________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૨-૫૩
પ્રકીર્ણ નોંધ બાલે દીક્ષા
આખરે જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજીએ તા. ૧૮-૧-૫૩ સોમવારના રોજ અનેક વ્યકિતઓની વિનવણી, સમજાવટ તથા ચેતવણીને અવગણીને એક ૧૩ વર્ષને અને અન્ય ૧૫ વર્ષ એમ બે છોકરાને દીક્ષા આપી અને મૃતપ્રાય બની રહેલા બાલદીક્ષાના અનિષ્ટને નવું જીવન આપ્યું. “ ત્મસાધના ખાતર સાંસારિક ગૃહસ્થજીવનના ત્યાગની અને એકકસ પ્રકારના સાધુજીવનના સ્વીકારની પ્રથા દરેક ધર્મ યા સંપ્રદાયની પરંપરામાં જોવામાં આવે છે. આમ છતાં પણ જે પ્રકારની સુગ્રથિત સાધુસંસ્થા જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને પ્રસ્તી ધર્મમાં અસ્તિત્વ ધરાવે છે એવી સંસ્થા અન્ય સંપ્રદાયમાં નજરે પડતી નથી. હિંદુસમાજવ્યવસ્થામાં માનવ જીવનને ચાર આશ્રમમાં વહેંચવામાં આવ્યું છે, અને તેમાં સંન્યસ્તાશ્રમને જીવનની આખરી અવસ્થા સાથે જોડવામાં આવેલ છે. આ ક્રમ જૈનો, બૌધ્ધ કે ખ્રસ્તીઓને માન્ય નથી. બૌધ્ધમાં તે વળી એવી પ્રથા છે કે દરેક બોદ્ધ યુવાને વિદ્યાર્થી જીવન દરમિયાન અથવા તે ગૃહસ્થળવનની પૂર્વે અમુક સમય માટે (ઘણું ખરું એકાદ વર્ષ માટે) બૌદ્ધ દીક્ષા અંગીકાર કરીને સાધુજીવનનો અનુભવ લે જ જોઈએ. આ ઉપરાંત પરમિત મુદત માટે પણ દીક્ષાવત આપવાનો રીવાજ બૌદ્ધોમાં કંઈ કાળ થી પ્રચલિત છે. પ્રીસ્તીઓમાં સાધુવ્રતની દીક્ષા સામાન્યતઃ આમછુન્તની હોય છે, પણ તેમની સાધુસંસ્થામાં જે તે વ્યકિત, ફાવે તે ઉમ્મરે અને મનમાં આવ્યું ત્યારે દાખલ થઈ શકતી નથી. સાધારણ રીતે જેનું દીલ ખ્રીસ્તી સાધુ થવા તરફ ઢળેલું હોય છે તેને યોગ્ય તાલીમ આપવા માટે ચોકકસ પ્રબંધ હોય છે. આ તાલીમમાંથી તેમ જ ચક્કસ પ્રકારની કસોટીમાંથી પસાર થયા બાદ તેને દીક્ષિત બનાવવામાં આવે છે. તે સંપ્રદાયમાં પાદરી તૈયાર કરવા માટે ખાસ કોલેજો-શિક્ષણસંસ્થાઓ હોય છે જેમાં પાદરી થવાની ઉમેદવારી કરતા છોકરાએને નાની ઉમરથી દાખલ કરવામાં આવે છે. તેમને ધર્મશાસ્ત્રોનું, અન્ય ધર્મ સાહિત્યનું તેમ જ બીજા અનેક સંસ્કારલક્ષી વિષયનું તથા ભિન્ન ભિન્ન ભાષાનું શિક્ષણ આપવામાં આવે છે. પાદરી બનવા માટે જરૂરી તાલીમનો ત્યાં પ્રબંધ હોય છે. આ રીતે લગભગ ૨૦ વર્ષની ઉંમર સુધી શિક્ષણ આપ્યા બાદ પણ તેની ઈચ્છા ગૃહસ્થજીવનમાં જવાની હોય તો તેમ કરવાને તે તદન સ્વતંત્ર હોય છે. જે સાધુ થવાની ઈચ્છા માં તે મક્કમ હોય તે તેને આગળ લઈ જવામાં આવે છે; તેની જુદી જુદી રીતે કસોટી કરવામાં આવે છે અને જરૂરી પરીક્ષામાંથી તેને પસાર થવાનું હોય છે. ત્યાર બાદ તેને પાદરીની પદવી આપવામાં આવે છે. આમ પૂર્વ તૈયારી અને ગાયતાની પ્રતીતિ સિવાય ખ્રીસ્તી સંપ્રદાયમાં કેને પણ પાદરી બનાવવામાં આવતા નથી.
પણ જૈન સંપ્રદાયમાં સાધુ બનાવવા માટે કશી પણ યોગ્યતાની જરૂર લેખવામાં આવતી જ નથી. તેમ જ તેને લગતી પૂર્વ તૈયારી સંબંધમાં કશા પણ પ્રબંધ કે નિયમન જોવામાં આવતું નથી. ઉલટું તેટલી વધારે વ્યકિતઓને દીક્ષા આપી શકાય તેમને દીક્ષા આપવા અપાવવામાં ધાર્મિકતાની જાણે કે ઈતિકર્તવ્યતા હોય એમ જૈન સાધુએ તેમ જ તેમના અનુયાયી શ્રા કે માનતા હોય છે. જૈન સાધુની મોટામાં મોટી નબળાઈ શિષ્યપરિશ્રહ છે. તે પૂછતો આવ્યો તેને મુંડી નાખવો-તેને વધારે વિચાર કરવાની તક બીલકુલ ન આપવી-આની વૃત્તિ અનેક સાધુએને વરેલી જોવામાં આવે છે. આ શિષ્યલાએ અનેકનાં ઘર ભાંગ્યા છે; અનેક સ્ત્રીઓને રઝળતી કરી છે, અને માબાપને
પોતાનાં બાળકો ગુમ થવાના કારણે માથું ફૂટતાં કર્યા છે. આવી ' અગ્ય દીક્ષા સામે અને તેમાં પણ દીક્ષા આપવા માટે નાની ઉમરના છોકરાઓને સંતાડવા, ભગાડવા સામે જૈન સમાજમાં ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં યુવા તરફથી આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં એક જબરદસ્ત આંદોલન ઉપાડવામાં આવ્યું હતું. આ અદેલનના પરિણામે બાળદીક્ષા સામે બળવાન લેકઅભિપ્રાય ઉમે થયો હતો અને વડોદારની સરકારે બાળદીક્ષાની સખ્ત બંધી કરતો કાયદે પણ પોતાની ધારાસભામાં પસાર કરાવીને અમલમાં મૂકો બને. આ દેશવ્યાપી આંદોલનનું એ પરિણામ આવ્યું છે કે છોકરાઓને દીક્ષા આપવાના હેતુથી ભગા, ડવા નસાડવાની પ્રવૃત્તિને આજે લગભગ અન્ત આવ્યો છે અને દીક્ષા લેનારની સંખ્યા ઉપર પણ કાંઈક અંકુશ મુકાવે છે. આમ છતાં પણ નાની ઉમ્મરના છોકરાઓને દીક્ષા આપવાની પ્રવૃત્તિનો હજુ સુધી અન્ત આવ્યો નથી. આ પ્રવૃત્તિ વિશેષ કરીને વેબર મૂર્તિપૂજક સમાજમાં અમુક અંશમાં અને નેરા પંથી સમાજમાં ઘણું મોટા પ્રમાણમાં ચાલી રહેલી જોવામાં આવે છે. સ્થાનકવાસી સાધુઓના નવા સંગઠ્ઠને આ સંબંધમાં ૧૮ વર્ષ ની ઉમરની મર્યાદા સ્વીકારી છે. દિગંબર સમાજમાં નગ્નતત્વ જ સા'! થવામાં ભારે અંતરાય રૂપ હોઈને બાળદીક્ષાની ઘટના ભાગ્યે જ બનવા પામે છે. ઉપર જણાવેલ બૌદ્ધ તેમ જ પ્રીસ્તી સંપ્રદામાં જેને આપણે બાળકમચારી કહીએ છીએ તેવા અનેક સાધુએ હોય છે. પણ તે સંપ્રદાયમાં બાળદીક્ષાનું અનિષ્ટ કોઈ પણ અંશમાં અસ્તિત્વ ધરાવતું જાણવા કે સાંભળવામાં આવ્યું નથી.
એ સાધારણ સમજણની વાત છે કે દીક્ષા જેવું કઠણ અને અનેક જવાબદારીઓથી ભરેલું વ્રત ગમે તે વ્યકિતને આપી ન જ શકાય. આ વ્રત માટેની યોગ્યતાની વિચારણામાં પરિપકવ ઉમર અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉંડા વૈરાગ્યના પાયા ઉપર જ દીક્ષાની ઇમારત ઉભી કરી ઘટે છે, જ્યારે કાચી ઉમ્મરના છોકરાની બુદ્ધિમાં સાચા કે સમજણપૂર્વકના વૈરાગ્યની કોઈ સંભાવના કેપી શકાતી નથી. કેઈની ભેળવણી કે વાતાવરણમાંથી પ્રાપ્ત કરેલી ધનના પરિણામે કોઈ છોફરે દીક્ષા લેવા નીકળી પડે છે અને ધર્મગુરૂ આવા છોકરાને દીક્ષા આપીને મલકાય છે. પણ પછી ઉમ્મર વધતાં અનેક વૃત્તિવિકારો જાગૃત થાય છે અને અકુદરતી દમન તેને અકુદરતી આવિષ્કાર તરફ સ્વાભાવિક રીતે ઘસડી જાય છે. એક કાળે લગ્નસંબંધે પણ કાચી ઉમ્મરે નિર્માણ થતાં પણ તેનાં માઠાં પરિણમે અનુભવીને લગ્નવયની મર્યાદા શિષ્ટ સમાજમાં સર્વત્ર સારા પ્રમાણમાં વૃદ્ધિગત થઈ ચુકી છે. પૂર્વકાળમાં કંઈ નાની ઉમરે પરણેલી વ્યકિતએ પોતાના જીવનમાં મોટે પુરુષાર્થ દાખવ્યો હોય તે ઉપરથી આજે આપણે બાળલગ્નનું સમર્થન કરતા નથી, તેવી જ રીતે ભૂતકાળનું કોઈ એવું જ ઉજળું દષ્ટાન્ત આજે બાળદીક્ષાના સમર્થનમાં આગળ ધરનું યોગ્ય નથી. બાળદીક્ષાનું અકુદરતીપણું આજે સૌ કોઈને સહજગમ્ય હોવું જોઈએ. મ. લી માત્ર માટે રાજમાર્ગ ગૃહસ્થજીવનનો છે. અને તે માર્ગે સૌ કોઈ ચાલે એ સાધારણ સમાજ માટે હિતાવહ છે. આમ છતાં કોઈ વિશિષ્ટ રેગ્યતા ધરાવતી વ્યકિત લગ્નબંધન વિનાનું જીવન ગાળવા ઇછે તે તેને આપણે વિરોધ નથી કરતા. તેવી જ રીતે પરિપકવ ઉમ્મરે કઈ વિશિષ્ટ વ્યકિત પુરી યોગ્યતા પ્રાપ્ત કરીને જ્ઞાનપૂર્વકના સ્થાયી વૈરાગ્યપૂર્વક કૌટુંબિક તેમ જ સામાજિક બંધને તેડીને અહિંસા, સંયમ અને તપના પાયા ઉપર રચાયેલ સાધુધર્મ સ્વીકારવા તૈયાર થાય તો તેને પણ આપણે જરૂર આવકારીએ. પણ સાથે સાથે એ ન ભૂલીએ કે એ દીક્ષાનો માર્ગ વધારે કાંટાળે અને ઘણી મોટી જવાબદારીઓથી ભો છે. અને તેના ખરા અધિકારી પમ્ સાધારણ રીતે બહુ જ