________________
૧૪
ભરેલી અને પરસ્પર વિધી દિશાએ ખેચતા ખળાથી પ્રભાવિત ખનેલી આ દુનિયામાં એકાએક એકતા શકય નથી. એકતાના વિચાર કરનારે પોતાના ઘરથી, પોતાના સમાજથી શરૂઆત કરવાની રહે છે. અકબર બાદશાહે એક વાર મીરખલને પૂછ્યું કે બીરબલ, મારી અને તારી દાઢી એક સાથે મળવા લાગે તે તું પહેલાં કેાની દાઢી ઠારવા પ્રયત્ન કરે ?” ખરખલે જવાબ આપ્યો કે “જહાંપનાહ મળે માફ કરે, પણ પહેલાં તે! હું મારી દાઢી ઠારવાનેા પ્રયત્ન કરૂ” આ રીતે પહેલાં આપણુ` બળતું ધર હારીએ, આપણે આપણા મતભેદો મીટાવીએ, અને અંદર અંદર સંગકૃિત બનીએ. આ 'દરની સાફ સુન્ની માટે આપણું હૃદય પહેલાં સાફ કરવું ઘટે છે. ધરૂપી ખેતી કરવી હાય તા જમીન પહેલાં સાફ કરવાની જરૂર રહે છે. આ માટે વીતરાગ ભગવાનના વચન ઉપર વિશ્વાસ ધરવાની જરૂર છે. પ્રભુવચનના વિશ્વાસ દ્વારા હૃદયશુદ્ધિ કરે અને એકતાના વિચારને આગળ વધારો !
તમે જૈતાને એક કરવા માંગે છે તો તે જુદા કેમ રહે છે ? તે જુદા રહેવા પાછળ કાષ્ટ મતલબ છે ? તેની પાછળ કયા પૂર્વગ્રહા કામ કરી રહ્યા છે.? આને ડેા વિચાર કરા ! સંશાધન કો ! દર્દીના મૂળને જાણા, તપાસેા, તેનું નિદાન કરે ! ખીજાની ભૂલ સુધારવા પહેલાં પોતાની ભૂલને જોતા શીખો, અંદરના અભિમાનને દૂર કરા, એમ કરવાથી એકતાને મા એકદમ સરળ થવા માંડશે.
પ્રબુદ્ધ જીવન
ખીજી મારી એ સૂચના છે કે સુધારક વિચારના અને જૂના વિચારના, યુવકા અને વૃધ્ધ, બન્ને વચ્ચે જે અન્તર, પડી ગયુ છે તે દૂર થવું જોઇએ. બન્નેના દષ્ટિક્ષણના સમન્વય થવા જોઇએ. એકે અન્યથી દૂર ભાગવાને ખદલે નજીક આવવુ જોઇએ. જુવાન. કહે છે કે જમાનાને અનુસાર એકદમ ફેરફાર કરા” મૃદ્ધ કહે છે કે મૂળ વસ્તુને નુકસાન ન કરશ. આ ખન્નેના કથનમાં સત્યાંશ છે. જમાના અનુસાર જરૂર. બદલવુ જોઇએ, પણ એમ કરતાં પાયાના તત્ત્વનો, મૂળ વસ્તુના છેદ ઉડી ન જાય એ પશુ જોવુ રહ્યું. જમાના મુજબ, ફેરફાર કરવાનું કહેનાર પેાતામાં પાયાની વસ્તુ માટે શ્રધ્ધા છે એવી પ્રતીતિ કરાવવી જોઇએ. મૂળ વસ્તુના સાચા મૂલ્યની સામાન્ય જનતાને પ્રતીતિ કરાવવી જોઇએ અને સાથે સાથે સમયાચિત ફેરફાર કરવાની તત્પરતા દાખવવી જોઇએ. આજે સુધારક સમાજથી દૂર તે દૂર જાય છે અથવા તેને નાસ્તિક ગણી કાઢી તેને દૂર દૂર હડસેલવામાં આવે છે. આ બરાબર નથી. સુધારક પશુ સમાજનું હિત ચિન્તવે છે. જેના દિલમાં લોકોયની કામના છે તેને આપણે નાસ્તિક ક્રમ કહીએ ? તેને મળે, તેને સહકાર આપે, તેને પાતાને બનાવે. આમ બધા એકમેક સાથે મળતા રહે. એકમેકના દૃષ્ટિબિન્દુઓને સમજતા થાય, પછી એકતાને કાઇને ઉપદેશ આપવાની જરૂર જ નહિ રહે.
કાશ્રિત ર
એ સાધુએ એક ઉપાશ્રયમાં ઉતર્યાં હતા. એક બાંયતીએ હતા; ખજો ઉપરને માળ હતા. બેયતળીઆવાળા સાધુ કહે છે કે ઉપર બેઠેલા સાધુ અભિમાની છે, તે નીચે ઉતરત નથી. ઉપર બેઠેલો સાધુ કહે છે કે નીચેનેા સાધુ ક્રિયાહીન છે તેની પાસે જઇને હું શું કરૂં ? આમ પરસ્પર નિન્દા કરવાથી "કોઇ ફાઇની સમીપ જઈ શકતુ નથી,
જૈન તત્વ એટલે નાતજાતને, રીંગરૂપતા, ભેદ ભુલવા અને માનવતાની સળંગ દેરીએ ગુથાવુ. એક જ વ્યકિતને તમે જૈન કહીને ઉંચે શ્રઢાવા છે તેા પછી તેને તેરાપથી કે સ્થાનકવાસી કહીને શા માટે નીચે ઉતારી છે. ! પાયામાં રહેલી સમાનતાને જાઓ અને નામભેદને ભુલી જાઓ.
દેવ, ગુરૂ, અને ધમ એ ત્રણ મૂળ તત્વો છે. એમાં દેવ તા સૌના એક છે પણ ગુરૂએ સૌ સૌના જુદા છે, કારણ કે
તા. ૧૫-૫-૫૩
ગુરૂ ગુરૂના વેશ જુદા છે તેમની સમાચારી જીંદી છે, તેમના સધાડા જુદા છે, તેને લીધે ધર્મના આચારમાં ભેદ પડ્યો છે અને અનુયાયીઓના વળષ્ણુમાં મારાતારાની ભાવના ઉભી થઇ છે. આ રીતે ત્રણ અંગમાં બે આંગ બગડયા છે. એક અગ સાબુત છે. આ સામ્રુત અંગને પ્રભુના ઝંડા નીચે આશ્રય લઇને તમે બધા એક બને. તમને બધાને વીતરાગ પરમાત્માનું એક શાસન સ્વીકાર્યાં છે, આ દેવ તમને સગઠિત કરનાર રન્તુ છે. તેનુ ં અવલંબન લઇને એક બને! અને જુદાઇને ટાળે. તમે શ્રાવકાને જૈનેતે જુદા રાખે એવુ' કશું નથી. તમે બધા સાથે હવા મળેા છે, ખાએ પીએ છે, દીકરા દીકરીઓના અંદર અંદર વિવાહસબધો ચાજો છે, વેપાર વજ્ર સાથે મળીને કરે છે. અને સાથે મળીને લાખે ફપીઆના સાહસે ખેડા છે. આચારમાં કે વિચારમાં તમારામાં એવી કાઇ ભિન્નતા નથી. તમે એક બની જાત. સાધુઓ પાસેથી આ બાબતની આશા ન રાખો. તમારા એક બનવામાં સામેની ફાટી જોખમાય છે તે તેઓ તમને એક બનવાનું બળ કેવી રીતે આપી શકે? પણ તમે જો એકત્ર અને સગશ્ચિત બનશે। તો પછી સાધુઓની દેન નથી કે, તેઓ લાંમા વખત જુદા રહી શકે. તમે એક થશે તે સરકાર ઉપર તમારૂં પ્રભુત્વ પડશે અને તમારી વ્યાજબી માંગણીએ મ'જુર કરાવી શકશો. એક એક લાકડી તુટી શકે છે. . લાકડીના ભારા કાજીથી તુટતા નથી: એક એક દારા તાડી શકાય છે. તેનું દોરડું બનતાં તે મેટી મેટી સ્ટીમરાને પકડી શકે છે અને ગમે તેટલા ભાર ઉપાડી યા ખેંચી શકે છે. ગંજીપામાં એકકાનુ જ મહત્વ છે તે અન્ય પાનાઓનુ છે જ નહિ. આમ સમજીને, કાળબળને વિચારીને ભગવાનના નામ ઉપર તમેા બધા ભાઈઓ એક મને અને સાયન હિતાહિતને એકત્ર બની વિચાર કરો અને આગળ વધે.
અલબત્ત આ એકતાના અર્થ એવા કરવાના નથી ક સ્થાનકવાસી સ્થાનકવાસી મટી જાય, અને તેરાપથી તરાપથી મટી જાય. કાઇએ પેાતાની માન્યતા ઢાંડવાની નથી, એ આજે શક્ય પણ ... નથી. આવતી કાલે કાઈ યુગપ્રધાન પોતા એ પણ્ ન જ બની શકે એમ ન કહી શકાય અને ખરેખર આપણને એવા એક યુગપ્રધાનની જરૂર છે જે આપણી જુદાઇને ભુલાવે, આપણને સાચો રાહ બતાવે, આપશુને અક જ માના પ્રવાસી બનાવે. આવે યુગપ્રધાન પેદા કરવા નાટે આપણે તૈયારી કરવી જોઇએ અને એ તયારીના પાયે પશુ એકતા જ છે એ આપણે ખરેખર સમજી લઈએ.
આ માટે આપણે ડાળીને છોડીને મૂળને વળગતા થતું જોઈએ. ડાળીઓ આજ છે અને કાલે નથી. પશુ મૂળ એ જ આપણું સાચુ અને સ્થાયી અવલ બન છે. ડાળીને એકાએક છોડી શકાય તેમ નથી એ સમજી શકાય તેવું છે. પણ માશ કહેવાના આશય એ છે કે ડાળીને વળગી રહેવા છતાં પણ તમારી પકડ મૂળ સાથે હાવી જોઈએ. આ જ આશયથી હુ તમને બધાને કહ્યું હું કે હવે વિજયવલ્લભ સરિની જય, તુલસી રામજીની જય-વી અમારી જેવી વ્યકિતની જય માલાવવાનું છોડી દ્યો અને માત્ર મહાવીર સ્વામીની જ જય પોકારા અને તેના નામ નીચે, તેના શાસન નીચે સૌ કાઈ એકત્ર થા, સંગડ્ડિત થાઓ, ગરીબાઈ અને અસહાયતાના ગતમાં ડુી રહેલા સમાજને ઉગારા એ જ પ્રાથના.
ત્યાર બાદ મુબઇ જૈન યુવક સંધના મંત્રી શ્રી. ટી. જી. શાહે મુદ્ર અવાજથી આચાાય' મહારાજે કરેલી એકતાની ઉદ્દે ણાને અન્તરથી વધાવી લેવા શ્વેતામડળીને અનુરાધ કર્યો. હતા અને તે દિશાએ પ્રયત્ન કરી રહેલ સયુકત જૈન વિદ્યાસઁગૃહની સંસ્થાની જરૂરિયાતે ને પહોંચીવળવા ૬ ભંગી અપીલ કરી હતી. અને આચાર્ય શ્રીા મુંબઇ જૈન યુવક સંધ વતી હાર્દિક આભાર માન્યા હતા. આખરમાં આચાય મહારાજે માંગલિક સંભળાવ્યું હતું અને ત્રણ કલાક સુધી અખ ંડપણે ચાલી રહેલી સભા મહાવીર સ્વામીના જયનાદ સાથે વિસર્જન કરવામાં આવી હતી.
dj h