SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૬ અનીતે તે સર્વોયના લક્ષ્યની તરફ સમાજ તેમ જ રાષ્ટ્રને પ્રવૃત્ત કરવામાં સફલ બને એવી પ્રભુને પ્રાર્થના છે. કલકત્તાથી શ્રી ભવમલ સિ’શ્રી : પ્રભુધ્ધ જૈન નું નામ બદલીને પ્રભુધ્ધ જીવન” એવું નામ સ્વીકારી રહ્યા છે તે જાણીને ખૂબ પ્રસન્નતા અનુભવી. આમ પણ પ્રયુદ્ધ જૈનમાં આપ જે વિચારો પ્રગટ કરી રહ્યા હતા તેમાં કાઇ પણ પ્રકારની સંકી દૃષ્ટિ હતી જ નહિ. નામમાં 'જૈન' શબ્દ હોવા છતાં પણ વાસ્તવમાં પ્રમુદ્ધ જતાનુ જ પત્ર રહ્યું છે. હવે નામમાંથી પણ આપે જૈન શબ્દ કાઢી નાંખીને અને તેની જગ્યાએ જીવન શબ્દ રાખીને આપે એક બહુ જ ઉચિત પગલું ભર્યુ છે. વિચાર તથા દ્રષ્ટિ તે આપના પુત્રની બિલકુલ અસાંપ્રદાયિક રહી જ છે. નામ પણ અસાંપ્રદાયિક હોય એ તદ્દન સમીચીન છે. આ નામપરિવર્તનના અવસર ઉપર આપની યાજનાને હું સફલતા ઇચ્છુ છું. મુંબઇથી શ્રી. ડુઇંગરશી ધરમશી સંપત : પ્રમુદ્ધ જૈન જેવું સાંપ્રદાયિક નામ ત્યજી પ્રમુદ્ધ જીવન જેવા સાર્વજનિક નામને તે સૌ ક્રાઇ વધાવી લે. શ્રી. પરમાત્મા પ્રત્યે પ્રાના છે કે પ્રભુ જીવનનું આંબાનુ વ્રુક્ષ વાંચનારાઓને સદા મધુર રસ ચખાડતું રહે. ન્યુદીલ્હીથી રાષ્ટ્રીય મહાસભાના મુખ્ય મંત્રી શ્રી. બળવંતરાય મહેતાઃ પ્રબુદ્ધ જૈનને પ્રમુદ્ધ જીવન બનાવા છે અને જે વિશાળ ભાવનાથી આજ સુધી તમે એનું સંચાલન કર્યું છે તે ભાવનાને અનુરૂપ નામ પણ આપેા છે તે જોઇને આનંદ થયા. ગુજરાતી સાહિત્ય અને સમાજની તમે જે સેવા કરી રહ્યા છે. તેથી હંમેશા મને આનંદ થયો છે. પ્રજાધડતરના કાર્યોંમાં આ પત્ર કિંમતી હિસ્સા આપી રહ્યું છે. ભવિષ્યમાં પણ તે ચાલુ રહેશે એવી શ્રધ્ધા છે. ભાવનગર ‘ધાળાના પ્રમુખ શ્રી હરભાઇ ત્રિવેદી: મારાં અનેક અભિનન્દના ! પ્રબુદ્ધ જીવન' ઘણું જીવા અને ગુજરાતને ઉજાળા! હવે તમે જ્યારે પણ કહેશે ત્યારે કાંઇક લખીશ. (હરભારની ખુશાલીમાં મારા સુર પણ પૂરાવું છું. (ગરીશ ભટ્ટ ) પાટણ કિલ્લાલ કેળવણી મંડળ વતી તે સંસ્થાના અધિષ્ટાતા શ્રી પુનમચંદ શાહુ ; આપના પાક્ષિકની સંપાદનનીતિને અમને પરિચય છે જ, અને નામ પ્રબુદ્ધ જૈન હાવા છતાં એમાં આવતું લખાણ નિષ્પક્ષી, સયિલક્ષી અને વ્યાપક દષ્ટિવાળુ` જ જોયું છે. આમ છતાં યે સાંપ્રદાયિકતાની અજા ભુતાં પણ ઝાંખી કરાવતું નામ બદલીને 'પ્રમુદ્ધ જીવન' રાખવાનું રાવ્યુ છે એથી ખૂબજ આનંદ થાય છે. બને કે હવે એની ગ્રાહકસ ખ્યામાં પુરતા વધારે થાય અને એને વાચક વગ પણ ખૂબ વધે, નવા નામ સાથે પ ંદરમાં વર્ષમાં પ્રવેશ કરતા આપના મુખપત્રને અમારા સહુની શુભેચ્છા પાઠવુ છુ. આંબલા ગ્રામદક્ષિણા મૂર્તિના મુખ્ય સંચાલક શ્રી મનુભાઇ પંચાલી : ' મુદ્દે જૈન ' ' પ્રમુદ્ધ જીવન રૂપે પલટાય છે. તે જાણી આનદ થયો, તે સહજ છે. નાનુ હાઇને પણ વ્યાપક કામ ક્રમ અમી પહોંચાડે છે તેને મુધ્ધ જૈન' નમુના છે. ભાવનગરથી શ્રી ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની: પ્રબુદ્ધ જૈને ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રોના વિધવિધ પ્રદેશામાં સર્વાંગીણ વિકાસ માટે બીનસાંપ્રદાયિક પર ંતુ વિશદ અને વિશાળ ધામિ`ક દ્રષ્ટિએ, સદેશીય સમાજના નૈતિક ઉથ્થાન માટે અન્ય જૈન જૈનેતર સામયિકાના મુકાબલે જે ભવ્ય અને અપૂર્વ સાધના કરેલ છે અને વિચ વાણીસ્વાતંત્ર્યની પ્રગતિમાં નિડરતાથી હિંમતભ તે જે પ્રકારે આગળ બધી રહેલ છે તે ધ્યાનમાં લ. જૈન'નું નવું નામકરણ કરવા બદલ તે પત્રના સચાલક હાર્દિક ધન્યવાદ અને અભિનંદ પાઠવુ છું. માંડલથી શ્રી. રતિલાલ મફાભાઇ શાહ ઃ કાઇપણ ધર્માંની મહત્તા તેના સખ્યાબળ કે આંખને આંજી નાખનારાં ભવ્ય ક્રિયાકાંડા પર અવલંબતી નથી, પણ જનતાનું નૈતિક ધારણ 'ચુ' ચડાવવામાં તથા સ'કુચિત અને રૂઢ માન્યતાઓમાં અટવાઇ પડેલી જનતાને જાગૃત કરી એને જીવનની વિંશાળ દૃષ્ટિ તરફ વાળવામાં એણે કેટલે ફાળો આપ્યા છે એ પર છે, અને આ દૃષ્ટિએ પ્રમુદ્ધ જૈને પોતાના ઉગમકાળથી જ આ આ દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી ઉમદા ધારણ પ્રસ્થાપિત કર્યું હતું અને આપત્તિ પણ બળપૂર્ણાંક ટકાવી રાખ્યુ હતુ. આજે તો એણે પણ એક ડગલું એથીયે આગળ લયુ" છે. જો કે શરૂઆતમાં તેા એણે જૈન સમાજની શુદ્ધિ-વિકાસ અર્થે જન્મ લીધા હતા, પણ હવે એ નવી દૃષ્ટિ પામેલા યુવાની સહાયથી વિશાળ જનતાની સેવા અર્થે પ્રભુધ્ધ જીવન' રૂપે પુનર્જન્મ ધારણ કરે છે, જે આપણા માટે એક આનંદ અને ગૌરવની વાત છે. જે સમાજની સેવાનું વ્રત લઇ એણે જીવનની શરૂઆત કરેલી એ આજે અન્ય સમાજે માટે નડતા નામ' ના નાને અંતરાય દૂર કરી વિશાળ સમા જની સેવા કરવા તરફ પ્રયાણ કરે છે એથી એ પોતાના મૂળ સમાજની ઉપેક્ષા કરે છે એમ નથી, ઉલટુ એ એને ગૌરવ આપે છે. કારણ કે વિશ્વની સેવાનું વ્રત' એ એને મળેલા વારસા ગણાય છે. એથી સહેજે જ “પ્રભુ જૈન” અભિનદન અને ઊંડી સહાનુભૂતિને પાત્ર બને છે, આપણે આશા રાખીએ કે પ્રબુદ્ધ’ જીવન પણ લીધેલા નવા વ્રતને અનુરૂપ વિશાળ જનતાના દિલમાં સ્થાન મેળવી સૌના આદરને પાત્ર ખનશે. બગસરાથી શ્રી લાલચંદ વેરા : ‘પ્રબુદ્ધ જૈન' વર્ષોથી અમે સસ્થાના સહકાય કરો અને મિત્રા વાંચતા અને હાંશથી પ્રચારતા આવ્યા છીએ. જૈન યુવક સંધના બંધારણુ અને તેની સાજજનિક પ્રવૃત્તિઓ વિષે પણ ઘણું માન રહ્યું છે. પણ સાથેાસાથ પ્રમુગ્ધ જૈન' જેવું એક પ્રાણવાન વિચાર રજુ કરતુ રાષ્ટ્રિય પત્ર આ રીતે સાંપ્રદાયિક નામ શા માટે જાળવી રાખે છે એ સમજાતું નહતું. આખરે તત્રીએ તે ઠીક, પરંતુ યુવક સ ́ધની કાર્યવાહક સમિતિએ સર્વાનુમતે નામ પરિવર્તન સ્વીકાર્યું તેથી આનંદ થાય છે. પ્રમુદ્ધ જીવન' દીર્ધાયુ થાએ એ પ્રાથના! મુંબઇથી શ્રી ચુનીલાલ કામદાર : 'પ્રમુદ્ધ જૈન’ પાક્ષિક પ્રભુધ્ધ જીવન' માં પરિણમી વ્યાપકસ્વરૂપ ધારણ કરે છે-“એમ કહેવા કરતાં પ્રમુગ્ધ જૈન - તેના નૈસર્ગિક ભાવસ્વરૂપને અનુરૂપ નામસ ંસ્કરણ રૂપ ધારણ કરે છે તેમ કહેવુ વધુ વ્યાજખી ગણાય. શ્રી પરમાન ંદભાઇ જેવા વ્યાપક ભાવનાશીલ પુરૂષનુ વર્ષોંનુ તપ જે પત્રની પાછળ હાય તે પત્ર ઢાઇ દિવસ કૈામી હાઇ શકે નહીં. પ્રમુદ્ધ જૈને’ જે ખ્યાતિ, લેાકપ્રિયતા અને સરકારસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે વ્યાપક નામધારી કેટલા પત્રાએ મેળવી છે ? હવે પ્રમુદ્ધ જીવન ઉત્તરાત્તર વધુને વધુ સહ્કારસમૃદ્ધિ વહેવડાવી, માનજીવનની ઉત્તુ ંગ ભાવનાને જાગૃત કરી માનવસમાજને ક બ્યશીલતાપ્રતિ પ્રેરતુ રહેશે. મુંબઇ જૈન યુવક સંધને પાતાનુ કાર્ય ક્ષેત્ર બનાવી શ્રી પરમાનદભાઈએ જે જે ઉત્તમ સિધ્ધિએ સાધી લેાકસમાજમાં જાગૃતિ ફેલાવી છે તેમાં બુદ્ધ જીવન' પત્રદ્રારા વિશાળતાને વધુ અવકાશ રહેવાનો, પ્રમુગ્ધ O
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy