________________
૬૦.
વામાં આવતા એનુ મને પુરૂ સ્મરણ છે. આ દ્વારા મણિભાની ઉદારતાનુ આપણને સાચું દર્શન થાય છે.
પ્રબુદ્ધ વન
“આવી સસ્થા ખાસ કરીને મધ્યમ વર્ગની સાચી સેવા કરે છે. અહિં બાજુએ બેઠેલા મુ"બઇ સરકારના મજુરસચિવનું આજ કાલ મારોના જ હિતને આગળ કરે છે અને તે તેમનુ જરૂર કવ્યું છે; પણ આજે ખરી મુઝવનારી અને દયાજનક સ્થિતિ મધ્યમ વર્ગની છે, જયાં કમાનાર એક અને ખાનાર અનેક છે. આ મધ્યમ વર્ગના કુટુને પેાતાનાં સંતાનેાને આજની મોંધવારીમાં કેમ ભણાવવા એ અતિ વિકટ પ્રશ્ન છે. વળી આર્થિક અસમાનતા અને તેટલી દૂર કરવાના ધ્યેયને વશ વીને ચાલુ કમાણી ઊપર કાયદાકાનુન દ્વારા કાપ મૂકાતા જાય છે, અસંચય અશકય બનતો જાય છે અને બચાવવા માટે કશા અવકાશ જ રહેતા નથી, આવી પરિસ્થિતિમાં ભણીને આગળ વધવા ઇચ્છતા વિધાર્થીઓને સમાજે જરૂરી સાધન સગવડ પૂરાં પાડવા જ જોઇએ.
અમેરિકામાં આવા લક્ષ્યપૂર્વક કેટલાંય ક્રુડો ઊભા કરવામાં આવે છે અને એક પણ બુધ્ધિશાળી વિદ્યાર્થી દ્રવ્યના અભાવે ભણતા રહી ન જાય એવી કાળજી સેવવામાં આવે છે. આપણી જુની પ્રણાલિ પણ એવી જ હતી કે ગરીબ કે શ્રીમન્ત જે કાષ્ઠ વિદ્યાથી ગુરૂના દ્વારે જતા તેને વિદ્યાદાન મત મળતુ. આજે વિદ્યાદાન મફત શક્ય નથી. આ સગવડ સારી સ્થિતિના ગૃહસ્થાએ જ ઉભી કરી આપવી જોઇએ. આવી સગવડ આપતી સંસ્થાએની કેટલી અધી જરૂર છે તેના મને પુરા ખ્યાલ છે. અમે બહેને માટે કાનજી ખેતશી કન્યા છાત્રાલય શરૂ કર્યું તે વખતે તેના વહીવટમાં હું પણ ભાગ લેતા હતા. સા સા વિદ્યાર્થીનીઓની અરજી આવતી ત્યારે અમે છ કે સાત બહેનોને દાખલ કરી શકતા. બાકીની બહેનોને નિરાશ કરવી પડતી તેવુ અમને પારાવાર દુ:ખ થતું.
ખીજું જયાં આવાં છાત્રાલયોમાં મર્યાદિત સગવડ હોય અને ગરીબ અને કાંઇક સારી સ્થિતિના વિદ્યાથીઓની અરજી આવતી હાય—આમાં ઘણી વાર એવુ બને છે કે સારી સ્થિતિના વિદ્યાથી બુધ્ધિશાળી હોય છે અને ગરીબ વિધાર્થી બુધ્ધિમાં સાધારણ હોય છે આવી પરિસ્થિતિમાં હું એમ ભલામણ કરૂ કે બુદ્ધિશાળી વિદ્યાર્થી તે પહેલી પસંદગી માપજો, કારણુ કે સમાજને ઘડનારા મોટા ભાગે Uncommon – અસાધારણ બુધ્ધિવાળ – વિધાર્થી એમાંથી જ પાકયા છે.
“અહીં તમારૂ આ નવું મકાન જોયું અને તેની રચના તથા વિદ્યાર્થી ઓને મળનારી સગવડો જોઇ જાણીને મને સતાષ થયે. વિશેષમાં મને માલુમ પડે છે કે તમારા પ્લોટની બાજુએ જ ખીજો એટલે જ મોટા પ્લેટ હજુ ખાલી છે તે મારી તમને વિનંતિ છે કે એ પ્લાંટ પણ આ સંસ્થા માટે ખરીદી લેશે, કારણ કે સંસ્થાના વિકાસમાં જગ્યાની જેટલી છૂટ તેટલી વધારે અનુકુળતા રહે છે.
- “આપનો હું આવી સુંદર તક આપવા બદલ અંત:કરણથી ઉપકાર માનુ છું. અને વિદ્યાર્થી ગ્રહના નવા મકાનને હું ઉદ્ઘાટિત જાહેર કરૂ છુ”
માન્યવર મુનશીજીના વકતવ્ય આદ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાદુ મુનશીના, સમારંભ પ્રસગે ઉપસ્થિત થયેલા આગેવાન ગૃહસ્થાને, મકાનનું બાંધકામ નિર્વ્યાજભાવે કરી આપનાર આ ટેટ શ્રી. ચુનીલાલ સધાણીના તથા મુંબષ્ટ સ્વયંસેવક મંડળના આભાર માન્યો,પુષ્પાહારવિધિ થઇ અને સ્વયંસેવક મંડળના ખેડના જનમન ગણુના વાદન સાથે સભા વિસર્જિત થઈ.
તા. ૧-૮-૫૪
પ્રકીર્ણ નોંધ
શ્રી નવલ જેરાજાણીનું અકાળ અવસાન
તા ૧૭–૩–૫૪ ના રોજ રાષ્ટ્રની રચનાત્મક પ્રવૃત્તિને વર્ષોથી વરેલા શ્રી નવલ જેરાજાણીનું ૪૫ વર્ષની ઉમ્મરે હૃદયરોગના અણુધાર્યાં હુમલાના પરિણામે અવસાન થયું. ભાઇ નવલ ખાદીપ્રવૃત્તિ સાથે પ્રારંભથી જોડાયલા વયેવૃદ્ધ શ્રી વીઠ્ઠલદાસ જેરાજાણીના ભત્રીજા થાય. તેઓ નાનપણથી વીઠ્ઠલદાસભાઇની સંભાળ નીચે ઉછરેલા અને તેમના સંસ્કારો ઝીલેલા. મુંબઇની રાષ્ટ્રીયશાળાના અભ્યાસ પૂરો કરીને તે ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા હતા. ૧૯૩૦ ની દાંડીકુચમાં જોડા" યલા ૮૦ સ્વયંસેવામાં તેએ એક હતા. ૧૯૩૦/૩૨ અને ૧૯૪૨ ની એમ બન્ને લડતામાં તેમણે ઠીક ઠીક જેલવાસ ભોગવ્યો હતા. જીવનવ્યવસાય તેમના વીમાને લગતા હતા અને ઇન્ડીયન ગ્લોબ ઇન્સ્યોરન્સ કંપનીમાં તે અગ્રસ્થાન ધરાવતા હતા. ૧૯૪૫ બાદ તેમનું ધ્યાન રાષ્ટ્રના રચનાત્મક કાર્યક્રમ તરફ વધારે ને વધારે ઢળતું ગયું. કારા ગ્રામોદ્યોગ કેન્દ્ર તથા મુંબઈઁ ઉપનગર ગ્રામોદ્યોગ મંડળના તે મંત્રી થયા. અને તેમની કુશળ કાર્યવાહી નીચે એ મને સંસ્થાએ ખૂબ વિકાસ પામતી રહી.
દોઢેક વર્ષ પહેલાં મધ્યવર્તી સરકારે ખાદી ગ્રામોદ્યોગ ર્ડની સ્થાપના કરી અને એ ખોટે મુંબઇમાં જે મકાનમાં વ્હાઇટવે લેડલોની કંપની પોતાના વ્યાપાર ચલાવતી હતી ત્યાં મોટા પાયા ઉપર ખદી ગ્રામોદ્યોગ ભવન ઉભું કરવાનો નિર્ણય કર્યો. આ ભવનની રચના તથા વહીવટની જવાબદારી મુંબઇ ઉપનગર ગ્રામોદ્યોગ મંડળને સોંપવામાં આવી અને ભાઇ નવલની આ ભવનના મુખ્ય આયોજક તરીકે નિમણૂક કરવામાં આવી. છેલ્લા છ મહીનાથી ભાઇ નવલ આ કાર્યમાં સતત રોકયલા રહેતા હતાં. આખુ` ભવન તૈયાર થઇ ગયુ હતું; સ્થળે સ્થળેથી ભાત ભાતની કારીગીરીવાળી ચીજો અને ખાદીને પણ મોટા જથ્થા આવી પહેાંચ્યા હતા; અને બધું વ્યવસ્થિત રીતે ગેઠવાઇ ગયું હતું. અઠવાડી બાદ તા ૧૯ મીની સાંજે મુંબઇના મુખ્ય પ્રધાન શ્રી. મારારજી દેસાઇ આ ભવનનું ઉદ્ઘાટન કરવાના હતા. પણ • ૬ નાને નાનીનાથ માતે 6 મચિતિ એ મુજબ એ વ્રજકાયસમા દેખાતા, નિરોગી ભાઈ નવલ ઉપર તા ૧૦-૭-૫૪ શનિવારના રોજ વીજળીના પ્રપાત સમે ધ્યરોગના એકાએક હુમલા થયા, અને ખાદી ગ્રામોદ્યોગ ભવનના ઉદ્ઘાટનના એ દિવસ પહેલાં એ યુવાનને આ દુનિયા છેોડી જવાની ક્જ પડી, ઇશ્વરી ઘટનાનું આક્લન કોણ કરી શકે તેમ છે? કુદરતનો ક્રમ સાધારણ રીતે આગળની પેઢી જાય અને તેનુ સ્થાન પછીની પેઢી લે એમ આપણે સમજીએ છીએ, પણ કર્દિ કદિ કુદરતની ગતિ વક્ર અને છે અને જેને આપણી વચ્ચે સ્થિર અને સ્થાયી સમજીએ છીએ તેને તે એકાએક ઝડપી લે છે અને વૃદ્ધ ત્રિજનાના વૃદ્ધત્વને અત્યન્ત અસહ્ય બનાવી દે છે. નવલભાઇના જવાથી તેમનાં પત્ની અને બાળકાને પડેલી ખાટ જરૂર નાની સુની નથી અને તેમના વિષે સૌ કાઇ ઉંડી સહાનુભૂતિ અનુભવે તે સ્વાભાવિક છે, પણ એક અપ્રતિમ ખાદીસેવક તરીકે દેશભરમાં સુવિખ્યાત એવા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીને પોતાના ધર્મપુત્ર સમા ભાઇ નવલના જવાથી પડેલી ખાટ એ માત્ર તેમની પાતાનીજ ખાટ નથી પણ વિશાળ જનતાની ખાટ છે એમ સમજીને આ દુર્ધટના વિષે અનેક સહકાર્ય કર્તાએ ઊંડુ ઈભર્યું સંવેદન અનુભવે છે અને વિઠ્ઠલદાસભાઇના આ કુટુંબસ કટમાં પેાતાને ભાગીદાર ગણે છે.
જુલાઇની યાદગાર ૨૦ મી તારીખ,
કેટલાંય વર્ષોંના ગાળે જુલાઇની ૨૦ મી તારીખે એવા સૂ ઉગ્યા કે જ્યારે દુનિયા સમગ્રપણે કોઇ પણ પ્રકારની યુદ્ધપ્રવૃત્તિથી મુક્ત થઈ અને સર્વત્ર શાન્તિની આબેહવા નિર્માણ થઇ. પ્રથમ
6