SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ છુટક નકલ : ત્રણ આના શ્રી મુંબઈ જૈન યુવક સધનું પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જીવન ૫ જન-વર્ષ: ૧૪: અક • પ્ર, જીવન વ ૧ :૧૦ તંત્રી : પરમાનંદ કુંવચ્છ કાપડિયા મુંબઇ : ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૩ મગળવારે उपयोगमूलों धम्मो વધારે આ પત્રિકા બહાર પડશે ત્યારે પર્યુષણ પર્વ શરૂ થઈ ગયા હશે. વર્ષનાં અનેક પદ્યમાં પયુષ પવના મહિમા સૌથી આ વર્ષ દરમિયાન કંઇ નહિં કરતાં હેય તેમને પણ આ “પવ'માં કંઇક ધાર્મિÖક ક્રિયા કરવાની વૃત્તિ થાય છે. બહુધા માનવી અથ' અને કામની સાધનાના પ્રવાહમાં ખેચાયે જતા હોય છે. પાછું વળીને જોવાની નિરાંત નથી હોતી. તેવા મનુષ્ય ક વ્યાકતવ્યના વિચાર કરવા થોભે, 'માં એકાદ દિવસ પણ અંતઃકરણની પરિમાર્જના કરે, એ હેતુથી પયુષ ણુ પર્વની યોજના થયેલી છે. વ્યાખ્યાનમાં પ્રતિવર્ષ ચરમ તીથ કર શ્રી મહાવીર પ્રભુનું કથાનક સંભળાવવાના ઉદ્દેશ પણ આ જ છે. · આપણે બધા સામાન્ય રીતે શું કરીએ છીએ ? આભૂષણ કપડાંની સજાવટ, નાના મોટા માટે કરી રાખવાની ખાદ્ય વસ્તુઓની તૈયારી, અને શુ તપસ્યા કરવી, કેટલા ઉપવાસેા કરવા તેની વિચારણા એ પૂર્વ તૈયારી હેાય છે. પૂર્વ શરૂ થાય ત્યારે વ્યાખ્યાનમાં જવું, પ્રતિક્રમણ કરવું અને અને તે તપસ્યા કરવી. ચાલતા આવતા ચીલા પ્રમાણે બધું કરીએ અને પના દિવસા સારા ગયા તેના સ ંતેષ માનીએ. પણ આમાં અંતરશેાધનની તા કયાંય ઝાંખીયે ન હેાય. ઉપર · જણાવેલી બધી ક્રિયાઓ જીવનમાં ઉત્તરાત્તર વિશુદ્ધિ આણવાની પ્રેરણા મેળવવાનું સાધન છે. સાધ્યું નથી. પણ આપણા ચિત્તમાં આવી માન્યતા દ્રઢ થયેલી હૈાય છે કે આ જે કથાનક સાંભળીએ છીએ તે એક જુદા જમાનાની વાત છે. તે સમયે તે સંભવી શકતું હતું. અત્યારના કાળ વિષમ છે. આપણે, તેવું કશું કરી શકીએ તેમ નથી. આવી કલ્પનાથી આપણી રિચારપ્રુદ્ધિ જડ થઈ જાય છે. જે કથાનક સાંભળીને જીવન ઉચ્ચ શ્રેણી તરફ વાળવાની પ્રેરણા મેળવવાની છે, તે કથાનકને તદ્દન નિષ્ક્રિય બુદ્ધિથી સાંભળીએ છીએ. આના સમર્થનરૂપે એ ચાર ખાખતા લઇએ. આયખિલ તપ તેમજ બીજી અનેક ખાદ્ય વસ્તુઓને ત્યાગ કરીને ત્હારસ જીતવાના પ્રયત્ન કરનારા આપણે ખાંડ ઉપર અંકુશ હતા ત્યારે ચારી છુપીથી જે લાવે મળે તે ભાવે લઇને ખાધી. દરરોજ અતિચારમાં “ વિરૂધ્ધ રાજ્યાતિક્રમણ કીધે ” ખેલનારા આપણને ન ચોરી લાગી, ન છારસ જીતવાને ધમ સમજાયો. નિષ્પરિગ્રહી થવાની ટેવ પાડવા માટે “ પૌષધ વ્રત.” કરનારા આપણને “ નહિં મળે. માટે લઇ લે ” એમ વિચારીને જૅમ મળ્યુ તેમ સંગ્રહ કરવામાં સકાય ન લાગ્યા. વધમી વાત્સલ્ય એ શ્રાવકનુ કન્ય છે એમ દર વર્ષે વ્યાખ્યા 'નમાં સાંભળવા છતાં ગમે તે ભાવે ગમે તે વસ્તુ ખરીદીને આપણી સગવડાને ઉષ્ણુપ ન આવવા દીધી. તેમાં સ્વધમી વાત્સલ્ય તે બાજુએ રહ્યું પણ સ્વધર્મીઓને તે તે વસ્તુ વિના ભૂખ્યા રાધ્યા ' તેને વિચાર પણ ન આવ્યેા. મહાવીરના ઉપસર્ગાનું દર વર્ષે શ્રવણુ કરીને પરિસહ સહન કરવાની ટેવ પાડવાને ઈચ્છતા આપણને કાઇ કાય પાર પાડવામાં જરા સરખું કષ્ટ જળુાતા રજીસ્ટર્ડ બી.૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂપિયા ૪ `ભઇ રૂપી આઠ આના હાથમાં મૂકી દેાને, તુ કાય થઇ જશે ” એમ મેલી નાંખતા નથી તો જરાએ ક્ષેાભ થતા, નથી તેમાં લાંચ રૂશ્વતરૂપી અધર્માચરણ લાગતું. રાજના જીવનવ્યવહારમાં બીજી પણ અનેક નાની નાની વિગતા છે. જેમકે ગમે ત્યાં ગમે તેમ થુંકવું કે કચરા નાંખાતે રાગના ફેલાવા કરવા અથવા કાને માથે પડે કે કાઇના પગ નીચે આવે તેમાં તે વ્યકિતને કેટલે જીવ દુભાય ? તેના દોષભાગી આપણે નહિં ? વ્યાખ્યાનામાં બાળકાને લઇ જવા અને પછી તેને દોડાદોડી કે ઘાંઘાટ કરવાને છુટા મૂકી દઇ આપણે સામાયિક લઈને બેસી જવુ' તેમાં આપણે કેટલા બધાને સાંભ ળવામાં વિક્ષેપ નાંખવાના નિમિત્તભૂત થઈએ છીએ ! ચાલુ વ્યાખ્યાને ખીજાઓની વચમાં પગ મૂકી મૂકીને આગળ જવું. તેમાં ખીજાઓના કેટલા જીવ દુભાય ? કીડી સરખીને પણ દુભવવામાં હિંસા માનનારા આપણે પચેન્દ્રિય જીવ રૂપી માનવસમાજને કેટલી દુભવીએ છીએ તેને વિચાર કરી શકતા નથી. આવી રીતે અનેક શાખામાં આપણી વિવેકમુધ્ધિની જડતા કે ઉપયોગશૂન્યપણુ મુખ્ય ભાગ ભજવે છે. શાસ્ત્રકારોએ અમુક રૂઢી ચાલુ કરી અને તે રૂઢી પ્રમાણે વર્તવાના આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ તે રૂઢીના મૂળમાં ઉંડા ઉતરીને વિચારવાની જો થાડી તસ્દી લઈએ તે રાજના જીવનવ્યવહારમાં અનેક સુધારણા કરી હિંસા, અસત્ય વગેરેના દાષભાગી થતાં બચી જવાય. પણ. આ રીતે વિચારવામાં મનને તટસ્થ અને એકાગ્ર કરવું પડે છે, જે એક પ્રકારના માનસિક શ્રમ હાવાથી કઠીન લાગે છે, એટલે એ વિષયમાં ખુદ્ધિને આપણે ખુઠ્ઠી કરી નાંખી છે. જે કાળમાં પૂર્વ પુરૂષોને જે જે દેવરૂપ લાગ્યું. તેમાંથી ખચવાનું માગ દશ ન તેઓએ કર્યું', પશુ મુખ્ય વસ્તુ આપણા પેાતાના ઉપયાગ—વિવેકબુદ્ધિ છે. એટલેજ શાસ્ત્રકારએ કહી : દીધું કે “ ગમે તેટલા રસ્તા ખાંધી આપીએ પણ તે રસ્તે આંખ મીંચીને ચાલવાનું નથી. ધમ તા “ સપયોગમૂલો ?' છે. માટે પોતાની ખુદ્ધિનો ઉપયોગ કરી ડાધ લાગી જાય છે તેનુ : ચિંતન શોધન કરીને આચરણ કરા, ધમ અને સમાજ એ જુદી વસ્તુ નથી. સમાજ સાથેને શુદ્ધ ન્યાયપૂર્ણ વ્યવહાર એ જ ધમ' છે. વ્યવહારમાં તે! અસત્ય ખેલવુ પડે, ઘેાડી ધણી લાંચ રૂશ્વત આપવી પડે એમ ખેલનારા આપણે આપણા પોતાના આત્માને છેતરી રહ્યા છીએ. અધમ આચરતાં છતાંયે ધાર્મિકતાના અભાવ પોષીએ છીએ. વ્યવહારમાં સત્યને વળગી રહેતાં કે લાંચ રૂશ્વત ન આપતાં જે સહન કરવું પડે તે સહન કરવા તૈયાર રહીએ એ જ ખરું તપ છે. એ જ સચોમૂનો ધમ્મો છે. ભાદરવા શુદી ૪ ને દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરી ગત વર્ષમાં થયેલા દોષોની આ રીતે વિચારણા કરી વ્યવહારમાં શુદ્ધ નિર્મળ જીવન પ્રતિજ્ઞા લઈ નવીન વ માં પ્રવેશીએ ! • વિકાસ ' માંથી સાભાર ઉષ્કૃત. જીવવાની મેનાબહેન
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy