________________
પ્રબુદ્ધ જૈન
૧૮૬
છે, જ; પરંતુ તે ઉપરાંત ખીજે પ્રશ્ન પણ આપણે વિચારવાના રહે છે. કેટલાક એવા દીક્ષિત છે જેમને અંતરાત્મા દીક્ષા લીધા ખાદ મુંઝવણ અનુભવે છે. તેઓ અધ્યયન કરવા અને આધ્યાત્મિક વિકાસ કરવા છે છે, પરંતુ સામ્પ્રદાયિક યામાં એવી રીતે તેઓ ફસાયે છે કે કઈ કરી શકતા નથી. કેટલાક એવા પણ છે. તો ત યુવાવસ્થા સાથે યૌવનસુલભ દત્ત જાગી ગયેલ છે. તે એક સદ્ગુહસ્થે તરીકે પોતાનું જીવન વિતાવવા પચ્છે છે. પુંકાઇ સાગ સૂઝતા નથી. જેવી રીતે વધુ દિવસો સુધી પક્ષી ખુલ્લા આકાશમાં ઉડવાથી ડરે છે તેવી બહારના સંઘ'મય શ્ત્રનમાં આવતાં ડરે છે પ્રકારનું પગલુ ભર્યું છે અને મુનિત્રન ત્યાગી દીધુ છે તેઓ પણ વધારે સારા આદશ ઉપસ્થિત કરી શકયા નથી. તેવી દશામાં ભવિષ્યના વિચાર કર્યાં વિના, તેમને મુનિવ્રત છેડી દેવાની સલાહ આપવી તે પણ વિચારપૂર્ણ પગલું નથી.
જે
જૈન પરપરા એક. ત્યાગપ્રધાન પર પરા છે, પરંતુ આપણા મદિરા અને ધર્મ સ્થાનામાં ઘણુ કરીને પૈસાની પૂજા થાય છે. અથ પોતાના જામેલા સરકારી અનુસાર તે કરે છે. મહાત્મ્યને માપદંડ તેના પેતાના હોય છે. મુંબઈના એક મૂર્તિકારે ગણેશની મૂર્તિ' બનાવી, ત્યારે તેણે તેને કાટ પાટલુન પહેરાવી દીધા અને મેઢામાં સિગારેટ આપી દીધી. શ્રી મશરૂવાળાએ આ અંગે ટીકા કરતાં કહ્યું કે તેમાં દેવતાનું અપમાન છે. ખરીરીતે જોઇએ તેા મૂર્તિકારના મનમાં શ્રદ્ધાની ખામી ન હતી. તેના મનમાં એવા સસ્કાર જામેલા હતા કે દુનિયામાં સર્વાંત્તમ પુરુષ અંગ્રેજ છે અને તેને વેશ કેટ પાટલૂન છે. તેઓ સિગરેટ પણ પીએ છે. આવી સ્થિતિમાં ભગવાનને ધાતીય પહેરાવવુ એ તેમને નાના બનાવવા જેવું છે. ભગવાન સર્વોત્તમ પુરુષ છે, એટલે તે અંગ્રેજથી ઉતરતા ન હેાઇ શકે. મારવાડમાં સીતાની મૂર્તિ ખનાવવામાં આવે છે. તેને ધાધરા પહેરાવીને ઘરેણાંથી લાદી દેવામાં આવે છે. ગુજરાતની સીતા સાડી પહેરે છે. દક્ષિણની સીતા ધાતીને કછોટા વાળાને, ઝુલાના શણગાર સજે છે. થાડા દિવસેામાં સીતા લિપસ્ટીકના ઉપયોગ કરવા લાગી જાય તેા તેમાં આશ્ચય જેવું નથી. જૈન સમાજ વ્યાપારી સમાજ છે. તે ધનની પૂજા કરે છે. તેથી તે વીતરાગને પણ હીરાના હાર અને સાનાની અંગૂફી પહેરાવા ઈચ્છે છે. ભગવાનની સ્વારીમાં હાથી, ધેડા, સોના-ચાંદીના રથ તથા અન્ય વૈભવનું પ્રદર્શોન કરવામાં આવે છે. ખરૂં જોતાં તે ભગવાનની પૂજા નથી. પરંતુ ભગવાનના હાને લક્ષ્મીની પૂજા છે.
બનાવી વૃતિ
પંજાબના ભાગલા વખતે જ્યારે હિન્દુ મુસલમાનને ઝગડા ચાલી રહ્યો હતા, ત્યારે મારા સાંભળવામાં એક વાત આવી. એક વૃદ્ધ મુસલમાન નીચે પડેલા હતા. તે હાથ જોડીને જીવ બચાવવાની આજીજી કરી રહ્યો હતા. તેની ઉપર એક હિન્દુ ચડી બેઠો હતા અને હાથમાં છરા હતા. તેણે છરા ચલાવ્યો અને વૃદ્ધની છાતી સાંસરવા કાઢ્યા. મારનાર રાક્ષસી અટ્ટહાસ્ય કરતાં ખેલ્યો, બેલ, મહાત્મા ગાંધીની જય.' તે ગાંધીજીની જય Àાલતા હતા, પરંતુ ગાંધીજીને ભકત ન હતા. પેાતાની અંદર રહેલ શેતાનના તે તે ભકત હતા. તે શેતાનનું નામ તેણે મહાત્મા ગાંધી રાખી લીધુ હતું. તેવી જ રીતે આપણે પણ ત્યાગી ભગવાનનું નામ લઈને પરિગ્રહની પૂજા કરીએ છીએ,
તા. ૧૫-૩-૫૩
લૌકિક સકારા માટે જૈને પણ માટે ભાગે વૈદિક પર પરાનું અનુક રણ કરતા આવેલ છે, પર ંતુ ઘેાડાક સમયથી એક નવું આંદોલન ચાલી રહેલ છે. જૈને પેાતાને હિંદુએથી અલગ કરવા ઈચ્છે છે. જૈન ધર્મ જાતિવાદમાં માનતા નથી. હિન્દુઓની સાથે રહેવાને કારણે તેનામાં આ પણ ખામી આવી ગઈ છે. જૈન મંદિરમાં અછૂતાને પ્રવેશ અટકાવી દેવામાં આવેલ છે. દેશ સ્વતંત્ર થતાં નવું વિધાન બન્યુ... અને તેમાં પૃાપૃશ્યતાને દૂર કરવા માટે હિન્દુ ધર્મસ્થાનમાં અને ધર્માંરાધનને પુરા અધિકાર આપવામાં આવ્યું. આ મુરાદ્ધને સ્વીકારતી વખતે તે આપણે હિન્દુ ખની ગયા, પરંતુ જ્યારે તે દુર કરવાના સમય આવ્યા ત્યારે આપણે જુદા થયા માગીએ છીએ. અન્ય કેટલીયે ક્રિયે પણ આ સમસ્યા વિચારણીય છે.
જૈન પર’પરાની ઉત્પત્તિ એક આધ્યાત્મિક પરંપરા તરીકે થયેલ છે. લૌકિક બાબતે પ્રતિ તેણે જરા પણ બેર આપેલ નથી
હમણાં કેટલાક લોકોએ જૈન વિવાહ પદ્ધતિ શોધી કાઢી છે. નવીન યુગ અનુસાર આ કાઇ આદશ વિવાહ પદ્ધતિ હોય તે તા તે અભિનંદનને પાત્ર છે, પરતુ અગ્નિની પ્રદક્ષિણા અને અન્ય ખાખતા જેમની તેમ કાયમ રાખીને, કેવળ હિન્દુ દેવતાઓને સ્થાને જૈન દેવતા રાખી દેવાથી કામ ચાલી શકે નહિ. જૈન દેવતા તા ગૃહસ્થી જીવનના ત્યાગના આશીર્વાદ આપી શકે છે. તે વિવાહતી સફળતાના આશીર્વાદ કેવી રીતે આપી શકે? તેમને આવી વાતમાં ઘુસાડી દેવા એ આપણુ આદેશને નીચે ઉતારવા જેવુ છે. એક આધ્યાત્મિક વિચારધારાને લૌકિક ખાખતામાં લાવવી અને તેના આધારે એક જુદી જાતિ મનાવવાની ચેષ્ટા કરવી, એ જૈન પરંપરા માટે લાભદાયક નથી. જૈન ધમ ચારિત્ર ઉન્નત કરવા માટે વિચારધારા રૂપે પ્રેરણા આપતા રહે તેમાં જ તેની વિશિષ્ટતા છે. તેને જાતિવાદમાં મર્યાદિત કરવા ન જોઇએ. એક બ્રાહ્મણ અથવા એક મુસલમાન પણ પેાતાને જૈન કહી શકે તેટલી ઉદારતા આપણે રાખથી જોઈએ.
કેવળજ્ઞાન, કમવાદ, ભુગાળ, વગેરે ઘણી ખાખતા છે. જેના વિષયમાં આપણા સમાજમાં ગલત ધારણાએ જામી ગયેલી છે અને તેની અસર તેમના જીવન પર પણ પડી રહેલ છે. આ બધા વિષયા પર સત્યનેા પ્રકાશ પાડવા એ આપણા બધાનુ કર્તવ્ય છે
k
આશા છે કે જૈન યુવક સંધ, પ્રમુદ્ધ જૈન તથા સાક્ષાત્ ચર્ચા દ્વારા આ બધી બાબતે પ્રકાશમાં લાવશે. હું ખનારસ જઇને ‘ શ્રમણ ’ તે ફરી મારા હાથમાં લઇ રહ્યો છું. તેનું પણ આ જ ધ્યેય છે. તેથી હું માનું છું કે મારા ત્યાં જવાથી જૈન યુવક સ’ધનુ ક્ષેત્ર પણ વિશેષ વિસ્તૃત બની જશે,
મેં જે વિચાર પ્રગટ કરેલ છે તે એક નમ્ર નિવેદન છે. મારે કદી એવા આગ્રહ હાતા નથી કે બીજી વ્યકિત તેને માની જ લે. અનવા જોગ છે કે ચર્ચા અથવા વિશેષ અનુભવે તેમાં મારે પેાતાને ફેરફાર કરવા પડે. સત્યના જિજ્ઞાસુએ પરિવતન માટે સદા તૈયાર રહેવું જોઇએ.
અંતમાં આપે બધાએ મારા પ્રતિ જે સ્નેહ પ્રગટ કરેલ છે તે માટે હું બધાને આભાર માનું છું. ઈચ્છા હતી કે અહીં રહીને આપ બધાના પરિચય વિશેષ લાભ ઉઠાવું, પરન્તુ તેમ ખતી શકયું નહિ. આમ છતાં આપ બધાને પ્રેમ સાથે લઇને હું જઈ રહ્યો છું. જે મારી સાથે રહેશે તેમાં ઉત્તરાત્તર વૃદ્ધિ થશે અને આપણે બધા સાથે મળીને, આ જ્યોતને જલતી રાખવાના પ્રયત્ન કરતાં રહીધુ. અનુવાદક : એમ. જે, દેસાઇ
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, મુદ્રણસ્થાન : ચંદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ,
૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુંબઇ, ૨.