SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ "". પ્રબુધ્ધ જીવન તા. ૧૨-૫૪ આજના સમાજને ભિક્ષાનિર્ભર સાધુસ ંસ્થાની જરૂર છે કે નહિ ? ( થૈડા સમય પહેલાં ૫ જવાહરલાલ નહેરૂએ આજના બાવા સંન્યાસીએ સંબંધમાં કરેલ એક નિવેદન ઉપરથી ઉપસ્થિત થતા ઉપરના પ્રશ્ન ઉપર પોતપેાતાના અભિપ્રાયા દર્શાવવાની વિનંતિ કરતા એક પરિપત્ર આપણા સમાજના અનેક વિદ્વાન ચિન્તા ઉપર માકલી આપવામાં આવ્યા હતા. તે પરિંગના ઉત્તરે। અમારી ઉપર આવી રહ્યા છે. તેમાંના એક ઉત્તર ખનારસ હિંદુ યુનિવર્સીટીના જૈન દર્શનના અધ્યાપક શ્રી. દલસુખભાઇ માલવિયા તરફથી મળ્યા છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. તત્રી ) ૧૭૦ ઇતિહાસની પુનરાવૃત્તિ એ સામાન્ય નિયમ તે નથી, છતાંય કેટલીક ઘટનાઓ એક જેવી જીદે જુદે સમયે બની આવે છે, જેથી ઇતિહાસની પુનરાવૃત્તિ થયાના આભાસ ઉત્પન્ન કરે છે. વૈદિક આર્યોંએ જ્યારે સૌથી પહેલા ભારતમાં યતિને જોયા ત્યારે તેમના પ્રત્યે તેમને આદર થવાને બન્ને શત્રુભાવ પેદા થયા હતા અને આર્યોએ યતિઓની હત્યા કરી હતી. પણ ધીરે ધીરે એ તિ સંસ્થાના એટલો બધો વિકાસ થયો કે એ સંસ્થા અનાર્યાંની છે એ આજે આપણે કોઈને કહીએ તો તે કાઇ માને પણ નહિ. યતિસંસ્થા આપણા જીવનમાં યુગયુગથી એવી ગુંથાઇ ગઇ છે કે તેના વિનાના જીવનની ઘણાને કલ્પના જ આવી શકતી નથી. છતાંય ઇતિહાસની પુનરાવૃત્તિ થવાનો સમય નજીક આવતા જાય છે. આજે એ પ્રશ્ન છડેચા ચર્ચાય છે કે સાધુસંસ્થાની આવશ્યકતા છે કે નહિ ? અને નહેરૂજી જેવા દેશનેતાઓ તેની અનાવશ્યકતા ઉપર ભાર આપવા લાગ્યા છે. આર્યોએ યતિની હત્યાં કરી, પણ એવુ તે આ યુગમાં ન જ બને. પણ આજની રીત પ્રમાણે પ્રયારના સાધના દ્વારા એ સંસ્થાના લેપ કરવાના પ્રયત્ન થવાના જ એમાં કશી શંકા જ નથી. એટલે એ સંસ્થા વિષે અહિં થોડુ વિચારીએ તે અસ્થાને તે નથી જ. જ્યારે આપણે સાધુસંસ્થાના વિચાર કરીએ છીએ ત્યારે ભીખારી ખાવાની જમાત અને જેમના પ્રત્યે આપણે આદર ધરાવીએ છીએ, જેમને આપણુ મસ્તક પૂજ્યમ્રુધ્ધિથી નમાવીએ છીએ તેમની જમાત વચ્ચેના જે ભેદ છે તે ભૂલવા ન જોઇએ. ખાવાઓની જમાત વિષે તે એમ કહી શકાય કે એ જમાતના તે અંત જેમ બને તેમ જલદી આવે તે જ સારૂ છે. એમાં કદાચ બહુ ઓછા લોકોને વાંધા લેવા જેવું હરશે. એટલે એ પ્રશ્ન વિવાદાસ્પદ ન ગણાય. પણ એ જ વસ્તુ શું આપણા આદરણીય ગુરૂજન જેવા સાધુઓની જમાતને પણ લાગુ પાડી શકાય ? આમાં મને લાગે છે કે જરા ઉંડા ઉતરીને વિચારવાની આવશ્યકતા છે. પ્રવાહમાં તણા ને આ કે તે કહી દેવું તે ઉચિત નથી. સાધુસંસ્થા વિષે જ્યારે વિચારવાનું પ્રાપ્ત છે ત્યારે આપણી સામે માત્ર જૈન કે બૌધ્ધ સાધુ કે બ્રાહ્મણુ સન્યાસી જ નથી આવતા પણુ રામકૃષ્ણ મઠના સંન્યાસીઓની સંસ્થા પણ આવે છે. એટલે એ બાબતમાં એ બધાને સામે રાખીને વિચારાનું પ્રાપ્ત થાય છે. કોઇ પણ સંસ્થામાં અમુક અનધિકારીને પ્રવેશ થયા તેથી એ સંસ્થામાં દૂષણે આવ્યા હોય તે સમગ્રભાવે એ સંસ્થાને નકામી કહેવા કરતાં એ અનધિકારીઓને જ તે સંસ્થામાંથી બાતલ કરવાના માગ લેવા તે વધારે ડહાપણભરેલું છે. એટલે જો સાધુસસ્થામાં બુરાઇ દાખલ થઇ હોય તેા તે બુરાઇને દૂર કરવા વિચારવુ જોઇએ, નહિ કે ‘સમગ્રભાવે એ સસ્થાને જ નષ્ટ કરવાની પ્રવૃત્તિ આદરવી, સામાન્ય રીતે બ્રાહ્મણુસન્યાસીની સંસ્થા વિષે એમ કહી શકાય કે તેમાં પ્રવિષ્ટ થયેલ વ્યકિત સમાજને તદ્ન અનુપયોગી જ બની જાય છે એમ નથી, તે જો. શક્તિસ ંપન્ન હાય તો અને જે પોતાની શક્તિનો ઉપયોગ લેપયોગી કાર્યોમાં કરે તે હિન્દુસમાજ તેના એ કાડૅની કદર કરે છે અને તેને આદરપાત્ર ગણે છે. લોકહિતના કાર્ય કાષ્ટ સન્યાસી કરે તેમાં હિન્દુ સમાજને કશું જ અજુગતું જણાતું નથી. વૃધ્ધાવસ્થામાં કાઇએ સન્યાસ લીધો હોય I અને ઇશ્વરભજન સિવાય તેનાથી કશુ જ બને તેમ ન હેાય અને જો તે તે જ કાર્યોંમાં રત રહેતા હાય તા પણ તે આદર પત્ર બને છે. અને આમાં કાંઇ અજુગતુ છે એમ માનવાની આવશ્યકતા નથી. ઇશ્વરભજન એ કાંઈ હલકું કાર્ય નથી. તેમ બધાથી સહજભાવે ખતે એવુ સરલ પણ નથી. તે જ રીતે રામકૃષ્ણે મઠના સન્યાસીએ પણુ લેાકહિતના કાર્યોમાં સદા યોગ્યતાપૂર્વક લાગ્યા રહે છે; એટલે તેમના વિષે પણ કહી શકાય કે તેમની સમાજને ઉપયોગિતા અને આવશ્યકતા છે જ. એટલે બ્રાહ્મણુસન્યાસી વગ વિષે સામાન્ય વિધાન કરી શકાય કે તેને નાશ જરૂરી નથી, તેમાં જે દૂષણો હાય તેને દૂર કરવા જોઇએ. હવે શ્રમણ પરપરાના સંન્યાસીએ વિષે એટલે કે જૈન સાધુ અને બૌદ્ધ સાધુ વિષે વિચારીએ, બૌદ્ધસાધુએ અત્યારે આપણી સામે છે જ નહિ એટલે તેમની સમસ્યા આપણા દેશમાં છે જ નહિ એમ કહીએ તેા ચાલે બાકી રહે છે જૈન સાધુઓની સંસ્થા એમાં તે શક નથી કે આ સસ્થા સંસ્થા તરીકે સાચ ત્યાગીએની જ છે. તેમાં ભૂતકાળમાં કે આજે જે કાંઈ શેા છે તે તે સંસ્થા કરતાં તેમાં પ્રવિષ્ટ અનધિકારીએના છે. એટલે કરવું એમ જોઇએ કે એ સંસ્થામાં જે અનધિકારીઓ હોય તેમને દૂર કરવાને અથવા તે તેમને સુધારવાના પ્રયત્ન કરવા જોઇએ. નવાને પ્રવેશ પૂરી પર ક્ષા થયા પછી જ મળે તે એ સંસ્થામાં દાખલ થયેલા મેાટા ભાગના દેષોનું નિવારણ શકય છે. આજ કશું જ ન કરતાં એ સંસ્થાને જ ભાંડવી એમાં ભારતવર્ષમાં સંસ્કારની અત્યાર સુધીમાં જે આધ્યાત્મિક પ્રગતિ થઇ છે. તેને લેપ કરી વળી પાછા આધ્યાત્મિક સૌંસ્કારહીન દશાને પ્રાપ્ત કરવા જેવું થશે. અત્યારે જે સૌથી મોટી આક્ષેપ આ સાધુસંસ્થા સામે કરવામાં આવે છે તે એ છે કે તેઓ કશુ જ કરતા નથી અને સમાજના રોટલા મતના ઢીચી ખાય છે. આ આક્ષેપ વિષે વિચાર કરવા જરૂરી છે અને તેમાં કાં તથ્ય છે કે નહી તે પણ વિચારવું આવશ્યક છે. આપણા ઘરમાં કષ્ટ નિવૃત્ત વડે વૃધ્ધ હોય તે પણ કાંઇ કરે છે એમ નથી, છતાં પણ આપણે સંસ્કારે એ શીખ્યા છીએ કે તેમને ખાવા પીવાની કે પહેરવા ઓઢવાની કશી જ તકલીક ન પડે. આનુ કારણ એ છે કે તે વૃધ્ધ આપણા કુટુંબનુ એક અંગ છે. તે જ પ્રમાણે સ`સારી કુટુંબભાવના કરતાં પણ ઉચ્ચ ભાવનાને બળે આપણે એક ધાર્મિક કુટુંબ ઉભું કર્યું છે. એ કુટુંબમાં વડેરા જેવા સાધુ છે તે તેમને આપણે કાંઇક આપીએ તેમાં કશું જ અયાગ્ય છે એમ માની શકાય નહીં. તેમનું કર્તવ્ય ખી કાંઈ ન હોય તે પણુ સમાજમાં જે ત્યાગભાવનાવાળાને જાગરિત રાખવાનુ કામ તેમનું છે, તેની કીમત નજીવી નથી- એક વ્યકિત જ્યારે ઘરમાં હોય છે ત્યારે તેનું કુટુંબ સંકુચિત હાય છે, જ્યારે તે અગારમાંથી અણુગાર અને છે ત્યારે ખરી રીતે તે વિશ્વને નાગરિક અને છે અને આપણને સતત ભાન કરાવે છે કે તમે એક ધરખૂણામાં સ્ત્રી માત્ર ગણ્યાગાંયાને ભરાંસે રહે છે. તેના કરતાં એ છાડવામાં જે મજા છે તે ખોજી જ છે. વિશાંળ જનસમાજ એ કુટુંબ બની જાય છે અને તેની સારસંભાળની જવાબદારી માત્ર કુટુંબની નહિ પણ એ વિશાળ જનસમાજની બની જાય છે. આ (A)
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy