________________
પ્રબુદ્ધ જીવન
કાશ્મીર વિષે સંયુકત નિવેદન
પાકીસ્તાનના મુખ્ય પ્રધાન શ્રી મહમદઅલી ગયા પખવાડીમાં કાશ્મીરના પ્રશ્ન અંગે વાટાઘાટ કરવા દીલ્હી આવી ગયા, હિદના મુખ્ય પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરૂ સાથે ચાર દિવસ મસલત કરી અને પરિણામે તે બન્ને તરી તા. ૨૦-૮-૫૩ ના રાજ જે સ’યુકત નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમાં કાશ્મીર વિષેના નિણૅયા નીચે મુજબના છેઃ——
“આ મસલતે દરમિયાન કાશ્મીરના પ્રશ્ન ખાસ કરીને વિસ્તારથી ચવામાં આવ્યા હતા. તેમને સુદૃઢ અભિપ્રાય છે કે આ પ્રશ્ન કાશ્મીરની પ્રજાનું સુખકલ્યાણ સંવર્ધિત થાય અને એ પ્રદેશના લોકેાના જીવનમાં આછામાં ઓછા ક્ષેાલ પેદા થાય એ રીતે એ પ્રદેશના પ્રજાજનોની ઈચ્છા મુજબ ઉકેલાવા જોઇએ. પ્રજાજનોની ઇચ્છાને નિીત કરવા માટે વ્યાજખ્ખી અને નિષ્પક્ષ લાકમત Plebiscite એ સૌથી વધારે વ્યવહારૂ માગ છે. આવા લોકમતપ્રદાનની યોજના વર્ષ પહેલાં સૂચવવામાં તેમ જ સ્વીકારવામાં આવી હતી. પણ કેટલાક પ્રાથમિક મુદ્દાએ સબધમાં નિષ્ણુય નહિ થઇ શકવાના કારણે આ દિશાએ પ્રગતિ થઇ શકી નહેાતી. બન્ને મુખ્ય પ્રધાને સ્વીકારે છે કે આ પ્રાથમિક મુદ્દા –તત્સંબંધે નિણ્ય ઉપર આવવાના હેતુથી-તેમણે પોતે જ સીધે સીધા વિચારી લેવા જોઈએ. આ રીતે સધાયલા નિણ યાને અમલ કરવામાં આવશે અને કાઇ પણુ પ્રકારના કામચલાઉ સમયક્રમ-ટાઈમટેબલનકકી કરવા માટે બીજું પગલું. મતપ્રદાનનિયામકની નિમણુંક કરવાનું રહેશે. આ સબ્ધમાં એમ ઉભયપક્ષે સ્વીકારવામાં આવ્યું છે કે આ મતપ્રદાનનિયામકની નિમણુક ૧૯૫૪ના એપ્રીલ માસની આખર સુધીમાં થઈ જવી જોઇએ. આ તારીખ પહેલાં ઉપર જેના નિર્દેશ કરવામાં આવેલ છે તે પ્રાથમિક મુદ્દાઓ નકકી કરી નાંખવા જેઇએ અને તદનુસાર જરૂરી પગલાં પણ ભરાવા જોઇએ, અને આ હેતુ સિદ્ધ કરવાની દિશાએ બન્ને મુખ્ય પ્રધાનને સલાહ આપવા માટે લશ્કરી તેમ જ અન્ય પ્રકારના નિષ્ણાતેાની સમિતિ નિમાવી જોઈએ.
← મતપ્રદાનનિયામકની નિમણુક થાય અને જમ્મુ અને કાશ્મીર સરકાર તેને સ્વીકાર કરે ત્યાર બાદ તે નિયામક આખી પરિસ્થિતિની તપાસ કરશે અને તે સબધે રીપેટ કરશે. ત્યાર બાદ આખા રાજ્યમાં વ્યાજબી અને નિષ્પક્ષ મતપ્રદાન ચેાજવા માટે તેને જે જે જરૂરી લાગશે તેવી દરખાસ્ત કરશે અને આ સ ંખ્ધમાં ખીજા પણ તેને ઠીક લાગશે તેવાં પગલાં ભરશે.”
આ સંયુકત નિવેદનમાં શું છે અને શું નથી તે સબધમાં આજે જાત જાતની અસ્પષ્ટ ચર્ચા ચાલી રહી છે અને હવે પછી પણ આ નિવેદનને કેન્દ્રમાં રાખીને અનેકવિધ ચર્ચા થવાની છે, તેથી પ્રસ્તુત નિવેદનને આધારભૂત અનુવાદ આપવા જરૂરી ભાણ્યા છે.
હિંદના પાટનગર દીલ્હીમાં અને મુખ્ય પ્રધાનાની ખેલદીલી– ભરેલી વાટાધાટો ચાલતી હતી તે દરમિયાન કમનસીબે પાકીસ્તાનમાં હિંદ સામે જેહાદ'ના પાકા ચાતર ઉચ્ચારાઈ રહ્યા હતા. આવી આગળ તેમ જ પાછળ સતત ઉશ્કેરણી હોવા છતાં હિંદની અને ખાસ કરીને દીલ્હીની પ્રજાએ જે ખામેથી દાખવી છે એટલુ' જ નહિ પણ હિંદના મુખ્ય પ્રધાનના આદેશને અનુસરીને પાકીસ્તાનના મુખ્ય પ્રધાનનું જે ભાવભર્યું ભવ્ય સ્વાગત કર્યું છે, અને હિંદી રાજકરણના આગેવાન સૂત્ર ધારાએ પણ જે ઉદાત્ત અને ઉમદા પ્રકારનું વર્તન દાખવ્યું છે.
તા. ૧-૯-૫૩
તે જગતભરની મુકતકૐ પ્રશ'સા માગી લે તેવું છે. આવા ઉચ્ચાર્ટિના ખાનદાનીભર્યાં વર્તાવ દ્વારા હિં દે પેાતાની સભ્યતાનુ અને શિસ્તવૃત્તિનું જગત સમક્ષ એક અનુકરણીય દૃષ્ટાન્ત પુરૂ પાડયું છે.
ખીજી ખાજીએ આ સમજુતી સંબંધે પાકીસ્તાનમાં પ્રગટ થઈ રહેલા પ્રતિકુળ પ્રત્યાધાતો ધ્યાન ઉપર આવતાં ભારે દુઃખ થાય છે. જે પરસ્પર મૈત્રીની શુભ ભાવના ત્યાંના મુખ્ય પ્રધાનમૈં પ્રેરી રહી છે તે શુભભાવના સામે જ ત્યાંના કેટલાએક અગ્રણીઓના કટ્ટર વિરોધ હોય એમ માલુમ પડે છે અને આજે ઉભય વચ્ચે ઉભી થયેલી સમજુતીને તોડી નાંખવા ઇચ્છતાં ચક્ર ત્યાં ગતિમાન થયેલા દિસે છે. અત્રપુરૂષની ગમે તેટલી શુભેચ્છા હાય, પણ પાકીસ્તાનના ઉદ્ભવની ગળથુથીમાં જે દ્વેષમત્સરનું ઝેર રહેલું છે તેની માઠી અસરથી જ્યાં સુધી એ પ્રજા મુક્ત ન થાય ત્યાં સુધી મૈત્રી અને શુભેચ્છાની વાતે જોઇએ તેટલી કામયાબ નીવડવા સંભવ નથી. ભાવીના ગર્ભમાં ગમે તે હાય, હિંદ પોતાના રાહ કદિ નહિ ચુકે અને કાઈ પણ જટિલ સમસ્યાનુ પસ્પર વાટાધાટ અને સલાહસમજુતી દ્વારા સ'શેાધન અને ઉકેલ લાવવા માટે શકય તેટલા પ્રયત્ન કરવામાં પરમાનદ કદિ પણ્ શિથિલતા નહિ દાખવે.
સંધના સભ્યાનુ ચાાયેલું પટણ
ચાલુ સપ્ટેંબરની તા. ર૦ અને રવિવારના રાજશ્રી મુંબઈ જૈન યુવક સંધના સભ્યોનુ વિહાર સરોવર ઉપર એક પછૂટણ ગોઠવવામાં આવ્યું છે. આ પણુમાં સધના સભ્યો પેાતાના કુટુંબ સાથે જોડાઇ શકે છે. પ`ટણમાં સામેલ થનારમાં મેાટી ઉપરનાએ જ દીઠ રૂ. ૫ અને દશ વર્ષની અંદરના નાની ઉમરનાએ જ દીઠ રૂ. ૩) આપવાના છે. આ પટણમાં જોડાવા ઈચ્છનાર સભ્ય ધનજી સ્ટ્રીટમાં આવેલા સંધના કાર્યાંલયમાં તા. ૧૫મી ની સાંજ સુધીમાં પોતાનું નામ, ઠેકાણું પોતે બસ માટે નકકી કરેલાં સ્થાનામાંથી કયાંથી જોડાશે અને નાનાં મેટાં કેટલાં જળ્યુ હશે વગેરે વિગતે નેોંધાવી જવી તેમ જ ઉપર જણાવેલ દર મુજબ રકમ ભરી જવી. ૧૫મી તારીખ પછી કાઈને પણ લેવામાં નહિ આવે. પટણુમાં ભાગ લેનાર દરેકે પેાતાની સાથે જણ દીઠ એક પ્યાલા તથા વાડકા લાવવાના છે. વિહાર પહોંચ્યા બાદ બે વખત ચા અને ભોજન આપવામાં આવશે. 'ટણ માટે નકકી કરેલી ખસે સવારના નવ વાગે પાયની ટી. જી. શાહુ ખીલ્ડીંગથી ઉપડશે અને રસ્તામાં એપેરા હાઉસ પાસે રૂખી કપનીની બાજુએ, દાદર ખેારદાદ સલ અને માટુંગા કીંગ સરકલ પાસે ઉભી રહેશે. આ પટમાં સંધના સર્વે સભ્યોને ઉત્સાહપૂર્વક જોડાવા અને પટળુને તાતાથી અને તે રીતે આનંદપૂર્ણુ અને સફળ બનાવવા આગ્રહપૂર્વક વિનંતિ છે.
મ ંત્રીએ, મુંબઈ જૈન યુવક સધ
પૃષ્ટ
સતબાલજી પ
काका कालेलकर ७६ કાંતિલાલ ખાડિયા ૦૮ પરમાનંદ ८० ૮૧
કિશારલાલ . મશરૂવાળા ૮૨ ગીતા કાપડિયા ૮૩ પરમાનંદ ८४ ધીરેન્દ્ર કાદાર ८५
વિષય સૂચિ.
સામુદાયિક સમાલાચનની વેળાએ महामानवनो साक्षात्कार આર્થિક અવલેાકન સાહસવીરની સહધર્મ ચારિણી પ પણ વ્યાખ્યાનમાળા અહિંસક સંસ્કૃતિ ગિરનારની નિસલીલા કાશ્મીર વિષે સ'યુકત નિવેદન સતબાલજી સાથે એક સપ્તાહ
TIO