SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ બૌદ્ધિક દૃષ્ટિએ એટલી બધી અપરિપકકવ છે કે સાધ્વી થવું એટલે શું તેને લગતાં બધાં પરિણામા તેના ખ્યાલમાં હાઇ ન જ શકે. ૮. પ્રતિવાદી અને તેના પક્ષકારે આવી દીક્ષાના અગણિત ફાયદાઓને આગળ ધરી રહ્યા છે. આ ક્રિયત કરનારા ગૃહસ્થા પોતે આવા કાયદાઓને લાભ કેમ ઉડાવતા નથી એ પ્રશ્નને બાજુએ રાખીએ તે પણ આ સગીર છેકરીના હિતની દૃષ્ટિએ આ બાળતમાં કેટ દરમિયાનગીરી કરવી જરૂરી છે કે નહિ તે પ્રશ્નની સંભાળપૂર્વક છણાવટ થવાની જરૂર છે. પ્રબુદ્ધ જૈન ૯. મારા પુરાગામીતે આ બાબતમાં કાંઈ પણ હુકમ કરતાં પહેલાં પ્રિયંવદાને જાતે તપાસવાની જર લાગી હતી અને તેમણે તે મુજબ કર્યું હતું જે તદ્દન ઉચિત હતુ. તેના પરિણામે સગીરે નિવેદન કર્યુ હતુ. જે ૨૯ માં પ્રમાણ પુરાવા તરીકે કેાટ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. આ નિવેદન તપાસતાં મને એમ જણાવતાં કશા પણ શક નથી કે આ છે!કરી બૌધિક તેમ જ શારીરિક દૃષ્ટિએ તદ્દન અપરિપકવ છે, એટલુ જ નહિ પણ જે જૈન ધમે' તેના ઉપર એટલી ખધી અસર નીપજાવ્યાનું કહેવામાં આવે છે કે સામાન્ય માનવીએ! જે માગે જાય છે તે ચાલુ માઁના ત્યાગ કરવામાં અને જેમાંથી પાછા કરવાપણું નથી એવા જીંદગી સુધીના અત્યન્ત કણ સાષુમાગ સ્વીકારવામાં જ પોતાના મેાક્ષ રડેલે છે એમ તે માની રહી છે—આ જૈન ધર્મ એટલે શું તેને તેને લેશ માત્ર ખ્યાલ નથી. ૧૦, મને લાગે છે કે સાધ્વીજીવનની .સ બાજુએ ખરાખર સમજવા માટે અને તે વિષય ઉપર સ્વતંત્ર વિચાર કરવા માટે આ છેકરી હજુ ઘણી નાની છે. જો આ છેાકરી સાધ્વીનુ જીવન સ્વીકારવા તરફ ખરેખર ઢળેલી હાય તો હું તેના માંગમાં આડે આવના નથી માંગતા. પણ તેની બુદ્ધિ પુરેપુરી પરિપત્ર થાય અને તેના ઉપર બહારનું દબાણુ હોવાને કશે પણ સભવ" ન રહે, પછી ભલે તેને કરવું હોય તે કરે. તેને જૈન ધર્માંના બધા સિદ્ધાન્તા અને માન્યતાએને બધા દ્રષ્ટિકાથી અભ્યાસ કરવા દ્યો અને તેની મુદ્ધિ પરિપકવ થાય અનેં પાતા વિષે તે સ્વતંત્ર રીતે વિચાર કરવાને યોગ્ય થાય અને ત્યાર ખાદ સાધ્વી થવાની તેની ખુચ્છા ચાલુ રહી હૈાય તે તે પોતાના અન્તઃકરણના આદેશ મુજબ વર્તવાને તદ્દન સ્વતંત્ર હશે જ. પણ આ સમય પાર્ક ત્યાં સુધી મને જણાવવાની ફરજ પડે છે કે આજની ડિએ તેની જાતને કાઇ વાલી નિમાય તે જરૂરનું છે. ૧૧. આ વાલી ને નિમવા તે નક્કી કરવું તે બીજો પ્રશ્ન છે. અરજ ગુજારનાર જણાવે છે કે તેને પેાતાને આ એકરીની વાલી નીમવી જોઇએ અને કરીના કબજે પ્રતિવાદીને એવા હુકમ સાથે સાંપાવા જોઇએ કે સગીરનેટની સત્તાપ્રદેશની બહાર ખસેડી નહિં શકાય અને તે પુખ્ત ઉમ્મરની થાય ત્યાં સુધી તેને દીક્ષા આપી નહિ શકાય, હવે ગાર્ડીયન એન્ડ વાઈઝ એકટના ૧૯ મી કલમ નીચે ચોક્કસ સયાગામાં કા સગીર ાકરીની જાત અને મીલ્કત માટે વાલી નીમી શકે છે. પ્રસ્તુત કીસ્સામાં પ્રતિવાદી જે પ્રિયંવદાના સગા પિતા છે તે સગીરને વાલી થવા માટે નાલાયક છે એમ માનવાને કશું કારણ રજુ કરવામાં આવ્યું નથી. તેણે પોતાની દીકરીને ઉતાવળે દીક્ષા આપવા માટે દોડાદોડ કરી મૂકી એટલા ઉપરથી આકરીને ગાડીયન થવા માટે તે નાલાયક છે એમ પુરવાર થતું નથી. સંભ- - વિત છે કે તેના ધામ ક ઝનુને સગીરનુ ખરૂં કલ્યાણુ શેમાં રહેલુ છે તે સમજવા આડે તેને થાડા વખત માટે અધ બનાવી દીધેલ હાય મને ખાત્રી છે કે જો તે શાન્તિથી અને સમભાવથી ક્ષેાભમુકત ખૂનીને આ ખાખતના વિચાર કરશે તેા પોતાની છેકરી મેટી થાય, આસપાસની દુનિયા જુએ, અને પુરા પરિપકવ વિચાર કરીને પોતાના અન્તઃકરણના આદેશ અનુસાર વર્તે તેમાં રહેલા તા. ૧૫-૨-૧૩ ફાયદાઓનુ તેને પેાતાને પણ સાચુ ં ભાન થશે. આમ હાવાથી સગીર પ્રિયવદા માટે અન્ય કાઇને વાલી નીમવાની જરૂર નથી. ૧૨. જો કે પિતા પેાતે સગીરના સ્વાભાવિક વાલી હાવાથી સગીરની જાતને અન્ય કોઈને વાલી નીમવાની મને જરૂર લાગતી નથી, આમ છતાં પણુ સગીરના કલ્યાણની દૃષ્ટિએ જરૂરી છે. અને આ પ્રશ્ન મારી સામે ઉપસ્થિત કરવામાં આવ્યો છે તેથી કાટ ની પરવાનગી મેળવ્યા સિવાય સગીરને કાના હકુમત પ્રદેશની બહાર લઈ જવાની સગીરના સ્વાભાવિક વાલી તરીકે તેના ખાપને મનાઇ કરવામાં આવે છે અને તે ઉપરાંત જ્યાં સુધી આ છેકરી ગાર્ડીયન એન્ડ વેઝ એકટ મુજબ પરિપકવ ઉમ્મરની ન થાય ત્યાં સુધી આ કરીને સાધ્વી બનાવવા માટે કાઇને આપવાની તેના બાપને મનાઇ કરવામાં આવે છે તેમ જ આ છેકરી સ્વતઃ દીક્ષા લઇ ન લે એ બાબતની પુરી સ’ભાળ રાખવાના તેના બાપને હુકમ કરવામાં આવે છે. ખ· સબંધે કશા હુકમ કરવામાં આવતા નથી.’ આવે। ચુકાદો આપીને ખાલદીક્ષા અટકાવવા માટે આસીસ્ટન્ટ જજ શ્રી એમ. ટી. વિજયકરને તેમ જ પ્રિયવદાને સાધ્વી થતાં ચાવી લેનાર શ્રી સરાજબહેન પટેલને તથા આ માટે કુશળતાપૂર્ણાંક લડનાર મુંબઇની ધારાસભાના સભ્ય શ્રી પ્રભુદાસ પટવારીને જૈન સમાજના અનેકશઃ ધન્યવાદ ઘટે છે. જ્યાં જ્યાં આવી બાલુદીક્ષાએ અપાવાની પેરવી ચાલતી હાય-પછી તે કરા હાય છોકરી અને દીક્ષા આપનાર શ્રી વિજયવલ્લભસૂરિ જેવા સુધારક ગણાતા સૂરિસમ્રાટ હોય કે શ્રી વિજયરામચંદ્રસૂરિ જેવા પ્રત્યાઘાતી ગણાતા જુનવાણી આચાય હાય-ત્યાં ત્યાં આ ચુકાદાને લક્ષમાં રાખીને ત્યાંના જૈન યુવા પેાતાથી બને તેટલું કરી છૂટે અને આવી અક્ષમ્ય દીક્ષાને અટકાવે. પરમાનંદ પ્રકીર્ણ નોંધ શ્રી કસ્તુરભાઈ બાલાભાઇના અકાળ સ્વર્ગવાસ શ્રી મુબઈ જૈન યુવક સંઘના સદસ્ય શ્રી કસ્તુરભાઈ ખાલાભાઇ ઝવેરીનુ ૫૧ વર્ષની ઉમ્મરે તા. ૬-૨-૫૩ ગુરૂવારના રાજ અણુધાયુ એકાએક અવસાન થયુ અને સામાન્યતઃ વિરલ એવા એક સજ્જનની આપણા સમાજને ખોટ પડી. તે ઝવેરાતને ધંધા કરતા હતા અને ભાવનાશાળી જીવન જીવતા હતા. તેમનાં માતુશ્રી શ્રી ગંગાબહેન ઝવેરી સમાહિતચિન્તક સુજ્ઞ સન્નારી તરીકે જૈન તેમ જ જૈનેતર સમાજમાં જાણીતા છે. કસ્તુરભાઇ એક કુશળ વ્યાપારી હતા, શીલશ'પન્ન પતિ હતા, વાત્સલ્યપૂર્ણ પિતા હતા. અત્યન્ત નમ્ર, સદા કર્તવ્યપરાયણ, જાહેરાતથી હમેશાં દૂર રહેનારા અને કાઇનુ પણ પાતાથી બૂક ન થાય એવા પાપભીરુ સગૃહસ્થ હતા. સ્વલક્ષી છતાં નિરૂપદ્રવી તેમનુ જીવન હતું. આવી વ્યકિતઓને ગૃહસ્થાશ્રમ પણુ એક સાધના હોય છે અને આવી સાધના વડે સમાજની ધ્રુતિ, સંસ્કૃતિ અને સભ્યતા નિરન્તર પેપાતી રહે છે. તેમની સૌમ્ય સુદર આકૃતિને અને ખાનદાનીભરી રીતભાતને તેમના પ્રસગ યા પરિચયમાં આવેલા સૌ કાઇ બહુ લાંબા કાળ સુધી ભૂલી નહિ શકે. તેમનાં પત્ની શ્રી કાન્તાન ઝવેરી જે પણ મુંબઇ જૈન યુવક સંધના એક સભ્ય છે તેમના પ્રત્યે તેમ જ તેમના ખાળપરિવાર પ્રત્યે આ દુર્ઘટના પ્રસંગે સધ ઊંડા દિલની સહાનુભૂતિ વ્યકત કરે છે. ત્રીજા વિશ્વયુદ્ધના સમીપ જઇ રહેલું આજનુ જગત યુનાઈટેડ સ્ટેટસના નવા પ્રમુખ આઇઝન હોવરની નવી ચાલથી દુનિયાની શાન્તિ ફરીથી જોખમાણી છે. હજુ ગઈ કાલ સુધી યુદ્ધ કારી પુરતું મર્યાદિત તેમ જ સ્થગિત દશામાં હતું અને તેનુ પણ સમાધાન કરવાની વાટાઘાટો ચાલતી હતી. સંયુકત રાષ્ટ્રોની સહીસલામતી સમિતિમાં મુકાયલા હિન્દના પ્રસ્તાવને રશીઆએ (૧)
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy