ્રવૃત્તિશીલ અને પ્રગતિશીલ રહેવાનુ સૂચવ્યા કરે છે. કાળ એક તે જે સિદ્ધિ મેળવી હાય એને થોડાક જ સમયમાં જ અને નષ્ટ કરી નાખે છે. એટલે એની વારવાર ` મરામત “કરવા માટે માણસને હંમેશાં પ્રવૃત્તિશીલ રહેવું પડે છે, અને જ્યારે સદંતર નષ્ટ કરી નાખે છે ત્યારે ત્યારે એ મેળવવા માટે એને ફરીથી પ્રયત્ના કરવા પડે છે. ખીજી રીતે કાળ જે સિદ્ધિ માણુસે તદ્દન નવીન જ પ્રાપ્ત કરી હાય, એને થોડાક સમયમાં જ જીણું કે નષ્ટ ન કરે તાપણુ, જૂનવાણી કરી નાખે છે. એટલે નવી પ્રજામાં કંઇક નવું જ કરવાના ઉત્સાહ જાગે છે. એક માણસે પોતાના જમાના અને સ ંજોગોની
દૃષ્ટિએ જે સિદ્ધિ મેળવી હાય તે, જમાના અને સ ંજોગા બદલાતાં એનાં જ સંતાનોને અસંતોષકારક લાગે છે. એથી સતાના પોતાનાં શકિત,
બુદ્ધિ ઇત્યાદિના વિનિયોગ કરી કંઇક નવી જ સિદ્ધિ મેળવવા માટે
પ્રયા ચાલુ રાખે છે. આમ પ્રવૃત્તિ અને પ્રગતિનુ ં ચક્ર સદૈવ ક્રૂરંતુ અને કરતુ જ રહે છે. એ બંધ થવુ જોઇએ એમ કોઇપણુ જમાનાના કોઇપણ માનવીને લાગ્યું નથી અને લાગવાનું પણ નથી,
આદિકાળમાં માણુસ જંગલમાં રહેતે હતે. ક્રાઇ વિશાળ,
ઘટાદાર
વૃક્ષ કે કાઇ કુદરતી ગુફામાં એ આશ્રય લેતા અને આખા દિવસ ખારાક મેળવવા માટે ભટકયા કરતા. શિકાર માટે એક જંગલમાંથી ખીજા જંગલમાં પણ જવું પડતું. બધી જગ્યાએ રહેવા માટે સરખાં સાધના ન પણ મળે, એટલે માણુસે પોતાની બુદ્ધિના ઉપયોગ કરી, કુદરતી સાધન ન મળે ત્યારે, ટાઢ, તડકા અને વરસાદથી બચવા માટે, તેમ જ. રાતને વખતે જંગલી પશુએથી સુરક્ષિત રહેવા માટે ઝૂંપડી બાંધી. ઉત્તરાત્તર એ ઝૂપડાં પણ વધારે મજબૂત, બે ત્રણ ખંડવાળાં અને ખારીબારણાંવાળાં બનવા લાગ્યાં. માણસ જંગલી મટી સાચા અર્થ માં ગૃહસ્થ થયા. બુદ્ધિશાળી માનવીએ માટીનાં ધરો બાંધવાની કલા પ્રાપ્ત કરી. ઇંટ બનાવતાં આવડયુ' એટલે પાકાં, મેડીવાળાં મકાનો થવા લાગ્યાં. પથ્થરનો ઉપયોગ કરતાં આવડયું એટલે મેટાં મોટાં મજબૂત મકાનો, વિશાળ રાજમહેલા, સુંદર મંદિર, મસ્જિદો, દેવળા, અને તોતિંગ કિન્ના થવા લાગ્યા. જેમ જેમ વિકાસ અને પ્રગતિ સાતાં ગયાં તેમ તેમ તેમાં સગન્નડ પણ વધવા લાગી. જુદી જુદી વસ્તુઓ રાખવા મૂકવા, સંતાડવાની વ્યવસ્થા, તેમજ ખાવા, બેસવા, સુવા માટેની વિશિષ્ટ સગવડા થવા લાગી. મહિનાના મહિના સુધી, માણસ ધારે તેા, ધરની બહાર પગ મૂકવાની એને જરૂર ન પડે એટલી બધી વ્યવસ્થતા અને સગવડભરેલી બાંધણીવાળાં મકાન બંધાયાં. ચાર—પાંચ માળનાં મકાને પણ હવે તે કોઈકને જૂનાં જમાનાનાં
તા. ૧-૪-૫૫
લાગવા માંડયાં હશે. માણુસનુ ધ્યેય હવા, પાણી, પ્રકાશ વગેરેની દૃષ્ટિએ આધુનિક સાધનોથી સજ્જ એવાં સે। સવાસે માળનાં મકાનોતરફ ખેંચાયુ છે. આમ, માત્ર એક રહેઠાણુની બાબતને જ આપણે વિચાર કરીએ તે તેમાં કેટલી બધી પ્રગતિ સધાયેલી આપણુને જોવા મળે છે! મનુષ્ય સ્વભાવે જો પ્રગતિશીલ ન હત, અને જે પરિસ્થિતિ પોતાને મળી તેમાં જ સતાષ માનીને બેસી રહ્યો હૈાત, તેા કદાચ આજે આપણે પણ એવાં જંગલમાં, ગુફાઓમાં કે ઝાડ નીચે ઝૂંપડાંમાં રહેતા હાત.
પરંતુ માણુસની બધી જ પ્રવૃત્તિ એક જ પ્રકારની કે એક જ હેતુવાળી નથી હાતી. અન્ય પ્રાણી કરતાં માણુસ બુદ્ધિશાળી, જાગ્રત અને ચેતનવંત છે. એટલે કઇંક ને કઈક નવું કરવાનુ એને સૂઝે છે. આથી માત્ર મનને માનદ મળે એવી નવી નવી વસ્તુ બનાવવા શોધવા પણ એ પ્રયત્નો કર્યાં કરે છે. કેટલીક વાર, જો માત્ર ઉપયામિતાની દૃષ્ટિએ જ જોઇએ તે એ વસ્તુ નિરર્થક લાગતી હાય છે પરંતુ માણુસ પોતાની બુદ્ધિશક્તિનો વિનિયોગ કરી કંઇક નવું કરવા માગે છે એ એના પરથી સમજી શકાય છે.
સુખ અને સગવડમાં માટે પ્રયત્નો કરવા એ તા એક સામાન્ય માણસની પ્રવૃત્તિ ગણાય. પરંતુ દુનિયામાં બીજી એક એવા પ્રકારની વૃત્તિ પણ મનુષ્યમાં રહેલી છે કે જેને માટે એ પેાતાના સુખના ભાગ આપવા તૈયાર થઇ જાય છે. આવી વૃત્તિ એના સામાન્ય સ્વરૂપમાં લગભગ દરેક માણસમાં રહી છે, અને એના ઉત્કેટમાં ઉત્કટ સ્વરૂપમાં અત્યંત વિરલ વ્યક્તિમાં રહી છે એમ કહી શકાય. એ વૃત્તિ તે નવાં નવાં સાહસે, નવાં નવાં પરાક્રમા કરવાની વૃત્તિ. દરેક માજીસના જીવનમાં કેટલીક વાર એવા પ્રસંગો આવી પડે છે કે જ્યારે અને સાહસિક બનવાની જરૂર પડે છે. એવે વખતે માણસ ઘડીભર પોતાના સુખને વિચાર બાજુ પર મૂકી દઇ સાહસિક બંની જાય છે. ઘણીવાર પોતાને માટે એકાએક આવી પડતી આપત્તિમાંથી ઊગરી જવા માટે કેટલુંક સાહસ ખેડી લે છે, અથવા તે ભવિષ્યમાં સુખ મેળવવાની વેપારીઓ વેપારધધામાં જે સાહસ કરે છે તેને આપણે આ વર્ગમાં આશાથી પ્રેરાઇને વત માનમાં કેટલાંક દુઃખા વેઠવા તૈયાર થઇ જાય છે.
મૂકી શકીએ. આ તા સામાન્ય માણસાનાં સામાન્ય સાહસેાની વાત થઇ. પરંતુ કાઇક વિરલ વ્યકિત જે અદ્ભુત સાહસો અને પરાક્રમો કરે છે તેની પાછળ સુખતી સ્વાર્થ બુદ્ધિ નહિ, પણ · કેટલીક વાર કાર્તિની લાલસા રહેલી હોય છે. અને કેટલીકવાર કીર્તિની અપેક્ષામાં માણુ પાતાના જીવનની પણ પરવા કરતો નથી અને મોતને હાથમાં લઇ એ સાહસ ખેડવા નીકળી પડે છે. પરંતુ કેટલીક અત્યંત સાહસેામાં ઝંપલાવે છે. આવાં કેટલાંક સાહસો, અલબત્ત, પોતાને માટે વિરલ વ્યકિત તે। કીર્તિની પણ આશા કે અપેક્ષા રાખ્યા સિવાય નહિ પણ માનવજાતિના ઉદયને માટે ઉપયોગી થઈ પડે છે, તેા કેટલાંક સાહસેા માત્ર નિર્વ્યાજ આન ંદને ખાતર જ થતાં હાય છે.
એક વૈજ્ઞાનિક પોતાની પ્રયોગશાળામાં, ખાવાપીવાનું ભૂલીને, કેટકેટલા ઉજાગરા થતા હોવા છતાં મસ્ત બનીને પોતાનું કામ કર્યાંજ કરે છે, કાઇક નવી શોધ કરીને નામના મેળવવાની અથવા તે નવી શેાધનો આનદ મેળવવાની અદમ્ય પ્રેરણાને લીધે. કોઇ કિવ કે લેખક વિસેાના દિવસો સુધી એકાદ કૃતિના સર્જન માટે બીજી બધું જ ભૂલીને લખ્યા કરે છે, સર્જન કરવાની અદમ્ય ાથી પ્રેરાઇને; અને એ કૃતિનુ ં સર્જન કરી કોઇ અપૂર્વ આનંદના હાવા લૂટે છે. એવી જ રીતે કાઇ સાહસિક સાહસ ખેડવાની કાઇ અદ્દશ્ય આકાંક્ષાથી પ્રેરાઇને દુનિયામાં કોઇએ ન કયુ હોય એવું સાહસ ખેડવા તૈયાર થઇ જાય છે અને તે માટે પેાતાના પ્રાણ આપવાની તત્પરતા પશુ ખતાવે છે. આમ માનવાતિમાં રહેલાં પ્રગતિશીલતા અને સાહસિકતાનાં પ્રેરક બળ માનવજાતિને આગળ અને આગળ લઇ જાય