SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૩–૫૩ પ્રબુદ્ધ જૈન 'થમાંથી "મ પડે : અરેલ છે તેમનું સહજીવન વિશાળ સામાજિક ક્ષેત્રે અને ખાસ કરીને સાહિ- ત્યના પ્રદેશે અનેકવિધ સેવાઓ આપનારું નીવડશે એવી આશા આપણું ચિત્ત સેવે છે. તેમને અન્તરની અનેક શુભેચ્છાઓ છે. વિએના શાતિપરિષદ્ર અને રશીઆને ઉડતે પ્રવાસ' " તા. ૨૫-૨-૫૩ બુધવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે સંધના કાર્યાલયમાં યોજાયેલી એક જાહેર સભામાં જાણીતા કળાકાર શ્રી રવિશંકર મહાશંકર રાવળને ઉપરના વિષયમાં એક વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો. ચીન ખાતે એશીઆના દેશની એક શાતિપરિષદ્ ગત વર્ષના ઓકટોબર માસની બીજી તારીખથી ૧૨ મી તારીખ સુધી ભરવામાં આવી હતી. એ જ ધરણે અખિલ વિશ્વની એક શાનિત પરિષદ વીએના ખાતે ગયા ડીસેંબર માસની ૧૨ મી થી ૨૦ મી તારીખ સુધી જવામાં આવી હતી. આ પરિષદમાં હિંદના જે કેટલાક ભાઈ બહેનોએ ભાગ લીધે હતિ તેમાં શ્રી રવિશંકર મહાશંકર રાવળ એક હતા. તેઓ અહિંથી ડીસેંબરની નવમી તારીખે વિએના જવા ઉપડયા હતા અને ઉપર જણાવ્યા મુજબ ત્યાંની શાન્તિ પરિપદને કાર્યક્રમ પૂરું કર્યા બાદ મિત્રમંડળી સાથે સીધા સેવીયેટ રશીઓના પાટનગર મેક્કે પહોંચ્યા હતા અને ત્યાંથી લેનીનશ્રાડ, સેલીનગ્રાડ, જોઈ આનું પાટનગર ટ્રીફલીસ તેમ જ બીજા કેટલાં અન્ય સ્થળેની તેમણે મુલાકાત લીધી હતી. અને એ રીતે રશીઓમાં તેમણે એક મહીને ગાળ્યો હતો. ઉપર જણાવેલ વાર્તાલાપ દર મિયાન તેમણે શાન્તિ પરિષદને હેતુ સ્વરૂપ તેમ જ તેમાં થયેલા કામકાજનો ખ્યાલ આપ્યો હતો અને ત્યાર પછી રશીઆના અદ્યતનું નવનિર્માણની અનેક બાજુઓની તેમણે આલોચના કરી હતી. ત્યાંની કળા, શિલ્પ, ઇજેનેરી કુશળતા, બાંધકામની ભવ્યતા, બાળકેળવણીની મુગ્ધ કરે તેવી વ્યવસ્થા, ઔદ્યોગિક સિદ્ધિઓ, પ્રજાની સુખમયતા અને નિરામયતા, સ્ત્રીઓની શકિતમત્તા અને પ્રજાની ઉદ્યોગપરાયતા–આવી અનેક બાબતો તેમણે બહુ સુન્દર રીતે રજુ કરી હતી. લગભગ ૧ કલાક તેમનો વાર્તાલાપ ચાલ્યો હતો અને સંઘનું કાર્યાલય શ્રેતાઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું . જે કુતુહલથી ત્યાં સૌ કોઈ એકઠા થયા હતા તે કુતુલને તેમણે અનેક અવનવી વિગતે વડે તૃપ્ત કર્યું હતું અને આપણા દેશમાં આવા જ પ્રકારની કોઈ નવરચના નિર્માણ કરવા તેમણે તાસમુદાયને પ્રેરણું આપી હતી. જૈન દર્શન: લેખક મુનિ ન્યાયવિજયજી, પ્રકાશક: શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ, ઉત્તર ગુજરાત, કીંમત રૂ. ૩. આજે જૈન ધર્મ વિષે સામાન્ય માહિતી મેળવવાની શિષ્ટ સમાજમાં જિજ્ઞાસા દિન પ્રતિદિન વધતી રહી છે. એવા સમયે મુનિ ન્યાયવિજયજીવંચિત જૈન દર્શનની આ સંધિત પટખંડાભક નવમી આવૃત્તિ એક બહુ ઉપયોગી ગ્રંથની બેટ પૂરી પાડે છે આ ગ્રંથની ત્રણ ચાર વિશેષતાઓ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. - ૧ મુનિ ન્યાયવિજયજી જૈન છે. મૃ. સંપ્રદાયના એક સાધુ છે એમ છતાં આખું પુસ્તક કોઈ પણું સ પ્રદાય અભિનિવેશથી મુકત છે, એટલું જ નહિ પણ જૈનેતર પ્રસન્નતાપૂર્વક આ ગ્રંથ વાંચી શકે અને જૈનધર્મ વિષે પ્રમાણભૂત માહિતી મેળવી શકે એવી તટસ્થતાને મુનિ ન્યાયવિજયજીના નિરૂપણમાં આપણને અનુ ભવ થાય છે.' * ૨ મુનિ ન્યાયવિજયજીની લેખનશૈલી રસાલ, પ્રવાહાત્મક { તેમ જ અત્યન્ત વિશદ છે. ગમે તેવા વિષયને પણ પિતાના લાક્ષણિક વિશદ નિરૂપણ વડે તેઓ સહજેગમ્ય બનાવી શકે છે. આ ઉપરાંત કેઈ પણ મુદ્દો સમજાવવા માટે તેઓ જાતજાતના ઘરગથ્થુ દૃષ્ટાંતે રજુ કરે છે અને એ રીતે આ મુદ્દો તેઓ ખૂબ સુગમ બનાવે છે. ૩ તેમની ભાષા પણ સાદી અને સરળ અને રોચક છે. કોઈ પણ ઠેકાણે પિતાનું પાંડિત્ય દેખાડવાનો તેમને મોહ નથી. ' જ તેમનું જૈન ધર્મનું જ્ઞાન ઉપરછલું નથી. તેમનું વાંચન વિશાળ છે, અવગાહન ઉંડું છે. આ કારણે આટલા નાના ગ્રંથમાં શું આપવું અને શું ન આપવું એ મુંઝવણ તેઓ અનુભવતા હોય એમ આ ટુંક કરવા ધારેલ છતાં કાંઈક લાંબો બની ગયેલ ગ્રંથ ઉપરથી માલુમ પડે છે. જૈન ધર્મ વિષે કુતુહલ ધરાવનારને આ ગ્રંથમાંથી જરૂરી માહિતી પ્રાપ્ત થાય છે; જૈન ધર્મના જાણુકારનાં મતવ્યો આ ગ્રંથના વાંચનથી વધારે સ્પષ્ટ થાય છે. આ ગ્રંથમાં રહેલી એક ત્રુટિને ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે. કેટલીક બાબતોનું આ ગ્રંથમાં જ્યાં ત્યાં પુનરાવર્તન થયેલું માલુમ પડે છે. એ પુનરાવર્તન હવે પછીની આવૃત્તિમાં દૂર કરવામાં આવશે અને તેમ જ પ્રમાણમાં કેટલાક ઓછી અગત્યના મુદ્દાઓનું વિવેચન કમી કરવામાં આવશે તે જૈન ધર્મની સંક્ષેપમાં પુરી અને પ્રમાણભૂત માહીતી આપત આ ગ્રંથ બનશે. અનેકાન્તના નિરૂપણમાં કેટલેક ઠેકાણે મેળ બેસતો ન હોય ત્યાં મેળ બેસાડવાને અથવા તે જરૂરી કરતાં વધારે પડતો સમન્વય કરવાનો પ્રયત્ન નજરે પડે છે. તે વિભાગ પણ પુનઃ સંશોધન માંગે છે. આવી કંઈ કંઈ ત્રુટિઓ છતાં અંદગીભરના અભ્યાસ અને અવગાહનના ફળરૂપ આ જૈનદર્શનની નવી સંશોધિત આવૃતિ શિષ્ટ સમાજના આવકાર અને અભિનંદનને પાત્ર છે. આ પ્રકારના લેખો અને પુસ્તક પ્રગટ કરીને જૈન ધર્મ વિષે અને તેમાં રહેલી અનેક તાત્વિક બાબતો વિષે મુનિ ન્યાયવિજયજી વિશાળ જનસમાજને સાચી માહિતી અને માર્ગદર્શન આપતા રહે અને તે વિષે પ્રચલિત અનેક ભ્રમણાઓને દૂર કરતા રહે એમ આપણે ઈચ્છીઓ. લેક ભારતી અને ગ્રામવિદ્યાપીઠ થોડા સમયમાં આંબાલાની નજીકમાં ઉભી થનાર લોક ભાર તીને લગતું વિજ્ઞાપન આ અંકના પ્રારંભમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આવી ગ્રામ વિદ્યાપીઠ ઉભી કરવાને ગુજરાત સૌરાષ્ટ્ર બાજુએ પહેલો પ્રયત્ન છે. આવી એક યા બે વિદ્યાપીઠ દેશના અન્ય વિભાગમાં ઉભી થયેલી છે અને તે પણ પ્રારંભિક સ્થિતિમાં છે. આધુનિક શિક્ષણ ગામડાઓમાં વસતા પ્રજાજનોના જીવન અને જરૂરિયાતને અનુરૂપ બને અને એ રીતે ઉપયોગી ગ્રામસેવકે પેદા થાય . અથવા તે આ રીતે શિક્ષિત બનેલા પ્રજાજને શહેરે તરફ દેડી આવવાને બદલે જ્યાં તેમને જન્મ અને ઉછેર થયો હોય ત્યાં જ તેઓ સ્થિર થાય અને પિતાનું તેમ જ આસપાસના લેકેનું જીવન વિકસાવે એ હેતુ આ લોકભારતીના ઉદ્ભવ પાછળ રહેલે છે. લોકભારતીને લગતા વિજ્ઞાપન ઉપરથી માલુમ પડશે કે તેની યોજનામાં અદ્યતન શિક્ષણના વિશિષ્ટ અંશે ઇનકાર નથી, પણ ગામડાના લોકજીવનની સમસ્યાઓ, ખેતી, ગ્રામોદ્યોગ, સહકારી પદ્ધતિઓ વગેરે બાબતના શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને એ રીતે ગ્રામજને પિતાના કાર્યક્ષેત્રને પહોંચી વળવા માટે પુરેપુરા શકિતસંપન્ન વિદ્યાસંપન્ન બને એ ય લોકભારતીના પ્રજાને પ્રેરી રહ્યું છે. શ્રી નાનાભાઈ ભટ્ટ જીવનના પ્રારંભથી શિક્ષણના કાર્યમાં જોડાયેલા છે અને છેલ્લાં કેટલાએક વર્ષથી અબલામાં તેમના પિતાના હાથે સ્થપાયેલ ગ્રામદક્ષિણામૂર્તિના મુખ્ય પ્રેરક અને પ્રોજક તરીકે કાર્ય કરી રહ્યા છે. લેકશિક્ષણ તેમના સતત ચિન્તન : તેમ જ પરિશીલન વિષય છે. કાળના વહેવા સાથે કેળવણીને લગતા અને સંબંધે તેમની વિચારણું પણ પરિવર્તન પામતી અને વિકાસ ,
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy