SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ પ્રબુદ્ધ જૈન જ્ઞાન, એનું સામાજિક અને વૈયક્તિક જીવન પ્રત્યેનું વલણ, ને તેની. ાદતા એ ત્રણેની કસોટી થશે. આ કસોટી આપવા માટે વિદ્યાર્થીઓએ એંત્રણ અઠવાડિયાં અધ્યાપકા સાથે ગાળવાનાં રહેશે. લાક ભારતી ( ગ્રામ વિદ્યાપીઠ) માં કેમ ભણાવારો ? લાક ભારતી ( ગ્રામ વિદ્યાપીઠ ) એ નઈ તાલીમના જ ઉચ્ચ વિદ્યા માટેના પ્રયાગ હાવાથી તેનું શિક્ષણુ વનકેન્દ્રો હાવાનું. અન્ન, આશ્રય, આરાગ્ય અને આનંદ એ ચારેને લક્ષમાં રાખીને તાલીમ ગોઠવાશે. (૧) ખેતી, ગેાપાલન, વસ્ત્રવિદ્યા, (૨) ગ્રાંમ વાસ્તુશાસ્ત્ર તે ભગીરથ વિદ્યા, (૩) ગ્રામ આરેાગ્યશાસ્ત્ર-આ ત્રણ મુખ્ય વિદ્યાઓમાંથી ગમે તે એકને વિદ્યાર્થીએ લેાક ભારતી (ગ્રામ વિદ્યાપી) માં સગવડ હોય તે ખ્યાલમાં રાખીને પસ ંદ કરવાની રહેશે. ઉદ્યોગ અને સેવા પાછળ શિક્ષા રાજ ચાર-પાંચ કલાક પ્રત્યક્ષ પરિશ્રમ કરશે. તેને જ તેમના શિક્ષણુના પાયા રૂપ બનાવવામાં આવશે. મુદ્ધિને ઉદ્યોગ અને સેવા દ્વારા, પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા, સંશોધન દ્વારા, અને વિદ્યાવિસ્તાર દ્વારા વિકસાવવાને પ્રયત્ન રહેશે. વિદ્યાર્થી પેાતાના ઉદ્યોગનું બૌદ્ધિક ને પ્રત્યક્ષ શિક્ષણ મેળવશે, પછી તેના જ વિસ્તાર તેને સોંપાયેલાં બે ત્રણ ગામડાંમાં કરશે, ને તે જ ગામડાંમાં આ વિસ્તાર કરતાં નવા જાણેલ પ્રશ્નોમાંથી કોઇ મહત્ત્વના પ્રશ્ન પર અધ્યાપક સાથે સ ંશાધન કરશે. આમ શિક્ષાર્થી વિદ્યા ભણશે, વિદ્યાના વિસ્તાર કરશે તે નવી વિદ્યા ઉભી પણ કરશે. આ ઉપરાંત દરેક શિક્ષાર્થીએ નીચેના વિષયા લેવાના રહેશે ઃ— (૧) તત્ત્વજ્ઞાન, (૨) સમાજવિદ્યા અથવા ઈતિહાસ અથવા અર્થશાસ્ત્ર અથવા રાજનીતિશાસ્ત્ર, (૩) માતૃભાષા (ગુજરાતી) (૪) ઈતર ભાષા-અંગ્રેજી, અથવા સંસ્કૃત, અથવા માતૃભાષા સિવાયની હિન્દુસ્તાનની કાઈ ભાષા વિદ્યાર્થી જે ચાર-પાંચ કલાકના પરિશ્રમ કરશે તેના લપે થતુ ઉપાન સંજોગો અનુસાર કાં તે ભાજનખર્ચ પેટે અથવા શિક્ષાશુલ્ક પેટે જમા થશે. આ રીતે ઉચ્ચ વિદ્યા માટેના માળાપેએ ભોગવવાના ખ'માં ઘટાડા થશે. લાક ભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ની જરૂરિયાતા સૌરાષ્ટ્ર સરકારે તે લોક ભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ના વિચાર તરફ પહેલેથી જ સહાનુભૂતિ રાખી છે, ને તેને તેના ખમાં અર્ધો ખTM મદદ આપવાનું નક્કી કર્યું છે. પણુ ગુજરાતના જે વિદ્યાવ્યાસ ગીએ છે, જે વિદ્યાર્થીએ છે તે જે ધનિકા છે તેમની પર પણ અમે મેટી આશા બાંધી છે. ગંગાની નહેરની જેમ પોતાની વિદ્યા જનસામાન્યના હૃદય- ૧ રૂપી ખેતરે ખેતરે પહેાંચી તેને નવપલ્લવિત, લીલુડા પાર્ક ડેાલતાં કરે તેવી ઇચ્છા ઉંડે ઉંડે કયા વિદ્યાના ઉપાસકને નથી હોતી ? અરે, તે વિના કાને કૃતાર્થતા લાગે છે? ગુજરાતના વિદ્યાવ્યાસંગીએ પોતાની અમૃતા વિદ્યા આ લેક ભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ને વિકસાવવામાં આપશે તેવી અમને શ્રદ્ધા છે. તા. ૧-૩-૫૩ ધ ત્રીજો સહકાર જોઈશે ગુજરાતના નિકાના ગુજરાતના ધુનિક ભાઈચ્યા જાણે છે કે વિદ્યાયુકત લક્ષ્મી જ રાખે છે, ને તે લક્ષ્મી જ સ્થિર થાય છે. ગુજરાતના શ્રીમતાએ દાનવૃત્તિ કેળવી છે. ગુજરાતની વિવિધ શિક્ષણસંસ્થા તેની સાક્ષીરૂપ છે. વિદ્યાની સાર્થકતા અને 'વિસ્તાર માટેના આ નવા સાહસમાં ગુજરાતના ધનિકા સાથ આપે તેવી આ દ્વારા જાહેર વિન ંતીઃ કરીએ છીએ. બુદ્ધિયુકત અને સક્ષેમ કર શ્રમ એ મનુષ્યની ક્રૂરજ નહિ, પણ સ્વસ્થ જીવન ગાળતુ હોય તો તેને અંધકાર છે. ચાલુ કુળવણીમાં શ્રમ કરવાની ટેવ કેળવાતી નથી; એથી વિદ્યાથી ઓને આ નવા આચારમાં ક્રમ ગોઠવાશું તેની શંકા થશે; પણુ હરેક નવી જાગૃતિના ઝીલનારાએ વિદ્યાર્થી સમુદાયમાંથી મળ્યા છે. એટલે દેશમાં લોકશાહી માટે જે નઇ તાલીમ શરૂ થઇ છે તેના અંગરૂપ આ સાહસમાં પણ વિદ્યાર્થી ઓ ભળવાના તેમાં અમને શક નથી. લાક ભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ને જમીન, કૂવા, એંજિને જોઇશે; લાક ભારતી (થ્રામ વિદ્યાપીઠ) ને પ્રયોગશાળા જોઇશે, ગ્રંથાલય ભેશે, અધ્યાપકેાનાં નિવાસસ્થાનો જોઇશે; રાપબર, ગૌશાળા, ભીડ, પરિશ્રમાલય-વ શાપ, જલાગાર (વાટરવર્કસ) જોઈશે. લાક ભારતી (ગ્રામ વદ્યાપીઠ) ગ્રામ પ્રદેશમાં હોવાથી કાંઇ આ બધા વિના ચાલે એમ ન માનવું જોઈએ. લેાક ભારતી (ગ્રામવિદ્યાપીઠ) માં વિદ્યાએ ફેંકત પેાતાનુ મુખ જ બદલાવનું છે, દિશા ફેરવવાની છે. પણ વિદ્યા તા ત્યાં રહેવી જ જોઇશે; ઉલટી ત્યાં તે વિશેષ તેજસ્વી તે વિશેષ સેવાપરાયણા વિદ્યા જોઇશેને તેને માટે જોશે આ બધુ, અલબત્ત મકાના સાદાં, ગ્રામ : વાતાવરણને શાથે તેવાં હશે, પણ ટકાઉ અને ઉપયોગી હશે. આ મકાનામાંથી કેટલાંએક તો વિદ્યાર્થી અને અધ્યાપકાને હાથે ખંધાશે. પેાતાની સંસ્થાની સાથેાસાથ પોતાની બુદ્ધિ અને ચિત્તનું ઘડતર પણ આ મકાનનું બાંધકામ કરતાં કરતાં તે કરશે. આમ સંસ્થાના આરભથી જ તેમની ને અધ્યાપકાની વિરલ કેળવણી શરૂ થશે. શ્રમ, તેની પાછળ જરૂરી મુદ્ધિ, અને તેની પાછળ રહેલું કાવ્ય તે પહેલા દિવસથી જ માતા થશે.. આ દૃષ્ટિએ લેાક ભારતી (ગ્રામ વિદ્યાપીઠ) શરૂ કરવા માટે ઓછામાં ઓછી જે જરૂરિયાત છે તે આ સાથે મૂકી છે. ગુજરાત તેમા ઉમળકાભેર જવાબ આપશે તેવી આશા રાખીએ છીએ. સ્વ॰ મણિભાઇ સ્મૃતિ ફંડ ૧૨૩૧૧ અગાઉ સ્વીકારેલા # ૧૦૧ શ્રી ખીમજી હેમરાજ છેડા ૫૧ . માણેકલાલ એન્ડ સન્સ ૫૧ →→ પ્રીમીઅર મશીન ટુલ્સ કુાં. ૫૧, સુનિલાલ કલ્યાણજી કામદાર ખીમચંદ મગનલાલ વારા ઃ ૧૦૧ 23 * ૧૧, જે. એમ. શાહ એન્ડ કુાં. ૧૧ ** ૧૧ ૫૧ 聯 ,, લીલાધર પાસે શાહ ખીમજીભાઇ ભુજપુરીઆની કાં. રૂખી એન્જીનીઅરીંગ કારેિશન ૧૨૯૭૦ *આ નીશાનીવાળા પૈસા આવવા માી છે. જે સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહમાં વપરાવાનુ છે. સાભાર સ્વીકાર ભારત જૈન મહામ`ડળ, વર્ષાં તરફથી નીચે જણાવેલ ત્રણ પ્રકાશને મળ્યાં છે. તત્વ-સમુચ્ચય: પંપાદક શ્રી હીરાલાલ જૈન, રાજેન્દ્ર સ્મૃતિ ગ્રંથમાળા નં. ૫ કિમત રૂ. ૩ મહાવીર વ માન : લેખક શ્રી જગદીશચંદ્ર જૈન એમ.ઍ. પી. એમ. ડી. સ્વ. મણિલાલ મેાકમચંદ શાહ શ્ર'થમાળા નં. ૨ કિંમત રૂ. ૦-૧૨ સલૌના સચ : લેખક મહાત્મ ભગવાનદીન. સગુણાબાઈ જૈન ગ્રંથમાળા નં. ૬ કિમત રૂ. ૦-૮-૦
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy