SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રબુદ્ધ જીવન વ્યવહાર–ભાષાની આર્થિક કિંમતમાં નથી પણ એની પાછળ રહેલી ભાવના અને દૃષ્ટિમાં છે, કઈ યોગ્યતાને કારણે, કઈ ભાવનાથી જાહેર સમારભદ્રારા કદર કરવામાં આવે છે. એના તારતમ્યની સમજણમાં જ ગૌરવ કે કદરદાની સમાયેલ છે એમ હું સમજું છું. પ્રસ્તુત ગૌરવની પાછળ આજન્મ શાસ્ત્રીય વિદ્યાનું પરિશીલન, ખાસ કરી જૈન પરંપરાને કેન્દ્રમાં રાખી ઉપાસેલી વિદ્યાની ભૂમિકા છે; નહીં કે કાઇ રૂઢ ક્રિયાકાંડની પ્રથા યા ઉત્ર દેહમન જેવા તપની ભૂમિકા. ક્રિયાકાંડ ને અધરા દેખાતા ખીજા ખાદ્ય તા--એ બધાં કરતા વિદ્યાતપ બહુ વધારે અધરૂ છે. એને દેખીતા પુરાવે! એ જ છે કે પ્રથમ પ્રકારના ઉમેદવાર સહેલાઈથી હજારાની સખ્યામાં મળે છે, જ્યારે વિદ્યાતપના ઉમેદવાર ભાગ્યે જ શાખ્યા જડે છે. વળી, વિદ્યાતપ એ એવુ નથી કે જે ઝટપટ પુરૂ થઈ જાય ને એનું પારણુ` કે જમણું તરત સ ંભવે, અગર સહેલાઇથી સભવે. તેથી જ તા. સાઠે વર્ષાં પસાર કર્યાં બાદ હવે પંડિત બેચરદાસના વિદ્યાતપનું કાંઈક ઉદ્યાપન જાહેર રીતે આજે થઈ રહ્યુ છે. તેમણે કે તેમના જેવા ખીજાએ પચીસ-પચાસ ઉપવાસ કરી કાઢ્યા હાત તે અગર રૂપધાન કર્યાં હોત તે કેટડાય વષાં પહેલા કદાચ ઉજમણુ થવા પામ્યું હોત. નેાખલ પ્રાઇઝ વિષે સૌ જાણે છે કે તે તે વિષયમાં ઉચ્ચ· તમ નિષ્ણાતતા ધરાવનારના આંતરરાષ્ટ્રીય ગૌરવનું એ પ્રતિક છે, એ પ્રથાનુ' અનુસરણુ આપણા દેશમાં નાની મેોટી વિદ્યાવિયક અનેક સસ્થાઓએ અને અનેક પર પરાઓએ કરવા માંડયું છે, હું જાણું છું ત્યાં લગી જેન પરપરામાં આ દિશાએ પહેલી શરૂઆત શ્રી યશેાવિજયજી ગ્રંથમાળાએ કરી છે. ખરી રીતે તેના કરતાં આર્થિક તેમ જ બીજી દ્રષ્ટિએ વધારે માતબર બીજી જૈન સંસ્થાએ ભાવનગરમાં અને અન્યત્ર પણ છે. તેમણે જુદી જુદી રીતે અને બની શકે તે સમ્મિલિત ભાવે જ વિદ્યા, કળા, સાહિત્ય અને સેવાને લક્ષીને કાંઈને કાંઇ ગૌરવ પ્રતીા યોજવા જોઇએ. તા જ જૈન સમાજમાં વિદ્યાદ્રષ્ટિએ કાંઇક વિકાસ થશે અને થયેલા વિકાસ ટકી પણ રહેશે. આજને જમાના વિદ્યા, સાહિત્ય સેવાની ખાખતમાં સહેલાઇથી માન ખાટી જવાને નથી. અત્યારે તો આવી વસ્તુઆને માપદંડ બહુ મોટા અને ખારીક પણ થયા છે. વિશ્વ વિદ્યાલય, કાલેજો અને ખ઼ીજા વિદ્યાવતુલા એટલા બધા વિશાળ ઉંડા અને તટસ્થ અભ્યાસ માગી લે છે કે તે સિદ્ધ કરતા જન્મારા જાય. અને ત્યારે જ લેઢાના ધ્યાનમાં આવે. પણ સમાજે જો તેજસ્વીતા સાચવી રાખવી હાય અને ધમ તેમ જ જીવનના ક્ષેત્રમાં ઉભા થયેલા અને ઉભા થનાર નવા નવા ક્રાયડાઓના ઉકેલ વિચાર' અને વિવેકથી કરવા હોય તે હવે માત્ર ક્રિયાકાંડમાં રાચ્ચે અગર માત્ર વેરાપુજામાં રાચ્ચે કામ નહિ ચાલે.” આ સંદેશા વાંચન પુરૂં થયા ખાદ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઇ, શ્રી જાડાભાઈ સાકરચંદ વેરા, શ્રી વળવન્તરાય મહેતા, મુનિશ્રી કલ્યાણચંદ્રજી, અધ્યાપક રવિશંકર જોષી, આચાર્ય શ્રી ડોલરરાય માંકડ, શ્રી પુલચંદ હરિચંદ દોશી તથા શ્રી પદ્મનાભ જૈને પ્રસ`ગાચિત વિવેચના કર્યાં હતાં અને પડિત બેચરદાસની ઉજ્જવળ જીવનકારકીદીના વિવિધ પાસાએ ઉપર સારા પ્રકાશ પાડયા હતા અને સાથે સાથે જૈન સમાજની આજની પરિસ્થિતિ પરત્વે પણ પાતપેાતાના વિચારા રજુ કર્યાં હતાં. ત્યાર ખાદ પ્રમુખશ્રીએ પડિત બેચરદાસને સુવણ ચંદ્રકનુ પ્રદાન કર્યુ. હતુ. અને તેમનુ ઝુલહારથી સન્માન કર્યું" હતું. આ સુવર્ણ ચંદ્રક આપવા ખદલ તેમ જ આવે। ભવ્ય સમારંભ - યેાજવા માટે ઊંડા આભારની લાગણી વ્યકત કરતાં પંડિત એચરદાસે નીચે મુજબ પ્રવચન કર્યું હતુ:-- તા. ૧-૧૧-પ૩ ૫. બેચરદાસનુ પ્રવચન આજે અહીં મારા પ્રત્યે જે પ્રેમ દાખવવામાં આવ્યા છે તેની મારા દિલ ઉપર એવી ઊંડી છાપ પડી છે કે આ પ્રસ ંગે મારાથી વિશેષ ખેલી શકાય એમ નથી. આપ ભાઈઓએ જે આ પ્રસંગ માંડયો છે તેને સારૂ હું લાયક છું એમ હું માનતા નથી. મેં તા મારા મિત્રને કહેલુ કે ચંદ્રક તમારે આપવા જ હાયતા એમ ને એમ આપી દ્યો; વરવાડા ચડાવવા રહેવા દ્યો. આપ બંધુએ ગુણના જ ગ્રાહક હો એટલે આપે મારા દેજે! જોયા નથી. પણ ભગવાન મહાવીરે આંતરપક્તિના જે ગુણા કહ્યા છે એનેા વિચાર કરૂ છું ત્યારે હુ' વિચારમાં પડી જાઉં છું. સ્વ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મારા મોટા ઉપકારી છે અને મુનિશ્રી જય વિજયજીનેા પણ મારા ઉપર ઉપકાર છે. મારા ઉપરનુ તેમનું ઋણુ વાળી શકાય એન્ડ્રુ નથી. હું ખનારસમાં અભ્યાસ કરવા ગયા અને ત્યાં રહીને આ બન્નેની દેખરેખ નીચે મે' મારા અભ્યાસ આગળ વધાર્યાં, વર્ષાં જૂની વાત છે કે તે વખતે ગુજરાતમાં એવા આક્ષેપે થતા કે બનાસ પાઠેશાળામાં કાઈ ભણુતું નથી અને સાધુઓ અને છોકરાએ ત્યાં માલમલીદા ઉડાવે છે. આવી વાતને જવાબ આપવા પાઠશાળાના વ્યવસ્થાપક સાથે અમદાવાદ આવેલા અને વિદ્યાવારિધિ ડા. આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે અને ખીજા પ્રસંગે યાજીને અમદાવાદ સંસ્કૃતમાં કેટલાંક ભાષણા આપેલાં. ભાવનગરમાં પણ આવું કાઇ ભાષણ આપ્યાનું મને સાંભરે છે, આ તે મારા ભણતરની વાત થઇ. પણ એ ભણતર દરમ્યાન અને તે પછીના મારા કાર્ય દરમ્યાનના મારા સાથીઆને અને સહકાય કરેને વિચાર કરૂ છું ત્યારે અનેક વ્યક્તિએ મારા સ્મરણુપટ ઉપર અંકિત થાય છે. પાયસ૬મહષ્ણુવા જેવા મેોટા કાશને એકલે હાથે તૈયાર કરનાર સ્વ. પં. શ્રી હરગેવિંદદાસ શેટ્ટની સાથે તા મ શ્રી યશોવિજય જૈન પ્રથમાળાના અનેક પ્રત્યેનું સોંપાદન કરેલું. પ્રજ્ઞામનું પડિત શ્રી સુખલાલજી સાથે બનારસમાં રહેવાનું સદ્ભાગ્ય મને મળેલું અને ત્યારપછીનાં મારા જીવનનાં ઘણાં કીમતી વર્ષોં મે એ મહાનુભાવની સાથે જ ગાળેલાં. પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી ગુજ રાત વિદ્યાપીઠમાં તેમની સાથે જ મે' સન્મતિતક નામના ન્યાયનાત્રાદમહાણુ વ જેવા ગ્રંથનુ લગભગ દસ વર્ષ' · સુધી સંપાદન કરેલુ છે. આપણા સંધના સદ્ભાગ્ય છે ક-આર્ટ જીણુ દેહું તેઓ પણ નિરંતર સાહિત્યનું કામ કરતાં રહીને જૈન સંધને શાણાવી રહ્યા છે. અમારા બનારસના સાથી શ્રી ભીમજીભાઇ સુશીલ તે કદી વીસર્યા ન વિસરાય એવા અમારા સ્નેહી છે. ખીજું સ્મરણ મને મુનિશ્રી જિનવિજયજીનુ થાય છે, તેઓ ક્રાંતિવીર, કાયવીર અને ધમ શાસનની ભારે દાઝવાળા છે. • આ સાથે મારા વયેાદ્ધ સ્નેહી શ્રી નાપુરામજી પ્રેમીનું નામ પશુ હું ભૂલી શકતા નથી. તેઓ દિગમ્બર હોવા છતાં ભારે સમદ છે. અમારૂં સખ્ય અતૂટ છે. મુનિરાજશ્રી પુણ્યવિજયજીનું પુણ્ય નામ સ’ભારવાનુ' હું ભૂલી શકતા નથી. પેાતાના દાદાગુરૂ પ્રતશ્રી કાંતિવિજયજી અને ગુરૂશ્રી ચતુરુવિજયજીના શ્રામણ્યની સુવાસ એમનામાં ઊતરી આવી છે. તેઓએ પ્રાચીન ગ્રંથાના ઉદ્દારનુ જે કામ હાથ ધર્યુ છે તે એક મહાભારત કામ છે. આવી જ રીતે મુનિશ્રી રમણિકવિજયજીની સૌજન્યભરી મૂર્તિ મારી સામે ખડી થાય છે. આમ આજે કઇ કઇ મહાનુભાવાનુ મને સ્મરણ થઇ આવે છે. અને ભાવનગર તે મને મારૂ ઘરઆંગણું જ લાગે અહીં મારે અનેક કૌટુમ્બિક સંબંધ બંધાયા છે. સ્વ. મેં
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy