SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુદ્ધ જીવન ૧૨૪ સાંભળીએ છીએ, તેા શું આપણે એમની જીવયાના ખ્યાલ રાખી એમને અહિંસાના સાચા પ્રતિનિધિ ગણી શકીશું ? આજે દુનિયામાં આહારને અર્થે, શિકારને અર્થે ા વગેરે તૈયાર કરવા માટે અને કેવળ વિનાદ ખાતર જે પ્રાણીહત્યા ચાલે છે તેનું સમર્થન ન જ કરી શકાય. જ્યાં સુધી દુનિયામાં ખારાકની અછત છે, ત્યાં સુધી પશુપક્ષી અને માથ્લાં ખાનાર લાંકાના આપણે વાંક ન કાઢી શકીએ. બહુ બહુ તો મનમાં સમસમીને બેસી રહીએ. ઇંડા • ખાનારા લોકા સાથે, એ આહારમાં હિંસા સમા છે કે નહીં, એની ચર્ચામાં આપણે ન ઉતરીએ. પશુ આહારનું ક્ષેત્ર છેડીને અન્ય ક્ષેત્રમાં ચાલતી વિરાટ હિંસાના જો આપણે વિચાર ન કરીએ તે અહિંસાધર્મી હાવાના આપણા દાવા વ્યર્થ છે. ન આજે દુનિયામાં મેટામાં મેટી હિંસા ચાલતી હાય તા તે એ ક્ષેત્રામાં છે. ઉપરાઉપરી આવતા અને દર વખતે વધુ ને વધુ વિકાળ થતાં મહાયુધ્ધો અથવા વિશ્વયુધ્ધો, અને એમાંથી ઉત્પન્ન થતા દ્વેષ, ક્રોધ, ખીક અને આત્મધાતી આંધળાપણું—એ બધું મળીને એક ક્ષેત્ર, અને ખીજું ક્ષેત્ર તે માણુસ માણસને, એક સમાજ ખીજા સમાજને, એક રાષ્ટ્ર ખીજા રાષ્ટ્રને અને એક ખંડ ખીજા ખાને નીચેાવી ખાવાથી જે ધાર અને અખંડ હિંસા થાય છે તે. આ ખે ક્ષેત્રના આજે જે વિચાર ન કરે અને એ દિવિધ હિંસા ટાળવા માટે આવશ્યક જીવનપરિવર્તન અને હૃદયપરિવર્તન કરવા તૈયાર ન થાય તે અહિંસક નથી. તે સમાજમાં ગમે તેટલા પ્રતિષ્ઠિત હાય છતાં તે ધાતકી અને મહાપાપી છે એમ આજના યુગધર્મ પોકારીને કહે છે. જાતિભેદ અને એમાંથી ઉત્પન્ન થતા ઉચ્ચનીચભાવ એ હિંસાનાં એ માટાં ક્ષેત્ર છે. ગોરી ચામડીની પ્રજા શ્રેષ્ઠ—અને રંગીન અથવા કાળી ચામડીની પ્રજા ઉતરતી એવા જે ભેદ ગારાનાં મનમાં વસી ગયા છે, તે પણ મેટામાં મોટા ધર્મદ્રોહ, માણસાઇના દ્રોહ અને હિંસા છે. માણસને ભગવાને જે શરીર—શકિત આપી છે, બુદ્ધિ આપી છે, સંગઠન-કૌશલ્ય આપ્યું છે અને સાધન સંપત્તિ કુદરતમાં પાથરી રાખી છે તેના ઉપયોગ સ્વાર્થ માટે ન કરતાં સમસ્ત પ્રજાઓને અને આખી દુનિયાને સુખી કરવા માટે છે. એ સમરત સેવા મારફતે જે સતાષ મળે છે તે જ ખરેખરા પરમાનંદ છે, અને એમાં જ સાચી અને પૂરી અહિંસા રહેલી છે. દુનિયામાં જે મહાયુદ્ધો થાય છે એની પાછળ એ જ વૃત્તિઓ કામ કરે છે. તમામ માણુસજાત એક કુટુંબ છે અને આપણા પ્રેમના અને સેવાના સરખા જ અધિકારી છે એ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ અને પેાતાનાં અને પરાયાં એવા ભેદ કરીએ છીએ એ એક દોષ. અને ખીજો દોષ છે એ કે આપણે આપણા મેાજશાખમાં અને આપણી સલામતીમાં એટલા બધા તલ્લીન થઈએ છીએ કે ખીજાનાં દુઃખના, મુશ્કેલીને અને જોખમના વિચાર જ કરતા નથી. અને વિચાર ઉગે તેાયે લાગણીનું ખુશ્નાપણ કેળવી આંધળા થઈ જઇએ છીએ. તમામ યુદ્ધો, તમામ ઝગડાઓ અને દરેક પ્રકારના અન્યાયનાં મૂળમાં આ જ બે દાષા છે. એ દોષો દૂર કરવા માટે વપરાતી અહિંસા એ જ કારગર અસરકારક અને તેજસ્વી અહિંસા છે. એ સ્વીકારીએ તે આપણું મન સમાજસ-તાવાદને પ્રસન્નતાથી સ્વીકારશે અને જોતજોતામાં સર્વોદય તરફ પ્રયાણ કરશે. એને માટે જે હૃદય આર્યત્વ અને વીરત્વ આવશ્યક છે તે આપણને મળે એવા આશીર્વાદ આપણે મહાવીર પાસેથી માંગીશું ? સહાવીરના અને પાર્શ્વનાથના કે નેમીનાથના મ ંદિરમાં જઈ આપણે ભગવાન પાસે શું શું માંગીએ છીએ એની યાદી જો આપણે તૈયાર કરીએ અને અહિંસાની સેટી પર કશી જોઈએ તે નટમાં નટ માણસને પશુ શરમ ઉપજે. આજની દુનિયા એવા છેડા ઉપર આવી પહોંચી છે કે કાં તા સાચા અને તેજસ્વી અહિંસાધસ્વીકારીને સર્વોદયની સ્થાપના કરીએ અથવા આજે ચાલતી મેાજમઝા અને અનુભવાતી સલામતીથી આંધળા થઈ વિનાશ તરફ્ પ્રયાણ કરીએ. ત્રીજો રસ્તો રહ્યો નથી. તા. ૧-૧૧-૫૫ પ્રાણીઓની અથવા તા માણસોની હત્યામાં રહેલી હિંસા ઉપરાંત જે ખીજી સામાજિક હિંસા માણસને હાથે થાય છે તે તરફ જૈન વિચારપ્રણાલીનું ધ્યાન ગયું નથી એમ નથી. સાધુઓ બળદ, ઘોડા, હાથી કે એવા બીજા પ્રાણીને વાહન તરીકે ઉપયોગ કરતા નથી એ સારૂં છે. એ ઉત્તમ પક્ષ છે. પણ જ્યાં સુધી માણસ જાનવરોના ઉપયોગ કરે જ છે, ત્યાં સુધી એ પ્રાણીઓને ભૂખ્યાં તરસ્યાં ન રાખવાં, એમની પાસેથી હદ ઉપરાંત કામ ન લેવુ, મચ્છરેથી એમનું રક્ષણ કરવુ, એ થાક્યા હાય, માંદા હોય કે ધાયલ થયા હાય, ત્યારે એમના પ્રત્યે ખાસ ધ્યાભાવ રાખી એમની સેવા કરવી, એ ધર્મ જૈન લોકો જાણે છે, માને છે, પણ ઉત્સાહપૂર્વક એના પ્રચાર કરવા તરફ એમણે ખાસીયત બતાવી નથી. મધમાખીઓની હત્યા કરી મધ મેળવાય છે. એ જોઇ મધ ન લેવાય એવા નિયમ તે આપણે કર્યો, પણ એ બસ નથી. જેમ ગાયા પાળીને, એમને રાજી રાખીને એમનુ દૂધ આપણે લઇએ છીએ, તેમ જ મધુમાક્ષિકા—પાલન પ્રત્યે, ધર્મ સમઝી, આપણે ઉત્સાહ કળવવા જોએ, મધમાખાને માર્યાં વગર, અને એમના બચ્ચાંને ભૂખ્યા રાખ્યા વગર, એમની પાસેથી મધ મેળવી શકાય એ વસ્તુ આજે બધાં જાણે છે. અને એ પવિત્ર ધંધામાં આવક પણ ઠીક ઠીક છે એ હવે સિધ્ધ થયુ છે. ત્યારે જૈન લેાકા પેાતાની અહિંસાવૃત્તિ અને વેપારી ખુદ્ધ—બન્નેનું મિશ્રણ કરી, એ ધંધો દેશ આખામાં કેમ ખીલવતાં નથી ? પણ મારે તો આજે ખીજી જ વાત કરવી છે. જૈન સાહિત્ય વાંચતા મે એવા દાખલા જોયા છે કે માણસ સંયમ કેળવવા માટે ખાવામાં અમુક વસ્તુ જ ખાશે, વધારે ન ખાય એવા નિયમા કર્યો છે—ભાત ખાઈશ તેા બાસમતી તે જ ખાઇશ કરી ખાઉં તે આજ્જુસ પાયરી જ ખાઇશ’–‘રત્ના પહેરીશ તા હીરા જ પહેરીશ, એવા વ્રત કરનારા ાંકામાં પણ સંયમની વૃદ્ધિ થાય છે. એ જોઇ શાસ્ત્રોએ એમની કદર કરી છે. વેપાર વધારવામાં મર્યાદા સ્વીકારવી એ પણ અહિંસાનુ એક તત્વ ગણાયુ છે. પાઠમાં હજાર કે બે હજાર કરતાં વધારે અળદ રાખીશ નહીં, વેપારમાં લાખ કરતા વધારે મૂડી રોકીશ નહીં, એવા પણ નિયમા વણિકનીરાએ કર્યા છે અને પાળ્યા છે. ત્યારે આજના જમાનામાં આપણે એવા નિયમ કેમ ન કરીએ કે ઘરમાં અમુક કરતા વધારે નોકરી રાખીશું નહીં જે રાખીશું. એમને અમુક રકમ કરતા ઓછા પગાર આપીશું નહીં, એમની પાસે અમુક કલાક કરતા વધુ કામ લઇશું નહીં, અમુક પવિત્ર દિવસે તમામ નોકરોને ચઢતે પગારે છુટ્ટી આપીશું અને ઘરનું બધુ કામ જાતે જ કરીશું–એવું અહિંસક વ્રત કેમ ન અજમાવીએ ? જ્યાં સુધી આપણ તમામ માનવી ભાઈ ભાંડુઓને છાશ-રોટલા મળતા નથી ત્યાં સુધી આપણે જાતે ખાસુંદી પુરી ખાઈશું નહીં એવુ વ્રત લેવું એ પણ અહિંસા ધર્મનું ઉત્તમ લક્ષણ છે. જૈન ધર્મ જે વસ્તુ ધર્મભાવના દ્વારા સમાજમાં દખલ કરવા. માંગે છે તે જ વસ્તુ આજના સમાજસત્તાવાદ કાનુનરૂપી સત્તા મારફતે અને રાજ્યસત્તા મારફ્તે સમાજમાં દાખલ કરવા માંગે છે. કાયદા કરીને ગૌહત્યા અટકાવવા માગનાર લોકોથી કાયદા મારફત અમુક સૂફી કરતા વધારે મૂડી કાઈ રાખી ન શકે એવી સ્થિતિ જો કાઈ આણવા માગે તે એની સામે વાંધા તેા ન જ ઉઠાવાય. અમુક જાતના લોકાને ઉચ્ચ ગણવા અને અમુક જાતના લોકોને નીચ ગણવા એ પણ હિંસા જ છે, એ વાત વર્ણ વ્યવસ્થાને વરેલા સનાતનીઓ ભલે ઝટ ન સમજે, પણ સૂક્ષ્મદ્રષ્ટિ અને અતિસૂક્ષ્મ ધર્મબુદ્ધિવાળા જૈન નેતાઓ તે જરૂર સમજી શકે. અહિંસાધમ ચાંચડ માકડ પ્રત્યેની જીવદ્યામાં સંપૂર્ણ નથી થતે. વિશાળ માનવસમાજમાં જે હદની ક્રૂરતા રૂઢ થઈ ગઈ છે તેને દૂર કરવી અને માનવસમાજને માનવીય કેળવવામાં મહ્દ કરવી એ આજના યુગધર્મ છે. એ યુગધર્મના આકલનમાં, પાલનમાં અને પ્રચારમાં અહિંસાધાઁ જૈન લેકા મેખરે હશે એવી અપેક્ષા છે. કાકા કાલેલકર ( 2
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy