SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ब પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૨–૫૩ મહાવીર ડાયરી બનારસના મહાવીર જૈન પ્રકાશન મંદિર તરફથી આ ડાયરી બહાર પાડવામાં આવી છે. આ ડાયરીની વિશેષતા એ છે કે તેના એક બાજુના પાનાંઓ ઉપર જૈન આગમ તેમ જ અન્ય શાસ્ત્રગ્રંથમાંથી વીણી કાઢીને પ્રાકૃત અથવા તે સંસ્કૃત સુભાષિત છાપવામાં આવેલ છે અને બીજી બાજુના પાના ઉપર તેને અનુવાદ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડાયરીના પ્રારંભમાં જ મહાવીર વિષે અથવા જેન ધમ વિષે શ્રી વસુદેવશરણ અગ્રવાલ, સાધુ ટી. એલ. વસવાણી, અધ્યાપક ખુશાલચંદ ગોરાવાળા, મહાત્મા ભગવાનદીન, પંડિત કૈલાસચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રી, સ્વ. ડે. વેણુપ્રસાદ, સ્વ. ડે. અજિતપ્રસાદ જૈન, તથા મહાત્મા ગાંધીજીના મનનીય લેખો આ ડાયરીમાં સંકલિત કરવામાં આવેલ છે અને છેવટના ભાગમાં ચાલુ જીવનમાં ઉપયોગી થાય તેવી કેટલીક માહિતી આપવામાં આવી છે. શ્રો બનારસીદાસ ચતુર્વેદી, યશપાલ જૈન, પંડિત કૈલાસચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રી તથા પંડિત રાજકુમાર જૈન સાહિત્યાચાર્ય આ ડાયરીના સંપાદકે છે. તેની કિંમત રૂા. ૧-૪-૦ પોસ્ટ સાથે છે અને તે મેળવવાનું ઠેકાણું મહાવીર પ્રકાશન મંદિર, લંકા, બનારસ છે. સામાન્ય જનસમાજ માટે આ ડાયરી ઉગી છે; જેનેએ ખાસ વસાવવા જેવી છે. પરમાનંદ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે, સાચું માન્યું નથી પ્રવૃત્તિની આડે આત્મા નિવૃત્તિને વિચાર કરી શકતા નથી, એમ કહેવું એ માત્ર બહાનું છે, જે થોડા સમય. પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદરહિત હંમેશાં નિવૃત્તિને વિચાર કરે તે તેનું બળ પ્રવૃત્તિમાં પણ પિતાનું કાર્ય કરી શકે છે. કારણ, દરેક વસ્તુને પિતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પિતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલ સ્વભાવ પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પિતાને સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદ રહિત, બની યોગ્ય કાળે, નિવૃત્તિ માર્ગને વિચાર નિરંતર કરવો જોઇએ. આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આભાસંબંધી વિચાર કરવાનો વખત મળી શકતું નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય લકિક વચન’ છે. જો ખાવા પીવાનો ઉંધવા ઈત્યાદિનો વખત આવ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપગ વિના નથી થયું તે પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહિ. એનો અર્થ એટલો જ કે બીજા ઈકિયાદિક સુખના કામ જરૂરના લાગ્યાં છે અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આમિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતકાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કર પડશે એ વાત જરૂરની નથી લાગતી ? મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. (શ્રીમદ્ રાજચંદ્રના પત્રોમાંથી) વિષયસૂચિ પંચવર્ષીય આયોજન કાન્તિલાલ બોડિયા ૧૬ ૩ સગીરને દીક્ષા આપવા મનાઈ હુકમ પરમાનંદ ૧૬૫ પ્રકીર્ણ નાંવ. શ્રી કસ્તુરભાઈ લાલ ૧૬ : ભાઈનો અકાળ સ્વર્ગવાસ, ત્રીજા વિશ્વયુદ્ધના સમીપ જઇ રહેલું આજનું જગત, સૌરાષ્ટ્રના વેચાણુરા-લડતની ઉડતી સમીક્ષા, આફ્રિકા "ઉપર કાકાસાહેબ કાલેલકરનું પ્રવચન દેવદ્રવ્યની સમસ્યા, જે વિદ્યાર્થીઓ માટે મુંબઈમાં વધતી જતી સગવ, મહાવીર ડાયરી, પરમાનંદ ડે કાંક બુકમેનમાં બે મહત્વના * કવચને. છે. કાંક બુકમેન ૧૬૮- . કાંક બુકમેનનાં બે મહત્વનાં પ્રવચનો | (મેરલ રીઆÍમેન્ટ'-નતિક પુનર્સજાવટ અથવા તો નૈતિક પુનરૂથાન-ના આદ્યપ્રેરક પ્રસ્થાપક અને પ્રમુખપ્રચારક, ડે. કાંક બુકમેનને પ્રબુદ્ધ જૈનના વાંચકો સારી રીતે જાણે છે. આજે તેમની ઉમ્મર લગભગ ૭૫ વર્ષની છે, એમ છતાં પોતાની વિચારસરણીના પ્રચાર અર્થે દેશ વિદેશ અને ખંડ ખંડે તેઓ સતત પરિભ્રમણ કરી રહ્યા છે. જેમ સત્યાગ્રહ અને અસહકારની વિચારસરણીના ગાંધીજી આચાર્યું છે તેમ આજે જેની અનિવાર્ય આવશ્યકતા છે તેવા નૈતિક પુનર્સજાવટની વિચારસરણીના ડે. કાંક બુકમેન આચાર્ય છે. હાલ તેઓ લગભગ ૧૭૫ ભાઈબહેનની અથવા તે નૈતિક પુનર્સજાવટના સૈનિકોની મંડળી સાથે હિંદ ખાતે આવ્યા છે અને પિતાની હીલચાલને સ્થળે સ્થળે પ્રચાર કરી રહ્યા છે. તેઓ જણાવે છે તે મુજબ આ પુનર્સજાવટના વિચારને આજથી ૪૪ વર્ષ પહેલાં તેમના ચિત્તમાં ઉદ્દભવ થયો હતો અને એ માર્ગે જૈનતાને દેરવાની તેમણે હીલચાલ શરૂ કરી હતી. શરૂઆતમાં તેમની આ હીલચાલ ! ‘એકસફર્ડ ગ્રૂપ’ના નામે ઓળખાતી હતી. સમયાન્તરે ૧૯૩૮ના જુન માસમાં તેમણે આ નૈતિક જીવનશુદ્ધિની હીલચાલને વધારે વ્યવસ્થિત અને વ્યાપક સ્વરૂપ આપ્યું અને તેને “મોરલ રીઆમેન્ટ' અથવા તે ટુંકા નામે ઓળખવું હોય તે એમ, આર. એ. એવું નામ આપ્યું. આ રીતે આજે જે પ્રવૃત્તિ મોરલ આર્મીમેન્ટના નામે ઓળખાય છે, જેમાં દેશ દેશના સંખ્યાબંધ સ્ત્રીપુરૂષે જોડાયા છે અને જેણે યુરોપ તેમ જ અમેરિકામાં જીવનશુદ્ધિનું એક નવું વાતાવરણ અને જુની છતાં નવા વેગવાળી એક વિચારસરણી પેદા : કરી છે તે પ્રવૃત્તિને ડો. ફાંક બુકમેનના સાઠમા જન્મ દિવસે ૧૯૩૮ ૨. ના જુન માસમાં ઈંગ્લાંડ ખાતે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ડે. કાંક બુકમેને જે મંગળ પ્રવચન કર્યું હતું તે તેમ જ તે ઘટનાને બાર વર્ષ વીત્યા બાદ ૧૯૫૦ના જુન માસમાં પશ્ચિમ જર્મનીમાં યોજાયેલ બેરલ રીઆમમેન્ટના વાર્ષિક દિન સમારંભ પ્રસંગે ડેડ ક્રાંક બુકમેને જે પ્રેરક પ્રવચન કર્યું હતું તે ઉભય અનુવાદિત કરીને નીચે ક્રમશઃ આપવામાં આવે છે. પરમાનંદ નાતક પુનરૂસ્થાનને પાયે નાંખતી વખતે | દુનિયાની આજની પરિસ્થિતિ અશાન્ત અને ચિન્તા પદી" કર્યા વિના રહેતી નથી. પ્રજા પ્રજા વચ્ચે, મજુરો અને મુડીવાદીઓ : વચ્ચે, વર્ગ વર્ગ વચ્ચે દેપ અને સંઘર્ષ વધતા જાય છે. કડવંશ !' અને ભયનું મૂલ્ય માનવજાતને વધારે ને વધારે ચુકવવું પડે છે. - ઘર્ષણ અને હતાશપણું આપણું ગૃહજીવનને નાશ કરી રહેલ છે!'! :- એવો કોઈ ઉપાય છે ખરે કે જે વ્યકિતને અને પ્રજાને આ યાધિથી મુકત કરી શકે અને બહુ જદિથી અને સંતોષકારક રીતે સાજા થવાની આશા આપી શકે ? ' આ ઉપાય એ સાદાં ઘરગથુ જીવનસત્યનું શરણ લેવામાં રહેલો હોવા સંભવ છે. એ જીવનસયો આ છે કે જેનું આપણું". માંના કેટલાકે આપણી માતાનાં ખેળામાં અનુપાન કર્યું હશે, પણ જે આપણામાંના ઘણા ખરા ભુલી ગયા હશે, અથવા તે જેની ઉપેક્ષા કરવામાં આવી હશે–એ સત્યે તે પ્રમાણીકતા, પવિ ત્રતા, નિસ્વાર્થતા અને પ્રેમ. આજની કટોકટી મુખ્યતયા નૈતિક કેટિની છે. પ્રજાઓએ * નેતિક પુનરુથાન સાધવું જ જોઇશે. નૃતક પુનરૂસ્થાન પાછળ આર્થિક પુનરૂથાન સ્વાભાવિક રીતે ચાલી આવે છે. દરેક દેશ ઉપર , નિરપવાદ પ્રમાણિકતા અને નિરપવાદ નિઃસ્વાર્થતાની ભરતીનું મેજું ફરી વળ્યું છે. એવી એક કલ્પના કરે ! તેની શું અસર થાય? કરવેરાને પ્રશ્ન, દેવાંઓને પ્રમ, બચતને પ્રશ્ન. બચત વિષે ?" એકાન્ત નિઃસ્વાર્થતાનું મેનું જે સર્વત્ર ફેલાઈ જાય, તે, આ. ના . ::++++ ન કામ;
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy