________________
२०
પ્રબુદ્ધ જીવન
વિવાહસંસ્થા અને લગ્નવિચ્છેદ
હિંદુ વિવાહસસ્થામાં સુધારા કરવા જે કાનૂન તૈયાર થઈ રહ્યો છે તેનું મુખ્ય અંગ લવિચ્છેદ છે, જે પર પરાઓને લીધે હિંદુજાતિ પેાતાને ખીજાથી ઉચ્ચ માની રહી છે તેમાં પાતિત્રત્ય સૌથી વધારે મહત્વના છે. ગમે તેટલા ક્રૂર, દુરાચારી, રાગી કે પતીત પતિ પણ હિન્દુ સ્ત્રી માટે તેા દેવતા જ છે, એની વિરૂદ્ધ વિચાર કરવા તે પણ પાપ છે. એટલું જ નહીં, પણ જો પતિ કાઈ બીજી સ્ત્રી પ્રત્યે આકર્ષાય અને દુરાચાર કરવા ઈચ્છે તોયે પતિત્રતા સ્ત્રીને ધમ છે કે એની ઇચ્છા પૂર્ણ કરવામાં મદદ કરે. કાલિદાસના ” માલવિકાગ્નિમિત્ર ” નાટકમાં રાણી ધારિણી કહે છે કે “ જે રીતે મેટી નદી નાની નાની નદીઓને સમુદ્ર સુધી પહોંચાડે છે તેમ પતિવ્રતા સ્ત્રી બીજી સ્ત્રીઓને પેાતાના પતિ પાસે પહોંચાડે છે.” સ્ત્રીને વિલાસનું સાધન સમજીને એને માનીતી કરવી તથા મારવી પીટવી એ બધાના પતિને અધિકાર છે. એની બધી વિચિત્રતાઓ દેતાના પ્રસાદ માનીને નીચે મોઢે મૂંગા મૂંગા સહી લેવી એ સ્ત્રીની ફરજ છે, પતિને માટે કાઈ કવ્યું નથી, પત્નીને માટે કાષ્ઠ અધિકાર નથી. જે સમાજ આવા ખ્યાલે તથા મિથ્યા પૂર્વગ્રહોને આદશ માનતા હોય તથા એને વારવાર ગાઈને ગર્વ અનુભવતા હાય એ સમાજ એક પત્ની પાતાના પતિની વિરૂદ્ધ ન્યાયાલયમાં ઉભી હોય અને બધાની વચ્ચે પોતાના દેવ'ની ક્રૂર કથાનું વર્ણન કરતાં કરતાં એનાથી છૂટ્ટા થવાની અનુમતિ મેળવતી હેાય એ ક્રમ સહન કરી શકે ?
વાસ્તવિક રીતે વિચાર કરીએ તે! આ ધટના ભારતીય જાતિવાદની જડ ઉપર એક કઠોર પ્રહાર છે. પાતિત્રત્ય એ હિંદુ જાતિની એક મુખ્ય વિશેષતા છે. આને લીધે હિંદુ જાતિ ખીજી જાતિઓથી જુદી પડે છે. લગ્નવિચ્છેદ-પ્રથા સ્વીકારતાં જ આ વિશેષતા અદશ્ય થશે. એથી ભારતમાં એક–રાષ્ટ્રિયતાના સમથ કે એને આવકારશે, જ્યારે હિંદુત્ત્વને નામે કાર કરનારાએ ખળભળી ઉઠશે.
પ્રસ્તુત લેખમાં હું એ થવા માંગુ છું કે લાંબા સમયથી હિન્દુ જાતિ જે પ્યાલા ઉપર ટકી રહી છે એના કાઇ નૈતિક કે આધ્યાત્મિક આધાર છે ખરા ? શું.વ્યક્તિગત જીવન માટે . કે. સમાજ માટે એની કંઇ કિંમત છે ખરી ? જે ચીજ ગાડીમાં બાંધેલી ત્યારે હીરા જેવી લાગતી હતી તે ગાંઠ ખેાલતાં પત્થર તે નહીં નીકળે ને ? આ પ્રને હું ખુલ્લી અને નિષ્પક્ષ દૃષ્ટિથી વિચારવા માંગું છું.
વિવાહસ સ્થાને નૈતિક આધાર
નીતિશાસ્ત્રની આધારશિલા વર્ણવતાં કેટલાક વિચારકે વ્યકિતહિતને મહત્વ દે છે, અને કેટલાક સામાજિકહિતને ખરી રીતે જોતાં બન્નેનું આખરી પરિણામ તે એક જ છે. એક વિચારધારા વ્યકિનિકાસ દ્વારા સમાજવિકાસ સાધવા માંગે છે, અને બીજી વિચારધારા સમાજવિકાસ દ્વારા વ્યક્તિવિકાસ સાધવા માંગે છે. વ્યકિત અને સમાજને આપણે એકદમ જુદા તેની સાથે સકળાવાના,
સરકારી, અર્ધ સરકારી કે બીનસરકારી કાઈ પણ ઉચ્ચ ક્ષેત્રમાં જેની બુદ્ધિ શકિત અને નૃત્તિ વિશેષ ઉપયોગી નીવડે એવા એક માણસ પ્રબુદ્ધ જૈન'નું તંત્રીપદ સ્વીકારે એ કાંઇ મુંબઈ જૈન યુવક સંધની જેવી તેવી સિદ્ધિ નથી. મારી 'ડી શ્રદ્ધા છે કે આ ત્રીજા અવતારથી એ પત્ર પોતાની કાઇ અનેાખી જ ભાત પાડશે અને એ મુંબઇ જૈન યુવક સંઘના આત્માને અનેક રીતે ઉન્નત કરશે. પંડિત સુખલાલજી
તા. ૧-૬-૧૩
માનીશું તે નહિ ચાલે. એકના ઉત્કમાં બીજાને ઉત્ક્રપ છે, અને એકના અપકમાં ખીજાને અપાપ છે. વ્યકિહિત, બહુજહિત તથા સ જનહિતના સિદ્ધાન્ત પણુ અ ંતે એક જ માગે પહેાંચાડે છે. વિવાહસંસ્થા વિષે વિચારતાં પણ આપણે આ કસોટી સ્વીકારીને ચાલવાનું રહેશે. વિવાહસસ્થાના જન્મ
કહેવાય છે કે શ્વેતકેતુએ વિવાહસ ંસ્થાની સ્થાપના કરી. એક દિવસ ખાળક શ્વેતદ્વૈતુ અને એના માતપિતા એક જગ્યાએ બેઠેલાં. એટલામાં બીજો ઋષિ આવીને એની માતાને જબરદસ્તીથી ઉપાડી ગયા. માતા જવા ઇચ્છતી નહાતી, એ રડી, બૂમા પાડી, પણ પેલા ઋષિ માન્યો નહીં. આ રીતે એનુ અપહરણ થતું દેખીને શ્વેતકેતુએ એના પિતાને પૂછ્યું'—“પિતાજી, મારી માતા જવા ઈચ્છતી નહાતી તે! પણ એ બળજબરીથી ક્રમ લઇ ગયો ?
“ એક સમ્પતિ છે. જે બળવાન હાય તે. એને લા જાય અને ઉપભાગ કરે.” પિતાએ જવાખ દીધો.
શ્વેતકેતુ ને ભાગ્યવસ્તુ નહેતા માનતા, પણ માતાના રૂપમાં જ જોતા હતા. પિતાના જવાબે એને ચૂપ તા કર્યાં, પણ તેના મનમાં આંદોલન શરૂ થયું. મોટા થઈને એણે વિવાહસંસ્થા સ્થાપી, અને જે માણસ સ્ત્રીને પોતાની ભાગ્ય વસ્તુ માનતા હાય તેની પર એના ભરણપોષણ તથા રક્ષણની જવાબદારી નાંખવામાં આવી. એ સાથે જ પરસ્પર અપહરણને એક અયોગ્ય કાય તરીકે લેખવાનું શરૂ થયું.
સમાજ ઉપર આને સારા પ્રભાવ પડયો. સ્ત્રીઓનુ જીવન સુરક્ષિત બન્યુ. ખીજી બાજુ પુરૂષામાં આ માટે થતા ઝગડા ઓછા થવા લાગ્યા.
વ્યક્તિહિત અને સામાજિક હિતના આ કલ્યાણકારી નિયમને ધીરે ધીરે ધમ તથા આધ્યાત્મિકતાનું સ્વરૂપ અપાવા લાગ્યું. હિંદુ પરમ્પરાની આ એક વિશેષતા ગણાય છે એમાં દરેક વાતને આત્મા સુધી પહોંચાડી દેવાય છે. અછૂતના સ્પર્શથી માત્ર શરીર નહી પણ આત્મા અને ધમ પણ્મલીન થાય છે. આ રીતે સ્ત્રી અને પુરૂષના સંબંધ પણ આધ્યાત્મિકતા તથા ધર્મનું એક અંગ બની ગયા.
જે વના હાથમાં શાસ્ત્ર તથા સામાજિક વ્યવસ્થા સોંપાઇ છે તે પોતાના સ્વાર્થાનું સોંરક્ષણ પણ હંમેશા કરતા આવ્યો છે. વૈદિક સાહિત્યમાં રાજતિલક કરતી વખતે પુરાહિત જ્યારે ધેાપણા કરે છે ત્યારે પ્રજાજનને તે કહે છે કે આ ત્રણે વાતા (ક્ષત્રિય, વૈશ્ય અને શુ) રાજા છે. એ બધા પર શાસન કરશે, પણ બ્રાહ્મણેા પર એની સત્તા નહી' હાય, બ્રાહ્મણ ધારે તે એની સમ્પત્તિ છીનવી લઇ શકે છે. કારણ કે એ એની જ દીધેલી છે. બ્રાહ્મણ જો ચોરી કરે, હત્યા કરે અથવા બીજા કાઇ પ્રકારના અપરાધ કરે તો પણ રાજાને એને દંડ કરવાના અધિકાર નથી.” જ્યારે પહેલવહેલા બ્રાહ્મણ ફ્રાંસી પર ચઢયા ત્યારે હિંદુ પરંપરાના ઇતિહાસમાં એક અસાધારણુ મેાટી ઘટના થઈ ગણાઈ.
બ્રાહ્મણાની જેમ જ્યાં સ્ત્રી અને પુરૂષને પ્રશ્ન આવ્યો ત્યાં પુરૂષે પેાતાને સુરક્ષિત કરી લીધેા. સ્ત્રીઓની રક્ષા કરવા તથા પુરૂષોની ઉચ ભાગલિપ્સાથી ખચાવવા માટે લગ્નસંસ્થાના જન્મ થયેલા, પણ પુરૂષને એમાં પેાતાના ઉત્કૃખલ સુખ પર પ્રતિ ધ મૂકાતા દેખાયો. પરિણામે એણે નિયમને એવા ઘાટ દીધો કે