SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન કાર્ય પધ્ધતિ આ દૃષ્ટિથી જો આપણે વિચારીએ તે સહેજે ધ્યાનમાં 'આવશે કે આપણી કાય પદ્ધતિના બે અંશ . રહેશેઃ એક શ વિચારશાસન અને બીજો અંશ કતૃત્વવિભાજન મને જરા શાસ્ત્રીય ભાષા વાપરવાની મનાવવાની આદત છે. એમ કરતાં હું સંસ્કૃત ભાષા વિશેષ જાણું છું. એથી સંસ્કૃત શબ્દો આવી જાય છે એટલે માફ કરશે. વિચારશાસન એટલે વિચાર સમજવા, વિચાર સમજાવવા. વિચાર સમજ્યા સિવાય કાઇ વાત કબૂલ નહીં કરવી. વિચાર સમજ્યા વગર જો આપણી વાત કાઈ કબૂલ કરે તો દુ:ખી થવુ. ઈચ્છા ખીજા પર લાદવી નહીં, પણ ફકત વિચાર સમજાવીને જ સાપ માનવા. આપણા સર્વોદય સમાજમાં જે રચના કરવામાં આવી છે તેને કેટલાક લેા લુઝ એન્ગેનિકેશન ' એટલે કે િિથલ રચના કહે છે, શિથિલ રચનાથી કાઇ કાય” ના થઈ શકે. એટલે રચના શિથિલ હોવી જોઇએ નહીં. પણ આ શિથિલ રચના નથી, અ–રચના છે. એટલે આપણે કેવળ વિચારના આધારે પડી રહેવા માગીએ છીએ. આપણે કાઇને એવા આદેશ આપવા નથી જેને લોકો સમજ્યા વગર અમલ કરે. આપણે કાઇના આદેશ કબૂલ કરતા નથી જેથી વગર વિચારે અને વગર પસંદગીએ કાષ્ટ આદેશને આપણે અમલ કરતા નથી. આમ છતાં આપણે સલાહ–મસલત કરીએ છીએ. કુરાનમાં ભકતોનું લક્ષણુ દર્શાવવામાં આવ્યું છે કે અનુજા નો શ્ર' એટલે કાય પરસ્પરની સલાહ મસલતથી થાય છે. તેા આપણે મસલત કરીશું અને જે આપણી વાત સાંભળનારને પસંદ ન પડી, તેણે માન્ય ન કરી અને તેને અમલ ન કર્યાં તા તેથી આપણે ખુશી થઇશું. પણ જો તે સમજ્યા વગર તેને અમલ કરે તે તેથી આપણને દુઃખ થશે. આવી રચનામાં જેટલી તાકાત છે તેલી કાર સ્પષ્ટ, કુશળ કે અનુશાસનબદ્ધ રચનામાં નથી. અનુશાસનબદ્ધ દડયુકત રચનામાં શિવશકિત નહીં હાય જે આપણે પેદા કરવી છે. તે ખીજી શકિત છે. એટલે વિચારશાસનમાં આપણે માનીએ છીએ. આ વાત ધ્યાનમાં આવે તો વિચારના નિર ંતર પ્રચાર કરવા એ આપણા એક કાર્યક્રમ ખતી જશે—જે આપણે કરતા નથી અને આપણે કરવું જોઇએ. વિચારના નિરંતર પ્રચાર જ્યારે હું આ દૃષ્ટિથી જોઉં છું ત્યારે યુદ્ધ ભગવાને ભિક્ષુ સંધ ક્રમ બનાવ્યા અને શંકરાચાર્યે યતિ સંધ કેમ ખનાવ્યા હશે તેનું રહસ્ય સમજાય છે. આ સધાના અનુભવ પરથી તેમના ગુણદોષોની તુલના કરીને મેં એ નિય કર્યાં છે કે આપણે એવા સા રચવા નહીં. એના ગુણા કરતાં દોષ વધારે છે. આ અનુભવથી આપણે સંધ રચીશું નહીં પણ તેમને સંઘ ક્રમ બનાવવા પડયા તેનો ખ્યાલ આવી જાય છે. નિર તર અખંડ રીતે વહેતા ઝરણાની માફક સતત ઘૂમતા અને સતત લેાકા પાસે વિચાર પહાંચાડનારા લાક પણ જોઈએ. એમના વગર સૌંદય સમાજ કામ નહીં કરી શકે. લેાકા પાસે પહોંચવાની જેટલી તકા મળે તે ઝડપી લેવી જોઇએ. લકા એક વાર કહેવાથી સાંભળતા નથી. એટલે બીજી વાર કહેવાની તક મળે તેથી આનદ થવા જોઈએ. વિચાર-પ્રચારના આટલા ઉત્સાહ, આટલી શ્રદ્ધા, અને વિચારનિષ્ઠા આપણામાં હોવી જોઇએ. પણ આપણી પરિસ્થિતિ એવી છે કે આપણામાંથી ઘણાખરા ભિન્ન ભિન્ન સસ્થાઓમાં ગિરફતાર થઇ ગયા છે. આની વધુ ચર્ચા હું પછી કરીશ. હમણાં તે માત્ર ઉલ્લેખ કર્યો છે. અપૂ વિનાબા ભાવે તા. ૧૫-૫-૫૩ વૈશાલી વિહ ( પૃષ્ઠ ૧૨ થી ચાલુ ) વ્યક્તિના શબ્દને જ અંતિમ પ્રમાણ માનવાનું થાય. શબ્દના આ જે પ્રાધાન્ય ભાવ છે તે જ અન્ય રૂપે શબ્દય દ્વારા સૂચિત થાય છે. ખુદ મુધ્ધે પોતે કહ્યું છે કે લિચ્છવીએ પ્રાચીન રૂઢિઓને આદર કરે છે. કાઇપણ સમાજ પ્રચલિત રૂઢિને મૂળમાંથી ઉખેડી નાંખીને જીવી નથી શકતા. સમભિરૂદ્ધ નયમાં રૂઢિના અનુસરણના ભાવ તાત્વિક દ્રષ્ટિએ ઘટાવ્યો છે. સમાજ, રાજ્ય કે ધર્મ, બધાના વ્યવહાર, સ્થૂલ વિચારસરણી કે વ્યવસ્થાગમે તે હે−પણ તેના મૂળમાં જે પારમાર્થિક દ્રષ્ટિ ન હોય તો તે ન જીવી શકે કે ન પ્રગતિ કરી શકે. એવભૂત નય આ પારમાર્થિ ક ષ્ટિના સૂચક છે, જે નય તથાગત” ના “તથા” શબ્દમાં અને મહાયાનના “તથતા” શબ્દમાં ગભિ ત છે. જૈન પર પરામાં પણ “તદત્તિ” શબ્દ તે યુગથી આજ સુધી પ્રચલિત છે, જેને અર્થ એટલા જ છે કે સત્ય જેવું છે તેવું હું સ્વીકારૂં છું. બ્રાહ્મણુ, બૌદ્ધ, જૈન આદિ પરપરાએના પ્રાપ્ત થતા ગ્રંથૈ તથા ખોદકામમાંથી મળી આવેલા સિકકાઓ, અવશેષો તેમ જ અન્યાન્ય સામગ્રીઓ ઉપરથી જ્યારે આપણે પ્રાચીન આચાર વિચાર, સંસ્કૃતિના વિવિધ અંગો, ભાષાના અંગપ્રત્યગા, શબ્દોના અર્થ આદિ ભિન્ન ભિન્ન વિષયોના વિચાર કરવા બેસીશું ત્યારે ઉપરની તુલના આપણને કાંઈક ઉપયોગી થઇ પડશે. એ દ્રષ્ટિથી મેં નયાના શબ્દાર્થ વિષે થોડું કર્યું. બાકી તે જ્યારે આપણે ઉપનિષદે, મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યા, પુરાણા, પિટકા, આગમા અને દાનિક સાહિત્યના તુલનાત્મક દ્રષ્ટિએ વિશાળ પાયા ઉપર અભ્યાસ કરીશું ત્યારે અનેક એવા રહસ્યો જાણવા મળશે જે આ બધુ એક જ વડના બીજના વિસ્તાર છે એમ સૂચન કરતા હશે. અધ્યયનના વિસ્તાર પશ્ચિમના દેશોમાં પૂર્વની વિદ્યાના અભ્યાસને જે વિકાસ થયો છે તેમાં તેને ગાઢ પરિશ્રમ માત્ર કારણ નથી, પશુ પરિશ્રમની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિ, જાતિ અને પથમેથી પર રહીને વિચારવાની વૃત્તિ, સર્વાં'ગી અવલાકન વગેરે અનેક કારણેા છે. આપણે પણ આ માગ સ્વીકારવાથી બહુ થોડા સમયમાં ઇચ્છિત વિકાસ સાધી શકશું. આ દ્રષ્ટિએ હું વિચાર કરૂ છુ ત્યારે મને કહેવાનુ મન થઇ જાય છે કે ઉચ્ચ વિદ્યાના વર્તુલમાં આપણે અવેસ્તા આદિ જરથ્રુસ્ત પરંપરાના સાહિત્યના સમાવેશ કરવા જોઇશે. એટલુ જ નહી પણ ઇસ્લામી સાહિત્યને ય યોગ્ય સ્થાન આપવુ જોઇશે. જેમ દેશમાં આપણે રાજકીય અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એક બીજામાં ભળી ગયા છીએ અને અવિભાજ્ય રૂપે સાથે રહીએ છીએ તેવી રીતે બધી વિદ્યામાં પણ એકરાગતા લાવવી જોઇશે. બહાર અને વૈશાલી : વિદેહમાં મુસ્લીમ સૌંસ્કૃતિનું સ્થાન સારા પ્રમાણમાં છે અને પટના, વૈશાલી આદિ બિહારના સ્થાએ ખોદકામ કરવામાં તાતા જેવા પારસી ગૃહસ્થ મદદ કરે છે તે ન ભૂલવું જોઈએ. ભૂદાનમાં સહકાર આચાય વિનાબાજીના બિહારના વસવાટે અત્યારે સારા દેશનું ધ્યાન આ તરફ ખેચ્યું છે. એવું ભાસે છે કે જાણે જુના અને નવા અહિસાના સંદેશાને નિમિત્તે તે બિહાર અને વૈશાલીની ધ ભાવનાને મ્રુત સ્વરૂપ આપી રહ્યા છે. બિહારવા સીએ સ્વભાવે સરળ છે. ભૂદાન યજ્ઞ અહિંસાનું એક માત્ર પ્રતીક છે. સાચા અર્થમાં તે તેની સાથે અનેક વાતે અનિવાય રૂપે જોડાએલી છે-જે વિના ભારતનું નવનિર્માણ સંભવિત નથી. જમીનદાર જમીનનુ દાન કરે, ધનવાન સદંપત્તિનું દાન કરે. પણ આ સિવાય બીજી અનેક પ્રકારની આત્મશુધ્ધિ આવશ્યક છે. આજે ચોતરફ લાંચ રૂશ્વતની ફર્યાદ થાય છે. બિદ્ધારના રાજક મચારીઓ આ ક્ષતિને નિર્મૂળ કરે તે તે વિશેષ આશીર્વાદ સમાન થઇ પડે અને દેશના બીજા પ્રાન્તાને બિહારની આ પડેલ અનુકરણીય થાય. ઉપર જે કાંઇ કહેવામાં આવ્યું છે તે મહાવીર. મુદ્ધ કે ગાંધી, બધાની સમ્મિલિત અહિંસાભાવનામાંથી કુલિત થતા વિચારા છે-જેનું પારાયણ હરએક જન્મજયન્તી પ્રસંગે ઉચિત લેખાશે. મૂળ લેખક : પડિત સુખલાલજી સંપૂર્ણ અનુવાદક : મેનાબહેન શ્રી મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક, પ્રકાશક શ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયા, મુદ્રણુસ્થાન ચદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, લાંબા સમય ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુંબઇ, ૨.
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy