________________
તા. ૧-૧-૧૩
પ્રબુદ્ધ જૈન
પરિવાર-નિયોજનના વિષય ઉપર ચાર વર્ષમાં ત્રણ વિશ્વસંમેલના ભરાયા, તે બતાવે છે કે વિશ્વના વિચારકાનું ધ્યાન આ મહત્ત્વના વિષય · તરફ કેટલું' ઝડપથી દોરાઇ રહ્યું છે. પહેલું વિશ્વસ'મેલન સન ૧૯૪૮માં સ્વીડનમાં ભરાયું. બીજું સન ૧૯૪૯ માં ઈંગ્લેંડમાં ભરાયું અને ત્રીજી તારીખ ૨૪ થી ૩૦ નવેમ્બર (૧૯૫૨) સુધી મુંબઈમાં ભરાયું. અને લગભગ એ પણ નક્કી થઇ ચુકયું છે કે ચોથુ વિશ્વ-સમેલન ઓગસ્ટ ૧૯૫૩ માં ફરી વખત સ્ટોકહામમાં ભરાશે. દરેક સમેલન આગલા સમેલન કરતાં વધારે મહત્ત્વ ધરાવતું રહ્યું છે. પરંતુ ત્રીજુ સમેલન ભારત વર્ષમાં ભરાયું. તે એક રીતે વિશેષ મહત્ત્વપૂર્ણ બન્યું છે. જેમકે સંમેલનની કાર્યવાહી શરૂ કરતી વખતે ભારતીય પરિવાર-નિયોજન-સંધના પ્રમુખ શ્રીમતી રામરાવે કહ્યું ‘આ વિશ્વ-સંમેલન મુંબઈમાં ભરાવાથી આખી દુનિયાનું ધ્યાન હિંદુસ્તાન તરફ ખેંચાયું છે. છેલ્લા ત્રણ ચાર વર્ષોંમાં આ દેશમાં પરિવાર-નિયાજન સ`બધી જે પ્રચાર અને કાય થયું છે તે હાલાંડ, ઈગ્લાન્ડ, અમેરિકા, જાપાન વિગેરે દેશ કરતાં પ્રમાણમાં થોડું થયું છે, પરંતુ તે ભવિષ્યના કાનુ સૂચક છે.'
આ સંમેલનમાં ૧૫ રાષ્ટ્રાનાં પ્રતિનિધિએ આવ્યા હતા. રશિયા અને ચીનના પ્રતિનિધિઓની ગેરહાજરી ઉલ્લેખનીય હતી અને તે બાબત એક ભારતીય પ્રતિનિધિએ પ્રશ્ન પણ કર્યાં હતા અને તેના જવાબમાં કહેવામાં આવ્યું કે એ બન્ને દેશ પરિવારનિયોજનના પ્રશ્નમાં રસ ધરાવતા નથી. ભારતના અને બહારના બધા મળીને એકદર લગભગ ૫૦૦ પ્રતિનિધિઓ હતા, જેમાં ૨૦૦ પરદેશથી આવ્યા હતા. તેમાં ડાકટરની સંખ્યા વધારે હતી, અતે એમ હાવું સ્વાભાવિક હતુ. જે દેશમાં આજ પણુ વસ્તીના ઘણા મોટા ભાગમાં જાતીય-પ્રશ્નના ઉપર વાત કરવામાં લજ્જા અને સાચ અનુભવાય છે. ત્યાં ૫૦૦ સ્ત્રી-પુરૂષો એક સાથે મેસીને જાતીય-જીવન સંબંધી પ્રતા ઉપર પૂર્ણ સ્પષ્ટતા અને વૈજ્ઞાનિક દષ્ટિકાણુથી વિવેચન કરે એવા આ પહેલા પ્રસંગ હતો. સતત સાત દીવસ સુધી પરિવાર-નિયોજનના જુદા જુદા દૃષ્ટિબિંદુ પર દુનિયાની કેટલીએક વિશેષજ્ઞ લેખાતી વ્યકિત દ્વારા ચર્ચા કરવામાં આવી, શ્રીમતી મારેટ સેંગર, ડે।, અબ્રહામ સ્ટોન, ડેા. સી. પી. બ્લેકર, ડેા, ગેમ્બલ, ડા. હેલેના રાઈટ, ડા. કાન મળમા, પ્રે. ટન એ સર્વે તપાતાના વિયેામાં વિશેષજ્ઞ તરીકે જાણીતા છે. ભારતીય પ્રતિનિધિએમાં વધારે સંખ્યા ડાકટશ અને સામાજિક કાર્યકરોની હતી. · સમ્મેલનને પ્રબન્ધ કરવાવાળી તો બધી બહેનો જ હતી, જેમના ઉત્સાહ અને કા - પ્રણાલી પ્રશસનીય હતી.
એ
પરિવાર-નિયાજનનું તૃતીય-વિશ્વ-સ ંમેલન
( શ્રી સંવમલ સિંધી એ વર્ષોથી કલકત્તા વસે છે અને ત્યાંની જૈન સમાજના એક અગ્રગણ્ય યુવાન કાર્યકર્તા, ચિન્તક અને વિચાર્ક છે, તેમ જ ‘તરૂણ' નામના હિંદી સામયિકના આદ્યસથાપક અને સંપાદક છે. તેમણે તાજેતરમાં મુંબઇ ખાતે ચાયેલ આન્તર રાષ્ટ્રીય પરિવાર-નિયોજન પરિષદમાં એક પ્રતિનિધિ તરીકે ભાગ લીધા હતા, એ વિષદનાં મરણે તેમણે હિ’દીમાં લખી મેકલેલા જેના નીચે અનુવાદ આપવામાં આવે છે.
ભારત વર્ષના ઉપ-રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનનું ઉદ્ઘાટન ભાજી એ આ સ ંમેલનની સૌથી મોટી વિશેષતા હતી. મે કેટલાયે ભારતીય અને વિદેશી પ્રતિનિધિઆને એમ ખેલતા સાંભળ્યા પરિવાર–નિયાજનના વિષય ઉપર આટલું સુસ્પષ્ટ અને અપૂર્ણ ભાષણ આ પહેલું જ સાંભળવા મળ્યું, એક પ્રતિનિધિએ તે એમ કહ્યું કે આ ભાષણુ પરિવાર-નિયોજનના ઈતિહાસમાં હ ંમેશને માટે અપ્રતિમ રહેશે. ધમ, દર્શન અને સામાજિક તથા રાજનીતિની વીચારધારા ઉપર અધિકાર પૂર્વક ખેલી શકે એવું ડૉ. રાધાકૃષ્ણન સિવાય આપણા દેશમાં બીજી ક્રાણુ છે ? તેમણે થાડા સમયમાં પરિવાર-નિયોજનની આવશ્યકતા અને તે સબધી ઉભી થનાર ધારેિંક અને નૈતિક આપત્તિએ સંબંધી જે વિવેચનપૂર્ણ
૧૪૩
તંત્રી) જવામા આપ્યા તે અવશ્ય સાંભળવા જેવા હતા. મહાત્મા ગાંધીજી આ ખાખતમાં જે વિરોધ કરતા હતા તેના ઉલ્લેખ કરીને પણ તેમણે અહિંસાના દાખલેો આપીને ખૂબ જ અસરકારક જવાળ આપ્યા. તેમણે સ્પષ્ટ કહ્યુ કે પરિવાર-નિયાજન આજે વ્યકિત અને સમાજની બહુ જ મોટી જરૂરિયાત છે. ડા. રાધાકૃષ્ણનનુ ભાષણ જેટલું વિવેચનપૂર્ણ, સ્પષ્ટ અને પ્રભાવેાસાદક હતું, તેટલું જ અસ્પષ્ટ અને ચવણુ ઉત્પન્ન કરે તેવું આપણા મુખ્ય પ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂ તરફથી મોકલવામાં આવેલુ નિવેદન હતું. નહેરૂના નિવેદનમાં શબ્દો ધણા હતા, પરંતુ સ્પષ્ટ માર્ગદર્શન ઓછું હતું. સ ંમેલનના સ્વાગતાધ્યક્ષ શ્રીમતી કમળાદેવી ચટાપાધ્યાય હતાં, જેમનું લખેલું ભાષણ પણ ધણું વિવેચનપૂર્ણ હતું. ભારતના મુખ્ય સેનાપતિ જનરલ કરિઅપ્પા, મુખ્ય ન્યાયાધીશ શ્રી. પત'લિ શાસ્ત્રી અને નાણામત્રી શ્રી. ચિંતામણુ દેશમુખના સંદેશાઓ પણ ઉલ્લેખનીય હતા.
ભાષાની ચર્ચામાં ડૉ. રાધાકૃષ્ણુન પછી સથી વધારે ઉલ્લેખનીય નામ ડેડ. એસ ચંદ્રશેખરનુ ગણાય. ભારતના આ અર્થશાસ્ત્રીએ પેાતાની વકતૃત્વશક્તિ અને પાંડિત્ય વિષે બહુ પ્રસિદ્ધિ મેળવી છે. જનસંખ્યા સંબંધની સમસ્યાઓ ઉપર વર્ષોથી આ વિદ્વાન એકનિષ્ઠ અધ્યયન અને અનુશીલનપૂર્વક કાય` કરી રહ્યા છે. થાડા વર્ષો પહેલાં એ ' સયુક્ત રાષ્ટ્રસંધના અ ંતર્ગત જનસ`ખ્યા સધી વિષયા પર ફાય કરતા હતા. અત્યારે વડાદરામાં ઈંડિયન ઇન્સ્ટીટયુટ નામની સસ્થામાં જનસખ્યા સબ્ધી અધ્યયન માટે તે કામ કરી રહ્યા છે. કાન્ફરન્સમાં તેમણે જે ભાષણ આપ્યું તેમાં તેમણે પરિવાર-નિયોજનની વિરૂદ્ધ થયેલી દરેક પ્રકારની દલીલાના ચોકકસ આધાર આપીને સ્પષ્ટ જવામા આપ્યા. આપણા સ્વાસ્થ્યમંત્રી રાજકુમારી અમૃતકુવર હમેશાં કહ્યા કરે છે કે હિન્દુસ્તાનની જનતા ગર્ભનિરોધના વૈજ્ઞાનિક સાધનોના પ્રયોગોના પક્ષમાં નથી. તેના ઉત્તર આપતાં ડો. એસ. ચદ્રશેખરે કેટલાક આંકડાએ રજુ કર્યાં હતા કે જે વડાદરાની કેટલીક સ્ત્રીઓ સાથે થયેલા પ્રશ્નોત્તરના પરિણામરૂપ હતા. આ આંકડા તે તે સ્ત્રીઓની પરિવાર–નિયેાજનને લગતી દૃષ્ટિને સ્પષ્ટ રૂપમાં રજુ કરતા હતાં. ડા. ચદ્રશેખરનું નવું પુસ્તક Hindi Peoples & mpty Landsનું આ કાન્ફરન્સ વખતે જ પ્રકાશન થયું હતું.
સમેલનમાં જેટલા પ્રતિનિધિએ આવ્યા હતા તેમાં સૌથી મહાન વ્યક્તિત્વ શ્રીમતી માગ રેટ સેંગરનુ` હતુ`. એ ઘણી વૃદ્ધ સ્ત્રી છે. પર`તુ સન ૧૯૬૨ માં જેવી પ્રેરણા, નિષ્ઠા અને ઉત્સાહથી . તેણે કાર્ય શરૂ કર્યું હતું. એ જ રીતે આજે પણ તે કામ કરી રહેલ છે. જેવી રીતે આપણે કૉંગ્રેસના અધિવેશનામાં ગાંધીજીની છાયા દરેક વસ્તુમાં અનુભવ્યા કરતા હતા એવી રીતે આ સ ંમેલનમાં શ્રીમતી મા રેંટ સેંગરનાં કાર્યનું હરવખત સ્મરણ થતું હતું અને તે સ્વાભાવિક હતું. શ્રીમતી સેંગરનું નામ એ જ પરિવાર–નિયોજનના પાછલા ચાલીશ વર્ષના ઇતિહાસ છે, જે કાઈ'' વકતા મંચ ઉપર ઉભા થતા હતા તે સભાપતિના નામની સાથે સાથે શ્રીમતી સેંગરનુ નામ પણ ખેાલતા જ હતા.
શ્રીમતી માટ સેગરે પોતાના એક ભાષણમાં પરિવાર– નિયાજનના ઈતિહાસ ઉપર ખેલતાં ખેલતાં જ્યારે ગાંધીજી સાથે થયેલી તેમની મુલાકાતના ઉલ્લેખ કર્યાં અને તેમની સાથે - કદી ન ટળી શકે એવા મતભેદની વાત કહેતાં કહેતાં ગાંધીજીના અત્યન્ત પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વ વિષે પાતાના અભિપ્રાય