SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સ્પેશિયલ મેરેજીઝ એકટ ( ખાસ લગ્ન ધારા ) આજ સુધી જેને સમાજ રજીસ્ટરથી લગ્ન' તરીકે પીછાનતા આવ્યો છે તે ખાસ લગ્ન ધારો (Special Marriages Act 1954) ૧૯૫૪ ની નવમી કટાબરથી અમલમાં આવ્યો. મૂળ આ કાયદે ૧૮૭૨ માં થયા હતા. તેની ક્લમાં થોડીક જ હતી, અને તે કાયદા નીચે જેએ કાઈ હિન્દુ મુસ્લીમ વિ. પોતે નથી તેમ જાહેર કરે તે જ લગ્ન કરી શકતાં. આ નવા કાયદા નીચે કાઈ પણ કામ કે ધર્મની વ્યકિત પોતાની કે અન્ય કામ કે ધર્મની વ્યકિત સાથે લગ્ન કરી શકે છે. પ્રમુદ્ધ જીવન આ કાયદા નીચે જુદાં જુદાં વિસ્તારમાં લગ્ન નોંધનાર અધિકારીઓની નીમણૂંક કરવામાં આવી છે. લગ્ન કરવા ઈચ્છનાર બને પક્ષકારોએ પોતે લગ્ન કરવા ઇચ્છે છે એવી લેખિત નોટીસ તે અમલકારને આપવી જોઇએ. અમલદારે તે નોટીસની માહીતી તેની કચેરીમાં જાહેરને માટે ચાડવી જોઇએ. જે લગ્ન નોંધનાર અમલદારનાં વિસ્તારમાં લગ્ન કરવા ઈચ્છતી કાઇ પણ એક વ્યકિત એક મહીનાથી રહેતી હાય તે વિસ્તારના અમલદારને તે વ્યક્તિ નોટીસ આપી શકે છે. પણ તેણે તેમના કાયમી નિવાસસ્થાનના અમલદારને તેની નકલ માકલવી જોઈએ ને ત્યાં પણ તે ચેટાડવી જોઈએ. આ નોટીસ ચોંટાડયા પછી ૩૦ દિવસની અંદર લગ્ન સામે કાને વાંધો હાય તા તે પેાતાના વાંધા નોંધાવી શકે છે. આ વાંધા માત્ર નીચેના ચારમાંથી કોઈ એક જ મુદ્દાના હાઈ શકે. ૧ લગ્ન કરનાર પુરૂષની વય ૨૧ વષૅથી નીચે છે અગર સ્ત્રીની વય ૧૮ વર્ષથી નીચે છે. ગ્ લગ્ન કરનાર સ્ત્રી યા પુરૂષ આ કાયદામાં નક્કી કરેલ પ્રતિબંધિત સગાઈનાં છે. - લગ્ન કરનારી ગાંડા યા ગાંડી અથવા તે સાનહીન (Idiot) છે. લગ્ન કરનાર સ્ત્રીને ખીજો પતિ કે પુરૂષને ખીજી પત્ની છે. ૩ ४ ( આ ચાર પ્રતિબંધો લગ્ન માટે આ કાયદા નીચે નક્કી કરવામાં આવ્યા છે. ) ' લગ્ન નોંધનાર અમલદાર આ વાંધાની તપાસ કરી તે સાચે લાગે તેા લગ્ન નોંધવા ના પાડે છે, તે ખોટા લાગે તો રદ્દ કરે છે. ૐ દિવસ પછી કાઇ વાંધા ન હેાય તો લગ્ન નોંધવામાં આવે છે. આ લગ્ન ત્રણ સાક્ષીની હાજરીમાં નોંધવું જોઇએ. તે વખતે સ્ત્રી પુરૂષ અને સાક્ષીએ એક જાહેરાત પર સહી કરવી પડે છે. લગ્ન વખતે પુરૂષ સ્ત્રીને કહે છે. “હું તને મારી કાયદેસરની પત્ની તરીકે સ્વીકારૂં બ્રુ” ને સ્ત્રી પુરૂષને કહે છે “હું તમને મારા કાયદેસરના પતિ તરીકે સ્વીકારૂં છુ.” આ શબ્દો ખેલવા બન્ને માટે ક્રૂરજીયાત છે. લગ્નની નોટીસ આપ્યા પછી ત્રણ મહીનામાં લગ્ન ન થાય તો તે નેટીસ ર૬ ગણાય છે તે લગ્ન કરવા હાય તા કરી નોટીસ આપવી પડે છે. આ કાયદા નીચે એક વિશિષ્ટ જોગવાઈ એ છે કે જે આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાં ખીજી કોઇ વિધિથી લગ્નથી જોડાંયા હાય તેઓ આ કાયદા નીચે ક્રીથી લગ્ન નોંધાવી શકે છે. હિંદના કોઇ પ્રજાજન પરદેશમાં રહેતા હાય ને ત્યાં તે આ કાયદા નીચે લગ્ન કરવા માંગતા હેાય તે પરદેશના હિંદી એલચીને આ કાયદા નીચેના લગ્ન—અમલદારની સ-તા આપવામાં આવી છે. તા. ૧૫-૯૫૫ તેના સંતાનના સંતાનને તે કાયદો લાગુ નહિ પડે. આ કાયદા નીચે એક ધર્માંના પુરૂષ અન્યધર્મી સ્ત્રીને પરણે તે તેના સંતાનના ધર્મ પતિના ધર્મ મુજબ છે એમ માની લેવામાં આવે છે. આ કાયદા નીચે લગ્ન કરનાર જો સયુક્ત કુટુંબના સભ્ય હોય તો આપોઆપ તેમાંથી જીદો થયેલા ગણાશે, અને તેને તથા તેના આ લગ્નના સંતાનને હિંદુસ્તાનને વારસાના કાયદો લાગુ પડશે. પશુ આ કાયદા નીચે લગ્ન છુટા કરવા માટે ત્રણ પ્રકારનાં વિભાગે છે. (૧) ગેરકાયદેસર લગ્ન (Null & Void Marriage) (૨) રદ કરવાને પાત્ર લગ્ન (Voidable Marriage) (૩) છૂટા છેડા (Divorce). ઉપર જે ચાર પ્રતિબંધીના નિર્દેશ કર્યાં છે, તેના ભગરૂપ જો લગ્ન થયા હાય તા પ્રથમથી જ ગેરકાયદેસર છે. તે ઉપરાંત લગ્ન વખતે પુરૂષ અગર સ્ત્રી પુરૂષત્વમાં કે સ્ત્રીત્વમાં ન હેાય તે તે લગ્ન ગેરકાયદેસર ઠરાવી રદ થઈ શકે છે. આવા લગ્ન ગેરકાયદેસર જાહેર કરવાના દાવા કોઇ પણ વ્યકિત કરી શકે છે. ‘રદ કરવાને પાત્ર’ લગ્નના કાયદાથી અર્થ એ છે કે આ લગ્ન રદ ન થાય ત્યાં સુધી પુરૂષ અને સ્ત્રી પતિ પત્ની ગણાય છે તે તેમના સંતાના ઔરસ ( Legitimate ) ગણાય છે. જ્યારે ગેરકાયદેસર લગ્ન એ લગ્ન જ નથી એટલે પ્રથમથી જ પુરૂષ અને સ્ત્રી પતિ પત્ની ગણાતા નથી તે તેમનાં સતાના કાયદેસર ગણાતાં નથી. નીચેનાં કારણેાસર થયેલાં લગ્ન રદ થવાને પાત્ર ખને છે તે એક પક્ષ તે માટે દાવા કરી શકે છે, પછી પતિ કે પત્નીના ધ પ્રથમથી જ બજાવ્યો નથી. ( Non-consumation of a Marriage. ) (૨) સ્ત્રી લગ્ન વખતે પતિ સિવાય અન્ય પુરૂષથી ગર્ભવતી હતી, પણ આ કલમ નીચે લગ્ન તે જ રદ થઈ શકે જે (૧) અરજદાર લગ્ન વખતે આ હકીકતથી અજ્ઞાત હાય, (ર) લગ્ન પછી એક વર્ષમાં જ દાવા કર્યો હાય અને (૩) તેને આ વાતની ખબર પડયા પછી પતિ તરીકે સંબંધ ન રાખ્યો હોય, (૧) સામા પક્ષે ઈરાદાપૂર્વક લગ્ન (૩) લગ્નની સંમતિ ઘ્વાણુ કે ગાષ્ટકાથી મેળવવામાં આવી હાય. આ કલમ નીચે પણ દબાણુ કે દગા ફટકા પછી એક વર્ષમાં દાવા કરવા જોઇયે અને ક્ખાણ થયા પછી કે ગોટકા માલુમ પડયા પછી અરજદાર રાજીખુશીથી પતિ કે પત્ની તરીકે ન રહેલ હોય. લગ્ન ન કરવાના ત્રીજો પ્રકાર છૂટા છેડા છે. છૂટા છેડાનો અથ એ કે લગ્ન થયા ત્યારે તે બધી રીતે કાયદેસર હતા, પરંતુ લગ્ન પછી કાયદાએ નકકી કરેલાં એક અગર વધુ કારા ઉપસ્થિત થાય છે જેને કારણે એક પક્ષને છૂટા છેડા લેવાના હક્ક મળે છે. આ કાયદા 1 નીચે થયેલા લગ્નમાં નીચેનાં કારણેાસર છૂટા છેડા મળી શકે છે:---- (૧) એક પક્ષે વ્યભિચાર કર્યો છે. (૨) (૩) એક પક્ષ કાઈ પણ કારણ વિના ત્રણ વર્ષથી ખીજા પક્ષને તજી ગયેલ છે. સામા પક્ષને હિંદી ફાજદારી ધારા નીચે સાત વર્ષની સજા થઈ છે. પશુ અરજી કરતી વખતે સજા ભોગવ્યાને ત્રણ વર્ષ થયાં હાવા જોઇએ. (૪) લગ્ન થયા પછી ધાતકી વન ચલાવ્યું હોય. (૫) ત્રણ વર્ષ થી સુધરી ન શકે તેવું ગાંડપણું હાય. (૬) (૭) ત્રણ વર્ષ થી ગુપ્ત ચેપી રોગ હાય પણ આ રાગ અરજદારે તેને આપેલો ન હાવા જોઇએ. ત્રણ વર્ષથી રક્તપી-ત હોય, પણ એ રોગ અરજદારે આપેલા ન હાય. (૮) સાત વષઁથી પ-તા જ ન હાય. (૯) કાયદેસર જુદા રહેવાનું હુકમનામુ થયા પછી બે વર્ષ સુધી પતિપત્ની તરીકેના સબંધ ન રહ્યો હાય. (૧૦) લગ્નના હકક પુરા કરવાનું હુકમનામું થયા પછી બે વષઁ સુધી એ હુકમનામુ પાળ્યું ન હોય.
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy