SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૦-૫૫ છે. જેમ કે ઈંગ્લાંડમાં પ્રખ્યાત નાટકકાર શેકસપીયરનુ ઘર આજે હતું તેવુ જાળવી રાખવામાં આવ્યું છે અને અનેક લોકેા એ સ્થળ ઉપર ભક્તિભાવથી જાય છે અને એક ધાર્મિક યાત્રાના ભાવ અનુભવે છે. આવી જ રીતે ગાંધીજી પારદરમાં જે ધરમાં જન્મ્યા અને ઉછરીને મોટા થયા તે ધરને સૌરાષ્ટ્ર સરકારે કબજો લઇને અને ત્યાં એક ભવ્ય સ્મારક ઉભું કરીને ભારત તેમ જ ભારત બહારની જનતા માટે એક તીર્થં સ્થાન નિર્માણ કર્યું છે એના ઔચિત્ય સામે કાઈ વાંધા નહિ ઉઠાવે. આ જ રીતે સાબરમતી આશ્રમ કે સેવાગ્રામ જે ગાંધીજીના સ્થાયી નિવાસસ્થળા હતાં એટલું જ નહિ પણ પ્રયાગક્ષેત્રો હતાં તેના પણ કજો કરીને ગાંધી સ્મારક નિધિ તેની રક્ષા તેમજ સુશાભન અર્થે જે કાંઈ કરશે તે પણ ઉચિત જ લેખાશે, ગાંધીજીના જ્યાં અન્તિમ અગ્નિસસ્કાર થયા તે રાજધાટ પણ જરૂર આવું જ એક મહત્વનું અને સુરક્ષણીય સ્થળ ગણાય. પણ જે જે સ્થળે ગાંધીજી અવારનવાર ગયા તે તે સ્થળની પણ જો આવી પૂજા કરવામાં આવે અને તેને હસ્તગત કરવા પાછળ લાખ રૂપી નાંખવામાં આવે તે તેમાં ભાવુકતાના કેવળ અતિરેક રહેલા છે એમ સાથે કહેવું પડે. અલબત મણિભુવન સાથે ગાંધીજીનાં સ્મરણા મકાના કરતાં પ્રમાણમાં વધારે ગાઢપણે સકળાયલાં છે એમ છતાં જે ઉદ્દેશ્યને આગળ ધરીને મણિભુવન લેવામાં આવ્યું છે તે ઉદ્દેશ્ય, મુજબ મુંબઈનું તથા દીલ્હીનું ખીરલા હાઉસ, પૂનાને આગાખાન ખગ, પણ મૂર્તિ તથા યરવડા જેલના ગાંધીજી રહેતા હતા તે વિભાગ, શાન્તિકુમારના જુહુ ઉપરના બંગલો, દીલ્હીના ભંગી નિવાસ અને એવી પારવિનાની જગ્યા ગાંધી સ્મારક નિધિએ હસ્તગત કરવી રહી. દીલ્હીના ખીરલા હાઉસનો કબજો લેવાની લોકોએ માંગણી કરવા માંડી ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે એમની લાક્ષણિક ભાષામાં જણાવેલું કે “આ રીતે તમે કેટકેટલી જગ્યાને કબજો લેશે ? કારણ કે ગાંધીજીએ તા દેશભરમાં ઠેકાણે ઠેકાણે ચોખા મૂકયા છે.” આ રીતે વિચારતાં ગાંધી સ્મારક નિધિએ કરેલી મણિભુવનની ખરીદી પાછળ અવિચારી અથવા તે લાંખદેર વિચારણાવિહાણી ભાવુકતા જ કામ કરી રહી હોય એમ લાગે છે. આશા રાખીએ કે ભવિષ્યમાં ગાંધી સ્મારકનિધિના ટ્રસ્ટી આવી ભૂલનું પુનરાવર્તન નહિ કરે અને આંધળી ગાંધીપૂજાને ઉ-તેજન નહિ આપે. ઇમીટેશન વીલેજ યુનિવર્સિટી : નકલી ગ્રામીણ વિદ્યાપીઠ પ્રબુદ્ધ જીવન દુઃખ અન્ય વલ્લભવિદ્યાનગર વીલેજ યુનિવર્સિટી ખીલ મુંબઈ પ્રદેશની બન્ને ધારાસભાએ પસાર કર્યું છે. પરિણામે મુખ પ્રદેશમાં એક યુનિવર્સિટીના વધારો થાય છે. શ્રી ભાઇલાલભાઇ પટેલના અસાધારણ પુરૂષાર્થ અને સાહસના પરિણામે આણુદની નજીક છેલ્લાં દશ વર્ષ દરમિયાન એક મહત્વનું શિક્ષણ કેન્દ્ર ઉભું થઈ રહ્યું હતું. આર્ટસ કાલેજથી ત્યાં શરૂઆત કરવામાં આવી અને પછી એક પછી એક ખીજી કોલેજો અને હોસ્ટેલે ઉભી થવા લાગી. આજે વલ્લભવિધાનગર જંગલમાં એક પરમ મંગળનું દર્શન કરાવી રહ્યું છે. આ સંસ્થાની કાલેજો આજ સુધી ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયલી હતી. હવે વલ્લભવિધાનગર સ્વતંત્ર યુનિવર્સિટીમાં પરિણમે છે. બાજુએ જ વડાદરા યુનિવર્સિટી હાવા છતાં અહિં શા માટે નવી યુનિવર્સિટી ઉભી કરવામાં આવે છે; તેને જવાબ આ યુનિવર્સિટી ખીલમાં જણાવેલ એક હેતુ પૂરા પાડે છે જે નીચે મુજબ છેઃ “ગ્રામ વિદ્યાપીઠના જે વિચાર રાધાકૃષ્ણન કમિશને મૂક્યા છે તેની રૂએ ગ્રામપ્રદેશમાં યુનિવર્સિટી રચી ત્યાંનું શિક્ષણુ એવું ચાલુ કરવું છે કે જેથી આધુનિક સાહિત્ય, કળા તથા યંત્રાદ્યોગવિદ્યાના ઉપયોગ ગામડાંની ઉન્નતિને વેગ આપે.” અને તે હેતુથી જ આ યુનિવર્સિટીને વીલેજ યુનિવર્સિટી-ગ્રામીણ વિદ્યાપીઠના નામથી પ્રસ્તુત ખીલમાં એળખાવવામાં આવી છે. (3) ૧૧૭ આ યુનિવર્સિટીની ખીજી વિશેષતાઓ નીચે મુજબ છે – (૧) શિક્ષણ પરીક્ષણનું માધ્યમ હિંદી રાખવામાં આવશે. (૨) મુંબઇ રાજ્યની જે કાઈ કાલેજ હિંદીને શિક્ષણ પરીક્ષણના માધ્યમ તરીકે સ્વીકારવા ઈચ્છતી હશે અને તે જે યુનિવર્સિટીના ક્ષેત્રમાં હશે તે યુનિવર્સિટી તેને તેમ કરવાની ના કહેતી હશે તે તે કોલેજને આ યુનિવર્સિટી સરકારની રજાથી પોતાની અંદર લઇ શકશે. (૩) વડી તથા પ્રદેશ સરકારાની તાકરી માટેની સ્પર્ધાની પરીક્ષાઆની તાલીમ આ યુનિવર્સિટી આપશે. (૪) લશ્કરી તાલીમની જોગવાઇ કરી શકશે તથા એન. સી. સી. માટે પોતાનાં નાણાં વાપરી શકશે. આજ સુધી વલ્લભવિદ્યાનગરની શિક્ષણ સંસ્થા અથવા તે કાલેજોમાં ગ્રામીણુ જેવું કશું પણ તત્વ જોવામાં આવ્યું નથી, સિવાય કે આ શિક્ષણ સંસ્થાઓને પડાવ કોઇ મેટા શહેરથી દૂર ગામડાં વચ્ચે નાખવામાં આવ્યો છે અને સ ંસ્થાના નિર્માતા દાવા કરે છે તે મુજબ સંસ્થાનાં મકાનો ધણાં ખરાં ત્યાંની ધરતીની માટીમાંથી પકાવેલી ઈંટાનાં બનાવેલા છે. ત્યાં ઉભી કરવામાં આવેલી કાલેજો આબેહુબ અન્ય યુનિવર્સિટીની જ નકલ છે. સારાંશ કે ત્યાં અપાતા શિક્ષણને કાઇ પણ પ્રકારના ગ્રામીણ રંગ હજુ સુધી આપવાના પ્રયત્ન થયા નથી અને જે આકારની નવી યુનિવર્સિટીની કલ્પના કરવામાં આવી છે તે આકારમાં આવા રંગ અપાવાની કોઈ શકયતા નથી. કારણ કે જો આ યુનિવર્સિટીને ગ્રામીણ રંગ આપવા હોય તે તેમાં ઓછામાં ઓછી આટલી બાબતે તે હાવી જ જોઇએ. (૧) તેનું શિક્ષણમાધ્યમ તળપદી ગુજરાતી હોવું જોઈએ. (૨) તેમાં વિદ્યાર્થીઓની ભરતી બુનિયાદી તાલીમના પાયા ઉપર રચાયલી વિનીત સુધીનાં ધારા વાળી ગ્રામશાળાઓમાંથી જ કરવાન પ્રશ્નધ હાવા જોઇએ. (૩) તેના અભ્યાસક્રમ સ્વતંત્ર અને ગ્રામસેવા અથવા તે આદર્શ ગ્રામજનો ઉભા કરવાની દૃષ્ટિએ ઘડાવા જોઇએ, જે અહિં શકય નથી કારણ કે હિંદી માધ્યમ ચાહતી અન્ય કાલેજોને આ યુનિવર્સિટીમાં જોડવાની જોગવાઈ પ્રારંભથી જ વિચારવામાં આવી છે અને તેથી આ યુનિવર્સિટીના અભ્યાસક્રમ પણ તદ્નુરૂપ જ રાખવાનું અનિવાર્ય બનવાનું છે. આ ત્રણે બાબતેને આ નવી યુનિવર્સિટીમાં ખીલકુલ અવકાશ નથી, વળી અમુક યુનિવર્સિટીને ગ્રામીણ કહેવી અને ત્યાં વડી તથા પ્રદેશ સરકારાની નોકરી માટેની સ્પર્ધાની પરીક્ષાની તાલીમ માટે જોગવાઈ કરવાનું કહેવું આ પણ પરસ્પરવિધી છે. આ રીતે વિચારતાં જ્યારે ગુજરાત યુનિવર્સિટી રેસેડેન્સીયલ ( એકસ્થાની તેમજ એકકેન્દ્રી ) . તેમ જ એફીલીએટીંગ એટલે કે અન્ય કોલેજોના જોડાણની સગવડ આપતી એક કેન્દ્રસ્થ શિક્ષણ સંસ્થા નજીકમાં જ છે અને એકસ્થાની અને એકકેન્દ્રી એટલે કૅરેસીડેન્સીયલ એવી વડાદરા યુનિવર્સિટી પણ ખાજુએ જ છે ત્યારે આ એક નવી યુનિવર્સિટી કેમ ઉભી થવા પામી અથવા તે મુબઇ સરકારે આ યુનિવર્સિટીને પ્રેમ ઉભી થવા દીધી? આ એક વિચારણીય પ્રશ્ન છે. આના ઉત્તરમાં એટલું જ જણાવી શકાય તેમ છે કે શ્રી. ભાલાલભાઈ વલ્લભવિધાનગરતુ યુનિવર્સિટીમાં રૂપાન્તર કરવાનું સ્વપ્ન વર્ષોથી સેવી રહ્યા હતા અને એ દૃષ્ટિએ એ કેન્દ્રને વિકસાવી રહ્યા હતા. ખીજી બાજુએ પોતાના પ્રદેશમાં આવેલી યુનિવર્સિટીઓએ અને કાલેજોએ હિંદીને શિક્ષણમાધ્યમ તદીકે સ્વીકારવું જોઇએ એવી નીતિ મુંબઇ સરકાર તરફથી કેટલાક સમય પહેલાં જાહેર કરવામાં આવી હતી અને એમ છતાં મુંબઈ પ્રદેશની એક પણ યુનિવર્સિટીએ એ નીતિને હજી સુધી સ્વીકાર કર્યો નહોતા. તેથી મુબઇ રાજ્યને ઉપર જણાવેલ પેાતાની નીતિ સ્વીકારે એવી એક યુનિવર્સિટી જોઇતી હતી. આ બન્ને પક્ષની ભિન્ન ભિન્ન આકાંક્ષામાંથી પ્રસ્તુત યુનિવર્સિટીના જન્મ થયો લાગે છે. એક બાજુએ અન્ય કાલેજોનું જોડાણ કરતી ગુજરાત યુનિવર્સિટી છે અને
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy