________________
૬૫૬
- પ્રબુદ્ધ જૈન
તા. ૧-૨-૫૩
ગંભીર ચર્ચા કરી હતી. બધા નેતાઓના ૧૯૪૨ માં જેલમાં જવા પછી આ કામ ખોરંભે પંડયું. એટલામાં લડાઇને લીધે તેના પ્રશ્નો વધુ ચર્ચાવા લાગ્યા અને તેણે જાહેર જનતાનું વધારે ધ્યાન ખેચ્યું. તેટલામાં હિન્દના આર્થિક વિકાસની યોજનાનું પ્રયોજન ૧૯૪૪ માં સર પુરૂષોત્તમદાસ ઠાકોરદાસ, જે. આર. ડી. તાતા, જી. ડી. બીરલા અને બીજા પાંચ ઉદ્યોગપતિઓએ કર્યું, જેને “તાતા–બીરલા પ્લાન” અથવા ઓએ પ્લાન તરીકે લેકે ઓળખવા લાગ્યા. તેમની યોજના મુજબ દસ હજાર કરોડ રૂપિયા ખર્ચાવાના હતા અને તે યોજનાનો મુખ્ય હેતુ પંદર વર્ષની અંદર દરેક હિન્દીની માથાદીઠ આવક બેવડી કરવાનો હતો. વસ્તીમાં થતા વધારાને ધ્યાનમાં લેતાં આટલું લક્ષ્ય સાધવા કુલ રાષ્ટ્રીય આવક આજે છે તે કરતાં ત્રણ ગણી કરવી પડે તેમ હતું. ખેતીનું વધારે પડતું વર્ચસ્વ ઘટી ઉદ્યોગો વધે તે પણ યોજનાનું લક્ષ હતું. આ બોમ્બે પ્લાનના ત્રણ તબકકાઓ રહેવાના હતા–ત્રણ પંચવર્ષીય યોજના-જેમાં પહેલા તબકકામાં રૂા. ૧૪૦૦ કરોડ, બીજા તબકકામાં રૂ. ૨૯૦૦ કરોડ અને છેલ્લા તબકામાં રૂા. પ૦૦૦ કરોડ ખર્ચાવાના હતા. આ ખર્ચ ઉદ્યોગ, ખેતીવાડી, વાહનવ્યવહાર, શિક્ષણ, પ્રજા સ્વાસ્થ નિવાસસ્થાને વિગેરે કાર્યો સારું થવાનો હતો. નાણુ ઉભાં કરવાના સાધનોની ગણત્રીમાં લગભગ ૧/૪ ભાગ બહારના નાણામાંથી અને ૩/૪ ભાગ આંતરિક નાણામાંથી ઉભો કરવામાં આવશે એવો ખ્યાલ હતે. નોંધવા જેવી હકીકત એ છે કે આમાં લગભગ ૩/૧૦ જરૂરિયાત “ઉભે કરેલે પૈસો—ક્રીએંટેડ મની-તરીકે વર્ણવવામાં આવ્યો હતો અને આમ કરવાથી ફુગાવાનો ઘણો ભય રહેશે એમ વિધીપક્ષે કહેવામાં આવ્યું હતું. - આ જ વખતે શ્રી એસ. એન. અગ્રવાલે “ગાંધીઅન લાન” બહાર પાડ્યો હતો અને કોમરેડ રોયે “રાય પ્લાન.” કોગ્રેસે જેલમાંથી બહાર આવ્યા પછી ૧૯૪૬ માં ફરી લાનીંગનું કામ હાથમાં લીધું હતું પણ રાજકીય ક્ષેત્રે ચીલઝડપથી બનાવો બન્યું જતા હતા જેથી આ બાબતમાં ખાસ કાંઈ થઈ શકયું નહીં. માર્ચ ૧૯૫૦ માં કેન્દ્રીય સરકારે એક રાષ્ટ્રીય નિયોજન પંચ નીમ્યું જેમાં આપણું વડા પ્રધાન પ્રમુખ અને શ્રી ગુલઝારીલાલ નંદા ઉપપ્રમુખ હતા. બીજા સભ્યોમાં શ્રી વી. ટી. ક્રીષ્ણામાચારી, શ્રી સી. ડી. દેશમુખ, શ્રી જી. એલ. મહેતા અને શ્રી આર. કે. પાટીલ હતા. જુલાઈ ૧૮૫૧માં આ ખરડે બહાર પડયો અને તે પછી આખરી સ્વરૂપમાં આ સમસ્ત યોજના હાલમાં લેકે સમક્ષ મૂકવામાં આવી છે. - આજે એને પંચવર્ષીય યોજના તરીકે ઓળખીએ એ એક રીતે ખોટું છે. કારણ બે વર્ષ પુરાં થઈ ગયાં છે અને હવે ત્રણ વર્ષ જ આ મહાન કાર્ય માટે બાકી રહ્યા છે. પહેલાના ખરડામાં અને છેલ્લી યોજનામાં રૂા. ૫૦૦ કરોડનો વધારો થઈ ગયો છે. પહેલા ખરડામાં એવી ધારણા હતી કે રૂ ૧૪૮૩ કરોડ આવશ્યક વિકાસ માટે ખર્ચાશે અને ૩૦૦ કરોડ બહારથી મદદ મળશે તે જ વિકાસ એજના સારૂ વપરાશે. આયોજન પંચે જે આખરી યોજના રજુ કરી છે તેમાં આવી જાતની વિભાગીયતા નથી. અને હવે આ વિકાસ યોજનાઓ પાછળ રૂા. ૨૦૬૯ કરોડ ખર્ચાશે અને મળી શકે તેવા ભંડોળ અને જરૂરીયાતનાં ભંડોળ વચ્ચે રૂા. ૬૫૫ કરોડનો ગાળે અંદાજવામાં આવ્યો છે. જે બહારની મદદથી અથવા બીજી રીતે પૂરા કરવો રહ્યો.
પંચવર્ષીય આયોજનની મુખ્ય બાબતો અને તે અંગેની ચર્ચાના અગત્યના મુદાઓ આપણે હવે પછી જોઈશું. અપૂર્ણ
કાનલાલ બડિયા સંધના નવા અધિકારીઓ અને કાર્યવાહક
સમિતિની ચૂંટણી.
એક ખુલાસો મુંબઈ જૈન યુવક સંઘની નવી કાર્યવાહક સમિતિ અને અધિકારીઓની ચૂંટણી સંબંધી ગેરસમજુતી ફેલાવતું એક ચર્ચા
પત્ર સંઘના સભ્ય શ્રી જટુભાઈ મહેતાની સહીથી તા. ૧૫-૧-૫૩ના જનશકિત'માં પ્રગટ થયું છે અને તે જ મતલબના સમાચાર તેમની સહી વિના તા. ૧૪-૧-૫૩ના "વંદેમાતરમ'માં તથા તા. ૧૭-૧-૫૩. ના “જૈન” પત્રમાં પણ પ્રગટ થયેલ છે. જનશકિતમાં પ્રગટ થયેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે “સંઘના બંધારણ મુજબ દર - વર્ષે સામાન્ય સભાના સભ્યો પોતાને યોગ્ય જણાય તે સભ્યને મતપત્રિકામાં મત આપીને હોદેદારો અને કાર્યવાહક સમિતિના સભ્યની ચૂંટણી કરે છે, પરંતુ આ વર્ષે સંઘના કેટલાક આગેવાન જુવાન સભ્યોના વિરોધ છતાં એવી પદ્ધતિ અખત્યાર કરવામાં આવી હતી કે પ્રથમ મંત્રીની ચૂંટણી કરવામાં આવે, અને પછી તે મંત્રી પિતાને અનુકુળ આવે તે મુજબ, પ્રમુખ, ઉપપ્રમુખ, સંયુકત મંત્રી તથા ખજાનચી પસંદ કરી તેમના નામ જાહેર કરે અને સભા તેને સ્વીકાર કરે. કોગ્રેસ અને બીજી કેટલીક સંસ્થાએમાં એવું બંધારણ હોય છે કે પ્રથમ પ્રમુખની ચૂંટણી થાય અને પછી તે પિતાને અનુકુળ આવે તેવા હોદ્દેદારે અને કારેબારીની નિમણુંક કરે. પરંતુ મુંબઈ જેન યુવક સંધની ચૂંટણીમાં તે પ્રથમ આગલા વર્ષના પ્રમુખ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાની એક મંત્રી તરીકે ચૂંટણી કરવામાં આવી અને પછી પ્રમુખ તરીકે શ્રી. ' ખીમજી માંડણ ભુજપુરીઆ, ઉપપ્રમુખ તરીકે શ્રી. રતીલાલ ચી. કઠારી, સંયુકત મંત્રી તરીકે શ્રી. ટી. જી. શાહ અને ખજાનચી તરીકે શ્રી. ચીમનલાલ પી. શાહનાં સુચનો રજૂ કર્યા અને સામાન્ય સભાએ તે બહુમતીએ મંજુર કર્યા.”
વસ્તુતઃ આ અધિકારીઓની ચૂંટણું નીચે મુજબ થઈ હતીઃ
વાર્ષિક વૃત્તાંત, હિસાબ તથા અંદાજપત્ર મંજુર થયા બાદ શ્રી. પરમાનંદભાઈને પ્રમુખસ્થાને ચૂંટવાની દરખાસ્ત રજુ થતાં તેમણે પ્રમુખસ્થાન સ્વીકારવાની અનિચ્છા દર્શાવી. આમ છતાં પણ આ બાબતમાં હાજર રહેલા બધા જ સભ્ય તરફથી ખૂબ આગ્રહ થતાં શ્રી. પરમાનંદભાઈએ પ્રમુખ થવા સંબંધમાં પિતાની પ્રતિકુળતા, ગયા વર્ષે તેમને અન્ય અધિકારીઓ સાથે થયેલાં ઘર્ષ વગેરે બાબતે રજુ કરી અને જે તેમણે સંઘના જવાબદાર અધિકાર ઉપર આવવું એવો સૌ ભાઈઓનો આગ્રહ હોય અને પિતાને . અનુકુળ અધિકારીઓ આપવામાં આવે તે આ ઘુચના ઉકેલ તરીકે સંઘના મંત્રી તરીકે કામ કરવાની તેમણે ઈચ્છા સૂચવી. આ તેમની સૂચના ઉપર કેટલીક ચર્ચા થવા બાદ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી. મીમજી માંડણ ભુજપુરીઆને સંઘના પ્રમુખ તરીકે ચૂંટવાની દરખાસ્ત મૂકી. તે સામે શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે શ્રી. તારાચંદ કોઠારીનું પ્રમુખસ્થાન માટે બીજું નામ સૂચવ્યું. આ બન્ને દરખાસ્તો ઉપર મત લેવાતાં શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆને બહુ મોટી બહુમતીથી ચૂંટવામાં આવ્યા. ત્યાર બાદ શ્રી. રતીલાલ ચીમનલાલ કોઠારીને ઉપપ્રમુખ નીમવાની શ્રી ચીમનલાલ ચકુભાઈની દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી અને શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી ટી. જી. ઋાહને મંત્રી તરીકે નીમવાની શ્રી.. ચીમનલાલ ચકુભાઈ શાહની દરખાસ્ત એક મત વિરૂદ્ધને બાદ કરતાં સર્વાનુમતીથી મંજુર કરવામાં આવી. એ જ રીતે શ્રી. ચીમનલાલ પી. શાહની કપાધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટણું કરવામાં આવી. કાર્યવાહક સમિતિના અન્ય પંદર સભ્ય માટે પંદર નામોથી વધારે નામે ન સૂચવાતાં એ પંદર નામે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા. '
આ ઉપરથી માલુમ પડશે કે મુંબઈ જેન યુવક સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણી ચાલુ પદ્ધતિસર કરવામાં આવી છે અને શ્રી જટુભાઈ મહેતા જે પ્રકારની અનિયમિતતા જણાવે છે તેવી કોઈ પણ પ્રકારની અનિયમિતતા કે ગેરરીત અખત્યાર કરવામાં આવી નથી. ટી. જી. શાહુ
મંત્રી, મુંબઈ જૈન યુવક સંઘ