________________
++
તા. ૧૫-૭-૫૪
પ્રબુદ્ધ જીવન
ક્રાન્તિના ત્રિકાળુ
( શ્રી ત્રિનેાબાની આ વાણીને સૌંકલિત કરનાર શ્રી સૂર્યકાન્ત પરીખ તથા ગીતા પરીખ છે ) લેકાની વિજળીક શક્તિ
આજે જે જગ્યાએ મારા નિવાસ થયો છે તે કાઇ મામુલી સ્થાન નથી પણ એક વિચાર કેન્દ્ર છે કે જ્યાંથી મોટાં મોટાં કામે થયા છે. હિંદુસ્તાનના સત્યાગ્રહની પ્રથમ શરૂઆત ગાંધીજીએ અહિંથી કરેલી, એ શક્તિ અહિંના લોકોમાં વિખી માફક રહેલી છે. ક્રાઇ જો ચાંપ દાખનાર હાય તા તે પ્રગટ થશે.
આંતરિક પ્રેરકશક્તિ
હું ત્રણ વર્ષથી કરી રહ્યો છુ. અને કરવાનો મારો ઉત્સાહ વધી રહ્યો છે.. આવું કેમ બને છે? કારણ કે ભૂદાનયજ્ઞના પાયામાં એક મહાન તત્વજ્ઞાન છે, જેને તેનુ દર્શન થાય છે. તેને તેમાંથી સતત રસ મળતા રહે છે. અહુ વર્ષોથી અનેક ઝાડા ઊભાં છે. તેમને અંદરથી રસ મળ્યા કરે છે એટલે ગરમીમાં પણ સૂકાતાં નથી. બલ્કે જેમ જેમ બહારથી સૂર્યના તાપ વધુ પડે છે તેમ તેમ તે ખીલતા જાય છે. અંદરથી તત્વજ્ઞાનના રસ મળતા રહે તે તપથી ઉત્સાહ વધે છે અને કોઈ મુશ્કેલી નથી લાગતી. નરેન્દ્રદેવનાં વિચાર
મેં હમણાં જ વાંચ્યું કે આચાય નરેન્દ્રદેવ કે જે ઉત્તર પ્રદેશ ભ્રદાન સમિતિના સભ્ય છે તેમણે કહ્યુ કે “ ભૂલનનું કામ તા સારૂ છે, પણ તેની પાછળ કાઈ ખાસ ત-વજ્ઞાન નથી.” આના જવાબ તો હું શું આપું?, હું તો એટલુ જ કહીશ કે એની પાછળ જો તત્વજ્ઞાન ન હેાત તે મારા પગ ત્રણ વર્ષમાં નબળા પડી જાત. પરંતુ મારા પગમાં નબળાઇને બદલે શકિત આવી રહી છે. જ્યાં કાઇ મામુલી વિચારથી મનુષ્ય કામ કરે છે ત્યાં તેની ગતિ ધીમી પડી જાય છે, પરંતુ જ્યાં વિચારનું ઊંડાણુ છે ત્યાં તે કામની ગતિ વધે છે. રાજ નવી સ્મ્રુતિ મળે છે, નવા અંકુરો ફુટે છે, તમે જાણા છે કે ભૂદાનયજ્ઞમાંથી સત્તાન, શ્રમદાન અને છેલ્લે વનદાનની શાખાઓ નીકળતી જાય છે. એના વિસ્તાર એટલો બધા થશે કે જેટલાં રચનાત્મક કામે છે એટલાં તે અંદર આવશે જ, પરંતુ સમાજ જીવનનાં બીજા જેટલાં નૈતિક અંગો છે તે પણ એની અંદર આવી જશે. આ બધુ તેના મૂળમાં કાઈ નવું તત્વદર્શન ન હોય તો ક્રમ થ શકે?
ક્રાંતિ એટલે શુ?
આચાર્ય નરેન્દ્રદેવેએ એવું તે નથી કહ્યું કે હ્રદયપ ૨વર્તનની પ્રક્રિયા નકામી છે. એમણે તે કહ્યુ` છે કે તે વર્ગ સંધમાં માનવાવાળા છે અને કેવળ હૃદય પરિવત નથી આ કામ થશે એવુ તે માનતા નથી. એના શા અય છે. એટલો જ કે એક આદમી પેાતાના વિચાર। બાંધીને બેસી ગયા છે. એવા જે નિશ્ચય થયા હાય તે કાઇ વિચારથી કે અનુભવથી જ થયો હશે. પરંતુ જગતમાં રાજ નવા નવા અનુભવ થાય છે. ક્રાંતિની નવી નવી પ્રક્રિયા હોય છે. અને ક્રાંતિ તા એ જ કહેવાય છે કે જેની નવી નવી પ્રક્રિયા થતી રહે છે. ક્રાંતિની પ્રક્રિયા ને સ્થિર થાય તા તે ક્રાંતિ નહીં રહે. .
ક્રાંતિના ત્રિકાણ
મારે તે એટલુ જ કહેવાનુ` છે કે જેણે વિચારથી એ જ માની લીધું છે કે વસધ માંથી ક્રાંતિ થઈ શકે છે તે જો અનુભવ માટે ખુલ્લું મન રાખે તેા. એ પણ અનુભવ થઇ શકરો કે હૃદયપરિવર્તન અને વિચારપરિવર્તનથી પણુ ક્રાંતિ થઇ શકે છે. માહયુકત માનવીનું હૃદયપરિવર્તન કરવાનું રહે છે, અને સજ્જનાનુ વિચારપરિવત ન કરવાનું "હાય છે. મારા આજ કાર્યક્રમ છે. એક તરફથી વિચાર પૂરા સમજાવીએ છીએ અને ખીજી તરફથી
જી
તપ કરીએ છીએ સમજાવવાથી વિચારપરિવર્તન થાય છે અને તપંથી હધ્યપરિવર્તન થાય છે. આ બંનેની સાથે અને એના જ પરિણામ રૂપે એક બીજી વાત પણ આવે છે. પરિસ્થિતિ પરિવર્તનની. આ રીતે ક્રાંતિના ત્રિકોણ થઇ જાય છે. પરિસ્થિતિ પરિવર્તન માટે શુ કરવુ જોઈએ ? કેટલાક માને છે કે કાયદાથી પરિવર્તન થશે. કાયદા માટે શું કરવું ? સત્તા હાથમાં લેવી પડશે. સત્તા કેવી રીતે પામશું ? કે કાને સમજાવીને એમના વિચાશમાં પરિવર્તન લાવીને તે દ્વારા સત્તા હાથમાં લેવી. આજ રીત
૪૯
લોકશાહીમાં શક્ય છે. એટલે અંતે તે માત્ર વિચારપરિવર્તનના માગ જ રહે છે.
આપણી પાસે તા વિચાર પરિવર્તન ઉપરાંત હૃદય પશ્ર્વિતા ન અથવા `તપશ્ચર્યાંના માર્ગ પણ છે. તપશ્ચર્યાના અનેક પ્રકાર હાઇ શકે. પગપાળા ગામડે ગામડે કરવુ એ તપશ્ચર્યાના એક પ્રકાર છે. એ રીતે આપણે જનતાને એટલું તે સમજાવી શકીએ કે તે પાપમાં ભાગીદાર ન બને, આજે ઠેર ઠેર જમીના ઝુંટવી લેવામાં આવે છે. જમીના ઝુંટવાય છે તે અન્યાય છે તે જમીનદારોને અમે સમજાવીએ છીએ. તે સમજશે નહિ તે અસહકાર થશે. એમનાં કામમાં જનતા સહકાર નહિ આપે તો તે જમીનોનો કબજો છેડશે. અમે કહીએ છીએ કે અમારી પ્રક્રિયામાં અસહેકાર અને સત્યાગ્રહ આવી શકે છે. અમારી પ્રક્રિયાથી કાનુન પણ બંનાવી શકાય છે. જો ચારે બાજુથી કાર્યકર્તાઓ આ કામમાં લાગી જાય' અને લોકાને સરસ રીતે વિચાર સમજાવે તા ભૂદાનથી જ સમસ્યાના ઉકેલ આવી શકશે, મે જનતાને જે રીતે ઓળખી છે એને આધારે એટલુ કહી શકું કે આ વાત તદ્દન નાખી દેવા જેવી નથી, અમે તે ચે આશાથી જ કામ કરી શકીએ છીએ.
કાયદા અને લાકશાહીના મા
છતાં જો એ આશા ન કળી તે ત્રણ માર્ગ રહે છે, એમાંથી લેહિયાળ ક્રાંતિના માર્ગ તો કાઇ માર્ગ જ નથી, ક્રાંતિ જ નથી. તે એ માત્ર વિચારવાના રહે છે. એક કાયદાને તે ખીજો અસહા ગના કાયદાને અમે રાકો નથી. કાયદા થાય, પણ કાયદાના દંભ ન કરાય. અમે કોઇ પણ પક્ષને સત્તા પર આવતાં કે કાયદે બનાવતાં શકતા નથી. દરેક પક્ષ ખુલશે કે આ આંદોલનથી કાયદા બનાવવામાં વેગ જ વધ્યો છે.
૨૬-૬-૫૪ વૃંદાવન આશ્રમ,બિહાર
આપણા કાર્યકર્તાઓએ આત્મપરીક્ષક થવુ જોઇએ. જો આપણે આત્મપરીક્ષક નહીં હાઈએ તે ભૂદાનનું તત્વજ્ઞાન ભાંગી પડશે . આત્મપરીક્ષક એ બળમાં વિશ્વાસ ધરાવે છે કે દરેક માણુસનું હૃદય પરિવત ન થઈ શકે છે, કારણ કે દરેકમાં આત્મા છે. જો. આપણે દરેકમાં આત્મા છે એમ માનીએ તેા હુક્ય પરિવર્તન, વિચાર પરિવર્તન અને બેઉના જોરે પરિસ્થિતિનું પરિવર્તન—આ ત્રિકાણાત્મક પ્રક્રિયા પણ ટકી શકશે. ભૂદાનયજ્ઞના મૂળમાં આ આખા વિચાર જડાયેલા છે.
વિતામા
અહેવાલ દેષ
તા. ૧૫-૬-૫૪ ના પ્રબુધ્ધ જીવનમાં રાષ્ટ્રનું નવનિર્માણુ એ મથાળા નીચે પ્રગટ થયેલ સિધ્ધરાજ ઢઢ્ઢાના ભાષણમાં જણાવવામાં આવ્યું છે કે “અમેરિકા કરતાં હિંદની વસ્તી ત્રણ ગણી છે. ક્ષેત્રકુળ પણ એટલું જ મેાટુ છે.”
આમાં અહેવાલદોષ છે. શ્રી સિધ્ધરાજ ૢાએ એમ જણાવેલુ કે “હિંદની વસ્તી અમેરિકાની વસ્તીથી ખમણી અથવા તેથી વધારે છે જ્યારે હિંદનુ ક્ષેત્રફળ અમેરિકાના ક્ષેત્રફળથી લગભગ ત્રીજા ભાગનું છે.” તંત્રી