SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૫૫ પ્રબુદ્ધ જીવન સર્વતંત્ર સ્વતંત્ર આપણે ( તા. ૧૨-૬-૧૫ ને દિવસે વડોદરામાં મળેલા ગુજરાત લેખકમિલનના પાંચમાં અધિવેશન પ્રસંગે કરેલુ` પ્રવચન. ) ખરૂ જોતાં આ વખતે અહીં આવવા માટે વખત કાઢી શકું એમ હતું જ નહીં અને તે પ્રમાણે મેં ભામ્ર ઉમાશંકરને અને કિશનસિંહ ચાવડાને લખ્યું પણ ખરૂં. જો એ લોકોએ એમ લખ્યુ હાત કે “એ કાંઇ નહીં ચાલે, તમારું આવ્યે જ છુટકા,” તે સંભવ છે કે હું ખીજીવાર પણ ના જ પાડત. કવિએ તેા જાણે છે કે આના કરતાં સૂચનની શક્તિ વધારે હાય છે. અભિધા કરતાં વ્યંજના વધારે અસર કરે છે. એમણે એવી સૌમ્ય અને વિવેકી ભાષા વાપરી કે લાચાર થઈને મેં આવવાની હા પાડી અને હું આવ્યો. મે ગુજરાત છેડયું છે એમ કહી શકાય. કેટલાક પરિચિત ચહેરા જોઉં છું ત્યારે પૂર્વભવનાં સ્મરણ થતાં હોય એમ લાગે છે. ગુજરાતમાં હતા ત્યારે કેટલાક કહેતા કે ગુજરાતી તે સારૂ' લખે છે, પણ અંદર મરાઠી આવે છે, ઉચ્ચાર તેા જુદા છે જ. હિંદીમાં મેલુ છું ત્યારે કન્નડ તેલુગુ શબ્દ લાલુ છું. તે લોકો કહે છે કે અંદર “ગુજરાતી” લાવે છે! જો કે ગુજરાતી શબ્દો પણ હોય છે જ. મરાઠીમાંથી કરભાર લાવી ગુજરાતીને આપ્યા એમ ગુજરાતીમાંથી હિંદીને આપુ છુ એ રીતે ગુજરાત છેડયું નથી. એમ તે કવિ, લેખકા અને નાટકકારોનું ન કરવાની અભિલાષા અને એમનો પરિચય કેળવવાને લાભ દરેક માણસને હાય છે. હું એમાં અપવાદ નથી. અને સદ્ભાગ્યે કેવળ રસિકને નાતે નહીં પણ લેખક હેવાના દાવા કરીને પણ આવા મિલનમાં દાખલ થઈ શકું છું. હું સાહિત્યકાર નથી’ એમ વર્ષો સુધી કહીને થાકો. એટલે જ્યોતીન્દ્રભાઇને મેં વચન આપ્યું કે “હવે પછી એવુ નહીં કહુ, હું કબૂલીશ કે હું સાહિત્યકાર છું.” હું માનુ છુ કે એ વચન આપ્યા પછી આ પહેલી જ વાર છે કે હું લેખકાની બિરાદરીમાં હાજર થયો છું. એમ તેા કેટલાક ઉત્તમ ઉત્તમ પ્રથમ કોટિના સાહિત્યકારોન અવાર નવાર મળવાનું થાય છે. પણ તેટલાથી સંતેષ માનવા જેવા સ્થાલીપુલાક ન્યાય લેખકને લાગુ કરાતા નથી. લેખક એટલે અદ્વિતીય પ્રાણી! સિકલમાં કે શૈલીમાં, વિચારમાં કે વિવેચનપધ્ધતિમાં, એક લેખક બીજા જેવા હાય જ નહીં. એક વાર મે કહેલું મસૌ મુનિયેક્ષ્ય મર્તન મિત્રમ્ એ જ ન્યાયે, પોતાની અદ્વિતીયતા સિધ્ધ કર્યા વગર લેખક થવાતું નથી. એક જમાના હતા જ્યારે એવા લાંકાને ભેગા થવુ પણ મુશ્કેલ થતુ હતુ. લેાકા પણ કહેતા કે ગાયા અને લેખકને ભેગા કરવા એ તે દેડકાની પાંચશેરી છે. પણ હવે તા લેખા ભેગા થાય છે એટલું જ નહીં પણ સર્વાનુમતે ઠરાવ પણ પસાર કરે છે. અને તે પણ ગાવા જેવા ગુંચવણભર્યાં સવાલ ઉપર ! ચાર કવિઓ ભેગા થાય અને ન લડે એમ અને નહિં. નાગપુરમાં કવિ સંમેલનમાં મને ખેલાવ્યા ત્યારે એમને મેં એમ કહ્યુ, પણ હવે કવિઓ મળે છે તે ભાઇચારાથી ભેટે છે તે જોઇ મને થાય છે કે આ કા સ્વધર્મ ભૂલ્યા છે! હું માનું છું કે શેખા‘સ્વધર્મ ' છોડી સર્વધર્મી થતા જાય છે, એમાંએ ગુજરાતના લેખકો તે જોડણી સુધારમાં પણ એકમત થઈ ગયા, પછી રહ્યું શું ? ગંગાજમના-સરસ્વતીના પ્રયાગરાજ, તેમાં આવાં લેખક મિલતામાં પ્રયાગરાજ ગયાના આનંદ થાય છે. હું જાણું છું કે ગુજરાતનું લેખકમિલન સંગઠ્ઠનપરાયણુ નથી. અહીં ફ્કત વિચાર વિનિમય, પરિચયદ્ધિ અને એમાંથી ઉત્પન્ન થતા ભાઇચારો, એટલે જ ત્રિવિધ ઉદ્દેશ છે, અને તેથી જ આ મંડળ પ્રત્યે મા` આકર્ષણ અને મારા આદર વધારે છે. મે એક રિવાજ રાખ્યો છે. ગાંધીવિચારના સત્સ`ગી જ્યારે સર્વોયસ મેલનમાં ભેગા થાય છે, ત્યારે મારા એક વરસના અનુભવના ૧૧૧ નિચોડ હું એમની આગળ રજૂ કરૂ... છું.. આ વરસે ત્યાં મેં કહ્યું કે જાતિભેદ તે શું પણ વર્ણભેદ અને ધમ ભેદ ત્રણેયને તિલાંજલી આપી, સામાજીક ક્રાન્તિ કરવાના વખત આવ્યો છે. અને ભૂમિદાન સાથે સંપત્તિાન, બુદ્ધિદાન અને શ્રમદાન જ નહીં પણ સામાજિક એકતા માટે હૃદયદાન સુધી આપણે જવુ જોઇએ. દેશની તમામ જમીન, તમામ સંપત્તિ, તમામ કેળવણી, વકીલ, જ્જનેર ડૉક્ટર આદિ પ્રતિષ્ઠિત ધંધાઓ, સરકારી નોકરી અને વેપાર ઉદ્યોગ કેવળ શબારી જાતિના જ હાથમાં રહે એ હવે ચાલવાનું નથી. સંવિમાનશ્ચ સર્વશઃ ના સિધ્ધાન્ત સામાજીક જીવનમાં પૂર્ણ પણે લાગુ થવા જોઇએ. હમણાં મહાભારત લાગલગાટ ચાર મહિના વાંચી ગયા. એમાં ક્ષત્રિય, બ્રાહ્મણ અને અપ્સરા—એટલાં જ મળે છે. આજના ભારતમાં કરોડો લોકો છે એમ કહીએ છીએ, પણ કેળવણી, ધન, સત્તા વગેરે બધુ આઠ દંસ જાતિના લેાંકાના હાથમાં જ છે. બાકી બધા "ચિંત છે. હવે એમનામાં અસ્યા પ્રગટી છે. હવે આપણે જો ન બદ્લાઈએ, ન્યાતપાત ન તાડીએ, વર્ણ પણ ન છેડીએ તે એ નહિ ચાલે. તે પહેલાં મેં કહ્યું હતું કે બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામી ત્રણે પ્રસરણશીલ ધર્મો સાથે સમન્વય સાધી આપણે વિશ્વક્રાન્તિમાં આપણુ સ્થાન લેવું જોઇએ. અને Co-existence ની અલૂણી ભૂમિકા પર ન રહેતાં, સર્વસમન્વયની ભૂમિકા સુધી પહેાંચવું જોઇએ. દર્શનસમન્વય, ધર્મ સમન્વય, સંસ્કૃતિસમન્વય અને વંશસમન્વય-Recial Synthesis નાં મંડાણમાં આપા કાળા આપવા જોઇએ. ગીતામાં અર્જુને જે ભગવાનને કહ્યું હતું સર્વે સમાનોષિતોઽષે સર્ચઃ—તે વિશ્વરૂપી સર્વેશ્વરના સાચા ઉપાસક આપણે થવુ ધટે છે. તે પહેલાં જ્યારે પૂર્વ આફ્રિકા જઈ આવ્યો ત્યારે ત્યાં મને ગુજરાતનું નવું જ દર્શન થયું. ગુજરાતમાં આટલાં વરસ રહ્યો છતાં એવું દર્શન થયું ન હતું. સ્ટીમરો પણ નહિ. ત્યારે આપણી અભણુ બહુના ત્રણચાર મહિના, ઉપર આભ તળે પાણી, એમ સમ્ર ખેડી, માંસભક્ષક જાતા વચ્ચે રહી,—એમની સેવા પણ કરે. ગુજરાતમાં જે અસાધારણ શૌય છે એમ હુ' જે કહેતા હતા (ગુજરાતી કહેતાં કે અમે ઘનશૂર હાઈશું પણ ખીજું શૌર્ય કેવું ? પણુ)—ગુજરાતી જીવનશૂર છે એમ કહેતા હતા તે સાચું લાગ્યું. ગાંધીજીને જ્યાં ન થયું તે આફ્રિકા આપણે માટે પુણ્યભૂમિ છે. ત્યાં, આફ્રિકાની ભૂમિ પર અને કાંઇક ત્યાંના લોકોને ભાગે, યુરોપ અને એશિયાવાસીઓના જે અસમાન સહકાર ચાલે છે તે જોઈ દુનિયાના કેટલાય સવાલા મારે માટે પ્રત્યક્ષ થયા, અને સંસ્કૃતિ કરતાંય માનવીના વ્યક્તિત્વની મહત્તા ધ્યાનમાં આવી. “સામાજિક ન્યાય એટલે શું ? અને વિશ્વકુટુંબના આદર્શ` આપણી પાસેથી શું શું માંગે ” એનુ સ્પષ્ટ દર્શન પણ તે જ વખતે થયું. મને વિચાર આવ્યો કે ગુજરાતના લેખકે વચ્ચે પહેલી જ વાર રજૂ થાઉં છુ, તે અત્યારે મારા મનમાં જે વિચારા ધેાળાયા કરે છે, તેની જ વાત કેમ ન કરૂ? ત્ મારે મન લેખો એટલે કાં તે વાર્તાકાર, કાં નિબંધકાર, વાર્તામાં લઘુકથાથી માંડીને સરસ્વતીચંદ્ર જેવી બૃહત્ નવલકથા સુધી અને પ્રવાસવર્ણનાથી નાટક સુધી બધું સાહિત્ય આવી જાય છે. અને નિબધામાં તમામ ધર્મ ચર્ચા, ફિલસૂફી, સાહિત્યચર્ચા, ટૂંકામાં જીવનચર્યાં આવી જાય છે. ઘણીવાર આ અને પ્રકાર એક્બીજામાં તપ્રાત થઇ જાય છે. અને છતાં સાહિત્યના આવા બે વિભાગ કરવા જેવા છે. આજના જમાનામાં વાર્તાસાહિત્યની શક્તિ વધીને અસાધારણ કોટિ સુધી પહોંચી ગઈ છે. વાર્તાકાર ધારે તે સમાજનુ આખુ માનસ ફેરવી શકે છે. અને સામાજિક ક્રાન્તિને વેગ આપી શકે છે. હુ લેખકોને આગ્રહપૂર્વક સૂચવવા માગું છું લેખકો માટે એ રીતે ધારવાના વિસા આવી ગયા છે. કે સવાર 192851147ોન્ડનું હત + $ $ 140?
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy