________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧૨-પપ
ઉદ્યોગ દ્વારા સૌની સાથે અનુસ ંધાન થાય તે સાથેાસાથ દેશની મહત્વની જરૂરિયાત પૂરી પડે, તે બાળકની સમજમાં ઊતરે તેવા ઉદ્યોગ હાય તેમ ઈચ્છીએ છીએ. એટલે ગાંધીજીએ આ દેશ માટે ખેતી અને ખાદીવિદ્યા એ ઉદ્યોગાને જ નઈ તાલીમના મુખ્ય વાહકો ગણ્યા. કારણ કે તે ઘરેઘરે પથરાયેલા છે.
૧૫૪
લિંકનનું બાળપણ લાકડાં ફાડવામાં વીત્યું હતું. આ ત્રણે જણાએ જે વારસા અમેરિકાને આપ્યા તેના વિના લોકશાહી ઊભી ન થઈ શકત. -પણ આ વારસે આપી શક્યા તેમાં તેમના નાનપણના, પરસેવાથી પવિત્ર થયેલા જીવનના મોટા ફાળે છે, સમજપૂર્વકના શ્રમ કેવળ વસ્તુને જ ઉપજાવતા નથી, પણ શ્રમ કરનારની જોડે પ્રેમની દોરી સાંધે છે. લિંકન આ પ્રેમની સાંકળે શ્રમજીવી સાથે સંકળાયો હતા; એટલે શ્રમના બેજા નીચે પિસાઈ, ગૂંગળાઈ મરતા ગુલામેને મુકત કરવા તેણે જેહાદ મચાવી.—તે તેથી જ પ્રમુખ હોવા છતાં, કાદવમાં ખૂંચી ગયેલ
ડુક્કરને કાઢતાં ખરડાયેલ લૂગડાં સાથે સેનેટમાં જતાં એ શરમ નહીં . પણ ગૌરવ અનુભવતા.
માનસશાસ્ત્રના એક એવા નિયમ છે કે આપણને જે કામ ગમતાં ન હોય તે કામ કરનારાં પણ આપણને ધીરે ધીરે ગમતાં નથી; અને જે કામેા ગમે છે તે કામે! કરનારાં પણ ગમે છે. મને જો કાવ્યો ગમતાં હાય.તા દીઠ કે અણુદી કે કવિએ પ્રત્યે મને માન–પ્રેમ જન્મે છે. આવી છ દારચના કરનારા, ગેયકૃતિ નિપજાવનારા કેવા મહાન, કેવા બુદ્ધિશાળી, તેમ હું અહેાભાવે કહેવાના. એથી ઊલટ પક્ષે વાળવું, પાણી ભરવું, રાંધવુ, એ હલકાં અને અપ્રિય કામેા ગણાય છે. એટલે આપણે રસાયા, ભિસ્તી ને સફાઈકામદારાજ નહીં પણ ઘરની સ્ત્રીએ સુધ્ધાંને હલકી ગણવાની મનેતિ ધરાવતા થઈ ગયા છીએ.
આપણે તે। . બધા શારીરિક શ્રમ તરફ અરુચિ પેદા કરીએ છીએ, શ્રમને હલકા ગણીએ છીએ, તેને પરિણામે શ્રમ કરનારી વિશાળ સખ્યાને ભણનાર વર્ગ હલકા ગણે છે. રાંચા, ડાબા જેવાં નામા શ્રમજીવીવર્ગને અપાતાં. આજે યુગ બદલ્યો છે. લોકસતાનો યુગ એટલે એવાં નામે વાપરવાનું કાષ્ઠ યોગ્ય ગણતું નથી; ને તે યોગ્ય જ થયું છે, જે એક દાણામાંથી હજાર દાણા પેદા કરે તેને ‘ડાબા' કેમ કહેવાય ? પણ મુખ્ય સવાલ ભણનાર અને વિશાળ આમજનતા વચ્ચે ક્લિન પ્રેમસબંધ બધાય તે છે. દેશના આ મેટામાં મોટા કાર્યક્રમ છે. આ દેશમાં ઉપલા વગે નીચલા વર્ગ પ્રત્યે સદ્ભાવ મોટાભાગે નહેતા રાખ્યા. શૂદ્રો, અનાર્યો, અત્યો ને પછાત જાતિ તેની સાબિતી છે. ને એનું જ પરિણામ એ આવ્યું છે કે શિવાજી મહારાજના સમય બાદ કરતાં યુદ્ધ વખતે આ વિશાળ જનતાએ કશા ઉમળકા વિના તટસ્થ રહી ટગર ટગર જોયા કર્યું છે. આપણે હાર્યા છીએ તેનુ આ એક મહત્ત્વનું કારણ છે. આ પરિસ્થિતિ બદલવી તે આપણું મેટામાં મોટું કાય છે, ભણતર આમજનતા તરફ ભણેલાની રુચિ ઉત્પન્ન કરવી જોઇએ, તે તેનું સાધન નાનપણથી જ પરિશ્રમની ઉપયોગિતાના, તેની પ્રતિષ્ઠાના તેને સસ્કાર મળે તે છે, એ રીતે નઈ તાલીમ એ દેશના સંરક્ષણના મોટા કાર્યક્રમ છે,
નઈ તાલીમ એમ નથી કહેતી કે દરેક માણસ મેાટી ઉમરે પણ આખા વખત શ્રમ કર્યાં જ કરે, શ્રમવિભાગ બિલકુલ હશે જ નહીં. પણ નઈ તાલીમ એટલુ જ કહે છે કે માટી ઉંમરે માણસ ગમે તે કામ કરે; પણ તે કામ કરતાં કરતાં પણ તેના હૃદયનું અનુસધાન લેાંકાની સાથે રહ્યા કરે તા જ શ્રમવિભાગ સાથે ક થાય. શ્રમવિભાગના હેતુ સમાજમાં થોડા માણસાના હાથમાં માલ અને ધણાના હાથમાં ફાં રહે તેવા ન હેાય, પણ દરેક માણુસ પાતાની જરૂરિયાત મુજબ લે અને શક્તિ મુજબ આપે તે હોય, તે આવું અનુસ ંધાન પહેલી શરત છે. આ શરત વિનાના શ્રમવિભાગ ચાલે છે એટલે તેને બધા લાભ ઉપલા વર્ગને મળે છે, તે બધા જ ગેરલાભ વિશાળ નીચલા વર્ગના ભાગમાં આવે છે.
પણ નષ્ટ તાલીમ ગમે તે ઉત્પાદક ઉદ્યોગ જ નથી શીખવતી, નઇ તાલીમની વ્યાખ્યા છે. “રાષ્ટ્રીય ઉદ્યોગ દ્વારા અનુબંધિત કેળવણી.” આમાં કેળવણી પહેલાં ત્રણ શબ્દો છે–રાષ્ટ્રીય, ઉદ્યોગ અને અનુબંધિત. પરિશ્રમનું મહત્વ મેં સમજાવ્યું પણ નઈ તાલીમમાં ગમે તે ઉદ્યોગ ન ચાલી શકે. ચશ્માં બનાવવાં, ઘડિયાળે બનાવવી તે પણ ઉદ્યોગ તે છે જ; પણ તે રાષ્ટ્રના પાયાના કે રાષ્ટ્રવ્યાપી ઉદ્યોગે નથી, આપણે
બીજા વિશ્વયુદ્ધના એક પ્રસંગ છે. જમ`ના ફ્રાંસની હા તોડી પૂરની જેમ ધસતા હતા. ફ્રાંસની મદદૅ ગયેલું ઇંગ્લેંડનું સૈન્ય ડંક વિસ્તારમાં ઘેરાયું હતું; ઉપરથી બૅમ્બવર્ષા, ને બન્ને બાજુથી જન પેન્ઝર ટુકડીના સાણસો ને પછવાડે દરિયો ભારે કટો"કટીની પળ હતી; કારણ કે ઇંગ્લંડે તેનુ જેટલું સૈન્ય હતું તે, ને જેટલી સામગ્રી હતી તે, બધું ફ્રાંસની મદદે માયુ હતુ, જો તે ઘેરાઈ જાય ને કેદ પકડાય તો ઈંગ્લેંડમાં ન રહે. સૈન્ય કેમ ન રહે સામગ્રી, તે સ્થિતિમાં ત્યાંના વડા પ્રધાને રેડિયો પરથી ઈંગ્લંડની પ્રજાને હાલ કરી કે “આપણું સૈન્ય ડક માં ઘેરાતુ જાય છે, ગણ્યા કલાકામાં સાણસા ભિડાઈ જશે. એકલું રાજ્યનુ નૌકાસૈન્ય એમને ગણ્યા ક્લાર્કામાં બચાવી શકે તેમ નથી. એટલે હું ઈંગ્લેંડના બધા નાગરિકાને અપીલ કરું છું કે આ પળે જેની પાસે વહાણ, હેાડી, ખતેલા, જે કાંઈ હાય તે ડ ંક તરફ ચાલી નીકળે—એક એક માસના સંયુકત પ્રયાસથી ઈંગ્લેંડ આજે બચી શકે તેમ છે.” ને ઉત્તર ઇંગ્લેંડનાં ગામડાંઓના માછીમારોની હેાડી, ને વેપારીઓનાં જહાજો ઇંગ્લેંડનાં બંદરાનાં ખારામાંથી નીકળી પડયાં. ખીજી સૂચના કે ખીજા હુકમની કાઇએ રાહ ન જોઈ, ઊધઈના વિશાળ રાફડાના તળિયેથી આકૃત વખતે ઊધઇ બહાર નીકળી પડે તેમ દરિયાનાં તાાની માજા પર હાડી તરવા માંડી. આમાં એક નૌકા હતી જે, ખી, પ્રીલીની, પ્રીસ્ક્લી ઈંગ્લેંડના અત્યારના લેખક, તેની વિહારનૌકા લઈને તે ડંક માં ઘેરાયેલા સૈનિકાને બચાવવા નીકળી પડેલે. લેખકમાં આ ઇચ્છા અને આ આવડત આવ્યાં કયાંથી ? કારણ કે ઈંગ્લેંડના લોકોને રાષ્ટ્રીય ઉદ્યોગ વહાણવટું છે, તે સંસ્કાર તેમને સૌને અપાય છે. રાજાના કુંવરને પણ વહાણુના તૂતક સાક્ કરવા જવુ પડે છે. રાજાના કુંવરે ભલે ખલાસી ન થવાનું હાય, પ્રીસ્ક્લીએ ભલે લેખક થવાનુ હાય, પણ તેના જીવનના અમુક કાળ એટમાં વસતી ને વ્યાપાર પર નભતી પ્રજાના રાષ્ટ્રીય ઉદ્યોગ વહાણવટામાં આપવા જ જોઈએ ! અને હું અલબત્ત નઈ તાલીમ નથી કહેતા, નઈ તાલીમના રહસ્યને પ્રગટ કર્નારો કિસ્સો કહું છું. ગાંધીજી નઈ તાલીમ દ્વારા આ રહસ્ય પદ્ધતિસર ને સમયસર મળે તેમ કહે છે.
નઈ તાલીમમાં રાષ્ટ્રીય અને ઉદ્યોગ એ શબ્દાનું મહત્ત્વ શું છે તે આપણે જોયું, હવે અનુબ ંધિત શબ્દના અર્થ સમજવા શિશ કરીએ, અનુખ ધના અર્થ થાય છે જોડાણુ, આપણે જે કામ કરીએ છીએ તેની ત્રણ બાજુએ અસરો થાય છે, ને ખીજી બાજુથી એ ત્રણે બાજુએ આપણા ભવિષ્યના કર્મ પર અસર કરે છે. આ ત્રણ બાજુએ એટલે કામ કરનાર પોતે, તેની આજુબાજુના સમાજ અને તેની આજુબાજુની પ્રકૃતિ. હરાઈ કમ તેના કર્તાના ચિત્ત પર કાંક અસર ઊભી કરે છે, તેવી જ આજુબાજુના સમાજ પર અનુકૂળ કે પ્રતિકૂળ અસર ઊભી કરે છે, તેમ જ સમગ્ર જડ પ્રકૃતિ. જેના પરું કે જેની મદ વડે માસ કામ કરે છે તેના પર કાંઇક અસર કરે છે. દા. ત. કાલસાની ખાણુના કાલસા ખેાદનાર જે ક્રિયા કરે તેની અસર તેના મન પર, તેના સમાજ પર તે ખાણની ધરતી પર થાય છે.
જેને આપણે જ્ઞાન કહીએ છીએ તે આજે આ ત્રણે વાસ્તવિક અસરાને ધ્યાન આપીને અપાતું નથી; મોટે ભાગે એકાંગી, એકમુખી તે એકાગ્ર હેાય છે. આને પરિણામે લેનારને યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ થતી નથી; રૂપ જોઇને કન્યા શાધનાર ગુણ ને સ્વાસ્થ્યની તપાસ ન કરવા માટે પાછળથી ઘણી વાર પસ્તાતા દેખાય છે. તેમ વર્તમાન વિદ્યા મેળવનારાઓનુ થાય છે. વર્તમાનયુગ ‘સ્પેશલિબ્રેશન'ના ગણાય છે; ને તે માટે વર્તમાનયુગ હમણાં સુધી ગૌરવ લેતા હતા. પણ તેનુ ગૌરવ જ તેની આકૃત, ને કંઇક અંશે કલંક પણ નીવડેલ છે. અણુ