SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ એવી વયમર્યાદા નકકી કરવી જ જોઈએ અને અઢાર વર્ષની વયમર્યાદા એ કાંઈ બહુ મેટી નથી. વળી આ બિલ અઢાર વર્ષ પહેલાં દીક્ષા ઉપર પ્રતિબંધ મુકાવે છે, નહિ કે તેની તૈયારી તેમ જ અનુકૂળ અભ્યાસ ઉપર. એટલે ખરી રીતે કાંઇક સમજણપૂર્વક સાચી દીક્ષા લેવાની તૈયારી માટે પૂરતી તક પૂરી પાડવાની દૃષ્ટિએ આ બિલ ઊલટુ' દીક્ષાના લાભમાં જ છે. વળી, દીક્ષા એ આધ્યાત્મિક સાધના છે. ગુરુએ અને ઉમેદવારે એવી ઉતાવળ શા માટે કરવી કે જેથી તે અકાળે બંધાઈ જાય ? ઉદાર અને સમજા ગુરુ કે શ્રાવક તા ઊલટુ ધૈય કેળવશે અને ઉમેદવારને ધૈય તેમ.જ સમજણ વિકસાવવાની પૂરતી તક આપશે, Ind આચાર્ય હેમચંદ્રના દાખલાને આગળ ધરવામાં આવે છે. પણ છેલ્લાં આઠસા વર્ષમાં એવા કાઈ હેમચંદ્ર પાકયો કે નહિ એ કાઈ દર્શાવતું નથી. ઊલટું હેમચંદ્રના દાખલાને આગળ ધરી અપાતી બાળદીક્ષા અને બાળાદીક્ષાને પરિણામે જે સેંકડા અનથ કારી વિકૃતિઓ પોષાતી રહી છે અને આજે પણ પાષાય છે તેને જાણવા છતાં; ત્યાગી અને અમુક ગૃહસ્થવર્ગ આવરવાના જ પ્રયત્ન કરે છે. આજન્મ દીક્ષાની પ્રતિજ્ઞામાં બદ્ધ થયા વિના નાની ઉંમરથી કુમાર કે કુમારકાઓ યોગ્યરીતે ધર્માંતુ શિક્ષણ અને પરિશીલન કરે; અને જો તેમનામાં પ્રતિભા ખરેખર હશે તે, અઠાર વર્ષે દીક્ષા લેશે ત્યારે પણ ચમકી જ ઊઠવાની. પ્રબુદ્ધ જીવન વળી, ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે મેટ' અંતર છે પ્રાચીન કાળમાં જૈન ત્યાગી મુખ્યપણે ગામ કે નગર બહાર ઉપવનમાં હેરતા, જ્યાં મેહક, વાતાવરણ ભાગ્યે જ હાય. આજે તે ગામ ને શહેરની વચ્ચેવચ્ચે એવા મેાહક વાતાવરણમાં ભિક્ષુઓ રહે છે કે, તેનું શાન્ત રહેવા સર્જાયેલું મન પણ સરળતાથી ચલિત અને વિકૃત બની જાય છે. તેથી ભૂતકાળના દાખલાઓના આધારે અત્યારે બાળદીક્ષાના બચાવ કરવા એ દ્રવ્ય–ક્ષેત્ર-કાળ— ભાવના જૈન સિદ્ધાંતનું જ મૂલ્ય ઘટાડવા બરાબર છે. દીક્ષા એ એક ધાર્મિક જીવન છે કે તે સામાજિક જીવન પણ છે?—આ પ્રશ્ન સામાન્ય રીતે ધણા કાને મૂંઝવણમાં નાખે છે, તેથી એ બાબત પણ અત્રે સ્પષ્ટીકરણ આવશ્યક છે. દીક્ષા એ આધ્યાત્મિક જીવનની એક પ્રક્રિયા છે, કારણ કે તે પૂર્વ જીવન અને ભાવિ મુકત જીવનની એક ધારણા (hypothesis ) ઉપર સ્વીકારવામાં આવે છે. આમ છતાં દીક્ષાનાં ધ્યેયની સાધના એ તે વતૅમાન જીવનની એક વિચારપૂત પ્રક્રિયા છે, અને વર્તમાન જીવન એ સામાજિક જીવનનો એક ભાગ છે. એટલે એક બાજુ જેમ કાઈ પણ સાધક સમાજનું આલંબન છેડીને કે સમાજથી સર્વથા વિમુખ બનીને પોતાની સાધના કરી શકતા નથી તેમ ખીજી બાજુ એના સારામાઠાં જીવનની સારી–માઠી અસરા સમાજને સ્પર્ધા વગર રહેતી જ નથી. એટલે દેખીતી રીતે વ્યકિતગત કે ધાર્મિ ક લાગતી જે સાધનાની અસર સમાજ ઉપર માઠી પડતી હોય—માહી પડવા સંભવ હોય—તે સાધુનાને કેવળ ધાર્મિ ક પ્રશ્ન ગણીને તેને જતેા ન કરી શકાય; પણ તેને એક અગત્યના સામાજિક પ્રશ્ન ગણીને તેની તે રીતે વિચારણા કરવી જ ઘટે. આ બાબતનું ખીજી રીતે વિશ્લેષણ કરવું હાય તે એમ કહી શકાય કે, દીક્ષા લીધા બાદ આ પ્રશ્ન કદાચ ભલે ધાર્મિČક બની જતા હાય, દીક્ષા લીધા પછી એનું એ વ્યકિતને પોતાને માટે તેમ જ સમાજને માટે, આસપાસના અનેક દાખલાએ જોતાં, કેવું પરિણામ આવવા સંભવ છે તેમ જ છેવટે એની સમાજજીવન ઉપર કેવી અસર પડવાની છે વગેરે દૃષ્ટિએ વિચારતાં તે આ કેવળ સામાજિક પ્રશ્ન જ છે. એટલે જે વસ્તુની અસર સમાજ ઉપર માહી પડવાનો સંભવ હોય તેમાંથી સમાજને ઉગારી લેવાને માટે ઘટતા ઉપાયે ચેાજવા એ સૌથી પહેલાં સમાજવ્યવસ્થાપકોને માટે, અને તેન સમજે તો છેવટે સરકારને માટે જરૂરી થઈ પડે છે. તેથી આ બધું વચારીને જ્યારે સરકાર આ બાળસન્યાસદીક્ષા પ્રતિબંધક ધારા ધડવા તા. ૧૫–૧૨ પૃપ જેવુ પગલુ ભરે છે ત્યારે તે ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ નથી કરતી, પણ ઊલટુ દીક્ષાની આધ્યાત્મિક પવિત્રતાને પોષવાની સાથેાસાથ સમાજહિતનું જ કામ કરે છે, અને કલ્યાણરાજ્યની દિશામાં જ એક પગલુ આગળ વધે છે, વળી, આખા દેશનું કલ્યાણ જેના વગર સંભવિત નથી તે રાષ્ટ્રીયતાની ભાવનાની દૃષ્ટિએ પણ આ વસ્તુના વિચાર કરવા જેવા છે. સામાન્ય રીતે રૂઢિચુસ્તપણું એ હમેશાં રાષ્ટ્રિયતાની ભાવનાનુ વિરાધી જ રહ્યું છે. અને એમાંથી હંમેશાં કટ્ટર સામ્પ્રદાયિકતાના જ જન્મ થતા રહ્યો છે. અને આ કટ્ટર સામ્પ્રદાયિકતાએ દેશને કેટલું નુકસાન કર્યુ છે એના તા આપણા ઇતિહાસમાં અનેક દાખલા મળે છે. આપણી સ્વતંત્રતાની લડત ગાંધીજીની દેારવણી નીચે, બધાય ધર્મોના પ્રાણુરૂપ સત્ય અને અહિંસાના આધારે લડવામાં આવી હોવા છતાં, એમાં આપણા ત્યાગીવગે કે સાધુસમુદાયે કેટલો સાથ આપ્યા, અથવા એનુ કેટલું સમર્થન કર્યું" એ ઇતિહાસ કાંઈ ઊજળા નથી. એટલું જ નહિ પણ આ ત્યાગીવગે મોટે ભાગે તે એના વિરોધ કે એની નિંદા જ કરી છે. એમણે ગાંધીજીને ઉદ્દેશીને જે લખ્યુ છે તે એમના ત્યાગી જીવનને લજવે તેવું પણ છે. આનું મૂળ કારણું કટ્ટર સામ્પ્રદાયિકતા જ છે, અને આવી કટ્ટર સામ્પ્રદાયિકતા સાધુવગ માં અત્યારે પણ સારા પ્રમાણુમાં દેખાય છે. તેમાંય જે વ્યક્તિને સાવ નાની ઉંમરમાં દીક્ષા આપવામાં આવી હેાય તેની સામે બીજા કાઈ રાષ્ટ્રીય, સામાજિક કે સર્વધર્મ સમભાવના વિચારેના બન્ને કેવળ પોતાના સમ્પ્રદાય કે ૫થ જ સર્વશ્રેષ્ઠ હાવાના કેવળ એકાંગી વિચારા આવતા હેાવાને કારણે, તેમજ તેનુ અધ્યયન વ્યાપક અને સર્વાંગ્રાહી બનવાને બદલે, અમુક પથ પૂરતું જ મર્યાદિત રહેવાને કારણે, અને સંપર્કની દૃષ્ટિએ પણ એને સમાજની કે દેશની જુદી જુદી સુયોગ્ય વ્યક્તિને સપર્ક થવાને બટલે પોતાના જ પંથની અને તે પણ અમુક જ વ્યકિતઓના સંપર્ક થવાને કારણે એના સર્વા ગીણ વિકાસ ન થતાં એનામાં નરી કટ્ટર સામ્પ્રદાયિકતા જ પોષાય છે, અને તે સમાજ તેમજ દેશના કલ્યાણની દૃષ્ટિએ તેમજ એ વ્યકિતના પેાતાના વિકાસની દૃષ્ટિએ પણ ભારે વિધાતક છે. એટલે આવા અનિષ્ટમાંથી વ્યક્તિ, સમાજ અને દેશને બચાવી લેવા માટે સરકાર બાલસંન્યાસદીક્ષા પ્રતિબન્ધક ધારા કરે એ સાચી દિશાનું પગલુ છે, એમ અમે માનીએ છીએ, અને તેથી એ ધારાને આવકારીએ છીએ. આ પત્ર વાંચ્યા પછી આપને મનમાં એવું ઊગે કે આ વિશે અમારી સાથે પ્રત્યક્ષ વાતચીત કરવી લાભદાયક છે તે જ્યારે આપ અમદાવાદ પધારો ત્યારે, પ્રથમ સૂચના આપવાથી, અમે આપને મળવામાં સતેષ અનુમવીશુ લિ. આપના, સુખલાલ સંઘવી બેચરદાસ દાશી સંધના સભ્યાને વિજ્ઞપ્તિ ગયા અંકમાં જણાવ્યા મુજમ ઘણા સભ્યાનાં ગત વર્ષનાં લવાજમ હજી વસુલ થયા નથી. આ સબંધે તાજે તમાં એવા દરેક સભ્યને કાર્ડ લખીને યાદ આપવામાં આવેલ છે, સભ્યોને પોતપેાતાનું લવાજમ સંઘના કાર્યાલય ઉપર સત્ત્વર્ મોકલી આપવા વિનતિ છે, દરેક સભ્ય યાતાનુ લવાજમ વખતસર મેકલી આપો એ શ્રધ્ધા ઉપર તેમને પ્રબુધ્ધ જીવન માકલવામાં આવે છે અને સંઘમાં ચાજાતા દરેક પ્રસંગે તેમને નિમંત્રણ આપવામાં આવે છે. સભ્ય તરીકેના સર્વ હક્કો તે ભાગવે છે અને લવાજમની આવક ઉપર આધાર રાખીને અનેક કાર્યક્રમા ચેોજવામાં આવે છે, જો તેમને સભ્ય તરીકે હવે પછીથી ચાલુ ન રહેવું હોય તે તેઓ તે મુજબ સંઘના કાર્યાલયને જણાવી શકે છે, પણ ગત વર્ષનું લવાજમ તેા તેમણે વિના વિલ'એ માકલી આપવુ જોઇએ. આ સખ'ધે તેમને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, સુખઈ ૩. મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy