SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ っ **J તા. ૧-૧૧-૧૯૫૪ ત્યારે મારા સ્વ. સાથી મણિભાઇ મને યાદ આવે છે, તેમની રગે રંગે સધ વ્યાપેલા હતા. સધના ખરા પ્રાણ તે હતા. તેમના અને મારા સધ પ્રત્યેના અભિગમમાં ફરક હતા. સધ તેમને મન સર્વસ્વ હતુ. હું બહારની દૃષ્ટિએ તદાકાર હોવા છતાં સધને તટસ્થ ભાવે સદા જોતા રહ્યો છું અને આજની અનેક જાહેર સંસ્થાઓમાં સધતુ` કેટલું નાનું અને નજીવું સ્થાન છે એનો મને પૂરો ખ્યાલ છે, સંધ એ મારે મન કદી સર્વસ્વ બનેલ નથી. આમ છતાં જેની સાથે જોડાયા તેની અને તેટલી સેવા કરી છૂટવું, તેને અને તેટલું ઊંચે લેવા પ્રયત્ન કરવા એવી મારી વૃત્તિ રહી છે. સધની આ દૃષ્ટિએ અને આ ધારણે મે' સેવા કરી છે. સધ સંસ્થા તરીકે એક નાની સરખી સંસ્થા છે, તેનું કાર્ય પરિમાણ પણુ અ૫ક્ષેત્રસ્પર્શી છે. આમ છતાં પણ સધનુ જે કાંઇ કામ થયુ છે અને થાય છે તે નિર્મળ પાણી વહાવતા ઝરા જેવું છે, નાના સરખા ખુણાને અજવાળતા નિર્મળ પ્રદીપ સમુ છે. તેણે કદી એક પણ પાછું પગલું ભર્યું નથી, અસત્ય સાથે ખાંધòડ કરી નથી, પોતાના નિશ્ચિત સિધ્ધાન્તાને વળગી રહીને ચાલતાં તેણે લાભાલાભની કદી ગણતરી કરી નથી. પ્રબુધ્ધ જીવન સંધ પ્રત્યે અને એ રીતે આખા જૈન સમાજ પ્રત્યે મારુ વલણુ એક રેલ્વે ટ્રેનના એક ડબામાં એઠેલા એક પેસેન્જરનું એજ ડખામાં બેઠેલા અન્ય પેસેન્જરો પ્રત્યે હોય તેવું સમસ ંવેદન અને સહાનુભૂતિનુ રહ્યું છે. એ પેસેન્જરના દિલમાં અન્ય બાઓમાં બેઠેલા પ્રત્યે ન હૈય અભાવ કે ન હોય કા જાદાને ભાવ, સમીપસ્થ હોય તેની સેવા કરવી એ જ માત્ર વૃત્તિ તેના દિલમાં હાય છે. આજ ભાવ જન્મથી જેની ખૂબ નિકટમાં રહેવાનુ બન્યું છે તે જૈન સમાજ પ્રત્યે મારા દિલમાં રહેલા છે. વળી સંપ્રદાય કે કામી ભાવનુ કાકડું વધારે મજબૂત કરવુ એમ નહિ પણ એ કાકડા કે કોશેટામાં પુરાયલા સમુદાયને તેમાંથી મુકિત અપાવવી એવી મારી અને અમારા સંધની ભાવના રહેલી છે. સંધના મારી ઉપર અમાપ ઉપકાર છે એ પણ મારે અહીં જણાવવું જ જોઇએ. સંધે અને ખાસ કરીને પ્રબુધ્ધ જૈન યા જીવનની ચાલુ જવાબદારી એ મારા વિકાસમાં ઘણા મેટા કાળા આપ્યા છે અને મારી શક્તિનું ભાન કરાવવામાં મને બહુ મદદરૂપ અનેલ છે. વસ્તુત: બન્ને એકમેકને ધડતા રહ્યા છીએ. આજે મારા એક સાથીએ જણાવ્યું કે સથે પહેલાં માફક હજુ પણ સમાજને વિચારના આંચકા આપવાની જરૂર છે. પહેલાં હતું એવું આજે નથી એજ રીતે જે વિચાર કરવાની ટેવવાળાને કદાચ આમ લાગે, પણ આજે એ સમય રહ્યો જ નથી કે કોઇ પણ નવા વિચાર સમાજને પહેલાં માક આંચકા આપે અને તેમાંથી સંધ પેદા થાય. વિચારના ક્ષેત્રમાં સમાજ ખૂબ આગળ વધેલ છે, જે વિચારાનું પચાસ વર્ષ પહેલાં સ્વપ્ન પણ આવતું નહતું તે વિચારો આજે ચાતર રમતા થયા છે દા. ત. લગ્ન વિચ્છેદ, હરિજન મંદિર પ્રવેશ, સંતતિ નિયમન, માત્ર વર્ણાન્તર નહિ પણ જાયન્તર લગ્ન, ખાનપાનની છૂટછાટ. આજે જરૂર છે. વિચારમાં વિવેકની અને તે વિવેકને અનુરૂપ ઊધ્વગામી આચારની, તે દિશાએ જે કાંઇ કરીશું તે લેખે લાગવાનુ છે. આજે છવીશ વર્ષના ગાળા ઉપર મારી દૃષ્ટિ દોડાવું છું અને સઘની સ્થાપના થઇ ત્યારે જે પ્રશ્ના હતા તેના વિચાર કરુ છું ત્યારે મન અમુક અંશે સતષ અનુભવે છે કે એ પ્રશ્નો મેટા ભાગે ઉકેલાઇ ગયા છે. તત્સંબંધે વિચારમાં તો પલટા થઇ જ ચૂકયા છે. આજે ખાલ દીક્ષાના ભાગ્યેજ કીસ્સા બને છે. અને તેમાં પણ ભગાડી નસાડીને લેાભ લાલચમાં ફસાવીને છુપી રીતે નાના છેકરાઓને દીક્ષા અપાતી હતી તે જંગલીપણું તે હવે ભૂતકાળની ખીના બની ગઇ છે; સાંપ્રદાયિક એકતાને આજે હવે સૌ ક આવકારે છે; ઉચ્ચ એને પ ૧૧૫ શિક્ષણ પાછળ સ્થિતિચુસ્ત માબાપાના છે.કરાએ પણ હવે દોડી રહ્યા છે; દેવદ્રવ્યના હજુ સીધી રીતે નહિ પણુ આડકતરી રીતે સામાજિક ઉપયોગ કરવાનુ સ્થિતિચુસ્ત હસ્તક ચાલતા મંદિશમાં શરૂ થઇ ચૂકયું છે; સાધુશાહીના બાબ પહેલાં કરતાં ઘણા આ. થયા છે. પણ આમ સતેષ માનીને વિરામ કરવાનું આપણને પાલવે નહિ. જૂની ખાતા પતી ગઇ તેા નવી બાબત અને નવી ચે પેદા થઇ છે, નાનુ વતુલ છોડયું તે મેટું વર્તુલ અને મોટી સમસ્યા આપણે હલ કરવાની છે. આ વતુ સ્થિતિ આપણે ના ભૂલીએ. સંધના ભાવી ઉત્કર્ષ વિષે કલ્પના કરતાં સંધ મુખર્જી શહેરનુ એક અગત્યનું સંસ્કાર કેન્દ્ર અને જેમાંથી હવે માત્ર જૈન સમાજ જ નહિ પણું વિશાળ જન સમાજના વિચારવાણી અને આચારને સંસ્કારે એવી નવી નવી પ્રવૃત્તિ વહેતી થાય એવા અમારા મનારથ છે. આજની ઊગતી પ્રજાને તેમાં સાથ આપવા અમારું નિમંત્રણ છે. આજની ઊગતી પ્રજાને વિચાર કરું' છું ત્યારે તેની એક ખાજુ જોતાં મને આનંદ થાય છે અને ખીજી બાજુ જોતાં ગ્લાનિ થાય છે. આજના યુવક એક મેટામાં માટે પ્રણાલિકાભજક છે. તેને જાની કાઈ પ્રણાલિ કે પરંપરા બાંધતી નથી. તે પેાતાના વ્યવહાર પેાતાના વિચાર મુજબ ઘડવા માગે છે. તે વિચાર અને આચારની સ્વતંત્રતા માગે છે. અને આપે છે. તે કાથી ડરતા નથી કે દખાતે નથી. આ છે તેની આનંદજનક બાજુ. પશુ તે ભારે સ્વાર્થ પરાયણ અને ભાગપરાયણ દેખાય છે. તે પેાતાના જ વિચાર કરે છે; બીજાનો વિચાર તે કરતા નથી, કરવાની તેને પુરસદ નથી કે પરવા નથી; તે વાસ્તવિકતાના પૂજારી છે; તેનામાં કાષ્ટ આદર્શની પ્રેરણા કે ઉપાસના દેખાતી નથી. આ ખાજી જોતાં મન ગ્લાનિ અનુભવે છે. અમારા મુખપત્રનું એક વાર સૂત્ર હતુ` કે યુવક સૃષ્ટિના સરજનહાર છે. આજે પણ આ સૂત્ર એટલું જ સત્ય છે. આ સર્જન વિદ્યાસિતા માંથી નથી થઇ શકવાનું, તે માટે તેણે તપ કરવું પડશે; ત્યાગ કરવા પડશે; સંયમ કેળવવા પડશે. પંડિત જવાહરલાલ નહેરૂએ હમણાંજ આપણને એક સૂત્ર આપેલ છે કે ‘આરામ હરામ હય.' આજના યુવકોએ આ પ્રતિજ્ઞા લેવી તેશે. કામ કામ અને કામ ધ્યેયની સતત ઉપાસના સિવાય બીજુ કશુજ ખપે નહિ તેજ આપણને મળેલી આઝાદીને આપણે સલ બનાવી શકીશું', તા જ આપણા જનસમુદાયને પ્રાણવાન–પુરૂષાર્થ યુકત બનાવી શકીશું. આપણુ સર્વ માં સા સન્મતિ અને સદવૃત્તિના ઉદય થતા રહે; આપણામાં અનેરા પુરુષાર્થ પ્રગટે; આપણુ સ` પ્રેયને છેડીને કોયના સાચા ઉપાસક બનીએ ! એ જ પ્રાર્થના. ! શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ત્યારખાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સંધના ૨૬ વર્ષના વૃતાન્તને અનુલક્ષીને ખેલતાં જણાવ્યું કે “મુંબઈ જૈન યુવક સંધના રજત મહાત્સવ પ્રસંગે મારે શું કહેવાનું છે, પરન્તુ મને સમય આા આપવામાં આવેલ છે, એટલે આ પ્રસંગે હું એ બાખતાને જ ઉલ્લેખ કરીશ. પ્રથમ તે એ કહીશ કે મુબઇ જૈન યુવક સંધને જન્મ એક બળવાખાર સ ંસ્થા તરીકે થયો છે. અને તેવી સંસ્થા ૨૬ વર્ષોથી જીવી રહી છે. આ સંસ્થા બળવાખાર રહી શકે ત્યાં સુધી જ જીવે તેમાં તેની મહત્તા છે, નહિતર આ સંસ્થાના અસ્તિત્વની કાઈ જરૂરીઆત નથી. આ સંસ્થાને મે ક્રાન્તિકાર કહી નથી, પરન્તુ અળવાખાર કહેલ છે; કારણ કે જીવનના બધાં મૂલ્યોનું જે સંસ્થા પરિવર્તન આણે તે સંસ્થા ક્રાન્તિકાર કહી શકાય. તે નામ ઘણું ભારે છે.
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy