________________
તા. ૧-૨-૫૩
પ્રબુદ્ધ જૈન
૧પ૯
ઓછી વ્યકિતઓ હોઈ શકે છે. આ દીક્ષાનો અધિકાર ન તો કોઈ | કાચી ઉમરના છોકરા છોકરીને હોઈ શકે, કે ન તે કઈ થાકેલા, હારેલા, ભુખમરાથી પીડાતા, કૌટુંબિક કે સામાજિક જવાબદારીથી ભાગી છુટવાની વૃત્તિવાળા, અને ધર્મ શું, ત્યાગ શું, વૈરાગ્ય શુંતેનો કકકે બારાખડી પણ નહિ જાણનારા માનવી-મગતરાંએ માટે હોઈ શકે.
બાલદીક્ષા સંબંધમાં બીજે એ પણ ખ્યાલ રાખવાની જરૂર છે કે કોઈ પણ માબાપને જેમાંથી કાળાન્તરે પણ ચસકી ન શકાય એવા, અત્યન્ત કઠણ, માનવજીવનના અન્ય અનેક પુરૂષાર્થ દ્વારોને સદાને માટે બંધ કરનાર અને જેમાં આત્મવિકાસ માટે અતિ ઉપયોગી ઘડતર અને સેવા સમર્પણને સારો અવકાશ રહેલે છે એવા ગૃહસ્થજીવનથી સદાને માટે વંચિત રાખનાર આજીવન સાધુવતથી પોતાનું સંતાનને આખી જીદગી માટે જકડાવા દેવાને અધિકાર છે જ નહિ અને તેવી જ રીતે કોઈ પણ ધર્મગુરૂને કોઈ પણ છે. કરા કરીને આ રીતે જંદગીભર બાંધી લેવાનો અધિકાર છે જ નહિ. માબાપનું કર્તવ્ય છે પિતાના સંતાનને સાચી કેળવણું આપીને મોટા કરવાનું, આગામી જીવનસંગ્રામનો સફળ સે. ક બને તેવી તા.ડામ આપવાનું ધર્મગુરૂનું કર્તવ્ય છે ઉગતી પ્રજાને ધર્મ છે માયા સંસ્કાર આપવાનું, તેમાં રહેલી શકિતઓને ઉન્નત વળણ આપવાનું. આથી અન્યથા વિચારનાર કે વર્તનાર ઉગતી પ્રજાને ભરમાં ભારે દ્રોહ કરે છે. આવા જેના ગર્ભમાં કોહ રહે છે તેવી બાલદીક્ષાની પ્રવૃત્તિને બાલગ્નની પ્રથા માફક રાજ્યશાસનથી દાબી દેવાની અનુપેક્ષણીય આવશ્યકતા છે.
આજના કઈ વિચિત્ર વાતાવરણમાં બાલદીક્ષાની ઘટના લેકમાનસમાં પહેલાં જેવું. સામાજિક ક્ષેમ પદા કરતા નથી. કારણ કે આજની બાલદીક્ષામાં જવાબદાર ગણાતા સર્વ પક્ષેની સાધારણ રીતે સંમતિ હોય છે અને બાલદીક્ષા કેવો વિકૃત માનવી પેદા કરે છે તેનું સામાન્ય જનતાને સાચું ભાન હોતું નથી. પણ વસ્તુત: બાળલગ્ન કરતાં બાલદીસા વધારે ભયાનક અને અનિષ્ટપરિણમી છે. બાલલગ્નને બેગ બનેલ વ્યકિત તેના માઠાં પરિણામ તે પિતે તેમ જ તેનું કુટુંબ જ ભોગવે છે, જયારે બાલદીક્ષાનાં માઠાં પરિણામ આખા સમાજને સ્પર્શે છે. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લેવા અને જ્યાં જ્યાં બાલદીક્ષા અપાવાનો સંભવ માલુમ પડે ત્યાં ત્યાં તેનો અવરોધ કરવા સમાજના શ્રેયાર્થી યુવક યુવતીઓને વિનંતિ છે અને આ બાલદીક્ષાને કાયદાથી અટકાવવા આજના જાશાસકાને પ્રાર્થના છે.
શ્રી કેશવલાલ રાધવજી સંધરાજકા એન્ડ બ્રધર્સ વિદ્યાલયના મકાનનું શિલારોપણ
ઉપર જણાવેલ વિદ્યાલયનો પાયો નાંખવાનો શુભવિધિ તા. ૨૫-૧-૫૩ના રોજ મુંબઈ સરકારના મજુર પ્રધાન માન્યવર શ્રી શાન્તિલાલ હ. શાહના હાથે કરવામાં આવ્યો હતો. આ વિદ્યાલયને ઉદ્દભવ માનવી દિલમાં રહેલી ઉદારતા અને સંવેદનશીલતાનું એક રોમાંચક દષ્ટાન્ત રજુ કરે છે.
આપણે અનેક માનવીઓને ઘરડા થતાં, માંદા પડતાં, અને મૃત્યુ.રણ થતાં જોઈએ છીએ અને એમ છતાં આપણું રૂવાડું સરખું ફરકતું નથી અને આપણું જીવન ચાલુ ચીલે ચાલ્યું જાય છે. જ્યારે ભગવાન બુધે એક ઘરડો માણસ જે, એક વ્યાધિગ્રસ્ત જોયો અને એક શબને લઈ જવાતું જોયું અને તેના દિલમાં એકાએક મોટું મંથન જાગી ઉઠયું અને આ વિશ્વવ્યાપી દુઃખમાંથી માનવજાતને કેમ મુકત કરવી એ કરૂણપરાયણ વિચારનું પરિણામ મહાભિનિષ્ક્રમણમાં આવ્યું. આપણે આજે અનેક વિદ્યાર્થીઓને -હાત્રામાં છે જેમાં પ્રવેશ મેળવવા માટે અહિં તહીં ફાંફા
મારતા અને પ્રવેશ નહિ મળતાં હતાશ બનતા જોઈએ છીએ અને તેમના વિશે દિલમાં લાગણી ઉઠે છે, ઉઠે છે અને શમી જાય છે, અને આ બાબતમાં જાણે કે કશું પણ કરવાપણું ન હોય એવી કર્તવ્યબધીરતા આપણે અનુભવીએ છીએ, જ્યારે એક ઝવેરચંદ સંધરાજકાં બે વાર નપાસ થયેલા કોઈ એક જૈન વિદ્યાર્થીને સર ચુનીલાલ ભાઈચંદ વિદ્યાલયમાં દાખલ કરાવવા માટે એ સંસ્થાના સંચાલક પાસે જાય છે. એ સંસ્થામાં વિદ્યાર્થીની પરીક્ષાવિષયક ગુણવત્તાના ધોરણે વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવતા હોઈને અને એ રીતે જરૂરી સંખ્યાના વિદ્યાર્થીઓને લઈ લેવામાં આવેલા હોવાથી પિલા વિદ્યાથીને દાખલ કરવાનું શક્ય નથી એમ તે સંચાલક તરફથી જણાવવામાં આવે છે અને શ્રી ઝવેરચંદભાઈએ ફરી ફરીને એ વિદ્યાર્થીને લેવાને આગ્રહ કરે છે. અને એમ છતાં પણ તેને લઈ શકાય એટ ની છાત્રાલયમાં જગ્યા જ નથી એમ જ્યારે તેમને જણાવવામાં આવે છે ત્યારે જગ્યાના અભાવે પિતાની કોમના એક વિદ્યાર્થીને પાછાફિરવું પડે એ દૃષ્ણ એ અનુભવ-તેમના દિલને હલાવી નાંખે છે અને આવી પરિસ્થિતિ તેમના માટે અત્યન્ત અસહ્ય બને છે. આને ઉપાય શું ? આ છે રીતે કેટલાય વિદ્યાથીને પાછા ફરવા પડતું હશે અને એ રીતે ઉગતી જીવનકળી એ મને એમ કરયાઈ જતી હશે! એક નહિ તે અગિયાર છત્રાલયો ઉભા કરો, પશુ આગળ ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જગ્યાના, અભાવે, સગવડના અભાવે ભણતા અટકી જવું પડે એમ ન જ બજવું જોઈએ એમ તેમનું દિલ પિકારી ઉઠયું. એ તીવ્ર મનોમન્થનમાં પા પાતાની સ્થાનકવાસી કામના બીજા ૧૦૦ વિદ્યાર્થીઓ રડી શકે એવું એક નવું છાત્રાલય ઉભું કરવા તેઓ કૃતનિશ્ચય થયા અને તે માટે એકાએક, કશી પણ લાંબી ચર્ચા કે વાટાઘાટ સિવાય રૂ. ૧૧૧૧૧] ની બાદશાહી સખાવત તેમણે પિતા તરફથી જાહેર કરી અને આ છાત્રાલય માટે મુંબઈમાં વડાલા સ્ટેશન રોડ ઉપર એક જમીનનો ટુકડે ખરીદવામાં આવ્યો અને ત્યાં નવા મકાનનો પાયો નાંખવાની ક્રિયા ઉપર જણાવ્યું તે મુજબ શ્રી શાન્તિલાલ શાહના હાથે કરવામાં આવી. આ છાત્રાલયને વહીવટ મુંબઇના શ્રી જૈનસ્થાનવાસી સમાજ સાથે સંબંધ ધરાવતા શ્રી જૈન કેળવણી મંડળ તરફથી કરવામાં આવશે. આવી સ્વયંસ્ફરિત ઉદારતા માટે શ્રી ઝવેરચંદ સંઘરાજકો તેમ જ તેમના ભાઈઓને જેન સાજના અનેક ધન્યવાદ ઘટે છે. સૌરાષ્ટ્રની વેચાણ કરવેરા વિરોધી લડતના નૈતિક રૂપરંગ.
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે માસથી ચાલ ની વેચાણ કરવેરાવિરોધી લડતની રાજકીય તથા આર્થિક બાજુ બાજુએ રાખીએ, પણ આ લડતની નૈતિક બાજુ તે ખરેખર દુઃખ અને શરમ ઉપજાવે તેવી છે.' આ લડતને પ્રજાની સત્યાગ્રહની લડત તરીકે વર્ણવવામાં આવે છે અને આ આંદોલન દરમિયાન સત્ય અને અહિંસાના ઓઠાને વારંવાર ઉપયોગ કરવામાં આવે છે અને એમ છતાં સત્ય કે અહિંસાની, સંયમ કે વિવેકની રક્ષા કરવાની લડતના કોઈ અંગમાં લેશ માત્ર ચિન્તાનું દર્શન થતું નથી, પ્રજાના વેચાણ કરવિરોધી લડતમાં મારામારી કે કાપાકાપી કરવામાં આવતી નથી અને એટલે એ લડત અહિંસક છે એમ કઈ કહેતું હોય તો તે એક મોટો ભ્રમ છે. એ વર્ગના આગેવાનોના માનસમાં હિંસા ભરેલી જ છે જે તેમનાં ઉદ્ગારોમાં અને અનેક ગલીચ ભાષણમાં
જ્યાં ત્યાં પ્રગટ થઈ આવે છે. આ ઉપરાંત આજ સુધીમાં નાનાં મોટાં તોફાનોની અને લડતવિરોધીઓને જ્યાં ત્યાં ત્રાસ આપવાની, માર મારવાની અનેક ઘટનાઓ બની ચુકી છે. કોઈ પણ અનિષ્ટ ઘટનાને લોકલાગણી ઉશ્કેરવામાં ફાવે તેવો ઉપયોગ કરતાં આગેવાને જરા પણ અચકાતા નથી. ભાવનગરમાં કેટલાક દિવસ પહેલાં પિલીસે વેચા કરવિધી વિફરેલા ટેળા ઉપર ગોળી બહાર કર્યો અને
અને એટલા મારી કે કાલ પ્રજાના ?