SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧પ-૨–૫૩ પ્રબુદ્ધ જૈન બધાને સત્વર નીકા આવી જાય અને વિગ્રહને હંમેશાને માટે અન્ત આવી જાય. '' નૈતિક પુનરૂદ્ધારથી કાઈ કટોકટી પેદા ન થાય પણ જીવનના દરેક અંગમાં વિશ્વાસ અને ઐક્યની લાગણી પેદા થવાની છે. દુનિયાના સર્વ રાષ્ટ્રોમાં આપણે આ નૈતિક પુનરૂદ્ધાર કંમ પેદા કરી શકીએ ? આપણે એવી તાકાત ઉભી કરવાની–કળવવાની જરૂર છે કે જે વડે માનવસ્વભાવમાં પરિવર્તન થાય અને માણસ અને માણસ વચ્ચે, વગ અને વર્ગ વચ્ચે સમન્વયસેતુઓ નિર્માણ કરી શકાય. આ ત્યારે જ શરૂ થાય છે જયારે દરેક વ્યકિત અન્યનો દોષ જેવાને બદલે પિતાને દેષ કબુલ કરવાને તૈયાર થાય. માત્ર ઈશ્વર જ માનવસ્વભાવમાં પલટે લાવી શકે છે. આનું રહસ્ય કંઇ કાળથી વિસરાયેલા એ મહાન સત્યમાં રહેલું છે કે જ્યારે માનવી એકાગ્ર બનીને સાંભળવા માંગે છે ત્યારે સ્થિર બેલે છે; જ્યારે માનવી, ઈશ્વરને આધીન બને છે ત્યારે ઈશ્વર સક્રિય બને છે; જ્યારે માનવી બદલાય છે ત્યારે પ્રજા ગણો પણ બદલાય છે. લધુમતી વર્ગમાં પણ સક્રિય બનેલી એ તાકાત આખા દેશના પ્રશ્નોનો ઉકેલ શોધી આપી શકે તેમ છે. નેતાઓ બદલાય, પરિણામે પ્રજાનું માનસ બદલાય, પરિણામે દુનિયામાં સુલેહ શાંતિની સ્થાપના થયા વિના ન જ રહે. આપણે દુનિયાનું નવઘડતર કરનારા બનીએ શું–આવી ઈચ્છા દરેક સાધારણ માણસના દિલમાં રહેલી નથી ? અને શું આવી આતુરતા દરેક આદમી અનુભવતા નથી ? દરેક સાધારણ માણસ પિતાના સાથીદાર પ્રમાણીક થાય એમ ઇચ્છે છે, બીજી પ્રજા પિતાની પ્રજા સાથે સુલેહશાંતિથી વર્તે એમ ઈચ્છે છે. આપણે બધા કંઈ ને કંઇ મેળવવા–પ્રાપ્ત કરવા-ઈચ્છીએ છીએ, પણ આવી રીતે બદલાયેલા સૈતાઓની દોરવણી નીચે આપણું સર્વમાં દેવાની -દાન કરવાની-વૃત્તિ પેદા થાય એ સંભવ છે. જે સમસ્યાઓએ અર્થિક પુનરૂદ્ધારને મૂળમાંથી અટકાવી દીધું છે તે સમસ્યાઓને આ નવી ભાવનાની પ્રેરણા નીચે ઉકેલ મળવાને પુરે સંભવ છે. ધારો કે પ્રત્યેક આદમી અન્યની પુરી ચિન્તા કરતા થાય, અન્ય સાથે વહેંચીને પિતાના ભાગે પડતું લેવાની વૃત્તિ રાખે, તે શું દરેકને પૂરતું મળી નહિ રહે ? આ દુનિયામાં દરેકની જરૂરિયાત માટે પૂરતું ભર્યું છે, પણ દરેકના લોભને પહોંચી વળવા માટે પુરતું Box aile. (There is enough in the world for every one's need, but not enough for everyone's gned.) આજના બેકાર આદમીઓ નૈતિક પુનરૂસ્થાનને કાર્યક્રમ પાર પાડવામાં જે રોકાઈ જાય તે ? વિશ્વની પ્રજાઓમાં સ્થિરતા, સહીસલામતી અને શાણપણું પુનઃ પેદા કરવા માટે પ્રજાની દરેક વ્યકિત પ્રેરિત થયાની અને સંગઠિત થયાની કલ્પના કરે! દરેક સ્ત્રીઓ, પુરૂષ અને બાળકે આમાં જોડાવું જોઈએ. દરેક ઘર આનું કેન્દ્ર બનવું જોઈએ. આપણું એ ધ્યેય હોવું જોઈએ કે દરેકને પોતાના ઉછવનની પુરતી જરૂરિયાત મળી જાય એટલું જ નહિ, પણ આ નૈતિક પુનરૂસ્થાન સિદ્ધ કરવામાં અને એ રીતે પિતાના રાષ્ટ્રની તેમ જ દુનિયાની શાન્તિને સુરક્ષિત બનાવવામાં તે પિતાને ફાળે આપ થઈ જાય.' ઈશ્વર પાસે પ્રજા વ્યાપી કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ સૌ કોઈ માટે પ્રેરણાની અને આઝાદીની જોગવાઈ કરે છે અને સર્વ રાજકારણી કાર્યક્રમનું નિર્માણ કરે છે. વ્યવસાયહીન અને વ્યવસાય અધીન દરેક વ્યકિત નૈતિક પુનરૂસ્થાનમાં સલમ થાય. જોકે, ઘરે અને વ્યાપાર-સવાઈનું નવનિર્માણ કરવા દરેક ઉકત બને–રાષ્ટ્રસેવાને આ મોટામાં મોટા આ કાર્યક્રમ છે. સ્વીડનના એક લુહારે મને કહ્યું હતું કે “ માત્ર આધ્યાત્મિક ક્રાન્તિ જ એવું બળ છે કે જે માનવસમાજની અને . ઉદ્યોગની જરૂરિયાતોને પહુંચી વળવા માટે ફરન્તિમ હદ સુધી જઈ શકે છે.” . એક મજુરનતાએ કહ્યું હતું કે “ મેં મજુર હીલચાલને સફળતા થતી જોઈ છે અને એ સફળતા પ્રાપ્ત થતી હતી એ દરમિયાન એક પ્રકારનું ખાલીપણું-શૂન્યતા મેં અનુભવેલ છે. આ દિશાએ એક સફર્ડ પે મારા જીવનમાં નવી પુરવણી કરેલ છે. તેના સંદેશમાં મજુર હીલચાલના તેમ જ દુનિયાભરના ઉદ્યોગના ભાવીને ખરો ઉપાય મને માલુમ પડયો છે.” માણસમાં નવી ભાવના જાગે તે જ ઉદ્યોગમાં નવી ભાવના જન્મ પામી શકે, જ્યારે રાષ્ટ્રીય સેવા સ્વાર્થપણાનું સ્થાન લેશે અને જ્યારે ઔદ્યોગિક આયોજનનું નિર્માણ ઈશ્વરની દોરવણી નીચે કરવામાં આવશે ત્યારે જ ઉદ્યોગ સમાજની નવરચનાને પુરસ્કર્તા બની શકશે. જ્યારે મજુરવમાં, વહીવટતંત્ર અને મુડી શકનારા ઈશ્વરની દોરવણી નીચે ભાગીદાર બનશે ત્યારે જ પ્રજાજીવનમાં ઉદ્યોગ પિતાનું સાચું સ્થાન પ્રાપ્ત કરી શકશે. નવા માનવીઓ, નવાં ગૃહો, નવી ઉદ્યોગપ્રથાઓ, અને નવી દુનિયા ! ઈશ્વરના ચિત્તમાં રહેલ મહાન સર્જનાત્મક બળાને હજુ સુધી આપણે ક્રિયાત્મક બનાવ્યા નથી. ઈશ્વર પાસે યોજના છે અને પ્રજાના સંયુકત નૈતિક અને આધ્યામિક બળે એ યોજનાને શોધી કાઢી શકે તેમ છે. ' દુનિયાનું પુનનિર્માણ કરે તેવી નૈતિક તેમ જ આધ્યાત્મિક તાકાત આ૫ણે પેદા કરી શકીએ તેમ છે, આપણે તે પેદા કરવી જોઈએ અને પેદા કરીશું જ. તમે શેના માટે જીવે છે ? બાર વર્ષ પહેલાં હું ફ્રેંડેન્સેટ નજીકના બ્લેક ક્ષેરેટના જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. દુનિયા અનવસ્થાના આરે ઉભી હતી. આજની જ માફક સૌ કોઈ સુલેહ શાંતિની વાતે કરતું હતું અને લડાઈની તૈયારી કરતું હતું. એ જંગલમાંથી હું પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન એક વિચાર મારા મગજમાં ઘોળાયા કરતે હતે-“ નેતિક અને આધ્યાત્મિક પુનસજાવટ, નૈતિક અને આધ્યાત્મિક પુનરૂસ્થાન. આ દુનિયામાં બીજી મોટી હીલચાલ સર્વે પ્રજાઓ માટે નૈતિક પુનરૂસ્થાનની થવાની છે.” - થોડા દિવસ પછી લંડનમાં જ્યાં બ્રીટીશ લેબરની નૈતિક પુનર્સજાવટને લગતી હીલચાલ શરૂ થઈ ત્યાં ઈસ્ટ એન્ડમાં હું હતે. મજુરે આ હીલચાલમાં સામેલ થયા. નૈતિક પુનરૂસ્થાનનો સંદેશ દુનિયામાં ફેલાવા લાગ્યો, છાપાએ ઝીલવા લાગ્યા અને રેડીઓએ પણ પ્રતિધ્વનિત કરવા માંડયો. આજે, બાર વર્ષ બાદ, દુનિયાના ઘણા ભાગમાં લેકે પિતપતાના સમુદાયના નૈતિક પુનરૂસ્થાનનું આયોજન કરવા એકઠા થઈ રહ્યા છે. લંડનના મધુરે પોપ્લર ટાઉન હોલમાં ડાકસ (બંદરમાં કામ કરતા મારે) સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. બમી"ગહામના ટાઉન હોલમાં બ્રીટનના મોટા ઉદ્યોગો અને દલસાની ખાણો સાથે જોડાયેલા મજુરા અને વહીવટકર્તાઓ તેમ જ ગ્લાસગોમાં વહાણો ઉપર કામ કરનારાઓ નૈતિક પુનરુથાનનો વાર્ષિક દિવસ ઉજવી રહ્યા છે. અમેરિકામાંના મારા મિત્ર અમેરિકામાં થઈ રહેલી પ્રગતિના તમને ટેલીફોનથી ખબર આપશે અને તમે અહિં જર્મનીમાં શું કરી રહ્યા છે તેની ખબર તેઓ સાંભળશે. છેલ્લા થોડા દિવસ દરમિયાન ઓસ્ટ્રેલીઆ અને ન્યુ ઝીલાંડથી, હિન્દુસ્તાનથી, દક્ષિણ આફ્રિકાથી, અમેરિકાથી, યુરેપના સર્વ
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy