________________
તા. ૧૫-૨-૧૩
પ્રબુદ્ધ જૈન
સંઘ સમાચાર તા. ૭-૨-૫૩ શનીવારના રોજ મળેલી મુંબઈ જૈન યુવક ' સંધની કાર્યવાહક સમિતિની સભાએ સંધના ઉપપ્રમુખની ખાલી
મુખની ખાલી પડેલી જગ્યાએ શ્રી. લીલાવતીબહેન દેવીદાસની નીમણુક કરી છે. આ ઉપરાંત શ્રી પરમાનંદભાઈને લગભગ ૨૫૦ પાનાને લેખ સંગ્રહ સંધ તરફથી પ્રગટ કરવાનો નિર્ણય કર્યો છે.
ડો. ઇન્દ્રને વિદાયમાન છે. ઇન્દ્ર સંધના સભ્ય છે અને આ વખતની ચૂંટણીમાં તેઓ કાર્યવાહક સમિતિના એક સભ્ય તરીકે ચુંટાયા છે, તેઓ મુંબઇમાં સ્થાયીપણે રહેશે અને સંધને તેમ જ પ્રબુદ્ધ જેનને તેમની વિદ્વત્તાને સારે લાભ મળશે
એવી આશા સેવવામાં આવતી હતી. પણ તેમના અંગત સિંગે તેમને અહિંથી કાશીમાં આવેલા પાર્શ્વનાથ વિદ્યાશ્રમ તરફ લઈ જાય છે અને ત્યાંથી થોડા સમયમાં વિશિષ્ટ અભ્યાસ માટે તેમનું પરદેશગમન થાય તેવા સંભવ છે. આ રીતે તેઓ સંધની પ્રવૃત્તિથી છુટા પડતા હોઇને સંધના સભ્યો તરફથી તેમને વિદાયમાન આપવા માટે તા. ૨૦-૨-૫૩ શુક્રવાર સાંજના ૬-૧૫ વાગ્યે ધનજી સ્ટ્રીટમાં આવેલા સંધના કાર્યાલયમાં એક સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું છે. આ પ્રસંગે ડો. ઈન્દ્ર જૈન સમાજ તેમ જ જૈન ધર્મને લગતા કેટલાક પ્રકના સંબંધમાં પ્રસંગોચિત વ્યાખ્યાન પણ આપશે. સંધના દરેક સભ્યને આ પ્રસંગે હાજર રહેવા આગ્રહપૂર્વક વિનંતિ છે
લેણાવલા પર્યટણ કાર્યક્રમ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને વિદિત થાય કે સંધની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી લખમશી ઘેલાભાઇ તરફથી સંધના સભ્યોને લેણાવલા આવવાનું નિમંત્રણ મળ્યું છે અને તેમના નિમંત્રણને માન આપીને સંઘના સભ્યોનું તા. ૧-૩-૫૩ રવિવારના રોજ પર્યટણ ગોઠવવામાં આવ્યું છે. આ પર્યટણમાં સંઘના સભ્યોને સહકુટુંબ જોડાવા આગ્રહપૂર્વક નિમંત્રણ આપવામાં આવે છે. આ પર્યટણમાં સામેલ થવા ઇરછતા સભ્યોએ તા. ૨૫-૨-૫૩ બુધવારે સાંજ સુધીમાં સંધના કાર્યાલયમાં (૫-૭ ધનજી સ્ટ્રીટ) ખબર આપવાની છે અને નીચેના દર મુજબ રકમ ભરી જવાની છે:
' ૧૨ વર્ષથી મોટી ઉમ્મરના જણ દીઠ રૂ. ૫. ૧૨ વર્ષની નીચેની ઉમ્મરના જણ દીઠ રૂ, રા,
પર્યટણ માટે નિયત કરેલી બસ પાયધુની ટી, જી. શાહના મકાનેથી સવારના બરોબર સાત વાગે ઉપડશે, ત્યાર બાદ (૧) ઓપેરા હાઉસની બાજુએ, (૨) માટુંગા કીગ સરલની બાજુએ, (૩) ધ ટકોપર આગ્રા રોડ ઉપર આવેલી દેસાઈની વાડીની બાજુએ, આટલાં સ્થળોએ બબ્બે મીનીટ અટકશે અને ત્યાંથી સીધી લેણાવલા સ્ટેશન નજીક બે બે-પૂના રેડ ઉપર આવેલા “સાગર મહાલ જઈ પહોંચશે. લેણાવેલાથી કાર્યાની ગુફાઓ જોવા જવાને તેમ જ શક્ય હશે તો અન્ય જોવાલાયક સ્થળાએ જવાને કાર્યક્રમ ગોઠવવામાં આવશે. સાયંકાળે લેણાવેલાથી નીકળીને સમસ્ત મંડળીને મુંબઈ પહોંચાડવામાં આવશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ
સગીરને દીક્ષા આપવાનો મનાઈહુકમ
પ્રબુદ્ધ જેનના વાંચકોને યાદ હશે કે ગયા વર્ષના માર્ચ માસ દરમિયાન પ્રિયંવદા નામની એક તેર વર્ષની છોકરીને દીક્ષા આપવા માટે મુંબઈ લઈ આવવા તેને બી૫ તલકચંદ લાલચંદ તૈયારી કરતે હતા એવામાં ત્યાંના એક જાણીતા સામાજિક કાર્યકર્તા બહેન શ્રી સરોજબહેન વેણીભાઈ પટેલે તે છોકરીને મુંબઈ લઈ જતી અટકાવવાને અમદાવાદની કોર્ટ પાસેથી હુકમ મેળવ્યા હતા અને પિતાને તે છોકરીની વાલી નીમવાની અને તેને દીક્ષા અપાતી અટકાવવાની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી. ત્યાર બાદ તે કેસ અમદાવાદની સીવીલ કોર્ટના આસીસ્ટન્ટ જજ શ્રી એમ. ટી. વિજયકર સમક્ષ અમદાવાદના જાણીતા એડવોકેટ શ્રી પ્રભુદાસ પટવારીએ ચલાવ્યું અને તા. ૭-૨–૫૩ ના રોજ નામદાર કે , પ્રિયંવદાને દીક્ષા આપવાની તે પરિપકવ ઉમ્મરની ન થાય ત્યાં સુધી અટકાયત કરનારે ચુકાદો આપ્યો છે. આ ચુકાદે નીચે મુજબ છે :
૧. “આ અરજ ગુજારનાર શ્રી સરોજબહેન વેણીભાઈ પટેલે નીચેના સંયોગોમાં આ અરજી પણ કરી છે. પ્રતિવાદી તલકચંદ લાલચંદ શાહ ૧૪ વર્ષની પ્રિયંવદા નામની સગીર કરીને પિતા છે. તે ધર્મો જૈન . તેની પુત્રી પ્રિયંવદા તેના પિતા તલકચંદ સાથે રહે છે. અરજ ગુજારનારે ફરિયાદ કરી હતી કે આ સગીર પ્રિયંવદાને જૈન સાધવા બનાવવા માટે તરતમાં મુંબઈ ખસેડવામાં આવનાર છે એવી તેને ખબર મળી હતી. આ સગીર છોકરી શારીરિક તેમ જ બૌધ્ધિક દ્રષ્ટિએ તદ્દન અપરિપકવ છે અને પ્રતિવાદીની અનુમતિપૂર્વક જે પગલું ભરવાને તે તૈયાર થઈ છે તેનાં પરિણામે સમજવાની સ્થિતિમાં નથી. આ પગલું સગીર છોકરીના હિતની વિરૂદ્ધ હોઈને તેના વાલી તરીકે અન્ય કોઈ વ્યકિતને નીમવાની જરૂર ઉભી થઈ છે. આમ હોવાથી અરજ ગુજારનારે માંગણી કરી હતી કે ગાંડીયન એન્ડ વાઈઝ એકટની નવમી કલમ નીચે અરજ ગુજારનારને પિતાને આ સગીર છોકરીની વાલી નીમવી જોઈએ.
૨. આ ઉપરથી પ્રતિવાદી સામે નેટીસ કાઢવામાં આવી હતી. કોર્ટની રજા સિવાય કોટન હકુમત પ્રદેશબહાર આ સગીર છોકરીને ખસેડવાને પ્રતિબંધ કરતે હંગામી મનાઈ હુકમ ૫ણું આપવામાં આવ્યો હતે. ૧૩માં પ્રમાણુપુરાવા (exibit) તરીકે પ્રતિવાદીએ લેખિત નિવેદન રજુ કર્યું છે. આ નિવેદનમાં સાધુ કે સાધ્વી થતી વ્યકિતને થતા ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
૩. શ્રી પટવારી અરજ ગુજારનાર તરફથી ઉભા રહ્યા છે; શ્રી એમ. એમ. શાહ પ્રતિપક્ષ તરફથી ઉભા રહ્યા છે.
૪. પ્રિયંવદા જ્યાં સુધી પુખ્ત ઉમ્મરની ન થાય ત્યાં સુધી ગાડયન એન્ડ વર્ડઝ એકટ નીચે તેની જાતને વાલી નીમવો એ તેના ભલામાં છે કે નહિ એ પ્રશ્નને અહિં નિર્ણય કરવાનો છે. ' ૫. મારો જવાબ હકારમાં છે. કારણે
૬. અરજ ગુજારનાર એક સામાજિક કાર્યકર્તા છે, અમદાવાદની યુવેનાઈલ કેર્ટના લેડી પ્રોબેશન ઓફીસર છે અને રાવસાહેબ મહીપતરામ રૂપરામ અનાથાશ્રમના મંત્રી તરીક કામ કરે છે. સમાજસેવાના હેતુથી તેમ જ સગીર પ્રિયંવદાના ભલાને માટે આ અરજી પેશ કરવામાં આવી છે. આને લીધે આ કેસમાં ઉશ્કેરાટ ભરેલા આક્ષેપે અને પ્રતિઆક્ષેપને સદન્તર અભાવ જોવામાં આવે છે અને માત્ર કેનું શેમાં કલ્યાણ રહેલું છે એ ધરણે જ આ કેસ ચલાવવામાં આવ્યો છે.
૭. અરજ ગુજારનારે તેમજ તેના પક્ષમાં કેયિત રજુ કરનારાઓએ જણાવ્યું છે કે આ સગીર છોકરી માનસિક તેમ જ