________________
તા. ૧૫-૧૨-૫
પ્રબુદ્ધ જીવન
તમે
વિજ્ઞાનની પ્રયોગશાળામાં જઇએ ને કઈક વૈજ્ઞાનિકને પૂછીએ કે આ કરી રહ્યા છે તેનું સમગ્ર અનુસધાન આપશેા? તે એ માટે ભાગે કહેવાના કે હું મારા ભાગ પૂરતુ, જાણું છું, બાકીના મકોડાની મને જાણુ નથી. આજે તા સ્પેશલિસ્ટ એટલે સંકુચિત એવા અર્થ છે; શરીરમાં લેહી, મળ, મૂત્ર, ક, શ્વાસક્રિયા ઘણું જ છે; પણ હવે કાઈ માંદા પડે તેા એક દાકતર તેને માટે પૂરતા નથી. હરેક તપાસ અલગ અલગ થાય છે, ને તપાસ કરનારને સમગ્ર માણસનો, કે સમગ્ર માનવદેહના અભ્યાસ હાતા નથી. આને પરિણામે જ્ઞાન એ જ્ઞાન રહેતું નથી. કારણ કે ગીતાએ જ્ઞાનની વ્યાખ્યા જ અવિભકત વિભકતેષુ—જે અલગ અલગ દેખાય છે, તેમાં છૂટા મણુકાની વચ્ચે જે તાર પરાવવાના છે તેને શોધવું, તેને જાણવું તે પ્રક્રિયાને, તેની સિદ્ધિ તે જ જ્ઞાન એવી કરેલ છે.
વર્તમાન જગતમાં આના ભારે અભાવ છે. તેથી જ અણુશસ્ત્રના શોધનાર વૈજ્ઞાનિક, ઍમ્બ ફેંકનાર વિમાની, ખૂન કરાવનાર જાસૂસ—બધા જ ઠંડે પેટે પાતાનું કામ કરી શકે છે. “ અમે તેમાં શું જાણીએ ? અમને અમારા ક્ષેત્રની વાત પૂછો.”——જાણે કે તે નાગરિક નથી, કે નથી તે કલ્યાણુના શોધક માનવા, કે નથી તેમની કશી જવાબદારી !
લશ્કરમાં જ્યારે દુશ્મન ઉપર હુમલા થાય છે ત્યારે મદદ માટે જમણી અને ડાખી બાજુ હરોળે! હાય છે; પણ કોઇ પણ હરોળને બીજી છે હરાળને લક્ષમાં રાખ્યા સિવાય આગળ જવાની રજા મળતી નથી. તે તે છતાં એકાદ હરાળ જો દુશ્મનળમાં ઊંડે ઘૂસી જાય તો શરૂઆતમાં જે વિજય લાગે છે તે અંતે પરાજયમાં પરિણામે છે. કારણ કે દુશ્મના તેને ઘેરી લઈ શકે છે. માનવસ ંસ્કૃતિમાં પણ તેની એક હરાળ—પેશલિઝેશન-ધણી આગળ વધી ગઇ છે, ને તે ઘેરાને નાશ પામવાની અણી પર છે. ગઈ કાલની ઘડી સુધી કહેવાતું કે સસ્તું ઉત્પાદન તે જ શ્રેષ્ટ ઉત્પાદન છે. વધારેમાં વધારે નિબંધ વેપારસ્વાતંત્ર્ય, તે જ શ્રેષ્ઠ સ્વાતંત્ર્ય. પણ એકાદ રસ્કિન કે એકાદ ગાંધીએ આપણુને બતાવ્યું કે મકાન બળી ગયા પછીના કાલસા સસ્તામાં સસ્તા હૈાય છે, તે નિધિ વેપારસ્વાતંત્ર્ય તે જ સામ્રાજ્યવાદને જન્મ આપે છે.
આના ઉપાય છે અનુબંધિત જ્ઞાન. હરેક પ્રક્રિયાના એક જ દિશાના પરિણામ તરફ ન જોવુ પણ બાકીની બંને દિશા પણ સાથે જોઇને તેમાં પણ પ્રગતિ લાગે તે જ તે સાચી પ્રગતિ માનવી. ઔર'ગઝેબે એના પિતાને કેદ કરી દિલ્હીની ગાદી મેળવી ત્યારે પ્રત્યક્ષ રીતે તેણે માન્યું કે છળકપટ દ્વારા વિજય મેળવાય છે, પણ તેણે તે વખતે જોયું નહીં કે તેના દીકરાએ તેની આ વણૂકમાંથી ખાધપાઠ લઈ રહ્યા છે, તે એણે એવા વખત જોયા કે તેના દીકરાઓએ તેની ” સામે બંડ ઉઠાવ્યું; તે પોતે કયારે, પકડાઈ જશે તે ખીકમાં તેણે વર્ષો વિતાવ્યાં. તેણે જે સામ્રાજ્ય બાંધ્યું' તે બીજી ક્ષણે જ તૂટી પડયું.
સમાજ, પ્રકૃતિ ને આપ' ચિત્ત એ ત્રણે ય રત્ના છે; તે ત્રણે જતનપૂર્ણાંક સંભાળવાં જોઇએ.
મને એક કિસ્સા યાદ આવે છે. મારા એક ભાવિક ખેડૂતમિત્રને હું પૂછતા હતા—૧૯૪૦ની વાત છે “ તમે- કેટલી રા વાવી છે ?” તે કહે, “ હું વાવતા નથી.” મેં કહ્યું, “કેમ? રાઈના ભાવ તે બહુ ઊંચા છે.” એ કહે, “હા, પણ રાઇ પરદેશ જાય છે, ત્યાં તેનું તેલ કાઢી ઍમ્બ બનાવાય છે એમ છાપાંમાં વાંચ્યું એટલે રાઈ વાવવાનું માંડી વાળ્યું.” તે ખેડૂતભાઈ બહુ ભણેલા ન હતા, પણ તે નાની હતા.
નઈ તાલીમ જ્યારે અનુબંધ સાથે જ્ઞાન આપવું. તેમ કહે છે ત્યારે તે દુનિયાની એક ભારે મેટી ખામી દૂર કરવાના ઇરાદા રાખે છે. જાગૃત નાગરિક તરીકે નઈ તાલીમને એક વ્યવહારુ ઉકેલ તરીકે પણ આપણે વિચારવી પડશે.
આપણે સૌ જાણીએ છીએ કે આપણે આવતા દસ વર્ષમાં (હવે આ રહ્યાં ) કેળવણી સાર્વત્રિક અને કજિયાત કરવાની પ્રતિજ્ઞા લીધી છે, તે તે ભારે રૂડા સંકલ્પ છે. પણ આપણે સાથેાસાથ એ
૧૫૫
વિચારી લેવુ' જોઈએ કે આપણે ક્યા પ્રકારની તાલીમ સાત્રિક તે ફરજિયાત કરવા માગીએ છીએ ? આજે તે બેઠાડુ કળવણી અપાય છે. તેને પરિણામે માણસ એક્કે મહેનતુ તે વધારે ખરચાળ થાય છે તે હકીકત છે. હવે જો આપણે ચાલુ કેળવણી ફરજિયાત કરશુ. તે જે ૮૬ ટકા લોકો ભણુતા નથી પણ ઢોર ચારવા, નીંદવા, પારવવા ને બીજા કામે જાય છે, તે બધા પણ ભણવા આવશે. તે ભણતરમાંથી શા સ ંસ્કાર મેળવશે ? લૂગડે ડાધ ન પડે તેવુ જીવન ગાળીએ તે સંસ્કારી કહેવાઈએ. સાત વર્ષ સુધી આ સંસ્કાર મેળવ્યા પછી જ્યારે તે બહાર જશે ત્યારે છાણુ-વાસીદું, નીરણુ-પાણી, ગાઢની દામણુ તેને ગમશે? તે તા કહેશે, " અમને અમારા લાયકનું કામ આપો.” અંગ્રેજો તે ડાહ્યા હતા કે આ દેશમાં જેટલે મધ્યમવર્ગ –એટલે કારકુના, દલાલ, વેપારીઓ–જરૂરી હતો તેટલા ટકાને ભણાવતા; છેલ્લે આપણે ત્યાં ૧૦-૧૧ ટકા ભણેલા હતા; તે મધ્યમવર્ગની સંખ્યા પશુ તેટલી જ હતી. એટલે માંગને જોઇને જથ્થા નિર્માણ થયા હતા. પણ અહીં તે આપણે સૌ ટકાને મધ્યમવર્ગની કેળવણી આપીએ છીએ; તે ૧૦૦ ટકા માટે તેવી જગ્યાએ નથી. તે બધાં કહેશે કે, “અમે ખાણામાં, ખેતરામાં, ઝૂપડામાં કામ કરતા હતાં. અમને ત્યાંથી તમે લઈ આવ્યા; માત્ર સાક્ષરીઝાન આપી તે તરફની રુચિ ટાળી નાખી; નવી જ જાતની રુચિ કેળવી. હવે તમે અમને ખેઠાડુ કામે આપી શકતા નથી, તે અમને અન્યાય થાય છે.”
લોકશાહીમાં તા સૌને એવી રીતે કેળવવા જોઈએ કે સૌને સમાજને ટકાવી રાખનારા મૂળભૂત ધંધામાં રસ રહે, તેમ જ તેમાં સંશોધન કરે, તેનું પૂરું' મૂલ્ય મેળવે, ને પૂરા જિગરથી કામ કરી પેાતાના અને સૌના સુખસાષમાં ઉમેરા કરે. મોટા ભાગની જનતાને પોતાના કામમાં રસ ન રહે તેવી વૃત્તિ ઊભી કરનારી કેળવણી સમાજના પાયાને ઉખેડી નાખનારી કેળવણી છે.
નઈ તાલીમ પરિશ્રમને ખાસ કરીને સમાજોપયોગી પરિશ્રમ– તે ઉમદા કામગીરી છે તેવા સંસ્કાર હરેક નાગરિકમાં આપવા જરૂરી ગણે છે. ને આ સમાજોપયોગી પરિશ્રમ રાષ્ટ્રવ્યાપી ઉદ્યોગ હોય તે અનિવાર્ય ગણે છે. કારણ કે તે કેળવનારને કેળવણીનાં સાધન વડે જનસામાન્યનાં સુખદુઃખ સાથે સલગ્ન કરવા ઇચ્છે છે; એટલુ જ નહીં પણ તે કેળવણી અનુબંધ દૃષ્ટિથી આપી તે વિશ્વ સાથે પણ સલગ્ન થાય તેવુ કરી આપે છે.
આ અર્થમાં નઈ તાલીમ તે આપણા ઉમદામાં ઉમદા ને પ્રથમમાંના એક કાર્યક્રમ છે. મનુભાઈ પંચાળી
આજની સ્ત્રીઓની વેશભૂષા અને શરીરભૂષા તા. ૨ ૧-૫-૫ ના હિરજનમાં નીચે મુજબના તેના તંત્રી ઉપર લેખાયલા એક પત્ર પ્રગટ થયા છેઃ
-૧૭–૧૮ વર્ષ પહેલાંની વાત છે. હું ત્યારે પૂર્વ આફ્રિકામાં હતા. લંડનમાં સ્ત્રીઓએ બ્લાઉઝ કે ક્રોકની બાંયા ઉંચી પહેરવાની શરૂઆત કરી તે ત્યાં જઇને અટકી કે સ્ત્રીઓ બ્લાઉઝ કે ફ્રોક બાંયો વગરનાં પહેરવા લાગી ! ત્યાંના કોઈક છાપાએ આને વિરાધ કર્યાં, અને એ વિરાધના લેખ વધવા લાગ્યા. છેવટે સ્ત્રીઓએ બાંય વગરનાં બ્લાઉઝ બંધ કર્યો અને મોટે ભાગે કાણી સુધીના બ્લાઉઝ પહેરાવા લાગ્યાં. જો કે અત્યારે પણ ત્યાં એવા પોશાક પણ છે કે જેતે મર્યાદિત નહીં કહેવાય. પણ સમાજની મર્યાદાની અને જાહેર નીતિમત્તાની જાળવણી કરવા માટે ત્યાં અમુક વર્ગ જાગૃત છે.
હું હમણાં મુંબઈ હતા ત્યારે મેં જોયું કે, હમણાં હમણાં શહેરમાં આપણે ત્યાં સ્ત્રીઓએ પાશાકમાં એવાં પરિવતના કરવા માંડયાં છે કે જેને શિષ્ટતા કે સંસ્કારિતાનું રક્ષણ કરનારા પોશક ન કહી શકાય. આવાં વેશપરિવતના સમાજને હાનિકર્તા છે એવી ફરિયાદ કરનારૂ પણ જાણે કાઇ નથી.
“આપનું ધ્યાન નીચેના દાખલા તરફ ખેચવાનુ મન થાય છે. ૧. ભારતમાં સ્ત્રીએ પેાતાની છાતી ઢાંકવામાં પોતાની આબરૂ ઢાંકી તેનુ પ્રદર્શન કરવામાં આવે છે. સ્તનપ્રદેશ ઉપસાવેલા દેખાડનારી બરાબર ગણે છે; જ્યારે અત્યારે શહેરમાં તેને કૃત્રિમ રીતે ઉપસાવી ખાસ એડિસ। આવે છે. આમાં નવાઇની વાત એ છે કે, શિષ્ટ