SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સબંધે, તેને અમી અનાવવાની પદ્ધતિ સબવે તેએ અગત રીતે ગમે તે વિચારો ધરાવી શકે છે. પણ જ્યાં સુધી તે ભારત સરકારના એક પ્રધાનના હદ્દો ધરાવે છે ત્યાં સુધી મઘનિષેધની વિરૂદ્ધ એક પણ શબ્દ ખેલવાને તેમને અધિકાર નથી. સામાન્ય સભ્યતાની દ્રષ્ટિએ પણ સંપૂર્ણ મનિષેધની નીતિને વરેલી સૌરાષ્ટ્ર સરકારના મહેમાન હોઈને આ બાબત વિષે તેમણે મૌન સેવવું જોઇતુ હતું. પણ આ સભ્યતા જાળવવાની પણ તેમણે પરવા કરી નથી. અનેક પ્રદેશમાં અનેક પ્રધાના રાજ્યના વહીવટ ચલાવે છે, પણ મદ્યનિષેધ સબધમાં આવી એકામ રીતે ખેાલતા ક્રાઇ પ્રધાનતે સાંભળ્યા કે જાણ્યા નથી. આશ્ચય જનક તા એ છે કે ડા. પંજાબરાવ દેશમુખના આ ઉદ્દંડ ઉદ્ગારા સંબંધે નથી સૌરાષ્ટ્ર સરકાર પતાને વિધ નોંધાવ્યા કે નથી મહાઅમાત્ય તેમના કાન " ખેચ્યા. ઉપરના ઉગારામાં સભ્યતાના અભાવ છે, ઔચિત્યનું દેવાળું છે, બંધારણનું છડેચોક અપમાન છે. આવા નાલાયક માણસને એક- પશુ દિવસ કેન્દ્રસ્થ પ્રધાનના જવાબદારી ભરેલા હોદ્દા ઉપર ચાલુ રાખવા ન જોઈએ. પ્રજાએ આવા માણસની સત્વર ખરતરી માટે ચારે દિશાએથી પકાર ઉઠાવવા જોઇએ. તે જ્યારે એમ કહે છે કે યેન કેન પ્રકારે મારે તો પૈસા જોઇએ.” ત્યારે તેઓ ભારત સરકારની ભયર્થંકર નાલેશી કરે છે. ભારત સરકારની આવી નીતિ કદિ કાઇએ જાણી નથી. કાઈ પણ --- સભ્યતાને વરેલી સરકારની આવી નીતિ હાઈ શકે નહિ. આવી ધૃષ્ટ અને સ્વચ્છંદી માનસ ધરાવતી વ્યકિત ભારતસરકારમાં હાય તે ભારતસરકાર માટે ભારે શરમભરેલુ' છે. આપણે આશા રાખીએ કે આ ખાંબતમાં બળવાન લેકમત જાગૃત જ થશે અને ડે. પજાબરાવ દેશમુખને આવા ઉન્મત્ત અપક્ષાપ કરવા બદલ યોગ્ય પ્રાયશ્ચિત્ત કરવાની ફરજ પાડશે. સાહિત્યસ`શોધક સ્વ. ડા. ત્રિભુવનદાસ લહેરચંદ શાહુ જૈન સમાજના જાણીતા સાહિત્ય સશોધક ડે, ત્રિભુવનદાસ લહેરચંદનુ વડેદરા ખાતે ૭૫ વર્ષની ઉમ્મરે તા. ૨૬-૯-૫૩ શનીવારના રાજ અવસાન થયું. ધમ સાહિત્ય વિષે અભિરુચિ ધરાવતી અને પ્રાચીન ઇતિહાસસશોધન તરફ વળેલી એવી ગણીગાંઠી વ્યક્તિએ જે સમાજમાં છે તેવા જૈન સમાજ માટે ડા. ત્રિભુવનદાસનું અવસાન એક મેટી ખેાટરૂપ ગણાય. હજુ થડા સમય પહેલાં ડે. ત્રિભુવનદાસને એક લેખ “સારિપુત્ર અને મેગ્ગલાન ખોધ્ધ હતા કે જૈન ? ” તા. ૧૫-૭-૫૩ ના પ્રમુખ્ય જીવનમાં પ્રગટ થયા હતા. તે લેખમાં આ બન્ને મહાપુરૂષો બૌધ્ધ નહિ પણ જૈન સાધુ હતા અને પાર્શ્વનાથની ચતુર્થાંી પરંપરાના અનુયાયી હતા એવું એક અંબે પમાડે તેવું વિધાન તેને લગતા દાખલા દલીલ અને પુરાવા સાથે કરવામાં આવ્યું હતું અને આ સંબંધમાં તેમ જ પ્રિયદર્શી'ના શિલાલેખે બૌદ્ધુસમ્રાટ અશેષકના નહિ પણ તેના પૌત્ર જૈન સમ્રાટ સંપ્રતિના છે. એવા જ તેમના એક અન્ય ચાંકાવનારા વિધાન વિષે તેમની સાથે મારે ટલાક પત્રવ્યવહાર ચાલ્યા હતા અને આ કે તે બધું જૈનનુ છે એમ પુરવાર કર વાના તેમને હંમેશા આગ્રહુ હાય છે એવી મારા મન ઉપર પડેલી છાપ નાબુદ કરવા તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. થોડા સમયમાં તે મુંબઈ આવે ત્યારે મારી સાથે વિશેષ ચર્ચા કરીને તેમના આ વિધાના વિષે મને પ્રતીતિ કરાવવાની તેમણે આશા આપી હતી. આમ તેમને આજકાલમાં મળવાની હું કલ્પના સેવતા હતા એવામાં તેમના આ અવસાનસમાચાર મળ્યા અને મે દુઃખદ આધાત અનુભવ્યો. એ પ્રસન્ન સ્વસ્થ સુચરિત 'સજ્જનનાં હવે દર્શન નહિ થાય એવી ઊંડી નિરાશા અનુભવી. તેઓ ધંધાથી ડાકટર હતા પણ ડાકટરી તેમણે ઘણાં વર્ષોંથી all these indicat પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૧૦-૧૩ છોડી દીધી હતી અને તેમના સત્ર સમય જૈન સાહિત્ય, ધૃતિહાસ, અને સંસ્કૃતિની ઉપાસનામાં જ તેઓ પસાર કરતા હતા. પ્રાચીન ભારત વર્ષી' એ નામનાં પાંચ-દળકાર થા તેમણે પ્રગટ કર્યાં હતા. તેઓ જૈન સ`સગ્રહ ( જૈન એન્સાઇકલપીડીઆ ) તયાર કરવાને કેટલાક સમયથી તીવ્ર મનેરથ સેવી રહ્યા હતા. અને એ માટે તેમણે પુષ્કળ સામગ્રી - એકઠી કરી હતી. એ મનારથ તેમના મનના મનમાં રડી ગયા અને પરલેક તરફ તેમણે એકાએક પ્રયાણ કર્યું જેવું તેમનુ સ ંતુષી અને ધર્મ પરાયણ જીવન હતુ તેવુ જ તેમનું મૃત્યુ નીપજ્યું. મળેલા સમાચાર મુજબ અલ્પ સમયમાં પેાતાનું મૃત્યુ થવાનું છે એવી ચિત્તમાં આગાહી થતાં તેમણે સર્વે સ્નેહી સંબધીઓને એકઠા કર્યાં, સૌ સાથે ચેડા સમય ધાર્મિક વાર્તાલાપ કર્યાં. ત્યાર બાદ કપડાં બદલામાં, અને સ્વચ્છ વસ્ત્રો પરિધાન કર્યાં અને સચારા કરીને ધર્મ - ધ્યાનમાં તે આરૂઢ થયા અને અાએક કલાકમાં વિનશ્વર દેહને ત્યાગ કરીને અાચર દુનિયામાં તેમણે પ્રવેશ કર્યાં. સાહિત્યપરાયણ જીવનને સમાધિપરાયણ મૃત્યુ વડે તેમણે સવિશેષ કૃતકૃત્ય બનાવ્યું. આપણે આશા રાખીએ કે તેમના સાહિત્યશાખ, સ શેાધનતમન્ના, આજના વિદ્ જયંત સહજ સ્વીકાય ન અને એવાં વિધાના રજી કરવાની હી'મતઆ પરપરા ભાવી પેઢીમાં સદા છવતીસંવર્ધિત થતી રહે અને નવી શોધો, અને શેાધને વડે આપણું સચિત જ્ઞાન સદા સંમાજિત થતું રહે ! શ્રી મહાવીર જૈન વિદ્યાલયને થયેલા વિપુલ અથલાભ અને અભિન્જન સમામ પ્રભુદ્ધ જીવનના ગતાંકમાં જણાવ્યું હતું તેમ શ્રી કપુરચંદ, ઝવેરચંદ તથા કેવળચંદ–એ ત્રિપુટીએ મળીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયને રૂ. ૨૫૦૦૦૦ નું દાન કર્યું અને તે સખાવતથી ઉત્તેજિત થઇને સાંસ્થાની વ્યવસ્થાપક સમિતિના નવા મ ંત્રી શ્રી ચંદુલાલ વમાન શાહ, શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ અમરચ', કકલભાઈ ભુદરદાસ પ્રશ્ન શ્રી પુલચંદ શામજી શાહ, શ્રી ભોગીલાલ લહેરચંદ ઝવેરી વગેરે સભ્યોએ અત્યન્ત પરિશ્રમ લઈને આજ સુધીમાં રૂ. ૨૨૭૭૧૨ા એકઠા કર્યાં. જ્યારે ચોતરફ મંદીનુ વાતાવરણ જામેલુ' છે અને લેાકેાના વ્યાપારધંધા ભાંગતા જાય છે ત્યારે આ સંસ્થાને, જાતજોતામાં લગભગ પાંચ લાખ પીયા મળી જાય એ આસંસ્થાનું પરમ સાભાગ્ય લેખાય. આ માટે સંસ્થાના પ્રમુખ કા કર્તાને અનેક ધન્યવાદ ઘટે છૅ, ઉપર મુજબ એકઠા થયેલા ક્રૂડમાં એ વ્યક્તિના દાનતી ખાસ નોંધ લેવી ઘટે છે. એક શ્રી અમૃતલાલ જેઠાલાલ શાહ તથા ખીજા શ્રી. દીપ શિવલાલ ગાર્ડી.. આ બન્ને મહાશયો આ સ'સ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. જે સ ંસ્થાના અવલંબન વડે તેઓ અભ્યાસ કરી આગળ આવ્યા અને અર્થિક ઉન્નતિ સાધી શકયા એ સંસ્થા પ્રર્તવુ રૂણ અદા કરવા માટે પેાતાથી શકય તે કરવુ જોએ એવી કૃતજ્ઞતાની પ્રિયી પ્રેરાઇને તે બન્નેએ દશ દશ હજારની રકમ સંસ્થાના કું’ડમાં ભરી માત્ર આ સંસ્થાના જ નહિ પણ અન્ય શિક્ષણસંસ્થાઓના તેમ જ છાત્રાલયાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આ દાખલાને અનુસરવા પ્રયત્ન કરે તે આજે જે આર્થિક ભીસમાંથી અનેક સસ્થા પસાર થઈ રહી છે તે ભીંસ જરૂર ઘણા અંશે હળવી થાય. ઉપર જણાવ્યા મુજબના અઢી લાખની રકમના આદશાહી દાન માટે શ્રી કપુરચંદભાઇ તથા તેમના ભાઇનું અભિનદન કરવા માટે મુંબઇ ખાતે તા. ૧૪-૧૦-૧૩ ના રાજ ભારતી વિદ્યાભત્રનમાં શ્રીમાન કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપણાં નીચે એક ભવ્ય મેળાવડે યોજવામાં આવ્ય હતા. એ મેળાવડામાં સસ્થાના મંત્રી શ્રી ચંદુલાલ વમાને -
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy