SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૫૪ મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સંધની અન્ય પ્રવૃત્તિઓ પૂર્વવત્ એકસરખી ચાલી રહી છે. આપણું સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય આસપાસ વસતા લકો માટે એક જ્ઞાનની પરબની ગરજ સારે છે. વાચનાલયમાં ૬, દૈનિક, ૧૫ સાપ્તાહિક, ૫ પાક્ષિક, ૩૩ માસિક, ૧ ત્રિમાસિક એમ કુલે ૬૦ સામયિકે આવે છે અને તેને હંમેશા ૧૨૫ થી ૧૫૦ ભાઈઓ લાભ લે છે. પુસ્તકાલયમાં આજે આશરે ૫૧૦૦ પુસ્તકો વસાવવામાં આવ્યા છે. ગત વર્ષ દરમિયાન રૂ. ૫૦૦ ના ગુજરાતી પુસ્તક તથા રૂ. ૨૫૦ ના હિંદી પુસ્તકો ઉમેરવામાં આવ્યાં હતાં. આ પુસ્તકાલયના આજે ૨૦૦ સભ્ય છે અને પુસ્તકોનો ઉપાડ બહુ સારું રહે છે. આ સંસ્થાની આર્થિક પરિ. સ્થિતિ સદા ચિન્તાજનક રહી છે. ગત વર્ષમાં આવક રૂા. ૨૧૩૫-૧૪.૦ ની થઈ છે, જ્યારે ખર્ચ રૂ. ૩૨ ૫૩-૮-૩ ને થયું છે. પરિણામે નવા વર્ષમાં રૂા. ૧૧૧૭–૧૦–૩ ની ખેટ ખેંચવી પડી છે, પ્રબુધ જીવન” 1 ઉપર જણાવ્યું તેમ ગયા મે માસની પહેલી તારીખથી આપણા પાક્ષિક પત્રે “પ્રબુધ્ધ જીવન” નામ ધારણ કર્યું છે, ત્યાર બાદ ગ્રાહકોની સંખ્યા થોડી ઘણી વધી છે, પણ તે સંતોષકારક નથી. સંધના એક મંત્રી શ્રી. ટી. જી. શાહ પાંચેક માસથી પૂર્વ આફ્રિકા ગયા છે. ત્યાંથી તેમણે આપણને નવા વર્ષ માટે લગભગ ૧૦૦ ગ્રાહકો મેળવી આપ્યા છે અને હજુ વધારે ગ્રાહકો મળવાની આશા | જીવનના ગ્રાહકે વધારવા માટે બધા સભ્ય તરફથી વિશેષ બળવાનો પ્રયત્ન થવાની જરૂર છે. ગયા વર્ષમાં આવકજાવકને હિસાબ કરતાં રૂ. ૧૭૧૬-૧૦-૩ ની ખેટ આવી છે. જે પ્રબુદ્ધ જીવનના બે હજાર ગ્રાહકે આપણે કરી શકીએ તે પછી આવક ખર્ચના બે છેડા સરખા કરવાની મુશ્કેલી ન રહે. સંઘની આર્થિક પરિસ્થિતિ સંઘને ગત વર્ષ દરમિયાન રૂ. ૩૮૫૦ ૫-૯ ની આવક થઈ છે અને રૂ ૨૪૧૭-૦-૬ ને ખર્ચ થયો છે. પરિણામે રૂા. ૧૪૩૩-૫-૩ ને વધારે દેખાય છે. પણ આની સામે વાચનાલય અને પુસ્તકાલયની તેમજ “પ્રબુધ્ધ જીવનની ખોટા વિચાર કરતાં સરવાળે રૂા, ૧૪૦૦ ની પુરવણી કરવાની રહે છે, - વૈદ્યકીય રાહત સંધ તરફથી વૈધકીય રાહતની તથા માવજતનાં સાધને પુરા પાડવાની પ્રવૃત્તિ ચાલે છે, હાથ ઉપર બહુ નાની રકમ હોવાના કારણે વૈદ્યકીય રાહત જૈન સમાજની બહાર આપી શકાતી નથી અને જૈન સમાજમાં પણ તે રાહતને લાભ બહુ મર્યાદિત પ્રમાણમાં આપી શકાય છે. આ ફંડ જો મોડું થાય તે રાહતનું પ્રમાણ તેમજ ક્ષેત્ર બન્ને વિસ્તૃત કરી શકાય. - આર્થિક વિચારણા આગામી વર્ષને વિચાર કરતાં સંધના માથે વાચનાલય અને પુસ્તકાલયની આશરે રૂ. ૩૦૦૦) ની જવાબદારી છે. અને બીજી જવાબદારી પ્રબુદ્ધ જીવનના સંચાલનમાં દર વર્ષે આશરે રૂ. ૨૦૦૦ની ખેટને પહોંચીવળવાની છે. આ માટે પર્યુષણ દરમિયાન વ્યાખ્યાનમાળામાં આવતા ભાઈબહેને પાસેથી ફાળો ઉધરાવવામાં આવે છે, પણ એ કાળામાં રૂ. ૩૦૦૦ થી વધારે મેળવી શકાતું નથી. વખત જેમ બારીક આવતા જાય છે તેમ આ આવક વધવાને બદલે ઘટવાને સંભવ રહે છે. પુરતકાલયને વધારે પુસ્તકે વડે સમૃધ્ધ કરતા રહેવું જોઈએ; પ્રબુદ્ધ જીવનમાં અગત્યના પ્રશ્નોની છણાવટ કરવા જતાં આઠ પાનાં ઘણી વખત ઓછાં પડે છે, વાંચકે વધારે ભરચક લેખસામગ્રી માંગે છે. આપણે લેખકને પુરસ્કાર આપી શકતા નથી એ બાબતને પણ મનમાં વસવસ રહે છે. સંઘ હસ્તકની પ્રવૃત્તિમાં દ્રવ્યની છુટ હોય તે જાહેર વ્યાખ્યાને વધારે બહોળા પ્રમાણમાં યોજી શકાય. આ બધી તત્કાલીન જરૂરિયાત અને ભાવી મનેરને પહોંચી વળવા માટે અને ખાસ કરીને વાચનાલય અને પુસ્તકાલયને લગતી ચિન્તા બે ચાર વર્ષ પુરતી ન રહે એ હેતુથી સંધને સારી આવક થાય એવા કેઈ મનોરંજક સમારંભ યોજવાની ખાસ જરૂર છે. સંઘના સભ્યોને આ બાબત ગંભીરપણે ધ્યાનમાં લેવા વિનંતિ છે. '. . સભ્ય સંખ્યા ' સંધના સભ્યોની સંખ્યામાં ભરતી ઓટ થયા કરે છે. વર્ષના પ્રારંભમાં સંધમાં ૨૩૩ સભ્યો હતા. આજ સુધીમાં ૫૪ સભ્ય વધ્યા અને ૨૫ સભ્ય છુટા થયા. પરિણામે આજે જ્યારે આ વાર્ષિક સભા મળે છે ત્યારે કુલ ૨૬૨ સભ્યો છે. . શ્રી ભુજપુરીઆને અભિનંદન * સંધ માટે ગયું વર્ષ એક રીતે કટોકટીનું હતું. આન્તરિક સંઘર્ષના કારણે સંધની સ્થિતિ અમુક અંશે ડામાડોળ બની હતી. શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆ સંધના સભ્ય તે ઘણા વર્ષથી હતા પણ સંધની કાર્યવાહી સાથે તે ગયા વર્ષથી જ તેઓ પહેલી વાર જોડાયા તેમણે પિતાની કુનેહ અને કાર્યકુશળતા વડે સંધને કટોકટીમાંથી સફળતાપૂર્વક પાર ઉતારેલ છે અને આજે સંધની કાર્યવાહીમાં પુન: સંવાદિતા સ્થાપિત થઈ છે. આ માટે સંઘ તેમને ઋણી બને છે. અને આ રીતે સંધને તેઓ વધારે કાર્યક્ષમ બનાવશે એવી આપણે આશા રાખીએ. શાનદાર રજત-મહેત્સવ ઉજવે તા. ૧૩-૨-૫૪ ના રોજ મળે ની સંધની કાર્યવાહક સમિતિએ આગામી અશ્વિનભાસ આસપાસ સંધ રજત-મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેને લગતા કાર્યક્રમ હવે પછી નક્કી કરવામાં આવશે. જે સંસ્થા સમાજમાં નિરન્તર સંઘ નતરતી રહી છે, અનર્થકારી ધાર્મિક અને સામાજિક રૂઢિઓ સામે લડતી રહી છે અને પિતાના આદર્શ અને ક્રાન્તિકારી વિચારસરણિ ઉપર એક સરખી અણનમ રહીને કાર્ય કરતી રહી છે તે સંસ્થા પચ્ચીસ વર્ષ પુરાં કરે અને ૧૫ વર્ષ પહેલાં શરૂ કરેલી પાક્ષિક પ્રવૃત્તિઆગળનું પ્રબુધ્ધ જૈન અને આજનું 'પ્રબુધ્ધ જીવન એકસરખા ધોરણ ઉપર નિડરતા ને દઢતાપૂર્વક આજ સુધી ચલાવતી રહે-- આ સુગ સંસ્થાના સર્વ જુના અને નવા કાર્યકર્તાઓ તેમ જ સભ્યો માટે અતિ આનંદ અને ગૌરવને વિષય હોવું જોઈએ આ શુભ અવસરને સંઘની પ્રતિમાને શોભે તે મુજબ આપણે ઉજવવો જોઈએ અને સંધમાં નવી તાકાત-નવી ચેતના-નવી કહ્યું ત્યશકિતપેદા થાય એવા શાનદાર પ્રસંગે એ રજત-મહોત્સવના અંગમાં જાવા જોઈએ. અન્તમાં આપ સર્વ સભ્યોને આ બાબત તરફ આપનું ચિત્ત કેન્દ્રિત કરવા અને સંધને. સર્વતોમુખી ઉકાઈ સાધતા રહેવા અમારી નમ્ર પ્રાર્થના છે. ગત વર્ષની સંઘની કાર્યવાહીને આ ટુંક વૃત્તાંત આપની સમક્ષ રજુ કરતાં અને સંતોષ તથા આનંદ અનુભવીએ છીએ ગત વર્ષ દરમિયાન ચૂંટાયલી કાર્યવાહક સમિતિની એકરૂપત નું આ સુંદર પરિણામ છે. આ જ રીતે આપણે બધા એકરૂપ બનીને સંધના કાર્યને સતત વેગ આપતા રહીએ અને વિશાળ સમાજની શકય તેટલી સેવા કરતા રહીએ એ જ શુભેચ્છા ! પરમાનંદ કુંવરજી કાપડિયા ટી. જી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy