________________
તા. ૧-૨-૫૩
પ્રબુદ્ધ જૈન
સંઘ સમાચાર
તા. ૧૬-૧-૧૩ ના રાજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાય વાહક સમિતિની સભાએ નીચે મુજબના એ દરાવે કર્યાં હતા.
૧ શાણામાં પાનાર ખાલદીક્ષાને વિરોધ
તા. ૧૯-૧-૫૩ સેમવારના રાજ થાણા ખાતે જૈન શ્વે. મુ. વિભાગના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિ એક તેર વર્ષ અને બીજા પંદર વર્ષના એમ છે. છેકરાઓને દીક્ષા ૧ આપવાના છે આ સમાચારથી આજની સભા સખ્ત આઘાત અનુભવે છે. જે આચાય શ્રીએ જૈન સમાજને ઉચ્ચ કળવણીના ક્ષેત્રમાં આગળ વધારવા માટે અનેક સંસ્થાઓની સ્થાપના કરી છે અને પ્રતિશીલ વિચારો ધરાવનાર જૈનાચાય તરીકે જેમની આજ સુધી જૈન સમાજના સુધારક વમાં ખ્યાતિ છે અને એ કારણે સુધારક વર્ગ પણ જેમની વિષે ઊંડા આદરભાવ અનુભવે છે તેવા. આચાય શ્રીના હાથે આવા નાની ઉમ્મરના હેકરાઓને દીક્ષા આપવામાં આવે એ ભારે આશ્ચયજનક છે. ખાલદીક્ષાના અનિષ્ટ વિષે આજે પ્રગતિશીલ વિચાર ધરાવતા વર્ગોમાં કશા મતભેદ રહ્યો નથી. આ હકીકત ધ્યાનમાં લઇને આજની સભા થાણુ ખાતે યોજાયલી ખાલદીક્ષાના સખ્ત વિરોધ કર છે અને તેને બંધ રાખવા આચાયશ્રીને આશ્રહપૂર્વક અનુરોધ કરે છે.
૨ થાણાના સંધને ધન્યવાદ
સાધારણ રીતે ઉપધાનસમારંભ જેવા ખર્ચાળ ધામિક સમારો પાછળ થતા દ્રવ્યય સામે આ સધના હંમેશા વિવ રહ્યો છે એમ છતાં પણ થાણા ખાતે ચાયેલ ઉપધાનસમાર ભને લગતી ઉપધાનતપ-સમિતિએ ઉપધાન દરમિયાન મેલાતી એલીનું દ્રવ્ય સાધારણ ખાતામાં લઇ જવાની મેલી મેલનારને છુટ આપીને સાધારણ ખાતાને જે પુષ્ટિ આપી છે અને સાધારણુ ખાતાની આવકનું મોટુ દ્વાર ખુલ્લું કર્યું છે તે માટે આજની સભા ઉપધાનતપ–મિતિને અને થાણાના શ્રી સંધને ધન્યવાદ આપે છે.
બાલદીક્ષા વિશધી જનાની જાહેર સભા
તા. ૧૭-૧-૫૩ શનીવારના રાજ શ્રી મુંબઇ જૈન યુવક સંઘના કાર્યાલયમાં શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆના પ્રમુખપણા નીચે ખાલદીક્ષાવિરાધી જૈનાની એક જાહેર સભા મળી હતી જે પ્રસંગે શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ તા. ૧૯-૧-૧૩ના રાજ થાણા ખાતે અપાનાર એ ખાલદીક્ષા સંબંધમાં પ્રાસંગિક વિવેચન કર્યું" હતુ, તે તથા શ્રી મુંબઇ જૈન યુવક સ`ઘના બીજા ત્રણ સભ્યા થાણા ખાતે ખીરાજતા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ પાસે ગયા હતા અને તેમના હાથે અપાનારી બાલદીક્ષા અટકાવવા સંબધે તેમની સાથે જે ચર્ચા કરી હતી તેને વિગતવાર તેમણે ખ્યાલ આપ્યા હતા અને ખાલદીક્ષાને નિર્મૂળ કરવાની આવશ્યકતા સબંધે પોતાના વિચાર। જણાવ્યા હતા અને ત્યાર બાદ પ્રસ્તુત ખાલદીક્ષાના સખ્ત વિરાધ કરતા મુંબઇ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ પસાર કરેલા ઉપર જણાવેલા ઠરાવ રજુ કર્યાં હતા જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
શ્રી . મા. શાહ સા. વાચનાલય-પુસ્તકાલય સમિતિની નિમણુંક તથા અન્ય સમાચાર
તા. ૨૩–૧–૫૩. શુક્રવારના રાજ મળેલી શ્રી મુંબઇ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિએ શ્રી રતિલાલ ચીમનલાલ કાઢારીતુ કેટલાક અંગત કારણસર સંધના ઉપપ્રમુખ તરીકે આવેલું રાજીનામું સ્વીકાર્યું હતું અને ત્યાર બાદ નીચેના સભ્યોની કાય વાહક
સમિતિમાં પુરવણી કરી હતી.
શ્રી રતિલાલ ચીમનલાંલ કાઠારી શ્રી લીલાવતીબહેન દેવીદાસ
શ્રી વેણીબહેન કાપડિયા શ્રી નાગશી ધારશી શેકીઆ
શ્રી ખીમજી માંડણુ ભુજપુરી
શ્રી દીપચંદ ત્રીભોવનદાસ શાહ
ત્યાર બાદ શ્રી મ. મા. શાહ સા. વાંચનાલય-પુસ્તકાલય
સમિતિમાં કાય વાહક સમિતિ તરફથી નીચેના સભ્યોની નિમણુક કરવામાં આવી હતી.
શ્રી વલ્લભદાસ જુલદ મહેતા શ્રી વેણીબહેન કાપડિયા
(3)
કારની રૂઇએ આ સમિતિના સભ્યો છે.
૧૭
આ વાંચનાલય પુસ્તકાલયના નીચે જણાવેલ ટ્રસ્ટીઓ અધિ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા શ્રી રતિલાલ ચીમનલાલ કાહારી
શ્રી રમણિકલાલ ગુિલાલ શાહ શ્રી પ્રવીણુચદ્ર હેમચંદ અમરચંદ
આ સમિતિના મંત્રી તરીકે શ્રી રમણકલાલ મણિલાલ શાહની નીમણુ ંક કરવામાં આવી હતી.
માર્ચ માસના પહેલા બે અઠવાડીઆ દરમિયાન સંધના સભ્યાનું એક પર્યટણ ગોઠવવાનું નકકી કરવામાં આવ્યું હતું. મત્રી, મુખઇ જૈન ચુવક સંધ સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહનુ' નવું મકાન
પ્રમુધ્ધ જૈનના વાંચાને યાદ હશે કે સયુક્ત જૈન વિદ્યાર્થી - ગૃહના મકાનના પાયે ગયા વર્ષે સદ્ગત મણિલાલ મેાકમચંદ શાહના શુભ હસ્તે નાંખવામાં આવ્યા હતા, પણ ત્યાર બાદ લાખંડ મળી નહિ શકવાને લીધે કેટલાય સમય સુધી બાંધકામની શરૂઆત થઇ શકી નહોતી. પછી તેા જોઇતી સીમેન્ટ મળી અને લેઢુ પશુ મળ્યું પણ વર્ધાતુ કામ શરૂ કરવાની આડે આવી. વતુ પત્યા બાદ કામની શરૂઆત થઇ. અને હવે તે આંધકામ ધમધોકાર ચાલી રહ્યું છે. પાયા પુરાઈ ગયા છે; અને ભાંયતળીયા ઉપરનુ કામ શરૂ થઇ ચુકયું છે. આ ધેારણે આગામી જુન માસ પહેલાં આખું મકાન તૈયાર થઇ જવાની પુરી આશા રહે છે અને એ રીતે નવા સત્રથી વિદ્યાથી ઓને વસાવી શકાશે એવી આશા બંધાય છે. બાંધકામ વધવા સાથે દ્રવ્યની ખેંચ પડવાની બીક રહે છે, તે જે જે ગૃહસ્થાએ મકાન કૂંડમાં ભરાવેલાં નાણાં હજી સુધી આપ્યા ન હાય તે તે ગૃહસ્થાને પોતપાતાના ફાળા માકલી આપવા વિન ંતિ છે અને અન્ય જૈન ગૃહસ્થોને આ સસ્થાપ્રત્યે ઉદારભાવ દાખવવાના અનુરાધ કરવામાં આવે છે.
મત્રીએ, સ’યુક્રત જૈન વિદ્યાથી ગૃહ કાકાસાહેબ કાલેલકરનુ આફ્રિકા વિષે પ્રવચન
શ્રી મુંબઇ જૈન યુવક સધના આશ્રય નીચે તા. ૬-૨-૫૩ શુક્રવારના રેજિ સાંજના ૬ વાગે ચર્ચગેટ સ્ટેશન સામે પાછળના ભાગમાં આવેલા ઈન્ડીયન મરચન્ટસ ચેમ્બર એન્ડ યુરોની વ્યાખ્યાનશાળામાં કાકાસાહેબ કાલેલકર ‘આફ્રિકા ઉપર જાહેર વ્યાખ્યાન આપો. માન્યવર શેઠ પ્રાણલાલ દેવકરણ નાનજી જે.પી. પ્રમુખસ્થાને ખીરાજશે, આ વિષયમાં રસ ધરાવતા ભાઇબહેનેાને સાદર આમંત્રણ છે, મત્રીએ, જૈન યુવક સધ