SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૫૩ એની સાથે માંસાહારી લોકોનો હું તિરસ્કાર કરૂં, કાયદા દ્વારા એમને માંસાહાર કરતા હું રોકું એ પણ મારે માટે યોગ્ય નહીં થાય. માણસજાત એ ઉંચાઈ સુધી પહોંચી નથી એ વાત સ્વીકારી, ' મારે ધીરજ કેળવ્યે જ છૂટકે. માંસાહારી લેકનોલૅપ કે તિરસ્કાર હું ન જ કરૂં. એમને પાપી પણ ન ગણું. એમનાથી દૂર તે નહીં જ રહું. પણ એમના પ્રસંગમાં આવી પ્રેમ અને સેવા દ્વારા એમને અપનાનું અને ધીરજ રાખુ કે આટલી અનુકુળતા ઉભી કયો પછી ધીરે ધીરે માંસાહારે-ત્યાગને સિદ્ધાન્ત એમને ગળે ઉતરશે જ. આ ધીરજને જ આપણા પૂર્વજોએ શ્રદ્ધાનું નામ આપ્યું છે. અને શ્રધ્ધા એ જ ધાર્મિકતાની મુખ્ય નિશાની છે. માંસાહારને કડક રીતે ત્યાગ કર્યા છતાં માંસાહારી લેકને અપનાવતા મને યત્કિંચિત પણ સ કેચ થવો ન જોઈએ. - પિતાની પેઢીમાં કામ કરતા જૈન કારકુનને અને જૈન ચપરાસીઓને જૈન, માલિક જેમ સંપ્રદાયની દૃષ્ટિએ પિતાનો જૈન ભાઈ માને છે અને એમનાં જૈનપણામાં ભેદ માનતો નથી તેમજ ” - પિતાનાં ઘરમાં નોકરી કરનારા તમામ નેકરે વિષે માણસ તરીકે આપણા મનમાં આત્મીયતા હોવી જોઈએ. ' ભારતવાસીને વિચાર કરતા એમનું નાગરિકત્વ સ્વીકારતાં એ. હિંદુ છે કે મુસલમાન, પારસી છે કે પ્રોસ્તી, એનાં સગાં પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં છે કે એ ભેદ મનમાં ન આવો જોઈએ. જે મારા દેશમાં વસે છે તે મારે દેશબંધુ છે એ વસ્તુ સ્વીકારતાં મનમાં કોઈ પણ અંતરાય ઉભું ન થવો જોઈએ. અને જયારે આપણાં હૃદયમાં મહામાનવનો સાક્ષાત્કાર થશે ત્યારે આપણા મનમાં જે ઈજજત સરદાર વલ્લભભાઈ પટેલ વિષે છે તે જ ઈજજત વિન્સ્ટન ચર્ચિલ વિષે પણ રહેશે. ભારત જે પુણ્યભૂમિ છે તે ઈજિટ, ઈટાલી, જરમની અને ઈગલંડ પણ પૂણ્યભૂમિ જ છે. દરેક ભૂમિ ઉપર કોઈ ને કોઈ માનવી મહાત્માએ પુણ્યવીર કર્મો કર્યા જ છે. ગંગા નદી જો પવિત્ર હોય તે નીલ અને કેગે, હાઈન અને વોલ્ગા, મિસુરી-મિસિસિપી અને હા હવેંગ , ઐરાવતી અને સીતાવાકા બધી જ નદીઓ પવિત્ર છે. કેમ કે એ બધી નદીઓએ માતા થઈને માણસ જાતનું પિપણ કર્યું છે.' આ તમામ દેશમાં કોઈ પણ માનવી પ્રત્યે અન્યાય થતા હોય તે એ અન્યાય મારા ભાઈ પ્રત્યે જ થાય છે એવી લાગણી મારાં મનમાં થવી જોઈએ. મારા ભાઈઓમાંથી જે કઈ મારી પડખે ઉભે હોય અને એને કઈ મારતું હોય તે હું તરત વચમાં પરીશ. મારે બીજો ભાઈ કલકત્તા કે શ્રીનગરમાં હોય અને ત્યાં કોઈ એને મારતું હોય તે ત્યાં એને બચાવવા માટે તરત જઈ ન શકું. પણ શકય તે ઇલાજ કર્યા વગર રહે નહીં. અને કશું ન કરી શકું તે તેટલા માટે એ મારો પૂરત ભાઈ નથી એમ કહું નહીં. તેમ જ દુનિયાના તમામ માણસો પ્રત્યે * મારી લાગણી હોવી જોઈએ. મારાં દાનને પ્રવાહ મારા કુટુંબીઓ પ્રત્યે જ અથવા મારી ન્યાતના લેકે પ્રત્યે જ ન વહે પણ મારી આસપાસ જે કોઈ માનવ હોય તે બધા પ્રત્યે એ વહેવે જોઈએ. અને એ પ્રવાહમાં દૂર સુધી વહેવાની શકિત હોય તે જ્યાં સુધી એ પહોંચે ને ત્યાં સુધી, કશા પક્ષપાત વગર તમામ માનેને અપનાવે. છે અને જ્યાં પક્ષપાત કરવો પડે ત્યાં પિતાનાને પ્રથમ યાદ કરવાને બદલે જેમના પ્રત્યે મારે હાથે કે મારા લેકેને હાથે અન્યાય થયો હોય, જે વધારે અસહાય હોય, દબાયેલે અને નિરાશ હેય એના પ્રત્યે દાનને પક્ષપાત થવા જોઈએ. આવી જાતની લાગણું જ્યારે સ્વીકારાશે, કેળવાશે અને સહજ થશે ત્યારે જ અહિંસાધર્મ સ્થપાશે. ત્યારે જ માણસજાતમાં ચાલતે સંધર્ષ અને વિગ્રહ શમી જશે, ઉચ્ચનીચ ભાવ અલોપ થશે, પ્રેમની લાગણી બધે ફેલાશે. અને વિરાટ માનવ સાથે માનવોના હૃદયમાં વસતા ભગવાનને સાક્ષાત્કાર કાકા કાલેલકર આર્થિક અવલોકન (૧) નહેર-યોજનાઓને વિકાસ રાજકીય આઝાદી મળ્યા પછી આપણા દેશનું રાજકારણ થાળે પડતાં, મધ્યસ્થ તેમજ પ્રાદેશિક સરકારનું ધ્યાન જનસમાજની આર્થિક આબાદી તરફ વિશેષતઃ કેન્દ્રિત થતું રહ્યું છે. સમસ્ત પ્રજાજનોના જીવનધોરણને ઉચું લાવવા અને દેશમાં ઘર કરી બેઠેલું દારિદ્રય દૂર કરવાના અંતિય ધ્યેયને નજર સમક્ષ રાખીને સરકારે પંચવર્ષીય યોજનાના છેલ્લા અઢી વર્ષથી જે ચક્રો ગતિમાન કર્યા છે, એને પરિણામે અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં-વિવિધ ક્ષેત્રોમાં સારી એવી પ્રગતિ સધાતી રહી છે. ખેતીપ્રધાન એવા આપણા દેશમાં નહેરોનું બાંધકામ આર્થિક દૃષ્ટિએ અતિ મહત્વનું બની રહે એ સ્વાભાવિક છે. વિવિધ નહેર યોજનાઓ–દામોદર, ભાખરા–નાંગલ, હીરાકુંડ, કેશી-સારી એવી પ્રગતિ કરી રહી છે, જ્યારે તુંગભદ્રા અને કાકડપારા યોજનાનો પ્રથગ તબકકે પૂરા થયું છે. તુંગભદ્રામાંથી મદ્રાસ તેમજ હૈદ્રાબાદ રાજ્યની લગભગ ૨,૬૫૦૦૦ એકર જમીનને ખેતી અંગેનું પાણી મળી રહેશે તેમજ વીજળીક બળનો પણ સારો લાભ મળશે. આવી જ રીતે કાકડપારા યોજનાને પરિણામે અંદાજે ગુજરાતની ૨,૯૧,૦૦૦ એકર જમી-, નને ફાયદો પહોંચશે. અને એટલે અંશે, મુંબઈ રાજયની અનાજની ખાધ ઘટવા પામશે. કેન્દ્રના આયોજન-પ્રધાન શ્રી, ગુલઝારીલાલ નંદાએ આવી પ્રવૃત્તિઓને મૂલવતાં કહ્યું છે તેમ “આવી યોજનાઓને અમુક વિસ્તારોને અવરી લેતી યોજના તરીકે ગણવા કરતાં; જીવનની જરૂરિઆત માટેની આવશ્યક ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવા માટેની અને વારંવાર દુષ્કાળના કારમાં ઓળીઓ જે ભય બતાવતા રહ્યા છે તેને દૂર કરવા માટેની સમગ્ર રાષ્ટ્રને આવરી લેતી જનાના એક ભાગ રૂપે ગણુની જોઈએ. ' (૨) કૃષિ-વિષયક ઉત્પાદન અને આવી બીજી અનેકવિધ યોજનાઓ અને બીજી હા.' યને પરિણામે, તેમજ આ સાલ એકંદરે ચોમાસું સારું હોવાને લીધે, આપણું કૃષિ-વિષયક ઉત્પાદન વધ્યું છે. આપણા સદ્ભાગ્યે પહેલાં અનુભવાયેલી અનાજની તીવ્ર તે ગી એ ગઈ કાલની વાત બની ગઈ છે. કેન્દ્રના આપણા અન્ન અને ખેતી વાડીના પ્રધાન શ્રી. રફી અહમદ કીડવાઈએ જાહેર કરેલા આશાવાદ મુજબ “અનાજની આયાત હવે સરકાર પિતાની પાસે જરૂરી પુરવઠે રાખવા માટે જ કરી રહી છે. અને ઘણું ખરું તે, આવતા વર્ષથી અનાજ આયાત કરવાની જરૂરિયાત રહેવા જ નહીં પામે.” અનાજ પછી જીવનની બીજી પ્રાથમિક આવશ્યકતા છે. કાપડ, કાપડનું ઉત્પાદન પંચવર્ષીય યોજનાઓ નિશ્ચિત કરેલા લક્ષ્યબિન્દુની ઉપર ગયું છે અને છેલ્લાં આંકડાઓ મુજબ, કાપડનું માસિક ઉત્પાદન સરેરાશ ૪૦ કરેડ વાર પર પહોંચ્યું છે, આમ થવાથી દેશમાં માથા દીઠ ! કાપડનો વપરાશ વધવા પાપે છે. ' આપણા આર્થિક જીવનને સ્પર્શતી બે મુખ્ય બાબતો અનાજ અને કાપડમાં આમ હળવી બનેલી પરિસ્થિતિને અનુલક્ષીને ભારત સરકારે અંકુશ નિયમનને દર ઢીલું મૂકે છે. ખૂબ અનિવાર્ય ગણી શકાય એવા અંકુશે જ અનાજ ઉપર રાખવામાં આવ્યા છે. અને મદ્રાસ જેવા અનાજની અછતવાળા પ્રદેશોમાં પણ આ નીતિ બહુજનસમાજે આવકારી છે. આવી રીતે કાપડ મન -- ** ''ના
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy