________________
૮૮
• પ્રબુદ્ધ જીવન
મગળયાત્રા
જીવન પાતે જ યાત્રામય છે. માણસ કે ખીજું જીવે છે તે સાથે એની જીવનયાત્રા સંકળાયેલી જ છે. એ એક અથવા ખીજી રીતે પ્રગતિ, અને અપ્રગતિના ચક્રમાં ફેરા ફર્યાં જ કરે છે. એવા ફેરાઓને આપણે જાણતા પણ હાઇએ છીએ. ઘણીવાર જાણવા છતાં જાણે અજાણ્યા હાઈએ તે રીતે પણ વર્તીએ છીએ. એવા અજ્ઞાનથી ઉગરવા અને કાંઇક જાણતા હાઇએ તે તેથી વધારે ઊંડું, વધારે સ્પષ્ટ અને વધારે સ્થાયી જાણવાની દૃષ્ટિએ ધમ જીવી પુરૂષોએ માંગળયાત્રા વિષે પેાતાના અનુભવ આપણી સમક્ષ રજુ કર્યાં છે. તે યાત્રા કઈ અને કેવી એ જાણીએ તા પશુસણના દિવસે કાંઈક સાક
અને.
પ્રાણી
દ્રારા
મંગળયાત્રાનુ પહેલું લક્ષણ એ છે કે જે પરિમિતમાંથી અપરિમિત ભણી લઈ જાય, જે લધુત્તામાંથી મહત્તા સર્જે, જે અપને ભૂમા ( મોટા ) બનાવે. બીજું લક્ષણ એ છે કે તે યોગ્ય રીતે જ ઉપર ઉપરના પગથીયે ચઢાવે. જેથી એના યાત્રિકને પડવા વારા કે પછેહઠ કરવા વારા ન આવે. ત્રીજી અને મહત્વનું ખાસ લક્ષણ એ છે, કે એ તેના યાત્રિકમાં કદ્ધિ પણ વિષાદ, કટાળા કે થાક આવવા ન દે.
મનુષ્યમાં કાંઇ પણ સૌની નજરે તરે તેવું જીવિત તત્ત્વ હાય તો તે તેની જીજ્ઞાસાવૃતિ છે. જાણવું, કાંઇક જાણવું, નવું નવું જાણવુ, ગમે તે રીતે પણ જાણવુ' ને જાણવું જ એ માણસની અદમ્ય વૃત્તિ છે. એ વૃત્તિ તેની મગળયાત્રાને મૂળ પાયે છે. જીજ્ઞાસાને જોરે જ માણસ જુદી જુદી ઈંદ્રિયાથી જ્ઞાન મેળવે છે. જ્યાં ઇંદ્રિયાની ગતિ ન હોય એવા વિષયાને કે એવી બાબતે ને તે વિશ્વાસપાત્ર પુરૂષાને માઢેથી કે વિશ્વાસપાત્ર મનાતા શાસ્ત્રોમાંથી સાંભળી જ્ઞાન મેળવે છે. આ ભૂમિકા મગળયાત્રાની પહેલી મજલ છે. આ મજલ બહુ જ લાંબી છે. તેમાં માણસ નજીકના, દૂરના, કામના, કામવિનાના, સ્થૂલ, સૂક્ષ્મ એવા અનેક વિષયાનુ જ્ઞાનભંડાળ. સચિત કરતા જાય છે. એ સંચયથી એને આત્મા પ્રખ઼ુદ્ઘ થાય છે, ભર્યુંભર્યું અને છે. પણ માણસનુ મૌલિક જિજ્ઞાસા તત્ત્વ એને એ મજલની કાંઇક ક્ષણે ધક્કો મારે છે અને કહે છે કે તું નવું જાણું. પણ માત્ર નવુજ નહિ પશુ તે નવું સત્ય હાવું જોઇએ. તે પ્રેય નહિ પણ શ્રેય હાવું જોઇએ. જિજ્ઞાસાના આ અંતર્મુખ ધક્કાથી માણુસ હવે પેાતાની દિશા બદલે છે. પહેલાં તે નવું ને નવુ જાણવાની ધૂનમાં યાત્રા કયે જા, હવે એને નવું જાણવાની સાથે સત્ય અને શ્રેષ શું છે એ જાણવાની ધૂન પ્રગટે છે. અને અહિથી જ એની પહેલી મજલ · પૂરી થઈ બીજી મજલ શરૂ થાય છે.
ખીજી મજલમાં માથુંસ મુખ્યપણે ઇન્દ્રિયાના બાહ્ય વ્યાપારા દ્વારા જ્ઞાન મેળવવાને બદલે આંતરિક ઈંદ્રિય મન દ્વારા પ્રથમ મેળવેલ જ્ઞાનનુ' અને નવા મેળવાતા જ્ઞાનનુ શાધન શરૂ કરે છે. પહેલી મજલમાં સચિત થયેલ જ્ઞાનભડાળ કે તેના સરકારાતું અંતનિરીક્ષણ દ્વારા પૃથક્કરણ કરી તેમાં સાર શું છે; અસાર શું છે તેના વિવેક કરે છે. માઁગળયાત્રાની આ ખીજી મજલ છે. પહેલી મજલ એટલી બધી શ્રમસાધ્યું નથી જેટલી ખીજી છે. એટલે સ્વાભાવિક રીતે જ બીજી મજલમાં પ્રવેશ કરનાર અને તેમાં આગળ વધનાર આછા જ માણુમા મળી આવે. પણ જે બીજી મલજમાં દાખલ થયા નથી હાતા તેને પણ વહેલા કે મેડા ઇચ્છાએ કે અનિચ્છાએ એ ભણી ધકલાવું જ પડે છે.. તે વિના કાને સતાપ થતા જ નથી.
બીજી મજલ માણુસને એછું કે વત્તું સત્ય તારવી આપે છે. એ સત્યનું ભાન જ પછી તેને તેની મ ંગળયાત્રામાં મુખ્ય પાથેય ખતે છે. એ પાથેયને ખળે હવે તે આગળ ને આગળ કુચ
તા. ૧૫-૯-૫૩
કરવા ઉજમાળ બને છે. એનામાં વાઁલાસનું એક-ખાળી ન શકાય-એવું માાં પ્રગટે છે, જે તેને મંગળયાત્રાની છેલ્લી મજલમાં પ્રવેશ કરાવે છે. આ છેલ્લી મજલ એટલે જે સત્ય અને શ્રેય જણાયુ તેને જીવનમાં વણી નાખવું. એવી રીતે કે વન અને સત્ય. એ એ હવે જુદાં ન રહે. જીવન છે તે તે સત્ય જ હાવું જોઈએ. નિર્દોષ અને નિષ્કલક જ હાવુ જોઈએ. સત્ય છે તે તે જીવનખાદ્ય રહી જ ન શકે. એ એનુ દ્વૈત વિરમે ત્યાં જ મગળયાત્રાની છેલ્લી મજલનું છેલ્લું વિશ્રામસ્થાન,
જીવનસાધનાના વિકાસક્રમને જ માંગળયાત્રા કહેવામાં આવી છે. એની ઉપર સૂચવેલ ત્રણ મજલાને અનુક્રમે શ્રુતમયી ચિંતામયી અને પ્રજ્ઞામયી ભાવના તરીકે બૌદ્ધ વિદ્વાનાએ એળખાવેલ છે, જ્યારે ઉપનિષા ઋષિઓએ શ્રવણ, મનન અને નિદિધ્યાસન-સાક્ષાત્કાર શબ્દથી સૂચવી છે. જન ચિંતકાએ પણ ઈચ્છાયાગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયાગ જેવા "કતાથી એનુ સૂચન કર્યું છે. ખ્રિસ્તી ધર્મ', ઇ લામ અને પાણી વિગેરે ધર્મોમાં પણ જુદા જુદા નામથી મૉંગળયાત્રાનું વન છે જ.
ધર્મીના દિવસે માત્ર શ્રવણ માટે કે શ્રુતમયભાવના માટે નથી. એ સ્થિતિ તે રાજ-ખ-રાજના જીવનમાં પણ ઓછે વત્તે અંશે ચાલુ રહે જ છે. પણ એ દિવસે આપણુને મંગળયાત્રાની ખીજી મજલ ભણી વાળવા માટે નિર્માયા છે. આપણે સાંભળેલુ વિચારીએ, સત્યાસત્યને વિવેક કરીએ એ જ વ્યક્તિગત અને સામૂહિક ધમ પત્રના મુખ્ય હેતુ છે. સત્ય થાડા પણ બરાબર સમજાય તા અસત્ય સામે થવાની હિંમત પ્રગટ્યા વિના રહેતી જ નથી. સત્ય સેવવા માટે ગમે તેવા જોખમા ખેડવાને ઉત્સાહ એમાંથી જ પ્રગટે છે. આ રીતે વ્યકિતગત અને સામૂહિક જીવન શુદ્ધિ ભણી વળે છે,
શે
મંગળયાત્રા પૂર્ણ કરી ાય એવા અનેક નરપુંગવે’ દુનિયાના જુદા જુદા ભાગમાં થઈ ગયા છે. મેં ગળયાત્રા અસાધ્વ નથી. એ વસ્તુ પણ આપણી વચ્ચે જ થઈ ગયેલા પુરૂષાએ દર્શાવી આપી છે. ગાંધીજીએ પાતાની ઢમે એ જ મગળયાત્રા સાધી છે, જેમને આપણામાંના ઘણાયે નજરેાનજર જોયા છે. શ્રી અરવિંદને નહિં જોનાર પણ તેમના લખાણાથી અને સજ નથી તેમની મગળયાત્રાની પ્રતીતિ કરી શકે છે. મગળયાત્રાની સાધ્યતા વિષે સ ંદેહ હોય તેને દુર કરવા જ જાણે વિનેાળા ભાવેએ પ્રસ્થાન આદર્યુ. ન હોય એમ એમનુ સમગ્ર ૧૧. વચન અને વન દર્શાવી આપે છે.
મંગળયાત્રાની પહેલી મજલમાં દેશ, જાતિ, પંથ, વેશ, ક્રિયાકાંડ આદિનો અભિનિવેશ રહે છે, જે માણુસને એક ક ખીજી રીતે ખાંધી રાખે છે. બીજી મજલ શરૂ થતાં જ એ અભિ નિવેશ ઢીલા થવા લાગે છે અને ખીજી મજલમાં જેમ જેમ આગળ વધાય તેમ તેમ અભિનિવેશ કે મિથ્યા આગ્રહો વધારે ગળતા જાય છે. એટલે જ એ મજલમાં સત્ય અને શ્રેય વધારે સ્પષ્ટ સમજાય છે. માનસિક ગ્રંથિ અને દુરાગ્રહા એ જ સત્યદર્શનના આવરણા છે. ત્રીજી મજલમાં તે સત્ય દનને આલાક એટલા બધા તીવ્ર અને સ્થિર બને છે તેને જીવનના માલિક પ્રશ્નો વિષે સ ંદેહ જ નથી ઉઠતા. એના વિચાર અને વતન એ. ધ મેધ બની જાય છે. એનું જીવન જોતાં જ એનાં વચને સાંભળતાં જ, એની કતવ્યદિશા નિહાળતાં જ માણસનું ચિત્ત ભક્તિથી દ્રવવા લાગે છે.
`
મગળયાત્રા જીવનમાં શરૂ થઇ તે પછી તેના યાત્રિક ગમે તે ક્ષેત્રમાં ને ગમે તે વિષયમાં વિચરતા કે કામ કરતા હશે તા તેમાં એને મનની ગૂંચે। કહિ ખાધા નાખી નહિં શકે, એટલું જ નહિં પણ્ તે આખા વિશ્વને આત્મવત જ લેખશે.
પંડિત સુખલાલજી
* ધર્મ મેધ એક પ્રકારની સમાધિ છે. તે અવસ્થા સમાધિમાં બહુ ઊખેંચી ગણાય છે, જ્યારે ચિત્તમાંર્થી કલ્યાણની જ વર્ષા થાય, અને શુદ્ધ અને શુભ વિચાર તેમ જ પ્રવૃત્તિને ઝરા ફુટે. મેગશાસ્ત્રમાં આ ખાસ શબ્દ છે.
સુખલાલ